Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ રાજચંદ્ર સુધાસિંધુના બિંદુ આત્મજ્ઞાન: તે આત્મસ્વરૂપથી મહતું એવું કંઈ નથી. એવો આ સૃષ્ટિને વિષે કોઈ પ્રભાવજગ ઉત્પન્ન થયો નથી, છે નહીં અને થવાનો નથી કે જે પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય. જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે તે પુરુષ વિના બીજા કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી; અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજું કોઈ કલ્યાણને ઉપાય નથી. તે પર આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી ક૯૫ના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજને ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહે તો અનંત અપાર આનંદ અનુભવશો. હું કેણ છું? કયાંથી થયો ? શું સ્વરૂપ છે મહારૂં ખરું? કેના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરૂં ? આપ આપકુ ભૂલ ગયા, ઈનસે કયા અંધેર ? સુમર સુમર અબ હસત હે, નહિ ભૂલેંગે ફેર. જબ જાન્યો નિજ રૂપકે, તબ જા સબ લેક; નહિં જાન્યો નિજ રૂપકે, સબ જાન્યો સો ફેક. શુદ્ધ બુદ્ધ ચિતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું, કર વિચાર તે પામ. આત્માર્થ– આત્મબ્રાંતિ સમ રેગ નહિં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિં, ઔષધ વિચાર ધ્યાન, રે! આત્મ તારો ! આત્મ તાર! શીધ્ર એને ઓળખો! સર્વાત્મમાં સમદષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખે. કષાયની ઉપશાનતા, માત્ર મેષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. જે ઈ પરમાર્થ તે, કરે સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિં આત્માર્થ. જહાં રાગ અને વળી દ્રષ, તહાં સર્વદા માને કલેશ ઉદાસીનતાને જ્યાં વાસ, સર્વ દુઃખને છે ત્યાં નાશ. વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેંદ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. ત્યાગ વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સેહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે ? પણ શિથિળપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે. અનંતવાર દેહને અર્થે આત્માં ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાથેની કલ્પના છેડી દઈ એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરે, એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 794