Book Title: Adhar Abhishek Vidhi Author(s): Vajrasenvijay Publisher: Halar Tirth Aradhana Dham View full book textPage 6
________________ અઢાર અભિષેક શા માટે? મંદમંદ વાયુ વાતો હોય, બધા જ ગ્રહો ઉચ્ચ સ્થિતિમાં હોય, દશે દિશાઓ પ્રફુલ્લિત હોય, આખું જગત્ આનંદ મગ્ન હોય એવા સમયે જગતને આહ્વાદ આપનાર તિર્થંકર પરમાત્માનો જન્મ થાય છે. પરમાત્માનો જન્મ થતાં જ દિકકુમારીઓ આવે છે, ૬૪ ઇન્દ્રો અભિષેક માટે પરમાત્માને મેરૂશિખર ઉપર લઈ જાય છે. અને ત્યાં અસંખ્ય દેવ-દેવીઓ સાથે ઇન્દ્ર મહારાજાના ખોળામાં બેઠેલા ભગવાનનો આઠ જાતના કળશા વડે એક કરોડને ૬૦ લાખ અભિષેક થાય છે. જેનો જન્મ આવા અદ્ભુત માહામ્યવાળો છે એવા ભગવાન! વિશ્વ વાત્સલ્યથી ભરપૂર એવા ભગવાન..! આપણા જિનમંદિરમાં બિરાજમાન છે. પ્રતિષ્ઠા થયાને તો વર્ષો થયા હશે..! પ્રતિષ્ઠા પછી એમનો પ્રભાવ દિન પ્રતિદિન વધતો જાય છે. આ પરમાત્મા સ્મરણ માત્રથી, દર્શનમાત્રથી, વંદનમાત્રથી, સ્પર્શનમાત્રથી આપણા ભવોભવના પાપોને દૂર કરનારા છે. આવા પરમાત્મા પોતે તો નિર્મળ છે જ. એમને અભિષેકની જરૂર નથી પણ આપણા કોઈક પ્રમાદથી જાણે-અજાણે આશાતના થઈ ગઈ હોય તો તેની શુદ્ધિ જરૂરી છે અને એ શુદ્ધિ અઢાર અભિષેકથી થાય છે. - સામાન્ય સમજાય એવી વાત છે કે માત્ર પાણીથી સ્નાન કરવાથી પણ શુદ્ધિ થઈ શકે છે તો અભિષેકથી અવશ્ય શુદ્ધિ થાય જ. કારણ આ અભિષેક વિશિષ્ટ દ્રવ્યો, ઔષધીઓ તથા મંત્રોચ્ચારપૂર્વક કરવામાં આવે છે. - ઉત્તમમાં ઉત્તમ ધાતુ સોનું, સુગંધીમાં સુગંધી દ્રવ્ય ચંદન-અગરૂકસ્તુરી વિ. અને શંખપુષ્પી આદિ ગુણકારી ઔષધીઓ તથા દર્ભવિગેરે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34