Page #1
--------------------------------------------------------------------------
________________
અદાથી
ક્રોધ
INICIE
માથાં
સાચા
GIII
SCIE
અભ્યાગી6
પૈમૂલ્ય
રંdઅરોત
REL
પરસ્પરિંવાદ
સિંધ્યાત્વ
પ્રવચનકાર પૂ. અ7, શ્રી સુબોઈંસ્કૃle..
GYZ વિછૂટ પૂ. મુ#િ2768 98ી અ371વિઠય. મ.
sini
भायाभूषावा
પાપ ? જા સારું
દૂUગીદ
HISE OT
- Shક્રગતિ
તિરાર્થાત
- ક્રોધ કષાયને કેવી રીતે જીતશે ? વિ. સ. ૨૦૪પ
( ૯ ) તા. ૧૭-૨-૮૯
ભાદરવા વદ-૨
વિવાર
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રવચન–મું
છઠું પાપસ્થાનક – “ક્રોધ ક્રોધ કષાયને કેવી રીતે જીતીએ ?
પરમપૂજ્યપાદ પરમનાથ પરમહંન્ ચરમ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં સેંકડો નમસ્કાર પૂર્વક.
कोहं माणं च मायं च, लोभं च पाववडढणं । वमे चत्तारि दोसे उ, इच्छन्तो हियमप्पणो ॥ પિતાના આત્માના હિતની ઈચ્છા રાખવાવાળા મનુષ્યોએ પાપને વધારનારા ક્રાધ-માન-માયા અને લોભ એ ચારે દોષને ત્યાગ કરે જોઈએ. આત્મ ગુણેને વિકાર-કષાય –
અનાદિ-અનંત ચરાચર આ વિશ્વમાં મૂળભૂત દ્રવ્ય બે જ છે. એક જીવ અને બીજે અજીવ. જીવ એક જ્ઞાન-દર્શન વગેરે ગુણવાળે ચેતન દ્રવ્ય છે. જ્યારે અજીવ જ્ઞાન-દર્શન વગેરેથી રહિત વણ-ગંધ રસ–સ્પર્શાત્મક જડ દ્રવ્ય છે. સ્વયં જ્ઞાનવાન આત્માના મુખ્ય આઠ ગુણોમાં ત્રીજો ગુણ છે “અનંત ચારિત્ર” અથવા “યથાખ્યાત સ્વરૂપ” અર્થાત્ યથા=જેવું પિતાનું શુદ્ધ સ્વરૂપ છે,” જે ખ્યાત=“કહેવાયું છે” તેવા શુદ્ધ સ્વરૂપને યથાખ્યાત કહ્યું. તેને જ અનંત ચારિત્ર ગુણ પણ કહે છે.
સંસારી અવસ્થામાં અનાદિ રાગ-દ્વેષના કારણે આત્મા મલિન જ છે. જેવી રીતે સેનું પ્રથમ અવસ્થામાં ખાણમાં જ મલિન છે, માટીની સાથે મળેલું છે તેવી રીતે આત્મા પણ નિગોદરૂપી ખાણમાં પ્રાથમિક
Page #3
--------------------------------------------------------------------------
________________
૩૭૬
અવસ્થાથી જ રાગ-દ્વેષ ગ્રસ્ત કર્મમલથી મલિન જ છે. અનંત ચારિત્ર ગુણ ઉપર કમળનું આવરણ આવવાથી ગુણની પ્રકૃતિઓ દબાઈ ગઈ છે અને વિકૃતિઓ સામે આવી ગઈ છે. જેવી રીતે દૂધની પ્રકૃતિ શું હતી? અને એમાં ખટાશ મળવાના કારણે ફાટી જવાથી વિકૃતિનું નિર્માણ થાય છે. હવે ફાટી ગયેલા દૂધના ગુણધર્મ બદલાઈ ગયા. એવી રીતે આત્મારૂપી શુદ્ધ-સ્વચ્છ દૂધમાં રાગ-દ્વેષની ખટાશ મળવાથી આત્મારૂપી દૂધ ફાટી ગયું, મલિન થયું કર્મમળસંયુક્ત આત્મા અનાદિ કાળથી કર્મથી બંધાયેલે આજે પણ અશુદ્ધ દ્રવ્ય છે. - ત્રીજા અનંત ચારિત્ર-યથાખ્યાત સ્વરૂપના ગુણ પર આવેલા કર્મના આવરણનું નામ છે “મેહનીય કર્મ” જે મોહ-મમત્વ ઉત્પન કરે છે, એ જ મેહ રાગ ભાવ છે. જેવી રીતે દારૂ–શરાબ પીધેલે મનુષ્ય સાચું જ્ઞાન, વિવેક ભૂલે છે અને નશામાં કંઈનું કઈ કરી બેસે છે તેવી રીતે મોહનીય કર્મથી મહ ગ્રસ્ત જીવ સાર–અસારનું જ્ઞાન ભૂકે છે. વિવેક ભૂલે છે. પિતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલીને બાહ્ય જડ પદાર્થોમાં આસક્ત થાય છે. જે પોતાના ગુણ છે તેને ભૂલીને..પ્રકૃતિને છોડીને જે પિતાના નથી, જે પિતાની પ્રકૃતિ નથી તેને અપનાવે છે, સ્વીકારે છે. મારી-મારી કહીને..મારાપણાની વિકૃતિ–મોહ-મમત્વ નિર્માણ કરે છે, જેવી રીતે કાલ સુધી જે કન્યાની પાછળ કોઈ રાગ ન હતા, મેહ ન હતો અને આજે પ્રેમ થઈ ગયું છે તે હવે તેની પાછળપાછળ પ્રેમમાં આસક્ત– પાગલ બનીને ફૂલ પરના ભમરાની જેમ ફરતે રહે છે. બસ, તેને ખાતા-પીતા, દિવસે-રાત્રે પ્રેમિકા જ દેખાય છે. તેવી રીતે પોતાની પ્રકૃતિ, પોતાના મૂળભૂત સ્વભાવને ભૂલી ગયેલા જીવને હવે વિકૃતિ જન્ય મેહ દશામાં દિવસે-રાત્રે, ખાતા–પીતા.. મારુ મારું આ બધું દેખાય છે. આ જ જીવની મેહ દશા છે. મોહનીય કર્મ છે. આઠે કર્મોમાં સૌથી પ્રબલ કેઈ કામ હોય તો તે મેહનીય કર્મ છે. મોહનીય કર્મના અનેક ભેદ છે. એનું કાર્ય અનેક ક્ષેત્ર સંબંધો છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
દશ ન મેાહનીય (૩)
૩૭૭
માહનીય કર્મોના ભેદ
કષાય મેાહનીય ૧૬
ચારિત્ર માહનીય (૨૫)
ક્રાય ૪ +
લેાલ ૪ = ૧૬
માહનીય કમના ચારિત્ર માહનીય વિભાગમાં કષાય માહનીય કમ છે, કષાય મેાહનીયના મુખ્ય ચાર ભેદ્દેમાં ક્રાય-માન-માયા-àાભના સમાવેશ છે. વિચારીએ તે આ ચાર કષાય જ સંસારની જડ છે. સંસારનુ સૌથી મોટુ' કારણ છે. શ્રી દશવૈકાલિક આગમમાં સ્પષ્ટ જ કહ્યુ છે કે.
માન ૪ + માયા ૪ +
૯ નાકષાય મેાહનીય
कोहो अ माणो अ अणिग्गहीया, माया अ लोभो अपवड्ढमाणा । चारि एए कसिणा कसाया, सिचन्ति मूलाई पुणब्भवस्स ||
વશ નથી કર્યાં એવા ક્રાય અને માન, અને વધતા જતા માયા અને લેાભ એ ચારે દુઃખદ કષાય જન્મ જન્માંતરરૂપ સ ́સારવૃક્ષના જડ—મૂળ તે પાણી પીવડાવે છે, સિંચન કરે છે, સંસારને વધારે છે અર્થાત્ ભવ સંસારને વધારવામાં સૌથી માટુ કારણ કાઇનુ હોય તા તે માત્ર કાયાનું છે.
કષાયના શબ્દાર્થ
rr
કષ + આય = કષાય, કક્ષ અને આય એ એ શબ્દો મળવાથી કષાય. શબ્દ અને છે કષના અથ છે સાંસાર અને આયને અથ છે લાભ, લાભનો શુ અર્થ કરવાનો ? સંસારનો લાભ અર્થાત્ સ ંસારની વૃદ્ધિ જન્મ-મરણ રૂપ જે આ ૮૪ લાખ જીવયેાનિએમાં પરિભ્રમણ કરવાનું ચક્કર છે તેમાં ભટકતા રહેવાનું. આ ભવ સ’સારની વૃદ્ધિ થાય,
Page #5
--------------------------------------------------------------------------
________________
જન્મ-મરણની પરંપરા વધે, સંસારમાં અમારી ભવસંખ્યા વધે આ સંસાર લાભ કષાયન શબ્દાર્થ થયે કષાય શબ્દની આગળ “ પ્રત્યય કર્તવાચી શબ્દ બનાવવાના અર્થમાં લગાડાય તે “પાર્સ શબ્દ બને હવે કષાય શબ્દને શું અર્થ છે? તમે તેના પ્રસિદ્ધ અર્થ ને જાણે છે. “પા” અર્થાત્ = કસાઈખાના-કતલખાનામાં જે ગાય-ભેંસ–ઘેટાં-બકરા કાપે છે તે “કસાઈ” હા, આ અર્થ પણ ઠીક છે. અહીંઆ કસાઈ શબ્દ આ અર્થમાં રૂઢ થઈ ગયો છે તેને ખાટકી પણ કહેવાય છે. કષાય શબ્દનો ઉપરોક્ત અર્થને અહીં પણ લગાડવાથી સ્પષ્ટ અર્થ નીકળે છે જે સતત હિંસા જીવવધ કરીને પિતાને સંસાર વધારતો જ જાય છે તે કસાઈ છે અને બીજી વાત આ કે તેઓ જીવ વધ હિંસા કરવાને માટે સતત ક્રોધ વગેરે કષાયેનો આશ્રય લે છે. પશુઓને કાપવા માટે તેઓને પણ સતત ક્રોધ-લોભમાં જ રહેવું પડે છે. તેથી સતત કષાય વૃત્તિમાં રહેવાવાળા તેઓ પણ કષાય જ છે. આથી અહીં “Sારું” શબ્દ પશુ હત્યારા, જીવવધ કરવાવાળા આ અર્થમાં રૂઢ થઈ ગયું છે. હવે બીજે સીધો અર્થ જોઈએ. જે કષાય કરે છે તે કષાયી કહેવાય છે. ક્રોધ-માન-માયા લેભ આ ચારે કષાયોને જે જીવનમાં સ્થાન આપે છે, સેવન કરે છે તે પણ “પી” કહેવાય છે. ત્યાં કષાઈ પશુ વધ કરે છે. અહીં અમે સામાન્ય ક્રોધ વગેરે કષાય કરીને પણ કેઈનું મન દુભાવીએ છીએ, કોઈના આત્માને દુઃખ પહોંચાડીએ છીએ. આ પણ ઓછી માત્રામાં જ કેમ ન હોય? હિંસા જ થઈ કહેવાય. વાચિક હિંસા માનસિક હિંસા થઈ કહેવાય આથી ક્રોધ વગેરે કરવાવાળા પણ કષાયી બન્યા. તેઓ વચન હિંસા કરીને કેઈના આત્માને દુઃખ પહોંચાડીને પાપ બાંધે છે અને પોતાને સંસાર વધારે છે. સંસાર વૃદ્ધિને મુખ્ય આધાર કષાય પર છે.
