Book Title: Agam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 176
________________ ૮}-/૧૪૮૪ પુત્રએ ચિંતવ્યું કે ઘણે ભાગે માતા અમારા ચોખા ઝુંટવી લેવા આવતી જણાય છે, તો જો તે નજીક આવશે તો હું તેણી ને મારી નાંખીશ. એ પ્રમાણે ચિંતવત્તા પુત્રે દૂર રહેલો અને નજીક આવતી માતા બ્રાહ્મણીને મોટા શબ્દોથી કહ્યું કે - હે ભટ્ટીદારિકા ! જો તું અહીં આવીશ તો પછી તું એમ ન કહીશ કે મને પહેલાં ન હ્યું. નિશ્ચે તું આવીશ તો હું તને મારી નાંખીશ. આવું અનિષ્ટ વચન સાંભળીને ઉલ્કાપાતથી હણાયેલી હોય એમ ધસ તાંક ભૂમિ ઉપર ઢળી પડી. મૂર્છાવશ બ્રાહ્મણી બહાર પાછી ન ફરી એટલે મહીયારીએ કેટલોક સમય રાહ જોયા પછી સુજ્ઞશ્રીને ક્યું કે, અરે બાલિકા ! અમોને મોડું થાય છે, માટે તમારી માતાને જલ્દી મ્હો કે તમે અમને ડાંગરનો પાલો આપો જો ડાંગરનો પાલો ન જણાય કે ન મળતો હોય તો અમને મગનો પાલો આપો. ત્યારે સુજ્ઞશ્રી ધાન્ય રાખવાના કોઠારમાં પહોંચી અને જુએ છે તો બીજી અવસ્થા પામેલી બ્રાહ્મણીને જોઈને સુજ્ઞશ્રી હાહારવ કરતી, શોર-બકોર કરવા લાગી, તે સાંભળીને પરિવાર સહિત તે ગોવિંદ બ્રાહ્મણ અને મહીયારી ત્યાં આવી પહોંચ્યા. પવન અને જળથી આશ્વાસન પમાડીને તેઓએ પૂછ્યું કે – હે ભઠ્ઠીદારિકા ! આ તમને એક્દમ શું થઈ ગયું ? ત્યારે સાવધાન થયેલી બ્રાહ્મણીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે અરે ! તમે રક્ષણ વગરની મને ઝેરી સર્પના ડંખ ન અપાવો. નિર્જળનદીમાં મને ઉભી ન રાખો. અરે ! દોરડા વગરના સ્નેહપાશમાં જડાયેલી મને મોહમાં ન સ્થાપો. જેમ કે ઃ ૧૭૫ આ મારા પુત્ર, પુત્રી, ભત્રીજા છે. આ પુત્રવધુ કે જમાઈ છે, આ માતા કે પિતા છે, આ મારા ભર્તાર છે. આ મને ઈષ્ટ, પ્રિય, મનગમતાં કુટુંબીજનો, સ્વજનો, બંધુવર્ગ, પરિવાર વર્ગ છે. આ બધાં અહીં જ પ્રત્યક્ષ ખોટા, માચાવાળા છે. તેમના તરફની બંધુપણાની આશા મૃગતૃષ્ણા સમાન નિરર્થક છે. આ જગતમાં દરેક પોતાના ાર્યના અર્થીસ્વાર્થી લોકો છે. તેમાં મારાપણાંનો ખોટો ભ્રમ છે. પરમાર્થથી વિચારો તો કોઈ સાયા સ્વજન નથી. જ્યાં સુધી સ્વાર્થ સધાય છે. ત્યાં સુધી માતા, પિતા, પુત્રી, પુત્ર, જમાઈ, ભત્રીજો, પુત્રવધૂ વગેરે સંબંધ જાળવવામાં આવે છે. ત્યાં સુધી જ દરેક ગમે છે, ઇષ્ટ-મિષ્ટ-પ્રિય-સ્નેહી-કુટુંબી-સ્વજન વર્ગ-મિત્રબંધુ-પરિવાર આદિ સંબંધ રાખે છે કે જ્યાં સુધી દરેકનો પોતાનો સ્વાર્થ સધાય છે. પોતાના કાર્યની સિદ્ધિના વિરહમાં ન કોઈ કોઈની માતા છે, ન કોઈ કોઈના પિતા કે ન કોઈ કોઈની પુત્રી છે. ન કોઈ કોઈના જમાઈ કે ન કોઈ કોઈના પુત્ર છે. ન કોઈ કોઈના પત્ની કે ન કોઈ કોઈના ભત્તર છે. ન કોઈ કોઈના સ્વામી છે. ન કોઈ કોઈના ઈષ્ટ મિષ્ટ પ્રિય કાંત કુટુંબી સ્વજન-વર્ગ મિત્ર બંધુ કે પરિવાર વર્ગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210