Book Title: Aakashganga Author(s): Muktichandravijay, Munichandravijay Publisher: Shantijin Aradhak Mandal Manfara View full book textPage 7
________________ શ્રાવકના નવ અલંકારો : (આધ્યાત્મિક અલંકારશાસ્ત્ર) cછે નિવૃત્તિમય ત્રણ અલંકારો : ૧. સામાયિક ૨. પ્રતિક્રમણ ૩. પૌષધ » પ્રવૃત્તિમય ત્રણ અલંકારો : ૧. પૂજા ૨. સ્નાત્ર ૩. યાત્રા Cછે આવૃત્તિમય ત્રણ અલંકારો : ૧. દાન ૨. જ્ઞાન ૩. તપ યોગ્ય શ્રોતા : ભક્ત, નિરભિમાની, શ્રવણ રૂચિવાળો, ચંચળતા રહિત, નિપુણ , પ્રશ્નને સમજનારો, બહુશ્રુત, અપ્રમાદી, નિંદાન કરનાર, જિતેન્દ્રિય, વિદ્વાન, દાતા, વ્યર્થ વાત ન કરનાર, ગુણગ્રાહી. ત્રણ પ્રકારની સભા : ૧. જ્ઞાયિકા : હંસની માફક ગુણગ્રાહી. ૨. અજ્ઞાયિકા : મૃગબાળ, સિહબાળ કે કુર્કટબાળની જેમ પ્રકૃતિથી ભદ્રિક. સહજમાં સમજી જાય તેવી . ૩. દુર્વિદગ્ધા : ગ્રામીણની જેમ ન જાણે, ન પૂછે. ફૂટબોલની જેમ અભિમાનથી ફૂલાઈને ભટકે. ધર્મશ્રવણ માટે અયોગ્ય. વિવિધ પ્રકારના શ્રોતા : ૧. પાષાણઃ પત્થર જેવો. સાંભળે, ભણે, પણ પાપબુદ્ધિ ન છોડે. ૨. કાણાવાળો ઘડો : કાણામાંથી પાણી નીકળી જાય, તેમ તેનામાંથી સાંભળેલું નીકળી જાય, તરત જ ભૂલી જાય. ૩. ઘેટું : ઘેટું પોતાના પાલકને જ માથું મારે. આવા શ્રોતા પોતાના જ્ઞાનદાતા ગુરુનું જ બૂરૂં ચિંતવે. ૪. મસક : બહારથી જોતાં પાણીથી ભરેલી લાગે, પણ અંદર તો હવા જ ભરેલી હોય. તેમ કેટલાક શ્રોતા બહારથી ધર્મિષ્ઠ લાગે, પણ અંદરથી ધર્મ ઇચ્છારહિત તથા ક્રોધાદિથી ભરેલા. ૫. સર્પ દૂધ પીવડાવે તોય સાપ ઝેર જ બનાવે, તેમ ગમે તેટલું સારું જ્ઞાન આપો છતાં અવળો અર્થ લે તે. ન આકાશગંગા • ૫ | ૨. ધર્મ-શ્રવણ આ ત્રણ પ્રકારના શ્રોતા : ૧. પત્થરની ઢીંગલી જેવા : વાણીનું પાણી અંદર જરાય ઉતરે નહિ. વસ્ત્રની ઢીંગલી જેવાઃ થોડુંક ઉતરે, પણ પછી સૂકાઇ જાય. ૩. સાકરની ઢીંગલી જેવા : વાણીના પાણીમાં એવા ઓગળી જાય કે શોધ્યા પણ ના પડે ! | આકાશગંગા • ૪ |Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 161