સંસાર કેવી રીતે બને?
પાણી કેવી રીતે બને છે? તેની પ્રક્રિયાને બતાવતા વિજ્ઞાને H૨૦,=Water નું સૂત્ર બતાવ્યું છે અર્થાત્ હાઈડ્રોજનના બે ભાગ અને ઓકસીજનનો એક ભાગ મળીને ત્રીજું પાણી દ્રવ્ય રૂપે પરિણામ પામે છે અને પાછું બને છે. આથી પાણીના મુખ્ય ઘટક દ્રવ્ય હાઈડ્રોજન
Page #6
--------------------------------------------------------------------------
________________
૩૭૯
અને એકસીજન એ એ થયા. તેવી જ રીતે સ`સાર કેવીરીતે બન્યા ? જ્યારે આવી વાત થાય છેત્યારે લેાકેા કહે છે, એમાં શુ' મેાટી વાત છે ? એમાં વિચારવાનુ શુ છે? ભગવાને સૌંસાર બનાવ્યે છે. શા માટે અનાવ્યા? બસ, પેાતાની લીલાને માટે મનાવ્યેા છે. લીલા શા માટે ? અસ, ઈશ્વરની ઈચ્છા. ઈચ્છા શું છે? શા માટે થાય છે? કેવી રીતે ઉત્પન્ન થાય છે? કેવી રીતે અને છે? શું ઇચ્છા તત્ત્વમાં રાગ-દ્વેષની માત્રા નથી અને જ્યારે રાગાદિ ભાવે આવશે ત્યારે ક્રાદિ કષાયા પણ આવીને ઊભા રહેશે. આ રીતે આખા કમ સૌંસાર આવીને ઉભે થઈ જશે. * આથી ઈશ્વરે સોંસારને નથી બનાર્વ્યા સ`સાર બનાવવાને માટે ઈશ્વરની આવશ્યકતા નથી. સર્વ જીવ માત્ર પેતપેાતાના રાગદ્વેષ અનુસાર સંસાર બનાવતા જ રહે છે. સવ જીવાએ પેાત-પેાતાના સસાર બનાવ્યેા છે, નિર્માણુ કર્યાં છે. શાસ્રકાર મહર્ષિ એ સ`સારની ઉત્પત્તિનું સૂત્ર Formula ખતાવતા કહ્યું “વિષય+કષાય=સ સાર કામવાસના, કામેચ્છાને વિષય કહેવાય અને ધ વગેરે ચારને કષાય કહ્યા છે. આ રીતે અને જ્યાં ભેગા થયા કે સ`સાર અન્યા, સંસાર વચ્ચે, બધું જ આવી ગયુ એ અને એક માત્ર માહનીય કમ'ના જ ઘટક છે, કમની જ વાત છે. અને કમ તે આઠ છે, પછી આઠ કમેર્રમાં મૂળભૂત કમ તા માહનીય કમ છે. આ જ કમ સંસાર બનાવે છે. અને વધારે છે. આ કમ છે અને કર્મોના કર્તા જીવ સ્વય છે. આથી એમ પણ કહેવાય કે જીવ-ક ના સયાગનુ નામ છે સંસાર. કષાયેાનુ પણ મૂળ શુ છે. ? તેના જવાખ ઉમાસ્વતિ મહારાજ પ્રશમ— રતિ ગ્રંથમાં આપતા કહે છે કે
""
માયા
माया लोभ कषाय स्वेत्येतद् रागसंज्ञितं द्वन्द्वम् । क्रोधो मानस्य पुनद्वेष इति समास निर्दिष्ट ||
માહનીય
શમ
{
લેાભ
ક્રોધ
માત
Page #7
--------------------------------------------------------------------------
________________
૩૮૦
માયા અને લેાભ એ રાગના ઘરમાં અને ક્રોધ તથા માન એ બંને દ્વેષના ચુગલમાં ગણાય છે. આખરે આનુ' મૂળ આની જડતા રાગ દ્વેષ જ છે.
(4
ક્રોધાદિ કષાયાને ૧૮ પાપસ્થાનકમાં શા માટે ગણ્યા છે ? ૧૮ પ્રકારના પાપેાના વિવેચનનું આ પુસ્તક “ પાપની સજા ભારે ’ માં પાપસ્થાનકાને વિચાર પહેલાં પણ કર્યાં છે. પાછલા પુસ્તકમાં પાંચ પાપસ્થાનક સુધીનું વિવેચન કર્યું છે, હવે અહીંથી ક્રાદિ કષાયાનું વિવેચન શરૂ થાય છે. આથી એ પ્રશ્ન ઊભા થાય છે કે ક્રેપ, માન, માયા, લાભ વગેરેને પાપસ્થાનામાં શા માટે ગણ્યા છે ? ક્રોધાદિને પાપ કેવી રીતે કહી શકાય ? શા માટે કહ્યુ ? આથી ૧૮ પાપસ્થાનામાં દ્રવ્ય અને ભાવ પાપના ભેદ જે કર્યાં છે તે દ્રષ્ટિથી ૧૮ પાપાને દ્રવ્ય અને ભાવ પાપના ભેદ રે કર્યાં છે તે દૃષ્ટિથી ૧૮ પાપેાને દ્રવ્ય અને ભાવ એ બે વિભાગમાં જુદા કર્યાં છે—
દ્રવ્ય પાપ (માહ્ય) ૧, ૨, ૩, ૪, ૫, કલ૩, અભ્યાખ્યાન, વૈશૂન્ય, પરપરિવાદ
૧૮ પાપ
Į
૧૮ પા૫
વ્યવહાર પાપ
હિંસા, જૂઠ, ચેરી, મૈથુન, પરિગ્રહ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, રતિ-અતિ, પપરિયાદ.
ભાવ પાપ (આભ્યંતર) ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, રતિ-અતિ, માયા મૃષાવાદ, મિથ્યાત્વ.
શલ્ય
નિશ્ચય પાપ
ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ, માયામૃષાવાદ મિથ્યાત્વ શલ્ય
Page #8
--------------------------------------------------------------------------
________________
૩૮૧
આ રીતે જે દ્રવ્ય પાપ અને ભાવ પાપના ભેદથી વિવેચન કરીએ. . અથવા વ્યવહાર પાપ અને નિશ્ચય પાપના ભેદથી વિચાર કરીએ, બાહ્ય પાપ અને અત્યંતર પાપના ભેદની દ્રષ્ટિથી કેઈપણ રીતે વિવેચન કરીએ તે ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, માયા મૃષાવાદ મિથ્યા વશલ્ય એ તો અવશ્ય જ આંતરિક પાપ છે. ભાવ પાપના સ્વરૂપમાં તેની ગણત્રી કરાય છે અને તે રીતે તે નિશ્ચય પાપ ગણાય છે. કેમ કે કર્મબંધના કારણોમાં પણ કષાયેનું મુખ્ય કાર્ય છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ પ્રકારના કર્મબંધના હેતુઓમાં કષાય દ્વારા જ મુખ્ય રસબંધ થાય છે અને રસબંધના આધાર પર જ કર્મોની સ્થિતિ બંધાય છે. કર્મગ્રંથમાં સ્પષ્ટ કહ્યું છે. કે IT પપપ કિરૂ વધુમાં જણાવા” પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધને મુખ્ય આધાર “ગ” મન વચન કાયાના યોગ પર છે,
જ્યારે કમને સ્થિતિ બંધ અને રસબંધને મુખ્ય આધાર કષા. ઉપર છે. તમારા અધ્યવસાયે વિચારે) માં કષાયને માત્રા કેટલી છે? તમારા માનસિક પરિણામ જે ઓછા-વત્તા કષાય વૃતિથી યુકત હોય તે તેના આધાર પર સ્થિતિ અને રસ બંધ હોય છે. જે કષાની માત્રા ઓછી હોય તે કર્મબંધની સ્થિતિ (Time Limit-સમય મર્યાદા) ઓછી હશે અને જે કોઈપણ પ્રકારની કમ પ્રવૃત્તિમાં જે કષાયે ની માત્રા વધારે પ્રમાણમાં હશે, લેશ્યાઓ વધારે અશુભ હશે તે. કર્મબંધની સ્થિતિ તેટલા પ્રમાણમાં વધુ લાંબી હશે. અર્થાત તેટલા લાંબા સમય સુધી આત્માને તે કમની સજા ભોગવવી પડશે. જેવી રીતે ભગવાન મહાવીરે ત્રીજા મરીચિના જન્મમાં બાંધેલી નીચગાત્ર કર્મની સ્થિતિ કેટલી લાંબી રહી હતી કે અંતિમ સત્તાવીશમાં ભવે પણ મહાવીર પ્રભુને દેવાનંદા માતાની કુક્ષીમાં ૮૨ દિવસને માટે જવું પડ્યું એક કર્મ જે બાંધ્યું હતું તેમાં ૨૪ જન્મને કેટલે માટે લાંબા સમય નીકળી ગયો? તેવી રીતે ૧૮માં ત્રિપૃષ્ઠ વાસુદેવના જન્મમાં શય્યા પાલકોના કાનમાં ગરમ-ગરમ તપેલું સાચું નાખવાનાં પાપનું પરિણામ એ આવ્યું કે બે વાર નરકમાં ગયા તે પણ ૨૭ માં જન્મમાં તેમને કાનમાં ખીલા ઠોકાયા! અર્થાત એક કમ કેટલા
Page #9
--------------------------------------------------------------------------
________________
૩૮૨
લાંબા સમય સુધી આત્માની સાથે રહે છે? આ સ્થિતિ બંધ પ્રત્યેક કર્મને અલગ-અલગ છે.
મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડાકડિ સાગરોપમની છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, અંતરાય કર્મ અને વેદનીય કર્મ આ ચારેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કડાકડિ સાગરોપમ છે, નામ- ગેત્ર કર્મની ૨૦ કે.કેડિ સાગરોપમ છે અને આયુષ્યની સ્થિતિ ૩૩ સાગરોપમ છે. આ રીતે એક-એક કર્મની સમય મર્યાદા જે આટલી 1 લાંબી છે તેનું કારણ શું છે? કષાય! કષાયની માત્રામાં જે ઓછાવત્તાની તરતમતા રહે છે તેને આધારે તેની ઓછીવત્તી લાંબી સમય મર્યાદાનું કર્મ બંધાય છે.
તેવી રીતે ૨સબંધ (અનુભાગ બંધ) ને આધાર પણ કષાયે ઉપર છે. કષાયમાં જે ઓછી-વત્તી તરતમતા, (માત્રા) રહે છે તેના આધારે અને કષાયમાં જે શુભ-અશુભ લેશ્યા રહે છે તેના આધારે જીને કમબંધ થાય છે રસબંધના કારણે જાને કર્મના ઉદય કાળે ઓછા-વત્તા પ્રમાણમાં દુઃખને અનુભવ થાય છે. દા. ત., રોગ બધાને ઉદયમાં આવે છે. પરંતુ કેઈને માથું પેટ સખત દુખે છે અસહ્ય વેદના થાય છે, તે કેઈને સૌ-ઓછી વેદના થાય છે. રોગ તે જ છે, રોગને પ્રકાર સમાન હોવા છતાં પણ વેદનામાં જૂનાધિક સહ્ય -અસહ્યા તેતે જીના કર્મના સબંધ પર આધાર રાખે છે. એવી રીતે કર્મોની સ્થિતિને, બંધને અને રસના બંધને બન્નેને મુખ્ય આધાર કષાય છે. આથી જે સંસાર વધારે– ભવ વૃદ્ધિ કરે તેને પાપ કેમ ન ગણાય? અવશ્ય ગણવું જ પડે. કષાય સંસાર વૃદ્ધિનું કારણ છે–પ્રશમરતિમાં સ્પષ્ટ કહ્યું છે કે
एवं क्रोधो मानो माया लोभस्य दुःखहेतुत्वात् । सत्वानां भव संसार दुर्गमार्ग प्रणेतारः ॥
ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાય દુઃખના હેતુ છે, દુઃખના મૂળ કારણ છે, છને નરક વગેરે તીવ્ર દુઃખદાયી ગતિઓમાં લિઈ જનાર છે અને ભવ સંસારના ભયાનક માર્ગને બતાવવા.
