Book Title: $JES 202G Jain Katha Sangraha
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 11
________________ નમસ્કાર મહામંત્ર નમો અરિહંતાણં નમો સિદ્ધાણંત નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં । એસો પંચ નમુક્કારો । સવ્વ પાવપ્પણાસણો ! મંમલાણં ચ સન્વેસિ પઢમં હવઈ મંગલમ્ । namaskär mantra namo arihantänam | namo siddhänam | namo äyariyänam | namo uvajjhäyänam | namo loe savvasähünam | eso pancha namukkäro | savvapävappanäsano | mangalänam cha savvesim | padhamam havai mangalam || પોતાના જ્ઞાનના પ્રકાશથી જેઓએ આંતરમનને જીત્યું છે, જેઓએ અનંતજ્ઞાન, સૂઝ સમજણ દ્વારા ભવોભવના જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થવાનો માર્ગ ચીંધ્યો છે, જેઓ પૂર્ણ સ્વરૂપ છે એવા સર્વકાળના સર્વક્ષેત્રના અરિહંત ભગવંતોને નમસ્કાર કરું છું. પોતાના કર્મોના ઉચ્છેદન દ્વારા પૂર્ણ આત્મસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, પૂર્ણતાને પામ્યા છે એવા સર્વકાળના સર્વક્ષેત્રના સિદ્ધ ભગવંતોને હું નમસ્કાર કરું છું. જેઓ જૈનસંઘના વડીલ છે, જેઓ ધર્મના સિદ્ધાંતો શીખવે છે, મુક્તિનો માર્ગ ચીંધે છે, યોગ્ય શ્રદ્ધા, યોગ્ય જ્ઞાન અને યોગ્ય વ્યવહાર શીખવે છે એવા સર્વક્ષેત્રના સર્વકાળના આચાર્ય ભગવંતોને હું નમસ્કાર કરું છું. જે જૈન ધર્મગ્રંથોની સમજ આપે છે, દુન્યવી જીવન કરતાં આધ્યાત્મિક જીવનનું મહત્ત્વ સમજાવે છે એવા સર્વકાળના, સર્વક્ષેત્રના ઉપાધ્યાય ભગવંતોને હું નમસ્કાર કરું છું. જેઓ જૈનધર્મના પાંચ સિદ્ધાંતોનો કડકપણે અમલ કરે છે અને સાદા સરળ જીવનની પ્રેરણા આપે છે એવા સર્વકાળના, સર્વક્ષેત્રના સાધુ-સાધ્વીને હું નમસ્કાર કરું છું. આ પાંચેયને કરેલા નમસ્કાર, જેના આશિષ વચનો મારા નકારાત્મક વલણને તથા પાપોને નાશ કરવામાં સહાયભૂત થાય છે, તે સર્વ મંગલોમાં પ્રથમ મંગળ છે. ટૂંકમાં મુક્ત જીવો, મુક્ત આત્માઓ, જીવનને ઉજ્જવલ કરનાર સંતો, જ્ઞાન આપનાર સંત મહાત્માઓ, તમામ સાધુ-સાધ્વી અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ તથા અનેકાંતવાદના હિમાયતી છે તેવા સર્વને હું નમસ્કાર કરું છું. જૈન કથા સંગ્રહ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 160