Book Title: Agam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 187
________________ ૧૮૬ મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ પણ ઉચિત નથી. A - દુઃખે કરીને અટકાવી શકાય તેવા તાલ પાપનું આગમન થતું હોય તેવા સ્થાનમાં રહેવું તે જોખમ ગણાય. હા હા હા ! હૈ નિર્લજ્જ શત્રુ ! અધન્ય એવા આઠ કર્મરાશિ આ રાજ્બાલિકાને અત્યારે ઉદયમાં આવેલા છે. આ મારા કોઠાર સમાન પાપ શરીરનું રૂપ દેખવાથી તેના નેત્રોમાં રાગની અભિલાષા થયેલી છે. હવે આ દેશનો ત્યાગ કરીને હું પ્રવજ્યા અંગીકાર કરું, એ પ્રમાણે વિચારીને માસ્વરે કહ્યું – હું શલ્યરહિત બનીને સાપ સર્વેની ક્ષમા - માંગુ છું. મારાથી અજાણતા કોઈ અપરાધ થયો હોય તો આપ પ્રત્યેકે પ્રત્યેક સભાજન મને ક્ષમા આપજો. ત્રિવિધ ત્રિવિધે ત્રિકાલ શુદ્ધિથી હું સભામંડપમાં રહેલા રાજકુળ અને નગરજનો આદિ સર્વેની ક્ષમા માંગુ છું. એમ કહીને તે કુમાર રાજકુળથી બહાર નીકળી ગયો. પોતાના રહેઠાણે પહોંચી ગયો. ત્યાંથી માર્ગમાં ખાવા માટેનું પાથેય ગ્રહણ ર્યું. ફીણના જત્થાના તરંગ સમાન સુક્માલ સફેદ વસ્ત્રના બે ખંડ કરીને પહેર્યાં, સજ્જનના હ્રદય સમાન સરળ નેતર લતાની સોટી અને અર્ધઢાલ જમણાં હાથમાં ગ્રહણ કર્યાં. - ―— ત્યાર પછી ત્રણે ભુવનમાં અદ્વિતીય ગુરુ એવા અરિહંત ભગવંતો, જગતમાં સૌથી શ્રેષ્ઠ ધર્મ, તીર્થંકરો વ્હેલ યશોક્ત વિધિથી સંસ્તવના, વંદન, સ્તુતિ, નમસ્કાર કરીને ચાલ-ચાલ કર્યા કર્યું. એ પ્રમાણે ચાલતા-ચાલતા કુમાર ઘણાં દુર દેશાંતરમાં ત્યાં પહોંચ્યા કે જ્યાં હિરડી નામની રાજધાની હતી. તે રાજધાનીમાં રહીને વિશિષ્ટ ગુણવાળા ધર્માચાર્યના આવવાના સમાચાર મેળવવા માટે કુમાર શોધ કરતો હતો અને વિચારતો હતો કે જ્યાં સુધી વિશિષ્ટ ગુણવાળા ધર્માચાર્યનો યોગ ન થાય, ત્યાં સુધી મારે અહીં આ નગરમાં રોકાઈ જવું. એ પ્રમાણે વિચારતાં કેટલાંક દિવસો પસાર થયા. ઘણા દેશમાં વિસ્તાર પામેલી કીર્તિવાળા ત્યાંના રાજાની હું સેવા કરતો રહું. એમ મનમાં મંત્રણા ગોઠવીને પછી ત્યાંના રાજાને મળ્યો, વા યોગ્ય નિવેદન કર્યું. પછી રાજાએ તેનું સન્માન કર્યુ અને રાજાની સેવાચાકરી તે મારે પ્રાપ્ત કરી. કોઈ સમયે એવા અવસર પ્રાપ્ત થયેલો જાણીને તે કુમારને તે રાજાએ પૂછ્યું – હે મહાનુભાવ ! હે મહાસત્ત્વશાલી ! આ તમારા હાથમાં કોના નામથી અલંકૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210