Page #10
--------------------------------------------------------------------------
________________
૩૮૩
વાળા છે. આવા માગ પર લઈ જનાર છે. આથી જે દુઃખનું મૂળ કારણ છે, તે ભવ સંસારના હેતુ છે, સ’સારના લાભ કરાવનાર, ભવ સ'સારને વધારનાર અને બગાડનાર છે તેને પાપકમ ન કહીએ તે શુ કહીએ ? તે પાપકમ` જ છે, ષડરિપુ એમાં પણ ક્રોધ-માન-માયા-લેશભ– રાગ અને દ્વેષ એ ૬ દુશ્મન કહ્યા છે. કયાંક કામ, કૈધ, મદ, માન માયા, લાભ એ રીતે પણ ૭ ગણાવ્યા છે. પરંતુ આ ક્રમમાં મદ અને માન અને એકાક (સમાના ક) છે, અને કામના તે આમ પણ રાગમાં જ સમાવેશ થઈ જાય છે. આથી ઉપરોક્ત પહેલા ક્રમમાં બતાવેલ છ દુશ્મન ખરાખર છે. આ ભાવપાપ છે તે આત્મામાં રહેવાવાળુ છે. નિમિત્ત વગર પણ ઉત્પન્ન થાય છે. તેથી આંતરિક અભ્યંતર પાય કહેવાય છે. આ નિશ્ચયથી પાપ કહેવાય છે. વ્યવહાર પાપના આચરણમાં તે પાપ લાગે અથવા ન પણ લાગે પરંતુ આ કાયાને સેવવાથી તે નિશ્ચે પાપ લાગે જ છે, નિશ્ચે કમ બંધ થાય જ છે તેથી આ નિશ્ચય પાપ કહેવાય છે.
અરિહંત–વીતરાગી
અમે જેની પૂજા કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, નામ સ્મરણુ મંત્ર, જાપ કરીએ છીએ. નમસ્કાર મહામત્રમાં જેમના પાઠ કરીએ છીએ. વિચારા! તે નમસ્કરણીય મહાપુરૂષને માટે પ્રયેાજાયેલા “અરિહંત' પદના શું અર્થ છે? ‘અરિ’ અર્થાત્ ાંતર શત્રુ-આત્માના શત્રુ. અમારે બાહ્ય શત્રુઓ સેકડી છે, પરંતુ આંતર શત્રુ તે માત્ર રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા-લાભ છે. 'ત” અર્થાત આના જેણે નાશ કર્યાં છે, વિજય પ્રાપ્ત કર્યાં છે. આને જીત્યા છે એવા રાગ-દ્વેષ રહિત વીતરાગી અરિહંત ભગવાન જ અમારા પરમ આશષ્યપાદ છે. તેઓ જ અમારા માટે નમણીય છે, પૂજનીય છે અને આથી જ તેમને પૂજીએ છીએ કે તેમણે તેા બધા રાગ-દ્વેષાદ્રિ જિત્યા છે. જીવનમાંથી કાઢી મૂકા છે અને અમારામાં હાલ તે જ રાગ દ્વેષાદ્ઘિ પડેલા છે. આથી અમે તે ગુણવાળાના ગુણ્ણાની સ્તુતિ કરીને તે ઉચ્ચ આદર્શને જોઈએ છીએ જેથી અમને પુણ્ અમારામાં રહેલા રાગ-દ્વેષ-ક્રોધાદિ કષાયાનો ક્ષય–(નાશ)કરવાની પ્રેરણા મળે, શક્તિ મળે માટે જિન-પૂજા, જિન
-
Page #11
--------------------------------------------------------------------------
________________
૩૮૪
ભક્તિ જિનદર્શન જિનગુણ સ્તવના પૂબ જ ઊંચે આદર્શ છે, આ. ઉત્કૃષ્ટ કેરિની સાધના છે.
કષાનું સ્વરૂપ
સ્વભાવ” શબ્દ છે જે તમને પૂછવામાં આવે કે વભાવ”નો શું અર્થ તમે કરશે ? આજકાલ તો સ્વભાવ શબ્દ, બધા જીવોના જુદા જુદા કીધી, માની, માયાવી, કપટી, લુચ્ચા, લેબી,-લાલચુ વગેરે અર્થોમાં રૂઢ થઈ ગયું છે. જોકે ઘણીવાર કહે છે, અરે સાહેબ! આ તે બહુ ક્રોધી છે, બહુ ગરમ ગુસ્સાવાળા છે આને સ્વભાવ તે બહુ લાલચું છે અને આ તે કપટી છે, માયાવી છે. આ રીતે લેકે સ્વભાવને અર્થ કરે છે, પરંતુ આ બિલકુલ ખોટું છે. શબ્દ રચના ઉપર ધ્યાન રાખે સ્વભાવ= સ્વભાવ! સ્વથી આત્મા અને ભાવથી આત્માના ગુણધર્મો. શું આત્માના ગુણધર્મ કોધી માની છે? ના, આત્મા તે જ્ઞાનમય દર્શનમય ચેતન. દ્રવ્ય છે તેને મૂળભૂત સ્વભાવ તે જ્ઞાનદર્શનાત્મક છે. પછી તેને ક્રોધી, માની કેવી રીતે કહી શકાય? “પ્રકૃતિ જ્ઞાનાદિ આત્માની પ્રકૃતિ છે. તે જ મૂળ સ્વભાવ છે. પરંતુ આત્માના જ્ઞાનદિ ગુણો પર આવરણ આવી ગયું છે અને આત્મા તે કર્મોથી દબાઈ ગયે છે. પરિણામ સ્વરૂપ હવે તે કર્મોની જે પ્રકૃતિ છે. કર્મોને જે સ્વભાવ છે તેનો જ વ્યવહાર આત્માને માટે પણ કરાઈ રહ્યો છે. હા, મેહનીય કામમાં ક્રોધ-માનમાયા-લોભ વગેરેના ભેદ-પ્રભેદ ઘણા છે. તેનું આરોપણ આત્મા પર કરીને લેકે વ્યવહાર કરે છે. પરંતુ આ આત્માનું સાચું સ્વરૂપ નથી. આ ક્રોધ-માન વગેરે આત્માનો સ્વભાવ નથી વિભાવ છે. વિકૃત ભાવ વિભાવ. આ પ્રકૃતિ નથી વિકૃતિ છે. આ રીતે આજે અમે ક્રોધાદિને સ્વભાવ માની લીધું છે, આ અમારી સૌથી મોટી ભૂલ છે. આ ક્રોધાદિ તે કર્મ જન્ય અવસ્થા વિશેષ છે. આ અવસ્થાને અમે અમારા મૂળભૂત સ્વભાવ માનવાની ભૂલ ન કરીએ. અમારે સતત જાગૃત રહેવું જોઈએ. સાવધાન રહેવું જોઈએ કે અમે અને છેડી દઈએ. આ ક્રોધાદિને પાસે પણ ન આવવા દઈએ. આ અમારા અતર શત્રુ છે. આનાથી આત્માને નુકશાન થાય છે. ખટાશથી જેમ દૂધને નુકશાન થાય છે. તેના ગુણધર્મ
Page #12
--------------------------------------------------------------------------
________________
૩૮૫
બદલાઈ જાય છે તેવી રીતે ક્રોધાદિ કષાયોથી આત્માને ઘણું મોટું નુકશાન થાય છે. જન્મ-જન્માક્તરમાં દુઃખ અને સજા ભોગવવી પડે છે. ક્રોધાદિ કવાનું કાર્યક્ષેત્ર
કર્મજન્ય આ ક્રોધાદિ કષાયો પણ પિત–પિતાનું કાર્યક્ષેત્ર રાખે છે. એ બધાની પિત–પોતાની વિશેષતા છે. શ્રી દશવૈકાલિકમાં કહ્યું છે કે
कोही पीईपणासेइ, माणी विणय नासणो । माया मित्ताणि नासेइ लोहा सव्व विणासो ।।
કોઇ પ્રીતિ (પ્રેમ) નો નાશ કરે છે. માન વિનયને નાશ કરે છે, માયા મિત્રતાનો નાશ કરે છે અને લેભ સર્વ વિનાશક છે. બધા સદ્ગુણેને નાશ લોભ કરે છે, આ રીતે ચારે કષાય નુકસાન કરવાવાળા જ છે. કોઈ પણ ફાયદો કરવાવાળા નથી. આજ સુધી કઈ પણ સમયે કઈ પણ કષા કેઈને પણ ફાયદે નથી કર્યો. અધ્યાત્મ કલ્પદ્રુમમાં કહે છેશું તમે સંસારમાં કષા વગર જીવી જ શકતા નથી?
को गुणस्तव कदा च कषायैर्निममे भजसि नित्यभिमान् यत् । किं न पश्यसि दोषममीषां, तापमत्र नरकं च परत्र ।
તમારા કષાયોએ શું ફાયદે કર્યો છે? શું ગુણ કર્યો છે. અને એ કો ઉપકાર કર્યો છે કે તમે એનું સેવન હંમેશા કર્યા જ કરે છે ? કષાયોએ આ જન્મમાં સંતાપ-પીડા, અને દુ:ખ જ આપ્યું છે અને પૂર્વભવ અને પુનર્ભમાં નરક ગતિ આપવાની ક્ષમતા જેનામાં છે એવા કષાયના દોષને શું તમે સારી રીતે નથી જાણતા? શું તમે કષાના
સ્વરૂપથી સારી રીતે પરિચિત નથી? અને જો તમે પરિચિત છે તે પછી શા માટે ચેરને પોતાના ઘરમાં ઘૂસવા દો છે લૂંટારાઓને કેમ આવવા દો છે?
શામાં વધારે સુખ છે? કષાય કરવામાં કે છોડવામાં? ચનિતં તવ રહ્યું, અને ઘનિમ જ ! तद्विशेषमथवैतदुदर्क, सविभाव्य भज धीर विशिष्टम् ॥ .
Page #13
--------------------------------------------------------------------------
________________
૩૮૬
કષાયના સેવનથી અર્થાત્ ક્રોધાદિ કષાય કરવાથી તમને જે સુખ થાય છે, જે મજા આવે છે અને કષાયનેા નાશ કરવાથી નિષ્કષાય ભાવમાં તમને જે સુખ થાય છે, મજા આવે છે અથવા કષાય કરવાથી શું પરિણામ આવે છે ? અને કષાયેાના ત્યાગ કરવાથી શું લાભ મળે છે? કેવું પરિણામ આવે છે? આ બન્નેની સારી રીતે તુલના કરીને હું બુદ્ધિશાળી ! આ બે માંથી જે લાભકારી હાય શ્રેયસ્કર લાગે તેનું આચરણ કરો.
