________________
૪.
ધારણ : યાદ રાખવું.
૫. ઊહા : યુક્તિપૂર્વક વિચારવું.
૬.
અપોહ : અયુક્તનું ખંડન કરવું.
૭.
અર્થ વિજ્ઞાન : અર્થબોધ કરવો.
૮.
* ત્રણને સમજાવવા મુશ્કેલ :
૧. દુષ્ટને ઃ જ્ઞાનીઓના દ્વેષીને.
૨. મૂઢને ઃ ગુણ-દોષ નહિ સમજી શકનારને. ૩. વ્યુાહિતને : કુગુરુથી ભરમાવાયેલાને.
તત્ત્વજ્ઞાન : તત્ત્વની સમજ સ્થિર કરવી.
- ઠાણુંગ
* સાંભળેલું વિચારો :
કાન સાંભળવા માટે, જીભ બોલવા માટે અને બુદ્ધિ વિચારવા માટે મળી છે. જે સાંભળેલું વિચારતો નથી, તેને સફળતા ક્યાંથી મળે ?
***
૩. ધર્મ અનુષ્ઠાત
* પાંચ પ્રકારના અનુષ્ઠાનો :
૧. વિષ અનુષ્ઠાન : આ લોક (કીર્તિ, લબ્ધિ આદિ)ની ઇચ્છાથી કરવામાં આવતું ધાર્મિક અનુષ્ઠાન. ૨. ગરલ અનુષ્ઠાન : પરલોક (સ્વર્ગાદિ)ની ઇચ્છાથી કરવામાં આવતું અનુષ્ઠાન. વિષ (સાપનું ઝેર) તત્કાળ મારે છે. ગરલ (હડકાયા કૂતરાનું ઝેર) કાલાંતરે મારે છે, તેમ આ લોકની ઇચ્છાથી થતો ધર્મ અહીં જ ભાવપ્રાણની કતલ કરે છે અને પરલોકની ઇચ્છાથી થતો ધર્મ પરલોકમાં (કાલાંતરે) કતલ કરે છે. - આકાશગંગા • ૮
૩. અનનુષ્ઠાન : ભાવ-ઉપયોગ શૂન્ય સમ્મશ્ચિમ તુલ્ય અનુષ્ઠાન.
૪. તદ્ભુતુ અનુષ્ઠાન : મોક્ષની ઇચ્છાથી આદરપૂર્વક કરાતું અનુષ્ઠાન.
અમૃત અનુષ્ઠાનઃ મોક્ષની ઇચ્છાથી અત્યંત આદરપૂર્વક કરાતું, વિસ્મય, રોમાંચ, આનંદ અને ભાવોલ્લાસ વૃદ્ધિથી વ્યક્ત થતું અત્યંત પરિશુદ્ધ અનુષ્ઠાન. - યોગબિન્દુ
૫.
* આરાધનાના પાંચ સોપાન :
૧.
પ્રણિધાન : રોમ-રોમમાં ધર્મારાધનાની રૂચિ. ૨. પ્રવૃત્તિ : ધર્મારાધનામાં પ્રવૃત્તિ કરવી. વિઘ્નજય : વચ્ચે આવતા વિઘ્નોને જીતવા.
૩.
૪. સિદ્ધિ : આરાધનાને જીવનમાં આત્મસાત્ કરવી. વિનિયોગ : એ આરાધનાનું બીજાને દાન કરવું. - પૂ. હરિભદ્રસૂરિ (ષોડશક)
૫.
* પાંચ પ્રતિક્રમણ :
2.
૧. આશ્રવદ્વાર પ્રતિક્રમણ : હિંસા આદિથી અટકવું તે. મિથ્યાત્વ પ્રતિક્રમણ : મિથ્યાત્વથી હટી સમ્યક્ત્વમાં આવવું.
૩.
કષાય પ્રતિક્રમણ : કષાયથી હટી અકષાયમાં આવવું. ૪. યોગ પ્રતિક્રમણ : અશુભ મન આદિ યોગોથી હટી શુભયોગમાં આવવું.
૫. ભાવ પ્રતિક્રમણ : બીજીવાર તે દોષોનું સેવન ન કરવું તે. (મિચ્છામિ દુક્કડં આપ્યા પછી ફરી જો એ જ દુષ્કૃત ચાલુ રહે તો તે દ્રવ્ય પ્રતિક્રમણ કહેવાય.)
આકાશગંગા . ૯
- ઠાણંગ ૫/૩/૪૬૭