Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi

View full book text
Previous | Next

Page 13
________________ [૧૧] પ્રસ્તુત પ્રબંધના પ્રાસ્તાવિકમાં જૈન આગમ-સાહિત્યના ઉત્તરાધ્યયનસૂત્રનું સ્થાન, વિષય-પરિચય, રચનાકાળ, નામકરણનું કારણ, ભાષાશૈલી, મહત્ત્વ તથા ટીકા-સાહિત્ય સાથે વિવિધ સંસ્કરણોની સૂચી આપવામાં આવી છે. ત્યાર પછી પ્રથમ પ્રકરણમાં વિશ્વની ભૌગોલિક રચના, સૃષ્ટિતત્ત્વ અને દ્રવ્યના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવેલ છે. બીજા પ્રકરણમાં સંસારની દુઃખરૂપતા અને તેનાં કારણોનો વિચાર કરતી વખતે કર્મના સિદ્ધાન્તનું વર્ણન ક૨વામાં આવેલ છે. ત્રીજા પ્રકરણમાં મુક્તિમાર્ગનું વર્ણન કરતી વખતે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ રત્નત્રયનો વિચાર કરવામાં આવેલ છે. ચતુર્થ પ્રકરણમાં ગ્રંથના મુખ્ય પ્રતિપાદ્ય વિષય સાધુઓના સામાન્ય સદાચારનો અને પાંચમા પ્રકરણમાં સાધુઓના વિશેષ સદાચાર (તપ)નું વર્ણન કરવામાં આવેલ છે. છઠ્ઠા પ્રકરણમાં સંપૂર્ણ સાધનાના ફળરૂપે પ્રાપ્ત થતી ‘મુક્તિ’ તથા સાતમા પ્રકરણમાં સમાજ અને સંસ્કૃતિનું વિવેચન કરવામાં આવેલ છે. આઠમા પ્રકરણમાં ગ્રંથની ઉપયોગિતાનું વર્ણન કરતી વખતે સંપૂર્ણ ગ્રંથનું પરિશીલનાત્મક સિંહાવલોકન કરવામાં આવેલ છે . ચાર પરિશિષ્ટોમાંથી પ્રથમ પરિશિષ્ટમાં કથાસંવાદ રજૂ કરેલ છે. બીજામાં ગ્રંથોલિખિત રાજા વગેરે મહાપુરુષોનો પરિચય આપવામાં આવેલ છે. ત્રીજામાં સાધ્વાચાર સંબંધી કેટલાક વિશિષ્ટ તથ્યો દર્શાવલે છે. ચતુર્થમાં ગ્રંથોલિખિત દેશો તથા નગરોનો પરિચય આપવામાં આવેલ છે. મૂળ ગ્રંથનું અનુસરણ કરતાં સંપૂર્ણ પ્રબંધને આ રીતે સુવ્યવસ્થિત સ્વરૂપે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. પ્રસ્તુત પ્રબંધ જો કે ૨૦ માર્ચ ૧૯૬૭ના દિવસે પૂર્ણ થયેલ હતો પરંતુ પીએચ.ડી.ની પદવી મળતાં અને પ્રકાશન કાર્યમાં ત્રણ વર્ષનો વિલંબ થયો. આ દરમ્યાન મેં મારા પ્રબંધને યથાસંભવ ફરીથી પરિમાર્જિત અને પરિવર્ધિત કર્યો. આજે તેને છપાયેલ સ્વરૂપે વિદ્વાનો સમક્ષ પ્રસ્તુત કરતાં આનંદનો અનુભવ થાય છે. આ રીતે જો કે આ પ્રબંધને સર્વાંગીણ સુંદર બનાવવાનો પૂર્ણ પ્રયાસ કરવામાં આવેલ છે, છતાં પણ માનવની શક્તિઓ સીમિત હોવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 530