તેથી કયારેય પણ કષાય કરવામાં મજા છે જ નહીં, જો વધારે કષાય કરવામાં લાભ હાત, ફાયદા હાત તા કાઈ કષાય છેડત જ નહીં, સ્વયં તીથકર ભગવાન પણ કષાયના ત્યાગ કરવાના ઉપદેશ ન આપત તમે તીર્થંકર ભગવતના અનેક જીવન ચરિત્ર સાંભળ્યા હશે, વિચારે ! કયારેય કઈ પણ તીર્થંકરે પેાતાના જીવનમાં કષાય કર્યાં હોય ? એવું એક પણ દ્રષ્ટાન્ત તમને ખ્યાલમાં હાય તા ખતાવા. દીક્ષા લીધા પછી તા નહી જ... પરંતુ ગૃહસ્થ જીવનમાં પણ કયારેય કોઈપણ તીથ કરે કષાય કર્યાં હોય એવું એકપણ દ્રષ્ટાન્ત તમને કેાઈ પણ્ સમયે ચરિત્ર ગ્રંથમાં કે શાસ્ત્રમાં જોવા પણ નહી મળે અને સાંભળવા પણ નહી મળે.
તમારે મનામથન કરવું પડશે અને સાથી પહેલાં તે આત્માને પૂછીને એ નિર્ણય કરવા પડશે કે હું આત્મન્ ! શું તારે કષાયાની માવશ્યકતા છે? શું કષાયા વગર તારા જીવન વ્યવહાર કયારેય ચાલી નથી શકતા? તમે તમારી છાતી ઉપર હાથ રાખીને અંતરાત્માને પૂછી જુએ. શુ જવાખ મળે છે? કાઈ કહે છે અરે મહારાજ ! સ’સારમાં રહેવુ' અને કષાયાથી બચવું એ કેવી રીતે શક્ય બને ? કષાય કરીએ · જ નહી. તે અમારા 'સાર ચાલે કેવી રીતે? નથી ચાલી શકતે. આથી સ`સાર ચલાવવા માટે થાડા ઘણે! પણ કષાય તે કરવા જ પડે. આંખા થાડી લાલ ન કરીએ તા છેકરાએ માથા પર ચડી બેસે, થાડા ગુસ્સો ન કરીએ તેા નોકર અમારુ સાંભળે જ નહીં, ઘેાડા ગરમ થઈને ધાક-ધમકી ન રાખીએ તે પત્ની પણ આજ્ઞામાં ન રહે, ચેાડુ' માનઅભિમાન ન કરીએ તે સમાજમાં ઊભા રહેવાનું ભારે પડે, ઘેાડી માયા ન કરીએ તે પેટ પણ ન ભરાય અને લેાભ વિના તેા વ્યાપાર
Page #14
--------------------------------------------------------------------------
________________
३८७
જ કેવી રીતે કરાય? આજીવિકા કેવી રીતે ચલાવીએ? આ રીતે ઘણા લેાકેા પ્રશ્ન કરે છે.
પરંતુ બહુ ગ ંભીરતાથી વિચાર। તા તમને એમ લાગશે કે ... અરે. ૨ ... આ તે મે મારા સ્વભાવ તેવેા બનાવ્યે છે. માટે મને આવા વિચારો આવે છે, પરંતુ સંસારમાં કેટલાય પરિવાર એવા પણ છે જે ઘણી શાંતિથી પેાતાનો જીવન-વ્યવહાર ચલાવે છે. કેટલાક મૌન અવસ્થામાં પેાતાનુ જીવન વીતાવે છે, કેટલાંક કષાય વગર પેાતાનો સંસાર મહુ જ શાંતીથી વીતાવે છે. કોઈ તકલીફ નથી. તમે પહેલેથી જેવા સ્વભાવ મનાવા છે. તદનુસાર જીવન વ્યવહાર વીતાવી શકે છે. અરે ! થેાડુ' વિચાર! ! સ ંસાર ચલાવવા માટે તમે કષાયેાનો આશ્રય લેવા ગયા અને તે કારણે તમાગ સંસાર સે। ગણા વધી ગયા તા પછી તે વધી ગયેલા, બગડેલા લાખા વર્ષના અને લાખા જન્માનો સંસાર કાણુ સંભાળશે ? પછી શું કરશે? આ તા આગ બુઝાવવા ગયા અને મળી ગયા એવી વાત થઈ. આથી કાયાને ઉપશાંત કર્યાં વગર, ત્યાગ વિના કોઈ વિકલ્પ . જ નથી, એમાં જ આપણી બુદ્ધિમત્તા છે, વિશેષતા છે, લાભ છે. કષાયે એ જે ગુણાને રાકયા છે, દબાવ્યાં છે, તે ગુણેા તે તે કષાયાના ફ્ થવાથી પ્રગટ થશે. તે કયા ગુણા પ્રગટ થશે? જેવી રીતે સૂર્યની સામેથી વાદળ દૂર થવાથી ચારે માજુ પ્રકાશ ફેલાઈ જાય છે, આવરણ ખસેડી લેવાથી છૂપાયેલી ( ઢંકાયેલી) વસ્તુ પ્રગટ દેખાય છે તેવી રીતે કષાય . પણ આત્માની ઉપર આવરણ રૂપ કમ છે. તેને દૂર કરવાથી આત્મામાં રહેલા અનંત જ્ઞાનાદિ ગુણુ, અનંત ચારિત્ર, ચથાખ્યાત સ્વરૂપ વગેરે ગુણ્ણા પ્રગટ થવા લાગશે અને જે દિવસે સ`થા કષાયાનું આવરણ ખસી જશે તે દિવસે આત્મા સવગુણી વીતરાગી, સગુણ સપન્ન સર્વજ્ઞ-પૂનાની, પૂર્ણ સ્વરૂપી બની જશે. જેવી રીતે મેલ નાશ પામવાથી કપડાં શુદ્ધ સ્વરૂપને પામે તેવી રીતે કમરૂપ મેલ ધાવાઈ જવાથી આત્મા શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ થાય છે. આથી કષાયેાના નાશ કરવા માટે જ્ઞાની ભગવા એ સેકડા ઉપાય બતાવ્યા છે. કયા કષાયને.. કેવી રીતે જીતીએ ? એ ખતાવતા કહ્યું કે
उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे । मायं चाऽज्जव भावेण, लोभं संतोसओ जिणे ॥
Page #15
--------------------------------------------------------------------------
________________
૩૮૮
ઉપશમ ભાવ દ્વારા શાંતીથી કોધને જીતીએ, મૃદુતા નમ્રતા (વિનય) ગુણથી માનને જીતીએ, આવભાવ અર્થાત્ સરલતા જૂતાના સહારે માયાને જીતીએ અને સંતોષવૃત્તિથી લાભ કષાયને છતીએ. આ રીતે ચારે કષાયોને ઉપશમ વગેરે ચારે ભાવેની સહાયથી સારી રીતે સરળતાથી જીતી શકાય છે.
ચારે કષાયમાં કયા વધારે ખરાબ છે.? આ કષાય તે બધા ખરાબ જ છે. કોઈ સારા નથી તે પણ જો પરિ– ણામોના આધાર પર તુલના કરાય અથવા લેક વ્યવહારમાંથી જેવા જઈએ તો ખબર પડે કે કયે કષાય વધારે ખરાબ કર્યો એ છે ખરાબ છે? અહીં કંઈક તરતમતા દેખાય છે. તેવી રીતે ચારે કષાયની ક્રમ વ્યવસ્થા પણ જે જોઈએ તે કોની પછી માન, માનની પછી માયા, માયાની પછી લોભ આ ક્રમ વ્યવસ્થા છે. આ
તે ખરાબની અપેક્ષાએ પણ આ કમથી જોઈએ તે ક્રોધથી ખરાબ માન છે, માનથી વધારે ખરાબ માયા છે અને લેભને તે બધા પાપને બાપ કહ્યો છે. એ તે સૌથી વધારે ખરાબ છે. આથી લાભને સર્વ વિનાશક કહ્યો છે.
કોનામાં કેટલા કષાય છે?
સંસારમાં અનંત જીવે છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીની -જાતિઓમાં અને દેવ–મનુષ્ય નરક તિર્યંચ વગેરે ચારે ગતિમાં ૮૪ લાખ જીવનિના પરિભ્રમણમાં અનંત જીવ ભટકી રહ્યા છે. સર્વે જ કષાયથી પીડિત છે. જે સંસારી હોય અને કષાય રહિત હોય એ શકય જ નથી. સર્વ જીવેમાં બધા પ્રકારના કષાય છે. હા, પણ એટલું જરૂર છે કે કેઈનામાં ક્રોધ વધારે છે તે કેઈનામાં લેભ. આ રીતે પ્રત્યેક જીવમાં કષાની ઓછી વસ્તી માત્રા તે રહેલી જ છે. કેઈમાં કાધ વધારે છે તે બીજા ત્રણ કષાય ૧૦-૧૦ ટકા હશે અને ક્રોધ ૭૦ ટકા રહેશે. આવી રીતે ૭૦ ટકા કાધની માત્રા રહેવાથી ક્રોધની પ્રાધાન્યતાથી એને કોપી કહેવામાં આવશે. પરંતુ બીજ કષાયે નથી એવી કઈ વાત પણ નથી, બીજા બધા કષાય અવશ્ય છે જ. માત્ર પ્રમાણુ હીનાધિક છે. તેવી રીતે કોઈનામાં માનની અધિકતા છે. તે
Page #16
--------------------------------------------------------------------------
________________
૩૮૯
કેઈનામાં માયા પ્રબળ છે, કે ઈનામાં લેભ વધારે અને બીજા કષાયો ઓછા છે. એક માતાને ચાર છોકરા છે તે આપણને જોવા મળશે કે કે ચારેય એક સરખા ક્રોધી નથી, એક છોકરામાં ક્રોધ વધારે છે. તે બીજામાં માન અને ત્રીજામાં લોભ. આ રીતે કષાય બધામાં સર્વત્ર પડેલા જ છે. વિશેષ બહુલતાએ એમ કહેવાય છે કે પુરૂમાં કોલ અને માનનું પ્રમાણ વધારે રહે છે અને સ્ત્રીઓમાં માયા અને લેભનું પ્રમાણ વધારે રહે છે. આને અર્થ એ નથી કે પુરૂષમાં માયા અને લેભ નથી રહેતાં અથવા સ્ત્રીઓમાં ક્રોધ અને માન નથી રહેતું. આવી વાત નથી. બધામાં ચારેય કષાય છે. બધા તારા ટમટમે છે, પ્રકાશમાન વરૂપમાં ચમકે છે. તે પણ પ્રવને તારો વિશેષ ચમકે છે. શુકને તારો કંઈક પિતાની આગવી વિશેષતા રાખે છે. મરઘી પણ ઊડી શકે છે. પરંતુ તેની ઉડવાની શક્તિ ઓછી છે અને જમીન પર ચાલવાની શક્તિ વધારે છે. તે કાગડા-કેયલ અને પોપટની જેમ આકાશમાં દૂર સુધે ઊડી નથી શકતી. પાંખ યુક્ત પક્ષી હોવા છતાં પણ ઉડવાની શક્તિ ઓછી અને જમીન પર ચાલવાની વૃત્તિ વધારે છે. તેવી રીતે સ્ત્રી-પુરૂષામાં પણ આ દશા છે. જે સ્થૂલ રૂપમાં વધારે પ્રમાણમાં દેખાય છે તેમાં પુરૂષમાં ક્રોધ અને માન વધારે પ્રમાણમાં છે. જ્યારે સ્ત્રીઓમાં સ્વાભાવિક જ માયા અને તેમની પ્રધાનતા હોય છે.
