________________
૯
અનુક્રમે ગુણ રત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ પાવે. હો સુર૦ ૩.
અર્થ : શ્રી જિનેશ્વર ભગવંતનો જન્મ સમય જાણી ઇંદ્ર મહારાજ આવે છે. અને પોતાના પાંચ રૂપ કરીને મેરુ પર્વત ઉપર પ્રભુને લઇ જઇને પ્રભુને નવરાવે છે. ૧.
અર્થઃ રત્ન વગેરે આઠ જાતિના કળશો બનાવી તેમાં ક્ષીર સમુદ્ર તેમજ માગધ વગેરે તીર્થો તથા પવિત્ર નદીઓના પાણી ભરી તેમાં ઔષધીના ચૂર્ણો મેળવી પ્રભુનું તે જળથી સ્નાત્ર કરી પ્રભુના ગુણોનું ગાન કરે છે. ૨.
અર્થ : એવી રીતે શ્રી જિનેશ્વર પ્રતિમાનું સ્નાત્ર કરનારા જીવો પોતાના આત્મામાં બોધિબીજ સમક્તિને વાવેછે, અને અનુક્રમે ગુણરૂપી રત્નોના સમૂહનો આત્મામાં સ્પર્શ કરી - આત્મામાં પેદા કરી શ્રી જિનેશ્વરનું ઉત્તમપદ-મોક્ષ પામે છે. ૩.
અઢાર સ્નાત્રમાંની ખાસ ખાસ ઔષધિઓની યાદી
(૩) કષાય ચૂર્ણ :- ૧ પીપર, ૨ પીપળી, ૩ શિરિષ, ૪ ઉંબર, ૫ વડ, ૬ ચંપક, ૭ અશોક, ૮ આમ્ર, ૯ જાંબુ ૧૦ બકુલ, ૧૧ અર્જુન, ૧૨ પાટલ, ૧૩ બીલી, ૧૪ દાડમ, ૧૫ કેસૂડાં, ૧૬ નારિંગ.
(૪) મંગલમૃત્તિકા :- ૧ હાથીના દાંતની, ૨ બળદના શિંગડાંની, ૩ પર્વતની, ૪ ઉદેહીની, ૫ નદીના કાંઠાની, ૬ નદીઓના સંગમની, ૭ સરોવરની, ૮ તીર્થોની.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org