Book Title: Adhar Abhishek Vidhi
Author(s): Vajrasenvijay
Publisher: Halar Tirth Aradhana Dham

View full book text
Previous | Next

Page 30
________________ ૨૯ - શાંતિકળશની વિધિ કુંડીની અંદર કેસરનો સાથિયો કરી સોપારી, બદામ, સાકર, સવારૂપીયો ચોખા અને કુલ પધરાવવા. શાંતિકળશ કરનાર વ્યક્તિને (ભગવંતને પડદો કરીને) કેસર વડે તિલક કરવું - ચોખા ચોટાડવા. (ભગવાનને સામે આપણે તિલક કરાય નહિ માટે ભગવાનને પડદો કરવો.) ફૂલની માળા હોય તો તે પણ પહેરાવવી. પછી વધાવવા માટે ચોખા હાથમાં આપવા અને શાંતિકળશ કરનાર વ્યક્તિ ભગવંતને ચોખાથી વધાવે. પછી તે વ્યક્તિની હથેળીમાં કેસરવડે સાથીયો કરવો. ચોખા પધરાવવા. પછી કળશને નાડાછડી બાંધી, હવણજળ ભરી, કેસરનો સાથીયો કરીને તે કળશ, શાંતિકળશ કરનાર વ્યક્તિના હાથમાં પધરાવવો. પછી ધાર અખંડપણે ચાલુ કરવી. સૌથી પહેલાં ત્રણ નવકાર બોલવા. પછી ઉવસગહર, મોટીશાંતિ બોલવી. પછી ૐ સં સંતિ સંતિકર, સંતિર્ણ સવ્વભયા; સંતિ ગુણામિ જિર્ણ, સંતિ વિહેઉ મેં સ્વાહા. ૧. 35 રોગજલજલણવિસહર, ચોરારિ-મઈદ-ગય-રણભાઈ, પાસજિણ-નામ-સંકિરણેણ, પસમંતિ સવાઈ સ્વાહા. ૨. ૐ વરકણયસંખવિદુમ-મરગયઘણસત્રિહ વિગયો, સત્તરિય જિણાણે, સબામર-પૂઈએ વંદે સ્વાહા. ૩. ૐ ભવણવઈ વાણવંતર, જોઈસવાસી વિમાણવાસી અ; જે કેવિ દુ દેવા, તે સત્વે ઉવસગંતુ મમ સ્વાહા. ૪. - આ ચાર ગાથા બોલી નવકાર બોલી શાંતિ કળશ પૂરો કરવો. ત્યારબાદ ઈરિયાવહી કરી ૧ લોગસ્સનો કાઉસ્સગ્ન કરી લોગસ્સ બોલીને ત્રણ ખમાસમણ દેવાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34