કવાય પણું પૂર્વ જન્મના સંસ્કારાધીન છે
સંસારમાં કોઈપણ જગ્યાએ કોધ-માન કેવી રીતે કરવા ? એ શીખડાવવાની કઈ સ્કૂલે નથી. તે પણ બધા બાળકને નાનપણથી જ આ બધું આવડતું હોય છે. જ્યારે બાળક ૧૦-૧૨ મહિનાનું હોય અને બોલતાં પણ શીખે નથી એવા સમયે તે ગુસ્સે કરે છે, હાથમાં જે વસ્તુ આવે તેને ફેકે છે, તેડ-ફેડ કરે છે. એટલું જ નહીં, જે કંઈ હાથમાં આવે તેનાથી તે બીજાને મારવા માટે પણ દડે છે. ધીરેથી એકાદ થપ્પડ માને પણ મારી દે છે. પરંતુ માને તે સારી લાગે છે, મીઠી પણ લાગે છે. પરંતુ બાળકે પિતાની શારીરિક શક્તિ અનુસાર જ ગુસ્સે કર્યો છે, ક્રોધ કર્યો છે. સૌ સૌના પ્રમાણમાં ક્રોધ-ગુસ્સ વગેરે કરતા હોય છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
૩૯૦
તિર્યંચ ગતિમાં પશુ-પક્ષીઓને પણ આપણે લડતા-ઝગડતા જોયા છે. કબુતરેને પણ એક ઘરની છત પર લડતા-ઝગડતા જોયા છે. તેમાં પણ કષાયની માત્રા છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે જ્યારે કોઈએ નથી શીખડાવ્યું ત્યારે ક્રોધાદિ કષાયો આવ્યા કયાંથી? અમે શીખ્ય કયાંથી? નથી તે માતા-પિતાએ શીખડાવ્યું કે નથી તે સ્કૂલમાં કેદ શિક્ષકે શીખડાવ્યું! શાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે આ કષાય-પૂર્વ જમના સંસ્કારથી પ્રાપ્ત થયેલા છે. જન્મ-જન્માક્તરના સંસ્કાર પડેલા છે. તમે કહેશો કે પૂર્વ જન્મમાં કયાંથી આવ્યા? અરે! એની પહેલાના જન્મમાંથી! આ રીતે અનંત જન્મોની પરંપરા છે, તેવી રીતે દેવ–મનુષ્ય-નાક-તિય"ચ એ ચારે ગતિમાં કલાનું અખંડએક છત્રી સામ્રાજ્ય છે. દેવલોકના દેવતાઓમાં પણ કષાયવૃત્તિ ભરેલી પડી છે. નરક ગતિના નારકી માં તે ક્રોધાદિ કષાયેની માત્રા આપણાથી હજાર ગણી છે. કયાં નથી? સર્વત્ર છે. મૃત્યુની પછી શરીર તે અહીં બળીને ભસ્મીભૂત થઈ જાય છે. એક માત્ર આત્મા જ એક ગતિમાંથી બીજી ગતિમાં, એક જમમાંથી બીજા જન્મમાં જાય છે. આત્માં એકલે જ આવ્યો છે અને એક જ જવાનો છે. આમાં તેની સાથે કંઈપણ લાવે છે અને લઈ જાય છે તે તે માત્ર પોતે કરેલા સારા-ખરાબ, શુભાશુભ કર્મ. એથી વધારે કઈ જ નહીં. આથી જન્મ-જન્માક્તરના કષાયાના સંસ્કાર આત્મા સાથે લાવે છે અને સાથે લઈ જાય છે. જીવ અભ્યાસ દ્વારા પિત પિતાના સ્વભાવમાં પરિવર્તન સારું પણ થઈ શકે છે અને ખરાબ પણ થઈ શકે છે. બન્ને પ્રકારે પરિવર્તન થાય છે. જીવ કયારેક સ્વભાવ બગાડી નાંખે છે, અને કયારેક પોતાની જાતને સમજાવીને બૂઝવીને સ્વભાવ સુધારી પણ લે છે. કેને કેવું વાતાવરણ પ્રાપ્ત થાય છે? તેના ઉપર આધાર છે, ઘરમાં જે વાતાવરણ જ કલાદિ કષાયેડનું હશે તે સ્વાભાવિક બાળક પર પણ તે જ સંસ્કાર પડશે. કદાચ આજે તે બાળક નહીં બેલે પરંતુ તે બાળકના મન રૂપી કેમેરામાં બે આંખે રૂપી લેન્સ દ્વારા ઘરના વાતાવરણને આખે ફોટો તેની બુદ્ધિની ફિલ્મ ઉપર તે અવશ્ય ઉતરે જ છે. એમાં કોઈ શંકા નથી. આજની ખેંચાયેલી ફેટે ફિલ્મ કેટલાંક દિવસ પછી ધોવાઈને આવશે. તેવી રીતે કેટલાક દિવસો પછી,
Page #18
--------------------------------------------------------------------------
________________
૩૯૧
કેટલાંક સમય પછી બાળકના મનની તે કષાયની ફિલમ–ફરશે– પ્રોજેકટર મળશે તો એમાં ફરશે અને જેવું દ્રશ્ય જોયું હતું તેવું દ્રશ્ય ઊભું કરશે. આથી અમે ઈચ્છીએ કે બાળક પર સારા સંસ્કાર પાડવા માટે તેને આપણું ક્રોધાદિ કષાયોના સ્વભાવથી દૂર રાખીએ તે પરિણામ સારું આવે. અમારી છાપ, અમારા શબ્દોની છાપ, અમારા ક્રોધાદિ કષાયની છાપ બાળક ઉપર ન પડે. તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
કેધ કષાયનું સ્વરૂપ
ક્રોધથી કે અપરિચિત છે? આ બધાના અનુભવની વસ્તુ છે. અમે બધા સારી રીતે ક્રોધના સ્વરૂપને જાણીએ છીએ. ક્રોધ જ્યારે પણ આવે છે ત્યારે અમને તેની ખબર પડે છે. ક્રોધ કયારેય ઊંઘમાં નથી આવતું, બેશુદ્ધ અવસ્થામાં નથી આવતે અમારી જાગૃતિમાં જ આવે છે. એટલું જ નહીં, અમે બોલાવીએ તે જ આવે છે, વગર આમંત્રણે નથી આવતે. ક્રોધ જ્યારે આવે છે ત્યારે પણ ખબર હોય છે અને આવ્યા પછી પણ ખ્યાલ હોય છે કે આ ક્રોધરૂપી ચાર ઘરમાં ઘુસી ગયા છે. આંખ લાલ થવા માંડે છે, હોઠ કંપવા લાગે છે, પગ ધ્રુજે છે, શરીર. ગરમ થઈ જાય છે અને લેહી પણ ગરમ થવા લાગે છે. શરીર પોતાનું સમતલપણું કયારેક-ક્યારેક ગુમાવી બેસે છે. અવાજ મોટો થઈ જાય છે અને ગરમી પણ આવી જાય છે. સામાન્યથી આપણે જે પ્રકારના અવાજમાં બેલતા હતા તેની અપેક્ષાએ વધારે ઉંચા અવાજે બોલવા લાગીએ છીએ. શબ્દોનું સમતોલન પણ લથડીયા ખાય છે, શબ્દો પર અંકુશ નથી રહેતું. કંઈક બેલિવું હોય છે અને કંઈક બેલાઈ જાય છે. આવેગ અને આવેશ અને શબ્દોમાં ગતિ વધારે છે. પ્રાયઃ અપશબ્દોની વિપુલતા રહે છે. ધનુષ્યની ત્રિજ્યા પરથી છૂટેલા તીરની જેમ મુખમાંથી જીભની ત્રીજ્યા પરથી શબ્દને વરસાદ તીવ્રતાની સાથે શરૂ થઈ જાય છે. શબ્દ જ શસ્ત્રનું કામ કરે છે. ક્રોધની અવસ્થામાં બધું કામ શબ્દ જ કરે છે. ગાળેની માત્રા વધી જાય છે. તીર-બંદૂક અથવા ભાલા ફેંકવામાં તે પહેલા નિશાન તાકવું પડે છે પરંતુ શબ્દને ફેંકવામાં નિશાન નથી તાકવું પડતું. તીર–બંદૂકનું
Page #19
--------------------------------------------------------------------------
________________
નિશાન જે બરાબર ન લાગે તે પ્રહાર ખાલી જશે. પરંતુ શબ્દના પ્રહારો ખાલી નહીં જાય. કોઈપણ જાતના નિશાન વગર જ તે બીજાના કાળજાના બે ટુકડા કરીને આરપાર નીકળી જાય છે. શાસ્ત્રને જખમ (ઘા), ગોલીને જન્મ તે કયારેક કયારેક શઆ ક્રિયા દ્વારા સારે પણ થઈ જાય છે, પરંતુ શબ્દરૂપી ઘા કેટ-કેટલાં વર્ષો સુધી દુઃખી કરે છે, સતાવે છે પીડા પહોંચાડે છે. આવા મર્મસ્પશી શબ્દોને ઘા લાંબા કાળ સુધી પણ રૂઝાતું નથી. કયારેક-કયારેક વર્ષો સુધી તો કયારેકકયારેક જન્મોજન્મ સુધી સતાવે છે. માનસિક સ્વસ્થતા નાશ પામે છે. માનસિક ખેંચાણ ઘણા પ્રમાણમાં વધે છે. આવા તીવ્ર ક્રોધમાં બ્લડપ્રેશર ઘણું વધી જાય છે. મગજની નસોમાં ખેંચાણું થતું હોય એવું દેખાય છે. કેઈવાર લેહીનું દબાણ વધી જાય છે, પરિભ્રમણ વધી જાય છે. કેઈવાર પોતાની શારીરિક શક્તિથી અધિક જ્યારે ક્રોધ વધી જાય છે ત્યારે આવી અવસ્થામાં માથાની નસ પણ તૂટી જાય છે. બ્રેઈન હેમરેજ થઈ જાય છે, કયારેક અસ્વસ્થ અને અશક્ત મનુષ્ય ઘા -પ્રહાર કરવા તરફ નમી જાય છે. જે હાથમાં આવે તેને ઊઠાવીને ફેકે છે. તે સમયે વસ્તુ-સાધન કંઈપણ હોય, ચંપલ, ઈટ, પથ્થર અથવા લાકડી જે હાથમાં આવે તેનાથી તે ઘા કરે છે. વળી કઈ તો ખુરશી અને ટેબલ ઊઠાવીને ફેંકે છે. આવી સ્થિતિમાં મનુષ્ય પોતાની જાતને સંભાળી શકતો નથી. આવેશ ખૂબ ખરાબ હોય છે. પોતાની શારીરિક શક્તિ ન હોવા છતાં પણ ખબર નથી પડતી કે કોધના સમયે આટલી બધી શક્તિ કયાંથી આવી જાય છે? ક્રોધમાં પણ શારીરિક શક્તિ દશગણી વધારે વપરાય છે અને વીસગણું વધારે માનસિક સ્થિતિ નાશ પામે છે. ક્રોધ કરનારની દશા ખરાબ થઈ જાય છે, કલાક બે-ચાર કલાક પછી ક્રોધ જ્યારે શાંત થાય છે ત્યારે ક્રોધ કરનાર બિચારો બે-ચાર માઈલ ઝડપથી દોડીને થાકી ગયેલા મનુષ્યની જેમ થાકી ને લેથ થઈ જાય છે. થાકને અનુભવ કરતો, મડદાની જેમ પડયા રહેવાનું પસંદ કરે છે. છેવટે ક્રોધમાં પણ ઘણી બધી શક્તિ ખર્ચાઈ જાય છે. જેવી રીતે એક ડોલમાં રહેલા પરિમિત પાણીમાંથી એક-એક વાસથી કેઈ કપડા ધોઈને પાણી બચાવે છે, અને આજે એક નળની નીચે...ઘણા પાણીના પ્રવાહમાં કપડાં ધુવે છે. તે
Page #20
--------------------------------------------------------------------------
________________
૩૩
પાણી બચાવતું નથી અને નાહકનું ઢળે છે. આખરે પ્રજન તે એક જ છે. કપડાં ધોવાનું. પરંતુ એક કપડું એક ડેલ પાણીથી પણ ધોઈ શકાય છે અને તે કપડું નળની નીચે પણ જોઈ શકાય છે....પણ એમાં પાણીને ઘણે અપવ્યય થાય છે. તેવી જ રીતે કેઈપણ વાત મર્યાદિત શબ્દોમાં શાંતિથી પણ કહી શકે છે અને કોધના આવેશમાં ખુલ્લા નળની જેમ શબ્દોના પ્રહારે વરસાદની જેમ વરસાવીને પણ કહી શકાય છે. તેમાં દશગણી શક્તિને નાશ થાય છે. જરૂરિયાતથી વધુ બલવું પડે છે. ક્રોધી પ્રાયઃ વિવેક ભૂલી જાય છે, માન ખાઈ બેસે છે જેમ-તેમ બેલે છે. કબરમાં દાટી દીધેલી વાતે પણ ઉખાડે છે. અગ્નિદાહમાં બળી ગયેલા મડદાની રાખમાંથી પણ શબ્દ શોધે છે. વિનય-વિવેકને ભૂલેલે ક્રોધી વિચાર શક્તિને પણ તોડી નાંખે છે. વગર વિચારે ઘણું બેલે છે. વધારે બોલવામાં ક્રમને ખ્યાલ નથી રહેતા અને પુન: રુકિત દોષ ક્રોધીના શબ્દોમાં વારંવાર જોવા મળે છે. એક જ વાત દસ-વીસ વાર બેલે તે પણ તેને સંતોષ થતો નથી. મા-બાપ સધીની ગાળે અને એવી ગંદી અશ્લીલ ગાળો બોલે છે કે બીજા સાંભળવાવાળા પણ તેની કિંમત કરી જાય છે.
