Book Title: Adhar Abhishek Vidhi
Author(s): Vajrasenvijay
Publisher: Halar Tirth Aradhana Dham

View full book text
Previous | Next

Page 8
________________ અભિષેકની ધારા મસ્તક ઉપરથી શરૂ કરવાની અને ભાવના ભાવવી કે પરમાત્મા ઉપરથી જેમ જેમ એ ધારા નીચે ઉતરેછે તેમ તેમ મારા આત્મા ઉપર લાગેલા કર્મમલને ધોઈ રહીછે. મારો આત્મા નિર્મળ બનતો જાય છે. આવા ભાવપૂર્વક કરેલો અભિષેક આપણા આત્માને ડાયરેક્ટ અસર કરનાર બનશે. By product (બાય પ્રોડક્ટ) તરીકે તો જે લાભ થશે એની કોઈ વિસાત નથી. કારણ કે કુલ ૪૫ જેટલા દેરાસરોમાં એક સાથે કે અભિષેકનો અનુમોદના દ્વારા લાભ, તેમાં બિરાજમાન ૨૦૦થી અધિક પરમાત્માના અભિષેકનો લાભ તે પરમાત્મા કેટલાક પ્રાચીન, કેટલાક ચમત્કારિક, કેટલાક પ્રભાવશાળી હશે... આવા પરમાત્મા... ! એક સાથે આટલા બધા પરમાત્માનો અભિષેક કરવા મળે છે. પ્રભાવશાળી પરમાત્માના પ્રભાવે આ અભિષેકનું જળ પણ પ્રભાવિક બની જાય છે એના પ્રભાવે... જરાસંઘે છોડેલી જરાવિદ્યા દૂર થઈ હતી. અભયદેવસૂરીશ્વરજી મહારાજાનો કોઢ રોગ દૂર કર્યો હતો. શ્રીપાલરાજા તથા તેમની સાથેના ૭૦૦ કોઢિયાનો કોઢ રોગ આ અભિષેક જળથી દૂર થયો હતો. મહાબાહુ રાજાનો કોઢ રોગ સૂરજકુંડના ન્વહણ જળથી દૂર થયો હતો. પ્રહ્લાદ રાજાનો દાહ રોગ અભિષેકથી દૂર થયો. હજારો ગામો અને નગરમાં ભૂત-પ્રેત આદિના ઉપદ્રવો શાંત થવામાં આ અભિષેક જલની શાંતિધારાએ જ કામ કર્યું છે. આ છે અભિષેકની મહત્તા... ! પંન્યાસ વજ્રસેનવિજય વિ.સં. ૨૦૫૪ કારતક સુદ ૧ વઢવાણ શહેર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34