Book Title: Aakashganga Author(s): Muktichandravijay, Munichandravijay Publisher: Shantijin Aradhak Mandal Manfara View full book textPage 9
________________ ૪. ધારણ : યાદ રાખવું. ૫. ઊહા : યુક્તિપૂર્વક વિચારવું. ૬. અપોહ : અયુક્તનું ખંડન કરવું. ૭. અર્થ વિજ્ઞાન : અર્થબોધ કરવો. ૮. * ત્રણને સમજાવવા મુશ્કેલ : ૧. દુષ્ટને ઃ જ્ઞાનીઓના દ્વેષીને. ૨. મૂઢને ઃ ગુણ-દોષ નહિ સમજી શકનારને. ૩. વ્યુાહિતને : કુગુરુથી ભરમાવાયેલાને. તત્ત્વજ્ઞાન : તત્ત્વની સમજ સ્થિર કરવી. - ઠાણુંગ * સાંભળેલું વિચારો : કાન સાંભળવા માટે, જીભ બોલવા માટે અને બુદ્ધિ વિચારવા માટે મળી છે. જે સાંભળેલું વિચારતો નથી, તેને સફળતા ક્યાંથી મળે ? *** ૩. ધર્મ અનુષ્ઠાત * પાંચ પ્રકારના અનુષ્ઠાનો : ૧. વિષ અનુષ્ઠાન : આ લોક (કીર્તિ, લબ્ધિ આદિ)ની ઇચ્છાથી કરવામાં આવતું ધાર્મિક અનુષ્ઠાન. ૨. ગરલ અનુષ્ઠાન : પરલોક (સ્વર્ગાદિ)ની ઇચ્છાથી કરવામાં આવતું અનુષ્ઠાન. વિષ (સાપનું ઝેર) તત્કાળ મારે છે. ગરલ (હડકાયા કૂતરાનું ઝેર) કાલાંતરે મારે છે, તેમ આ લોકની ઇચ્છાથી થતો ધર્મ અહીં જ ભાવપ્રાણની કતલ કરે છે અને પરલોકની ઇચ્છાથી થતો ધર્મ પરલોકમાં (કાલાંતરે) કતલ કરે છે. - આકાશગંગા • ૮ ૩. અનનુષ્ઠાન : ભાવ-ઉપયોગ શૂન્ય સમ્મશ્ચિમ તુલ્ય અનુષ્ઠાન. ૪. તદ્ભુતુ અનુષ્ઠાન : મોક્ષની ઇચ્છાથી આદરપૂર્વક કરાતું અનુષ્ઠાન. અમૃત અનુષ્ઠાનઃ મોક્ષની ઇચ્છાથી અત્યંત આદરપૂર્વક કરાતું, વિસ્મય, રોમાંચ, આનંદ અને ભાવોલ્લાસ વૃદ્ધિથી વ્યક્ત થતું અત્યંત પરિશુદ્ધ અનુષ્ઠાન. - યોગબિન્દુ ૫. * આરાધનાના પાંચ સોપાન : ૧. પ્રણિધાન : રોમ-રોમમાં ધર્મારાધનાની રૂચિ. ૨. પ્રવૃત્તિ : ધર્મારાધનામાં પ્રવૃત્તિ કરવી. વિઘ્નજય : વચ્ચે આવતા વિઘ્નોને જીતવા. ૩. ૪. સિદ્ધિ : આરાધનાને જીવનમાં આત્મસાત્ કરવી. વિનિયોગ : એ આરાધનાનું બીજાને દાન કરવું. - પૂ. હરિભદ્રસૂરિ (ષોડશક) ૫. * પાંચ પ્રતિક્રમણ : 2. ૧. આશ્રવદ્વાર પ્રતિક્રમણ : હિંસા આદિથી અટકવું તે. મિથ્યાત્વ પ્રતિક્રમણ : મિથ્યાત્વથી હટી સમ્યક્ત્વમાં આવવું. ૩. કષાય પ્રતિક્રમણ : કષાયથી હટી અકષાયમાં આવવું. ૪. યોગ પ્રતિક્રમણ : અશુભ મન આદિ યોગોથી હટી શુભયોગમાં આવવું. ૫. ભાવ પ્રતિક્રમણ : બીજીવાર તે દોષોનું સેવન ન કરવું તે. (મિચ્છામિ દુક્કડં આપ્યા પછી ફરી જો એ જ દુષ્કૃત ચાલુ રહે તો તે દ્રવ્ય પ્રતિક્રમણ કહેવાય.) આકાશગંગા . ૯ - ઠાણંગ ૫/૩/૪૬૭Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 161