કોધી કર્મથી ચંડાળ બને છે
વર્ણાશ્રમ વ્યવસ્થામાં તે કઈ બ્રાહ્મણ, કોઈ ક્ષત્રિય, કેઈ વૈશ્ય તો કોઈ શુદ્ર કહેવાય છે. અહીં તે શૂદ્ર એ જન્મજાત શદ્ર છે. આવા ચંડાળના ઘરે તેને જન્મ મળે છે. તેથી શું કરી શકે? માટે જન્મજાત શુદ્ર અથવા ચંડાળ તે સારા પરંતુ ” કોપી પણ સમાજમાં અસ્પૃશ્ય-શદ્ર ગણાય છે કેઈ તેની સાથે સંબંધ રાખવાનું પસંદ નથી કરતું એક તે પિતાની હલકી વર્ણ (જાતિ) અને હલકા કાર્યના કારણે ચંડાળ ગણાય છે, જ્યારે બીજો પિતાના હલ્કા શબ્દ પ્રયોગથી ચંડાળ ગણાય છે. ગંદી ગાળો ગંદા શબ્દોના કારણે ક્રોધી મનુષ્ય ચંડાળની ઉપમાને પામે છે. ચંડાળ શબ્દથી સંબોધન પણ કરાય છે. ચંડ શબ્દને તીવ્ર ક્રોધના રૂપમાં પ્રયોગ કરાય છે અને કયારેક-કયારેક g? ઉપસર્ગને વધારે જોડીને “ઘર” શબ્દ બનાવાય છે જેવી રીતે પ્રચંડ આગ લાગી છે.” પ્રચંડ શબ્દને અર્થ ભયંકર પણ થાય છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
૩૯૪
ચંડકૌશિક
વિહાર કરતા સાધુ મહારાજના પગની નીચે દેડકે દબાઈ ગયે અને મરી ગયે. શિષ્ય ગુરૂનું ધ્યાન પણ ખેંચ્યું પરંતુ ગુરૂને અપમાન જેવું લાગ્યું. ક્રોધ ભયંકર આવી ગયે. ક્રોધવૃત્તિમાં શિષ્યને મારવા દેડયા પરંતુ વચમાં જ થાંભલા સાથે ટકરાયા અને માથું ફૂટી ગયું. લોહી વહેવાથી મૃત્યુ થઈ ગયું. કોધમાં મરીને આશ્રમના તાપસ બન્યા. તેનું નેત્ર કૌશિક હતું. લોકે ગોત્રના નામથી તેને બોલાવતા હતા. પૂર્વ જન્મના કોધન સંસ્કાર આ જન્મમાં ડબલ થઈ ગયા, ભયંકર કોધ કરતે હતે. આથી લોકેએ ચંડ શબ્દ તેના ગોત્રના નામની આગળ જોડીને ચંડકૌશિક-ચંડ કૌશિક કહીને બોલાવવા લાગ્યા. - એક બગીચામાં આંબાની રક્ષા માટે કરાઓની ટોળીઓને મારવા માટે તે ચંડકૌશિક પાછળ દોડ. એટલામાં ખાડામાં પડી ગયે. હાથમાં રહેલા દાતરડાં પર માથું ટકરાયું પ્રચંડ ક્રોધમાં મરીને તિર્યંચ ગતિમાં સાપ થયે કેટલે ભયંકર ક્રોધ? તે સાપે પ્રભુ મહાવીરને ચરણમાં આવીને ડંખ દીધે. કરૂણ સાગર કૃપાળુ દેવે શાંત મુદ્રામાં સાપને સંબોધન કરીને તેના પૂર્વ જન્મનું નામ લઈને કહ્યું “બુઝ બુઝચંડ કૌશિક !” હે ચંડકૌશિક ! શાંત થા! શાંત થા! આ સાંભળતાં જ સાપને આત્મા જાગૃત થઈ ગયે જાતિ મરણ જ્ઞાન પ્રગટ થઈ ગયું તેણે પિતાની જાતને સંભાળી લીધી તે સજાગ થયે ઓહ! ભયંકર પ્રચંડ ક્રોધ કરવાવાળે ચંડકૌશિક હું જ છું અરે રે...! એક ક્રોધથી મેં ત્રણ ત્રણ જન્મ બગાડ્યા? તેણે સૂતેલા આત્માને જગા અને સ્વસ્થ શાંત ચિત્તથી ત્રણ જન્મના ક્રોધની ક્ષમા માંગી, ક્રોધના પાપને પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત કર્યો. ગતિ સુધરી ગઈ, જન્મ સફળ થઈ ગયે અરે! સ્વર્ગમાં ગયો.
પ્રસ્તુત દષ્ટાંતથી એ સ્પષ્ટ સમજાય છે કે જે ક્રોધાદિકવાનું ઉદવીકરણ, શમન કરવામાં ન આવે તે તેને વ્યાપ વધતું જ જાય છે. ચંડકૌશિકના જીવે સૌ પ્રથમ શિષ્ય ઉપર ક્રોધ કર્યો ત્યારે તેના જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ હતા તે ઉત્તરોત્તર વધતા જાય છે. સૌ પ્રથમ માત્ર શિષ્ય ઉપર કરેલ કોધ, બીજા ભવમાં છોકરાઓની ટોળી ઉપર થયો ત્યાંથી વધતાં વધતાં જંગલના તમામ જીવે ઉપર ક્રોધ
Page #22
--------------------------------------------------------------------------
________________
૩૯૫
થયે. તે તેની માત્રા વધતાં ત્રિલોકનાથ પ્રભુ અરિહંત પરમાત્મા પ્રત્યે થશે. બીજ રૂપે રહેલે ક્રોધ વધીને વડલે થઈ ગયે. ક્ષેત્રમાં પણ સૌ પ્રથમ ઉપાશ્રયનું ક્ષેત્ર હતું ત્યાંથી વધીને સમસ્ત જંગલના ક્ષેત્રમાં ક્રોધ થવા લાગે છે. અનાચિત ક્રોધ કાળ અને ભાવની સીમાને પણ વધારો જાય છે. માટે જ નૌકાના એક નાના કાણાની જેમ કોઇના સૂફમ પર્યાથી પણ સાધકે સાવધાન રહેવું જરૂરી છે. ચણરૂદ્રાચાર્ય–આચાર્ય મહારાજનો ક્રોધ
ચણ્ડરૂદ્રાચાર્ય એ આચાર્ય મહારાજનું નામ છે. આ નામના પ્રસિદ્ધ આચાર્ય થઈ ગયા. પરંતુ ભયંકર પ્રચંડ કોધના સ્વભાવના કારણે બધા શિષ્ય પણ ભાગી ગયા. તે એકલા રહેવા લાગ્યા. વિચરવા લાગ્યા. એકવાર ગામની બહાર વૃક્ષની નીચે બેઠા હતાં. ત્યારે જાન પસાર થઈ રહી છે. એક વરરાજા મિત્રો સાથે ત્યાં આવ્યા આચાર્યશ્રીની પાસે આવીને મજાક કરતાં બેલ્યાં મહારાજ ! આને દીક્ષા લેવી છે. દીક્ષા આપે. આચાર્યશ્રીએ નજીકમાં ઘૂંકવાના માટે પડે રાખને વાટકે લીધે. વરરાજાના વાળ પકડીને ખેંચી લીધા છેકરાઓ બૂમ પાડતા રહ્યા અને મહારાજે તે વાળ ખેંચીને લોચ કરી નાંખ્યો. માથું મૂડી નાંખ્યું હવે શું કરે? બીજા બધા છોકરાઓ તે ભાગી ગયા તેને મહરાજના કપડા પહેરાવ્યા, સાધુ બનાવ્યા ગુસ્સામાં જ આ કામ કર્યું હતું.
શિષ્ય ઘણે સમજદાર હતા. તે પરિસ્થિતિને સારી રીતે સમજી ગ. સરલ શાંત સ્વભાવી શિષ્યને આચાર્યશ્રીની દયા આવી. કયાંક એવું ન બની જાય કે જાનૈયાઓ બધા દોડી આવે અને મહારાજને માર પીટ કરી દે. આથી નવ દીક્ષિત શિષ્ય કહ્યું. ગુરૂજી! હવે તો જદી વિહાર કરીને અહીંથી ભાગવું પડશે. ગુરૂએ કહ્યું–અરે ભાઈ! હું તે વૃદ્ધ છું, ઓછું દેખાય છે, સાંજ પડી ગઈ છે અને રાત પડી જશે પછી તે મને બિલકુલ જ નહીં દેખાય કેવી રીતે વિહાર કરૂં? શિષ્ય કહ્યું– ગુરૂજી! હવે જે અપવાદનું પણ સેવન કરીને વિહાર નહીં કરીએ તે શાસનની નિંદા થશે, હીલના થશે. અને જાનૈયાઓ બધા અહીં આવી જશે તે અનર્થ થઈ જશે. ગુરૂજીએ કહ્યું-સારું, ભાઈ! હવે તું જ બતાવ કે શું કરીએ? નવદીક્ષિત શિષ્ય કહ્યું–
Page #23
--------------------------------------------------------------------------
________________
૩૯૬
ગુરૂજી ! આપ મારા ખભા પર બેસી જાઓ અને હું જલ્દી-જલદી ચાલીશ, આ રીતે અહીંથી દૂર નીકળી જઈશું તે સારું પડશે. તેમ જ થયું. ગુરૂ-શિષ્ય ચાલ્યા જતા હતા, રાત પડી ગઈ હતી. બરાબર ન દેખાવાના કારણે પગ આમ–તેમ વાંકાચૂંકા પડતા હતા. કયારેક નાના-મેટા ખાડામાં પણ પડી જતું હતું. તેના ફળસ્વરૂપ ખભા પર બેઠેલા ગુરૂ મહારાજ પણ થોડા આમ-તેમ ખસી જતા હતા તેમને આંચકે આવતું હતું. સ્વભાવથી જ અત્યન્ત કોપી એવાં ગુરૂજી આવા સમયે શિષ્યના માથા પર ડંડા મારતા હતા. તે પણ શિષ્ય વિચાર્યું – કંઈ નહીં, બરાબર છે. આખરે છે તે ગુરૂ જ એક બાજુ તે તાજે લેચ કરેલે હતા અને તેના પર ગુરૂજીએ ડંડાને માર માર્યો.બે... ચાર ઇંડા ખાવાથી લેહી નીકળવા લાગ્યું. ગુરૂજી ખભા પર બેઠા હતા, લેહીની ધારા વહેવા લાગી તો પણ ગુરૂજી ડંડા મારતા રહ્યા. એયસીધો ચાલ, દેખતો નથી? આટલા કોની સામે પણ શિષ્ય ઘણી સમતાની સાથે આત્માને સમજાવતે ગયો અને મને મંથન કરતો ચિંતનની ધારામાં ચડ. કર્મોની નિર્જરા અદ્ભૂત થવા લાગી.
