Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 15
________________ ૪ “શ્રી ભગવતી સૂત્ર”ની પ્રતમાં કે જે પ્રતભાઈના વિજયનુસૂરીશ્વરજીના ભંડારમાં વિ. સ. ૧૧૧–( ઈ. સ. ૧૦૫૩ થી ૧૦૬૨ ) ના કારતક સુદિ ૬ રવીવારના દિવસે લખાએલી છે, તેમાં છ ચિત્રાકૃતિએ મળી આવેલી છે. પછી વિ. સ’. ૧૧૫૭માં લખાએલી નિશીથચૂર્ણિ’ની પ્રતથી શરૂ કરીતે ખંભાતના શાંતીનાથના ભંડારમાં આવેલી “ પયૂષણુા કલ્પ ”ની પ્રત મધ્યેના એ ચિત્રોની નેાંધ મેં “જૈન ચિત્રકલ્પદ્રુમ ” ગ્રંથના પાના ૪૦-૪૧ ઉપર કરેલી છે. પ્રાચીન તાડ઼પત્રની કળાને દ્વિતીય વિભાગ વિ. સં. ૧૩૫૭ થી ૧૪૫૬ ગુજરાતની જનશ્રિત કળાના તાડપત્રીય ચિત્રોના દ્વિતીય વિભાગની શરૂઆત વિ. સં. ૧૩૫૭થી થાય છે. પરંતુ જેના ઉપર તારીખ નોધાંએલી છે એવી તાડપત્રની ચિત્રવાળી પ્રત વિ. સં. ૧૪૧૮ પહેલાંની મળી નથી. ગુજરાતની નાશ્રિત કળાના તાડપત્ર ઉપરના સુંદરમાં સુંદર ચિત્રો આ સમય દરમ્યાનમાં જ મળી આવે છે. વિ. સં. ૧૪૧૮ માં લખાએલી પ્રત કલાધી (મારવાડ) નિવાસી સ્વર્ગસ્થ શ્રીમાન ફુલચંદજી ઝખના સ'ગ્રહમાં છે, જેમાં પાંચ ચિત્રો ચીતરેલાં છે. વિસ, ૧૪૨૭માં લખાએલી બીજી એક પ્રત અમદાવાદના ઉજમફાઈની ધર્મશાળાના ગ્રંથ ભડારમાં આવેલી છે, જેમાં છ ચિત્રો ચીતરેલાં છે (ચિત્ર નં. ૨૧, ૨૩ થી ૨૬ અને ૪૯) આ વ્રત કલ્પસૂત્ર અને કાલકકથાની છે. ત્રીજી એક પ્રત આ સમયની તારીખ વગરની, ઇડરના શેઠ આણુ દૃષ્ટ મંગલજીની પેઢીના તામના ગ્રંથભડારમાં આવેલી છે. જેમાં લગભગ ચિત્ર ૩૪ છે, તેમાંથી ૨૦ ચિત્રા મા ગ્રંથમાં રજૂ કરવામાં આવ્યાં છે (ચિત્ર ન. ૨૭ થી ૪૪ સુધી તથા ૫૫ અને ૫૬). તારીખ વગરની આ જ સમયની ત્રીજી એ પ્રતાના ચિત્રા મારા પેાતાના (સારાભાઇ નવામના સંગ્રહમાં છે.) (ચિત્ર ૨૨ અને ૪૫, ૪૭ તથા ૫૦ થી ૫૪). તાડપત્રની પ્રત ઉપર સેાનાની શાહીથી ચીતરેલાં ચિત્રા ઇડરની પ્રતમાં જ મળી આવ્યાં છે, જ્યારે મારા સંગ્રહની તાડપત્રની એ પ્રતા પૈકીની એક પ્રતમાં રૂપાની શાહીને ઉપયાગ ચિત્રા ચીતરવામાં કરેલા છે (ચિત્ર નં. ૨૨, ૫૧, ૫૩ અને ૫૪), ગુજરાતની કાગળ ઉપરની જૈનાશ્રિત કુળા [વિ. સ’. ૧૪૦૩ થી ૧૫૫૬ સુધી ] કાગળ ઉપરની ચિત્ર કામવાળી પ્રતામાં સૌથી જૂનામાં જૂની કલ્પસૂત્રની તારીખવાળી પ્રત મુંબાઈના શાહ સાદાગર શેઠશ્રી કીલાચંદ દેવચંદના સંગ્રહમાં છે, જેના ઉપર સવત ૧૪૦૩માં તે લખાયાની નોંધ છે. આ પ્રતમાં ૩૬ ચિત્રા છે. ત્યાર પછી સ ંવત ૧૪૨૪માં લખાએલી ઇસ ચિત્રા વાળી પ્રત મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં માવેલી છે. (ચિત્ર નં. પછ તથા ૫૮) વિ. સં. ૧૪૫૫માં લખાએલી શ્રી પાર્શ્વનાથ ચરિત્રની પ્રત પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 468