________________
શ્રાવકના નવ અલંકારો : (આધ્યાત્મિક અલંકારશાસ્ત્ર) cછે નિવૃત્તિમય ત્રણ અલંકારો :
૧. સામાયિક ૨. પ્રતિક્રમણ
૩. પૌષધ » પ્રવૃત્તિમય ત્રણ અલંકારો :
૧. પૂજા ૨. સ્નાત્ર
૩. યાત્રા Cછે આવૃત્તિમય ત્રણ અલંકારો :
૧. દાન ૨. જ્ઞાન ૩. તપ
યોગ્ય શ્રોતા :
ભક્ત, નિરભિમાની, શ્રવણ રૂચિવાળો, ચંચળતા રહિત, નિપુણ , પ્રશ્નને સમજનારો, બહુશ્રુત, અપ્રમાદી, નિંદાન કરનાર, જિતેન્દ્રિય, વિદ્વાન, દાતા, વ્યર્થ વાત ન કરનાર, ગુણગ્રાહી.
ત્રણ પ્રકારની સભા : ૧. જ્ઞાયિકા : હંસની માફક ગુણગ્રાહી. ૨. અજ્ઞાયિકા : મૃગબાળ, સિહબાળ કે કુર્કટબાળની જેમ
પ્રકૃતિથી ભદ્રિક. સહજમાં સમજી જાય તેવી . ૩. દુર્વિદગ્ધા : ગ્રામીણની જેમ ન જાણે, ન પૂછે.
ફૂટબોલની જેમ અભિમાનથી ફૂલાઈને ભટકે.
ધર્મશ્રવણ માટે અયોગ્ય. વિવિધ પ્રકારના શ્રોતા : ૧. પાષાણઃ પત્થર જેવો. સાંભળે, ભણે, પણ પાપબુદ્ધિ
ન છોડે. ૨. કાણાવાળો ઘડો : કાણામાંથી પાણી નીકળી જાય, તેમ
તેનામાંથી સાંભળેલું નીકળી જાય, તરત જ ભૂલી જાય. ૩. ઘેટું : ઘેટું પોતાના પાલકને જ માથું મારે. આવા શ્રોતા
પોતાના જ્ઞાનદાતા ગુરુનું જ બૂરૂં ચિંતવે. ૪. મસક : બહારથી જોતાં પાણીથી ભરેલી લાગે, પણ
અંદર તો હવા જ ભરેલી હોય. તેમ કેટલાક શ્રોતા બહારથી ધર્મિષ્ઠ લાગે, પણ અંદરથી ધર્મ ઇચ્છારહિત
તથા ક્રોધાદિથી ભરેલા. ૫. સર્પ દૂધ પીવડાવે તોય સાપ ઝેર જ બનાવે, તેમ ગમે તેટલું સારું જ્ઞાન આપો છતાં અવળો અર્થ લે તે.
ન આકાશગંગા • ૫ |
૨. ધર્મ-શ્રવણ
આ ત્રણ પ્રકારના શ્રોતા : ૧. પત્થરની ઢીંગલી જેવા : વાણીનું પાણી અંદર જરાય
ઉતરે નહિ.
વસ્ત્રની ઢીંગલી જેવાઃ થોડુંક ઉતરે, પણ પછી સૂકાઇ જાય. ૩. સાકરની ઢીંગલી જેવા : વાણીના પાણીમાં એવા ઓગળી જાય કે શોધ્યા પણ ના પડે !
| આકાશગંગા • ૪ |