ડીવારમાં જ હેર ફાટવાના ઉષાકાળની પહેલાં શુભ અધ્યવસાયની ધારામાં શિષ્યને કેવલજ્ઞાન પ્રગટ થયું. હવે તે કઈ સવાલ જ નથી. જ્ઞાનચક્ષુ પ્રગટ થઈ ગયા હતા. તેથી અંધારામાં આંખો બંધ કરીને ચાલે તે પણ બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું. સારી રીતે ચાલવા લાગ્યો. ગુરૂજીએ કહ્યું- કેમ? ડંડા પડયા એટલે સીધે ચાલવા લાગ્યો. હવે કે સીધું ચાલે છે? શિષ્ય ગુરૂજી! હવે તે બધું દેખાય છે. ગુરૂજી કહે અરે? અત્યારે તે રાત છે ને કેવી રીતે બધું દેખાય છે? શિષ્ય કહ્યું–ગુરૂજી! આપની કૃપાથી હવે તે આંખ બંધ કરું છું તે પણ દેખાય છે, અને ખુલ્લી રાખું તે પણ દેખાય છે. રાત્રિમાં, અંધારામાં પ્રકાશમાં બધું સ્પષ્ટ દેખાય છે. આ શબ્દો સાંભળીને ગુરૂજીને આશ્ચર્ય થયું. અરે!... ગજબ થઈ ગયો. અરે! ઊભું રહે...ઊભું રહે. આંખ બંધ રાખે તો પણ અંધારામાં દેખાય છે તે શું તને જ્ઞાન થયું છે? શું તું જ્ઞાનથી જોવે છે કે આંખેથી ? શિષ્ય કહ્યું–ગુરૂજી! જ્ઞાનથી જોઉં છું. અરે! તે કેવું જ્ઞાન થયું છે? પ્રતિપાતી કે અપ્ર. તિપાતી ? શિષ્ય કહ્યું-ગુરૂજી! આપની કૃપાથી અપ્રતિપાતી અરેરે! ઊભો રહે ઊભું રહે. મને નીચે ઉતરવા દે, અને આચાર્યશ્રી નીચે
Page #24
--------------------------------------------------------------------------
________________
૩૯૭
ઊતરીને શિષ્યના ચરણામાં નમીને ખમાવવા લાગ્યા, પોતાના અપરાધની ક્ષમાયાચના કરવા લાગ્યા. અને તેમની પાસે બેસીને આખામાંથી અશ્રુધારા વહાવતા પશ્ચાતાપની ધારામાં ક્ષપકશ્રેણિ શરૂ કરી. આત્માને દયાનનો ધારામાં ચડાચે. કર્મીની નિર્જરા થવા લાગી. સવારના સમય થતાં થતાં તે પેાતાના ક્રોધના પશ્ચાતાપ કરતાં કરતાં આચાય શ્રી ચRsરૂદ્રાચાય અને પણ કેવલજ્ઞાન પ્રગટ થયું.
ધન્ય ધન્ય...જૈનશાસન! કેવા કેવા ક્રોધી પણ કેવલજ્ઞાન પામ્યા ? અને લગ્ન માટે જાનમાં આવેલા વરરાજાએ પણ કેવી રીતે દીક્ષા લીધી ? મજાકમાં દીક્ષા લીધી અને એક રાત્રીમાં કેવલજ્ઞાન ! કેટિ...કાટિવાર વંદના....આખરે સમતાના સાધી જ સાધનાના ફળને મેળવે છે. ક્રોધ કષાય તે! બધી સાધના ઉપર પાણી ફેરવી દે છે.
ક્રોધે કોડ પૂરવતણુ સંયમ ફળ જાય—
ક્રોધ કષાયથી કેટલુ નુકશાન થાય છે? તે જોઈએ, જેવી રીતે ૧ દિવસના તાવમાં પણ છ મહિનાની શક્તિ ખલાસ થઈ જાય છે. તાવ એ તાપ છે અને ક્રોધ પણ તાપ છે, અગ્નિ છે, જેવી રીતે અગ્નિ બધું ખાળીને ભસ્મસાત કરી દે છે, જે આવે તે બધું જ સ્વાહા કરી જાય છે તેવી રીતે ક્રોધને પણ અગ્નિની ઉપમા આપી છે.
આગ ઉઠે જે ઘર થકી તે પહેલુ ઘર માળે, જળના જોગ બે દિવમળે, તા પાસેનુ પર જાળે.”
ધારો કે કોઈ ઘરમાં આગ લાગી છે અને જો પાણી ન મળે તા માજુનું બીજું ઘર પણ મળી જાય. એવી રીતે ક્રોધી-ક્રોધની આગમાં મળી રહ્યો છે અને આવા સમયમાં જો તેને શાંત કરવાવાળુ-ઠંડુ કરવાવાળું કોઇ ન મળે તેા સંભવ છે કે આજુમાજુના અને ને નુકશાન પહેોંચાડશે. ચડકૌશિક સાપને જો પ્રભુ મહાવીર ન મળ્યા હાત તે! તે સાપ ન જાણે ખીજા કેટલાઓને નુકશાન પડૅાંચાડત અને કેટલાએને મારી નાખત ! પરંતુ મહાવીર પ્રભુ મળી ગયા. તેમણે. ચડકૌશિકને બુજ્સ-પ્રુજઝના બે શબ્દોની વાણીરૂપી પાણીથી શાંત ઠંડા કરી દીધા. ચંડકૌશિકના ક્રોધની આગ હું મેશને માટે બુઝાઈ ગઈ. તેના આત્માના નિસ્તાર થઈ ગયા.
Page #25
--------------------------------------------------------------------------
________________
૩૯૮
ચારિત્ર (દીક્ષા) લઈને વર્ષો સુધી તેનું પાલન કરીને, વર્ષોના ચારિત્ર પર્યાયને ભેગો કરીએ, એ રીતે કરતા રહીએ તે એક કોડપૂર્વ વર્ષને ચારિત્ર પર્યાય કેટલા જન્મમાં ભેગે થાય? વિચાર! થડે હિસાબ કરે ! જેમ કે દા. ત. આજે અમારૂં ૮૦-૧૦૦ વર્ષનું આયુષ્ય હોય અને તેમાં વીસ વર્ષની આસપાસમાં દીક્ષા લઈએ તે લગભગ ૬૦ અથવા ૮૦ વર્ષનો ચારિત્ર પર્યાય ભેગે થાય. આ રીતે પછી બીજા જન્મમાં, પછી ત્રીજા જન્મમાં, એ રીતે કેટલા જન્મમાં દીક્ષા લઈએ તે એક કોડ પૂર્વનું ચારિત્ર ભેગું થાય? જેમ કે તમે એક વર્ષમાં એક લાખ રૂપિયા કમાયા, બીજા વર્ષે બીજા એક લાખ રૂપિયા કમાયા, એ રીતે તમે સો વર્ષ સુધી કમાતા જ રહે તે એક કરોડ રૂપિયા કમાઈ શકશે. પરંતુ વિચારો આ એક કરોડ રૂપિયા કમાતા સે વર્ષ થયાં. જિંદગી સુધીની મહેનત, લેહીને પરસેવો અને કેટલી મહેનત? આટલું બધું કર્યા પછી જે તમારા ઘરમાં ચોરી થઈ ગઈ, ડાકુઓએ લૂંટ ચલાવી તે એક મિનિટમાં, એક કલાકમાં એક કરોડ રૂપિયા જઈ પણ શકે છે. તમારી પાસેથી જતા રહે છે બરાબર એવી રીતે જ જોઈએ કે એક કોડ પૂર્વને ચારિત્ર પર્યાય અનેક જન્મ માં ભેગો કર્યો હોય અને તેટલે કિંમતિ ચારિત્ર પર્યાય એક ક્ષણના ક્રોધથી નાશ પામે છે. ક્રોધરૂપી ચેર જે આત્માના ઘરમાં ઘૂસીને આત્મગુણેની ચેિરી કરે તે એક ક્ષણમાં દાંડીયા ડૂલ કરી દે, બધું પાણી ફેરવી દે. જેવી રીતે એક દિવસના તાવથી ૬ મહિનાની શારીરિક શક્તિ ખલાસ થઈ જાય છે તેવી રીતે આ પરિસ્થિતિ બને છે. કષાય કેટલા પ્રબલ છે? આ ક્રોધ કષાય કેટલે સશક્ત શક્તિમાન છે? હવે જે તે કષાયને નહીં જીતીએ, જીવનમાંથી નહીં કાઢીએ તે એ કેટલું નુકશાન કરશે ? એની કઈ કલ્પના જ નથી. કેટલો ભવ સંસાર બગાડી દેશે? અનેક શાસ્ત્રકાર મહાપુરૂ ક્રોધના નુકશાનના વિષયમાં પિતાની કલમ કેવી રીતે ચલાવે છે તેના થોડા નમૂના જોઈએ. ક્રોધના કારણે કેટલું નુકશાન થાય છે ? ક્રોધ શું કરે છે?
क्रोधः परितापकरः सर्वस्योगकारकः क्रोधः ।
वैरानुषङ्ग जनकः क्रोधः क्रोधः, सुगतिहन्ता ॥ પરિતાપ-સંતાપ-પીડા, દુખ, આગની જેમ બળવું.
Page #26
--------------------------------------------------------------------------
________________
૩૯૯
ક્રોધ સતાપ કરાવે છે. ચારે બાજુથી ખાળે છે, આથી પરિતાપ કરાવે છે. દાહવર જેવી ક્રોધની સ્થિતિ છે, બધા જીવાને ઉદ્વેગ કરાવનાર ક્રોધ છે. ઘરમાં ક્રોધ કાઈ એક વ્યક્તિ કરે પરંતુ ઉદ્વેગ તે! બધાને જ થાય છે. ક્રોધ બધાને ભય ઉત્પન્ન કરાવે છે, વેરની પર પરા ઊભી કરે છે અને સદૂગતિના નાશ કરે છે. સદ્ગતિ અર્થાત્ માક્ષને પણ ઘાતક ક્રોધ જ છે. શાસ્ત્રોમાં જેએના નામ આવ્યા છે એવા સુભૂમ ચક્રવતી અને પરશુરામ જેઓએ પેાતાના ક્રોધના કારણે ધરતી પર હાહાકાર મચાવી દીધેા હતેા.
