Book Title: Adhar Abhishek Vidhi
Author(s): Vajrasenvijay
Publisher: Halar Tirth Aradhana Dham

View full book text
Previous | Next

Page 9
________________ ૮ જલ અભિષેક જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ જલપૂજા ફળ મુજ હો, માગો એમ પ્રભુ પાસ. જ્ઞાનકળશ ભરી આતમા, સમતા રસ ભરપુર; શ્રી જિનને નવરાવતાં, કર્મ હોયે ચકચૂર. ૨. અર્થ: શ્રી જિનેશ્વર પરમાત્માની જળપૂજા વિધિ પૂર્વક કરો, જળપૂજા કરવાથી આત્મા ઉપર અનાદિકાળથી વળગેલ કર્મ રૂપ મેલ દૂર થાય છે. જળપૂજા કરી પ્રભુ પાસે માગણી કરો કે હે પ્રભુ આ જળપૂજાના પ્રભાવે કર્મમળ દૂર થવા રૂપ ફળ મને પ્રાપ્ત થાઓ. ૧. અર્થ: જળપૂજા કરતી વખતે ભાવના ભાવવી કે આ આત્મા જ્ઞાનરૂપી કળશમાં વિપુલ સમતારૂપ રસને ભરીને શ્રી જિનેશ્વરને નવરાવી રહ્યો છે, અને તેથી આપણા આત્મામાં રહેલ કર્મના ચૂરેચૂરા થાય છે. ૨. મેરૂ શિખર નવરાવે હો સુરતિ - મેરુ૦ જન્મકાળ જિનવરકો જાણી, પંચરૂપ કરી આવે. હો સુર૦ ૧. રત્ન પ્રમુખ અડ જાતિના કળશા, ઔષધિ ચરણ મિલાવે; ખીર સમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે, હો સુર૦ ૨. વાવે; એણી પરે જિનપ્રતિમાકો નવણ કરી, બોધિબીજ માનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34