Book Title: Agam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 208
________________ ૮|-|૧૫૨૬ સંસારને અનુસરનારો અથવા સંસારમાં ભ્રમણ કરનાર થાય છે. તથા અશુચિ, દુર્ગન્ધ, પીગળેલા પ્રવાહી, ક્ષાર, પિત્ત, ઉલટી, શ્લેષ્મથી પૂર્ણ ચરબી, શરીર ઉપર વીંટળાયેલ ઓર, પરુ [તથા] અંધારથી વ્યાપ્ત, લોહીના દવવાળા, દેખી ન શાય તેવા બિભત્સ, અંધકારના સમૂહથી યુક્ત એવા... ગર્ભવાસમાં વેદનાઓ, ગર્ભ પ્રવેશ, જન્મ-જરા-મરણાદિક અને શારીરિક, માનસિક-ઉત્પન્ન થયેલા ઘોર દારુણ દુઃખોનો ભોગવટો કરવાનું ભાજન બને છે. સંયમની જયણા વગર જન્મ-જરા-મરણાદિના ઘોર, પ્રચંડ, મહારૌદ્ર, દારુણ દુઃખોનો નાશ એઅંતે કે આત્યંતિક થતો નથી. આ કારણે જયણા રહિત સંયમ કે અતિશય મહાન કાયક્લેશ ફરે તો પણ હે ગૌતમ ! તે સર્વે નિરર્થક જાય છે. હે ભગવન્ ! શું સંયમની જયણાને બરાબર જોનારો, પાળનારો સારી રીતે તેનું અનુષ્ઠાન નારો... - જન્મ, જરા, મરણાદિના દુઃખથી જલ્દી છુટી જાય છે ? હે ગૌતમ ! એવા પણ કોઈ હોય છે કે જે જલ્દી તેવા દુઃખો થી ન છુટી જાય અને કેટલાંક એવા પણ હોય છે કે જેઓ તેવા દુઃખોથી જલ્દી છુટી જાય છે. હે ભગવન્ ! ક્યા કારણથી આપ એમ ક્હો છો ? હૈ ગૌતમ ! કેટલાંક એવા હોય છે કે જેઓ લગાર, અલ્પ, થોડું પણ સભાસ્થાન જોયા વિના, અપેક્ષા રાખ્યા વિના રાગ સહિત અને શલ્ય સહિત સંયમની યતના રે જે એવા પ્રકારનો હોય તે લાંબા કાળે જન્મ, જરા, મરણ વગેરે અનેક - સાંસારિક દુઃખોથી મુક્ત થાય. કેટલાંક એવા આત્મા હોય છે કે જેઓ સર્વ શલ્યને નિર્મૂળ ઉખેડીને - આરંભ અને પરિગ્રહ વગરના થઈને— - - દીનતા વગરના માનસવાળા, મમતા અને અહંકાર રહિત થઈને રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, ક્યાયના મળ વગરના થઈને, સર્વ ભાવો અને ભવાંતરોથી અતિ વિશુદ્ધ આશયવાળા, — • એકાંત નિર્જરા કરવાની અપેક્ષાવાળા, - ૨૦૭ પરમ શ્રદ્ધા, સંવેગ, વૈરાગ્ય પામેલા, સમગ્ર ભય, ગારવ, વિચિત્ર અનેક પ્રકારના પ્રમાદના આલંબનોથી મુક્ત થયેલા એવા, - - ઘોર પરીષહો અને ઉપસર્ગોને જીતેલા છે એવા, - - - રૌદ્ર ધ્યાન જેમણે દૂર રેલા છે એવા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 206 207 208 209 210