________________
૩. મિત્ર સમાન : સાધુઓના દોષોની ઉપેક્ષા કરી માત્ર
ગુણ જ જોનારા. ૪. શોક્ય સમાનઃ સાધુઓના ગુણોમાં પણ દોષ જોનારા.
- હાણંગ ૪/૩/૩૨ ૧ - શ્રાવકના ચાર નિક્ષેપા : ૧. નામ શ્રાવક: માત્ર નામથી જ શ્રાવક, દા.ત. કોઇનું
નામ “શ્રાવક' હોય. ૨. સ્થાપના શ્રાવક : શ્રાવકની મૂર્તિ, ચિત્ર વગેરે. ૩. દ્રવ્ય શ્રાવક : શ્રાવકનો ભૂત-ભાવિ પર્યાય. ૪. ભાવ શ્રાવક : શ્રાવકના વાસ્તવિક ગુણોથી યુક્ત
શ્રાવક. છેભાવ શ્રાવકના ત્રણ પ્રકાર : ૧. દર્શન શ્રાવકઃ કૃષ્ણ-શ્રેણિકની જેમ અવિરત સમ્યગ્દષ્ટિ. ૨. વ્રતી શ્રાવક : પાંચ અણુવ્રતધારી. ૩. ઉત્તરગુણી શ્રાવક : સંપૂર્ણ બાર વ્રતધારી.
- શ્રાદ્ધવિધિ ગાથા-૪ છે તથાકથિત શ્રાવક : ચૌદહ ચૂકા બારહ ભૂલા, છ કાયકા ન જાના નામ; સારે ગાંવ મેં ઢંઢેરો પીટા, શ્રાવક હમારા નામ. (ચૌદ નિયમ, બાર વ્રત, છ કાય પૃથ્વીકાય આદિ.) ભાર વાહક મજૂરના ચાર વિશ્રામ : ૧. એક ખભાથી બીજા ખભા પર ભાર નાખવો. ૨. ભાર ઉતારીને લઘુનીતિ, વડીનીતિના કાર્ય પતાવવા. ૩. સાંજ પડતાં ભાર મૂકીને ધર્મશાળા આદિમાં રાત ગાળવી. ૪. મંઝિલ પ્રાપ્ત કરીને ભારથી સંપૂર્ણ મુક્ત થવું.
| આકાશગંગા • ૨ -
છે તે રીતે શ્રાવકોના પણ ચાર વિશ્રામ છે : ૧. પ્રથમ વિશ્રામ : પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત,
નવકારશી આદિ પચ્ચક્ખાણ સ્વીકારે તથા આઠમચૌદસ આદિ દિવસોએ ઉપવાસ આદિ કરે ત્યારે. દ્વિતીય વિશ્રામ : સામાયિક અને દેશાવકાશિક વ્રતનું
પાલન કરે ત્યારે. ૩. તૃતીય વિશ્રામ : આઠમ, ચૌદસ આદિ દિવસોમાં
અહોરાત્રિ, પૌષધ કરે ત્યારે. ૪. ચતુર્થ વિશ્રામ : મારણાન્તિક સંલેખના કરી માવજજીવ અનશન સ્વીકારી મરણની ઇચ્છા ન રાખે ત્યારે.
- ઠાણંગ ૪/૩/૩૧૪ શ્રાવકના એકવીસ ગુણો : અશુદ્ર, રૂપવાન, સૌમ્ય, લોકપ્રિય, અર, પાપભીરૂ, અશઠ (નિષ્કપટ), દાક્ષિણ્યયુક્ત, લજજાવાન, દયાળુ, મધ્યસ્થ , સૌમ્યર્દષ્ટિ, ગુણરાગી, સત્કર્થક (સારી કથા-વાત કહેનારો), ધાર્મિક પરિવારવાળો, દીર્ઘદર્શી, વિશેષજ્ઞ, વૃદ્ધાનુયાયી, વિનીત, કૃતજ્ઞ, પરોપકારી, ધ્યેયનિષ્ઠ.
- ધર્મરત્વ પ્રકરણ શ્રાવક એટલે ? શ્રા : શ્રદ્ધા - સભ્ય દર્શન. વ : વિવેક – સમ્યગુ જ્ઞાન. ક : ક્રિયા - સમ્યકુ ચારિત્ર. રત્નત્રયીનો આરાધક તે શ્રાવક. શ્રી : શ્રદ્ધા વધારે, તત્ત્વચિંતન દ્વારા. વ : વાવે - સુપાત્રમાં ધનની વાવણી કરે. કે : કાપે – સુસાધુની સેવાથી કમને કાપે.
ને આકાશગંગા • ૩ -