________________
ના દિવસે લખાએલી સુવર્ણ – રાક્ષરી “પસૂત્રની” ની પ્રત અમદાવાદના ડહેલાના ઉપાશ્રયમાં જ આવેલા શ્રી ચંચલબાઈના ભંડારમાં આવેલી છે (ચિત્ર નં. ૧૮૮-૧૮૯ તથા ૨૨૪-૨૨૬ અને ૨૫૦-૨૫૧). વિ. સં. ૧૫૨૨ માં જેનપુરમાં લખાએલી સુવર્ણાક્ષરી પ્રત વડોદરાના શ્રી આત્માનંદ જ્ઞાનમંદિરમાં આવેલા શ્રી હેવિજયજી શાસ્ત્ર સંગ્રહમાં છે (ચિત્ર નં. ૧૬૦ થી ૧૮૫, ૧૯૪ થી ૨૧૭, ૨૫૮, ૨૫૯, ૨૬૧, ૨૬૪, ૨૬૫, ર૭૪, ર૭૫). તારીખ વગરની લગભગ પંદરમા સૈકાના અંત ભાગની સ્વર્ગસ્થ શ્રી કુસુમચંદ્રસૂરીશ્વરજીના સંગ્રહમાં પણુ એક સુવર્ણાક્ષરી પ્રત છે. તેમાંથી ચિત્ર ન. ૨૪૧, ૨૬૨, ૨૬૩, ૨૬૬, ૨૬૭ તથા ૨૭૦ થી ર૭૨) અત્રે રજૂ કરેલાં છે. સારાભાઈ નવાબના સંગ્રહમાં સોળમા સિકાના શરૂઆતના સમયની, પાને પાને સુંદર સુશોભનવાળી, કલ્પસૂત્રની એક હસ્તપ્રત જે તાજેતરમાં જ માસ થએલી છે તેના નમૂનાઓ તથા ચિત્રો Masterpieces of Kalputra Paintings માં હવે પછી પ્રસિદ્ધ થશે. અમદાવાદના કાપડના જાણીતા વહેપારી શેઠ હીરા સ્તનચંદની પેઢીવાળા મારા મિત્ર શ્રીયુત્ જયંતિલાલ જેસિંગભાઈની પાસે પણ કેટલીક કંલ્પસૂત્રની ચિત્રવાળી હસ્તપ્રત છે. આ ઉપરાંત મારા જોવામાં આવેલી સુવર્ણાક્ષરી તથા કાળી શાહીથી લખાએલી સેંકડે હસ્તપ્રતની નોંધ માત્ર અત્રે આપવાથી પણ બહુજ વિસ્તાર થઈ જાય તેમ હોવાથી નજદીકના ભવિષ્યમાં સમય અને સગવડ પ્રાપ્ત થએથી કપસૂત્રની ચિત્રકળાનો ઈતિહાસ’ લગભગ એક ચિત્રવાળી હસ્તપ્રત પરથી તૈયાર કરવાને મારે વિચાર છે, એટલું જ અત્રે જણાવવાની રજા લઉં છું.
મારા આ પ્રકાશનકાર્યમાં અગાઉથી ગ્રાહક થઈને સહાયક થવા માટે શેઠ માણેકલાક ચુનીલાલ શાહ જે. પી. શેઠ કાંતીલાલ ઈશ્વરલાલ મેરખીયા જે. પી. શેઠ હેમચંદ મોહનલાલ ઝવેરી તથા તેઓશ્રીના બંધુઓ, શેઠ ધીરજલાલ જીવણલાલ વગેરે મુંબઈના 'શ્રીમાને તથા અમદાવાદના સર ચીનુભાઈ વગેરેને આ તકે ઉપકાર માનું છું અને હું છું કે મારી ભવિષ્યની સાહિત્ય પ્રસ્કાશનની પ્રવૃત્તિમાં પણ તેઓ સહાયક થશે.
પાટણના સમગ્ર જ્ઞાન ભંડારે તથા જેસલમેર વગેરે સ્થળેાના જ્ઞાન ભંડારાના બારીક નિરીક્ષક અને મારી દરેક સાહિત્ય પ્રવૃત્તિમાં તન અને મનથી પિતાની નાજુક તબીયતની પરવા નહિ કરનાર વિદ્વદર્ય ગુરૂદેવ શ્રી પુણ્યવિજછને તે કયા શબ્દમાં આભાર માનું તેની સમજણ જ પડતી નથી. તેઓશ્રીએ આ ગ્રંથમાં પ્રકાશિત કરેલ કલ્પસૂત્ર (બારસાસૂત્ર) ના મૂળપાઠો, ચૂણિ, નિયુક્તિ તથા પૃથ્વીચંદ્રસૂરિ કૃત ટિપ્પણ, તેના પાઠાંતરો તથા તેને કેક તૈયાર કરવામાં જે મહેનત કરી છે અને આ પ્રકાશનને સર્વાંગસુંદર કરવા માટે મને જે વારેઘડીએ સુચનાઓ આપ્યા કરી છે તે માટે હું તેઓશ્રીને ઋણી છું અને રહીશ.
એ ઉપરાંત આ ગ્રંથમાં પ્રસિદ્ધ થએલ કલ્પસૂત્રનું અક્ષરશઃ ભાષાંતર તથા અઘરા શબ્દનો કેષ તૈયાર ફ્રી આપવા માટે પંડિત બહેચરદાસ જીવરાજ જોશીને પણ આભાર ન માનું તે હું કૃતકની ગણાઉં.
"Aho Shrut Gyanam