Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ સમ્યગદર્શન: અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગદર્શનને નમસ્કાર. ભ્રાંતિનું કારણ એવું અસદર્શન તે આરાધવાથી પૂર્વે આ જીવે પોતાનું સ્વરૂપ તે જેમ છે તેમ જાણ્યું નથી. અસત્સંગ, નિજેચ્છાપણું, અને મિથ્યાદર્શનનું પરિણામ તે જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી આ જીવ લેશરહિત એવો શુદ્ધ અસંખ્યપ્રદેશાત્મક મુક્ત થવો ઘટતો નથી, અને તે અસત્સંગાદિ ટળવાને અર્થે સત્સંગ, જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું અને પરમાર્થ સ્વરૂપ એવું જે આત્માપણું તે જાણવા યોગ્ય છે. જે ગાયે તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની શૈલી કરી, સ્વાદુવાદ સમજણ પણ ખરી. ભિન્ન ભિન્ન મત દેખિયે, ભેદ દષ્ટિને એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાખ્યા માને તેહ. તેહ તત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે સ્વભાવની સિદ્ધિ કરે, એ જ ધર્મ અનુકૂળ. છેડી મત દર્શન તણે, આગ્રહ તેમ વિકલ્પ કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. મૂળ ; મોક્ષમાર્ગ મક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ સમજાવ્ય સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા; નિર્મથને પંથ ભવ અંતને ઉપાય છે. વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરોગના, કાયરને પ્રતિકૂળ. ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિં વાર. સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત રહે તદ ધ્યાનમહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. જે જે પ્રકારે આમા આમભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે તે પ્રકાર અન્યરૂપ છે; ધર્મરૂપ નથી. x x જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સપુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત આરાધવા જોગ છે. માટે જેની પ્રાપ્ત કરવાની દઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે છે માર્ગની પ્રાપ્તિ થાય. આ જે વચનો લખ્યાં છે, તે સર્વ મુમુક્ષુને પરમ બાંધવરૂ૫ છે, પરમ રક્ષકરૂપ છે. અને એને સમ્યફ પ્રકારે વિચાર્યોથી પરમપદને આપે એવાં છે; એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, પદનનું સર્વોત્તમ તત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 794