________________
છે ઉપોસથ અને પૌષધ :
બૌદ્ધ લોકોની પરંપરામાં ‘ઉપોસથ' કરવાનું વિધાન છે. અનેક બૌદ્ધો આઠમ, ચૌદસ, અમાસ, પૂનમ વગેરે દિવસોએ ‘ઉપોસથ’ કરતા હતા. ઉપોસથમાં નીચે બતાવેલા આઠ શીલનું પાલન કરવાનું હોય છે.
૧. પ્રાણાતિપાત વિરતિ, ૨. અદત્તાદાન વિરતિ, ૩. કાય ભાવના વિરતિ. ૪. મૃષાવાદ વિરતિ. ૫. માદક દ્રવ્યોનું સેવન નહિ કરવું. ૬. વિકાલ ભોજન ત્યાગ. ૭. નૃત્ય, ગીત, શરીર વિભૂષાનો ત્યાગ. ૮. ઉંચું આસન તથા કોમળ પથારીનો ત્યાગ.
- પેટાવત્યુ અટ્ટકથા ગા. ૨૦૯ (વિનય પિટક મહાવજઝા) (આ ‘ઉપોસથ' તે જૈનોના પૌષધનું અનુસરણ હોય તેવું નથી લાગતું?) - સામાયિકના બત્રીસ દોષ : છે દસ મનના : અવિવેક, યશ-કીર્તિ, લાભની ઇચ્છા,
ગર્વ, ભય, નિદાન, સંશય, રોષ, અવિનય, અબહુમાન. દસ વચનના : કુવચન, સહસાકાર, સ્વચ્છંદ, સંક્ષેપ, કલહ, વિકથા, હાસ્ય, અશુદ્ધ, નિરપેક્ષ, મુશ્મન (અસ્પષ્ટ વાણી). બાર કાયાના : કુઆસન, ચલ આસન, ચલ દૃષ્ટિ, સાવદ્ય ક્રિયા, આલંબન, આકુંચન પ્રસારણ, આળસ, અંગ મરડવા, મળ, વિમાસન, નિદ્રા, વેયાવચ્ચ.
આકાશગંગા • ૧૦ |
સામાયિકના પાંચ અતિચાર : ૧. મનની દુષ્ટ પ્રવૃત્તિ. ૨. વચનની દુષ્ટ પ્રવૃત્તિ. ૩. કાયાની દુષ્ટ પ્રવૃત્તિ. ૪. સામાયિકનું સ્મરણ ન રહેવું. ૫. સામાયિકને અવ્યવસ્થિત કરવું. સાચું સામાયિક : સર્વ જીવો પર સમતા, પાંચ ઇન્દ્રિયોનો સંયમ, શુભ ભાવનાથી ભરેલું હૃદય, આ-રૌદ્ર ધ્યાનનો ત્યાગ – આવા ગુણોપૂર્વક કરવામાં આવે તે સાચું સામાયિક છે. ધર્મથી શું શું ઘસાય ? છે સંસાર ઘસાય તેનું નામ ધર્મ. છે પૈસો (મૂચ્છ) ઘસાય તે દાન. cછે વાસના ઘસાય તે શીલ. ca ઇચ્છા ઘસાય તે તપ. Cછે મનની કુવૃત્તિ ઘસાય તે ભાવ. અહિંસા - સંયમ - તપ : Cછે પોતાના પ્રત્યે કઠોર રહેવું તે “તપ”. Cછે બીજા પ્રત્યે કોમળ રહેવું તે “અહિંસા'. cછે પોતાના પ્રત્યે કઠોર અને બીજા પ્રત્યે કોમળ રહેવું
તે ‘સંયમ'. જ ધર્મની ભિન્ન-ભિન્ન વ્યાખ્યા :
છે વ્યવહારમાં દુર્ગતિમાં પડતાને ધારી રાખે તે ધર્મ. Cછે પાંચમાં ગુણસ્થાનકે જયણાએ ધર્મ,
ન આકાશગંગા • ૧૧