Book Title: Adhar Abhishek Vidhi
Author(s): Vajrasenvijay
Publisher: Halar Tirth Aradhana Dham

View full book text
Previous | Next

Page 34
________________ પરમાત્મ ભક્તિ le તીર્થકરોનું દર્શન-પૂજન-સ્મરણ વગેરે પરમ નિધાન છે. અમૃતનો કુંપો છે. જનમન-મોહનવેલ છે. રાત-દિવસ સંભારવા લાયક છે. ઘડી પણ ન વિસરવા લાયક છે. તીર્થકરોની ભક્તિ, નામ સ્મરણ વગેરે આળસમાં મળેલી ગંગા છે. મયુરને મન જેમ મેઘ, અને ચકોરને મન જેમ ચંદ્ર, ભ્રમરને મન જેમ કમલ, અને કોકિલને મન જેમ આમ્ર, જ્ઞાનીને મન જેમ સંયમધારણ, દાનીને મન જેમ ત્યાગ, અને ન્યાયીને મન જેમ ન્યાય, સીતાને મન જેમ રામ અને પંથીને મન જેમ ધામ, તેમ તત્ત્વગુણરસિક જીવને મન તીર્થકરનું નામ આનંદ આપનારું છે. તીર્થકરના નામને જપનારને નવ નિધાન ઘેર છે. કલ્પવેલી આંગણે છે. આઠ મહાસિદ્ધિ ઘટમાં છે. એમની ભક્તિથી કોઇ પણ જાતના કાયાના કષ્ટ વિના જ ભવજલ તરાય છે. તીર્થકરોના લોકો પર નામ કીર્તનરૂપી અમૃતપાનથી મિથ્યામતિરૂપી વિષ તત્કાલ નાશ પામે છે. તથા અજરામર પદની પ્રાપ્તિ થાય છે. એ રીતે ભાવના કરવાથી તથા વિચારવાથી જીવનનાં ઘણાં અશુભ અને ફિલષ્ટ કર્મો નાશ પામે છે. બોધિ (સમ્યત્વ) જ્ઞપ્તિ | (જ્ઞાન) અને વિર ની પરંપરાએ મોક્ષના અનંત સુખોના એ છે (6) વેકી આત્માઓએ શ્રી જિનેશ્વરદેવની - પક્તિમાં સદાકાળ દત્તચિત્તવાળા થવું 083928 પરમપૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજા ભરત પ્રિન્ટરી : (કાંતિલાલ ડી. શાહ) અમદાવાદ થી ગાજી. Serving JinShasan gyanmandir@kobatirth.org

Loading...

Page Navigation
1 ... 32 33 34