Book Title: Aakashganga
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 12
________________ પશુતાના નાશ માટે પાંચ કર્તવ્ય : ૧. અમારિ પ્રવર્તન : ક્રૂરતારૂપ પશુતાને નાથવા માટે. ૨. સાધર્મિક ભક્તિ સ્વાર્થોધતારૂપ પશુતાને ઓગાળવા માટે. ૩. ક્ષમાપના : દુશ્મનાવટરૂપ પશુતાને હણવા માટે. ૪. તપ : આસક્તિરૂપ પશુતાનો નાશ કરવા માટે, ૫. ચૈત્યપરિપાટી: અહંકારરૂપ પશુતાનો છેદ ઉડાડવા માટે. [ ૫. સમ્યકત્વ- મિથ્યાત્વી ( ૪. પર્યુષણા કર્તવ્યો પર્યુષણાના પાંચ કર્તવ્ય : ૧. અમારિ પ્રવર્તન : હિંસાની આગ ઠારે. ૨. સાધર્મિક ભક્તિ : સ્વાર્થની આગ શમાવે. ૩. ક્ષમાપના : વેરની આગ શમાવે. ૪. અમનો તપ : સ્વાદની આગ શમાવે. ૫. ચૈત્ય પરિપાટી : અહંકારની આગ બુઝાવે. પાંચ કર્તવ્ય - પાંચ પરમેષ્ઠી : ૧. અમારિ પ્રવર્તન : મારું બરાબર પાલન કરવું હોય તો સાધુ બની જાવ. કારણ કે સંપૂર્ણ અહિંસા સાધુ જ પાળી શકે છે. સાધર્મિક ભક્તિ: મારું સારી રીતે પાલન કરવું હોય તો ઉપાધ્યાયની ઉપાસના કરો. તેઓ સાધુઓને ભણાવતા રહીને કેવી સુંદર સાધર્મિક-ભક્તિ કરી રહ્યા છે. સાધુ તેમના સાધર્મિક છે. અન્નદાનથી જ્ઞાનદાન મહાન છે. ૩. ક્ષમાપના : આચાર્ય ભગવંતની આરાધનાથી મારું પાલન સારી રીતે થઇ શકે. આશ્રિતોની ભૂલ અંગે ટોકવા છતાં જે ક્ષમાશીલ રહી શકે, તે જ આચાર્ય બની શકે. ૪. તપ : મારું પાલન કરવું હોય તો સિદ્ધ બની જાવ. સિદ્ધો સદા માટે અણાહારી છે. ૫. ચૈત્ય પરિપાટી : સાચા અર્થમાં પ્રભુના દર્શન કરવા હોય તો પ્રભુ બની જાવ. ‘દેવો ભૂત્વા દેવ યજેતુ’ જે દેવ બને છે, તે જ દેવને ઓળખી શકે, પૂજી શકે. | આકાશગંગા • ૧૪ } પાંચ મિથ્યાત્વ : ૧. આભિગ્રહિક : મિથ્યા ધર્મને સત્ય માનવો. જેમ કે ખોટા રૂપિયાને પણ સાચો માનવો. ૨. અનાભિગ્રહિક : મિથ્યા ધર્મ અને સત્ય ધર્મ – બધાને સમાન માનવા ! જેમકે ખોટા-સાચા રૂપિયા – બંનેને સાચા માનવા ! ૩. આભિનિવેશિક : જાણવા છતાં અસત્યને ન છોડવું. જેમ કે રિઝર્વ બેન્કની સહી વિનાના રૂપિયાને રૂપિયો માનવો. ૪. સાંશયિક : સત્ય - ધર્મમાં પણ શંકા રાખવી, જેમકે સાચા રૂપિયામાં પણ ખોટાની શંકા રાખવી ! ૫. અનાભોગિક : સત્ય કે અસત્યની જાણકારી જ ન હોવી. જેમકે ભારતીય માણસને જાપાની યેન કે રશિયાના રૂબલ વિષે માહિતી ન હોય. | આકાશગંગા • ૧૫

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 161