" धरणी परशूरामे, क्रोचे निःक्षत्री कीधी " । धरणी सुभूमराये જોષનિક્ષી જીવી ” પરશુરામે પેાતાના પ્રચંડ ક્રોધથી આખી ધરતી ક્ષત્રિય વગરની કરી દીધી અર્થાત્ બધા ક્ષત્રીયેાને ખતમ કરી દીધા. સપૂર્ણ` ક્ષત્રિય જાતના આત્યંતિક વિનાશ કરીને ધરતીને પાણીની જગ્યાએ જાણે લેાહીથી ભરી દીધી. અને તેવી રીતે સુભૂમ જેવા ચક્ર વી એ આખી ધરતીને નિબ્રહ્મી બ્રાહ્મણ રહિત બનાવી દીધી. સમસ્ત બ્રાહ્મણાની કતલ કરીને તેને મેાતના ઘાટે ઉતારીને લેાહીની નદીઓ વહેવડાવી. આવા અધમ મનુષ્યાએ પેાતાના વ્યક્તિગત ક્રાયના કારણે -અથવા કોઈ એક વ્યક્તિના ક્રોધના નિમિત્તે આખી જાતિને નાશ કરી દીધેા અંતે આટલા ઉગ્ર ક્રોધ કર્યાં પછી શું તેની સદ્ગતિ સભવે ? ના કયારેય પણ નહીં. ચક્રવતી થવા માત્રથી શું થઈ ગયું ? અંતે મરીને સાતમી નકમાં ગયા. હવે ત્યાં ૩૩ સાગરોપમ જેટલા અસખ્ય વર્ષીના દીધ`કાલ સુધી દુઃખ સહન કરવા સિવાય બીજો કેઈ વિકલ્પ જ નથી. માટે ક્રોધના કરૂણ અંજામાને જોઈને આત્માએ તેમાંથી પાછા ક્રૂરવુ જોઈએ. કષાયાનું મૂળ વિષયાસક્તિ અને વિચારાના આગ્રહ છે એટલે આત્મા જો વિષચક્રમાં અનાસક્તિ અને વિચારીને સાક્ષી ભાવ કેળવે તા અવશ્ય કષાચા ઉપર વિજય મેળવી શકે છે.
क्रोधो नाशयते बुद्धिमात्मानं च कुलं धनम् । धर्मनाशेो भवेत् कोपात्, तस्मात् तं परिवर्जयेत् ॥
ક્રાધ બુદ્ધિના નાશ કરે છે. ખુદ પેાતાના અને કુલ તથા ધનના પણ નાશ કરે છે. ધમ ના નાશ પણ ક્રોધથી જ થાય છે. આથી ક્રાપના
Page #27
--------------------------------------------------------------------------
________________
૪૦૦
ત્યાગ જ કરવું જોઈએ. આ કલેકમાં કેટલું નુકશાન બતાવ્યું છે? “ ઉડું પા” કેધ પ્રીતિ પ્રેમને નાશ કરે છે. ક્રોધ કોઈના પણ ઘરમાં જઈને ઊભું રહે છે. પછી તે સાધુ-સંત, ગુરૂ-શિષ્યની વચ્ચે હોય અથવા બાપ-બેટા, મા–બેટી, સાસુ-વહુ અથવા પતિ-પત્નિ કેઈની પણ વચમાં આવીને ઊભું રહે છે તે સમજી લેવું કે ત્યાં પ્રીતિપ્રેમના સંબંધને પહેલા તેડે છે કેધ હંમેશ માટે કાતરનું કામ કરે છે. એકનું બે કરવા ઘર તેડવું સંબંધ તેઓ વગેરે તેના કાર્યો છે. ક્રાધે કેઈપણ સમયે સાયની જેમ સંઘીનું કામ નથી કર્યું. આ તેને સૌથી મોટો દેષ છે. એક દિવસ એ હતું જ્યારે બે સગા ભાઈઓ એક જ થાળીમાં સાથે બેસીને ભોજન કરતા હતા તો પછી શા માટે એક દિવસ જુદા થઈને જ રહે છે? એવા પણ દિવસે આવે છે જ્યારે બન્ને એકબીજાનું મુખ પણ જોવાનું પસંદ નથી કરતા કયારેય તે જંદગીભર એકબીજાની સાથે નથી બેસતા. આવું શા માટે થાય છે ? સામાન્ય ધના કારણે બનેની વચ્ચે કાંઈ બોલાચાલીથી એવી બાજી બગડી કે એકબીજાના શબ્દ કઈ વખત વર્ષો સુધી મગજમાં ઘૂમે છે. ક્રાધ ભયંકર અનેિ પેદા કરે છે. કહે છે.
उत्पद्यमान ः प्रथमं यहत्येव स्वमाश्रयम् ।
क्रोध : कृशानुवत् पश्चादन्यं यहति वा न वा. ॥ કયારે કઈ પણ નાનું મોટું નિમિત્ત મળતાં જ ક્રોધ ઉત્પન થઈને સૌ પ્રથમ તે પિતાના જ આશ્રય સ્થાનને કે જેમાં તે રહે છે તેને બાળે છે ક્રોધ આશ્રય સ્થાનરૂપ શરીરમાં રહે છે અને શરીરને જ સૌ પ્રથમ બાળે છે. શરીર બળવા લાગે છે અથવા પોતાનું ઘર મળવા લાગે છે. પછીથી અગ્નિની જેમ બીજાને બાળે અથવા ન પણ બાળે, પરંતુ તે પિતાના આત્માને તે જરૂર બાળે છે. જે સામેની વ્યક્તિ ક્ષમાશીલ, સમતાને સાધક હોય તો તેને નહીં પણ બાળે પરંતુ પોતે પિતાને તે અવશ્ય બાળશે જ, પરંતુ ભીના વૃક્ષને તો દાવાનળ પણ બાળી શકતો નથી. ક્રોધની પ્રચંડ તાકાતને પરિચય તે ત્યારે થાય છે કે જ્યારે ૮ વર્ષ જૂના પૂર્વ કોડ વર્ષના દીર્ધ ચારિત્ર પર્યાય યુક્ત સાધકની સાધના પણ રૂમાં લપેટેલી આગની જેમ ક્ષણવારમાં ભસ્મીભૂત
Page #28
--------------------------------------------------------------------------
________________
૪૦૧
થઈ જાય છે. આ ક્રોધ અગ્નિ કરતાં પણ વધારે પ્રજવલનશીલ છે. અગ્નિ કરતાં પણ તેની સંહાર શક્તિ વધુ તીવ્ર છે.
અતિશય પુણ્યના સંચયથી એકઠું કરેલું સમતારૂપી પાણી ક્રોધરૂપી વિષના એક ખૂંદના સ્પર્શ માત્રથી પીવા ચગ્ય નથી. રહેતું. જેવી રીતે રસોડામાં ધૂમાડો ચારે બાજુ ફેલાઈને ઘરના રંગને કાળે કરી. નાંખે છે તેવી રીતે ક્રોધરૂપી અગ્નિને ધૂમાડે પણ સજનના સેંકડો ગુણો પર કાળો કૂચડે ફેરવી દે છે. અર્થાત્ અનેક ગુણો હોવા છતાં ક્રોધ કરવાને એક નાનકડો દુર્ગણ પણ સેંકડો ગુણોને ઢાંકીને કૂચડે. ફેરવી દે છે. કેટલીકવાર અનેક ગુણ સંપન્ન સારા-સારા સજજને, સદ્દભાગી પણ ચેડા ક્રોધી સ્વભાવના કારણે યશ પ્રાપ્ત કરી શકતા નથી ને કરીમાંથી છૂટા કરાય છે, ભાગીદારી તૂટી જાય છે અને એટલી હદ સુધી કે ચારિત્ર જેવું કિંમતિ રત્ન પણ હાથમાંથી ચાલ્યું જાય છે. ક્રોધ કેટલીક વખત ઉચ્ચ સાધકને વૈરાગ્યને પણ હાસ કરીને સંસારમાં ચતનાભિમુખ બનાવે છે. કાર્યસિદ્ધિ હાથવેંતમાં હોવા છતાં પણ ક્ષણિક ક્રોધ તેને હડસેલીને સાધકને સિદ્ધિથી વિમુખ બનાવે છે. સિદ્ધિ હાથકાળી આપીને છટકી જાય છે. લક્ષમી તમાચો મારીને નાસી જાય છે. આ રીતે સેંકડો દેષ ક્રોધના છે.
ક્રોધથી તપ પણ નાશ પામે છે :
हरत्येकदिनेनैव, तेज : पाण्मासिकं ज्वर : : ।
क्रोध : पुन : क्षणेनापि, पूर्व कोयार्जितं तपः ॥ એક દિવસને તાવ તે છ મહિનાની બધી શક્તિને નાશ કરી નાખે છે. પરંતુ કોઇ તે તેના કરતાં પણ વધારે ઉગ્ર નુકશાન કરી શકે છે. ક્રોધથી પૂર્વ કોડ વર્ષનું કરાયેલું તપ પણ નિષ્ફળ થઈ જાય છે. તપશ્ચર્યા કરવી કઈ સહેલી વાત નથી. અસહ્ય સુધાને સહન કરવી કઈ રમત નથી ! આવી દુક્કર અસહ્ય વાત પણ તપસ્વી જીવનમાં આચરી શકે છે. પરંતુ અફસોસની વાત તો એ છે કે આટલી સુધાને સહન કરવાવાળો તપસ્વી પણ કોઈના બે શબ્દ સહન કરી શકતો નથી, અને કેઈના પ્રતિકૂળ શબ્દો સાંભળતાં જ બાજી બગડી જાય છે, અને સમરત તપશ્ચય પર પાણી ફરી વળે છે. એટલું જ નહીં, પરંતુ તપસ્વી
Page #29
--------------------------------------------------------------------------
________________
૪૦૨
જયારે ક્રોધ કરે છે ત્યારે મહાઅનર્થોનું સર્જન કરે છે. દ્વૈપાયન વષિનું દ્રષ્ટાન્ત આ વાતની સાક્ષી પૂરે છે. દ્વૈપાયન ત્રાષિ પર્વતની ગુફામાં તપશ્ચર્યા કરતાં દયાનમાં મગ્ન હતા. આવી સાધનામાં શાંબન પ્રદ્યુને દારૂના નશામાં તેમની મજાક મશ્કરી કરી, તેમને સતાવ્યા. આથી ઋષિ ક્રોધે ભરાયા. ગુસ્સે ભરાયા અને ક્રોધનું પરિણામ એ આવ્યું કે દ્વૈપાયન ઋષિ સ્વયં ક્રોધાગ્નિમાં પોતાની જાતને બાળતાં છતાં સમગ્ર દ્વારિકા નગરીને બાળી નાંખી. પ્રજા સહિત સંપૂર્ણ દ્વારિકા નગરી બળી અને ભસ્મ થઈ ગઈ. એટલું જ નહીં, પણ સમસ્ત યાદવકુળને આત્યંતિક નાશ કર્યો. જગતમાં ક્રોધની કેઈસીમા જ નથી. જગતમાં ઘણા પ્રકારના ક્રોધાબ્ધ છે. કે જન્માધ, ધનાલ્વ, મદાન્ત, કામાન્ય વગેરે, તેમાં ક્રોધાધુની જગતમાં પણ એક પ્રકારના અંધ તરીકેની ગણતરી કરવામાં આવી છે. કેમ કે કોધી માણસ પણ આંધળાની જેમ આગળ-પાછળનું કંઈ જોઈ નથી શકતે અને તે વિચાર, વિનય, વિવેક અને દ્રષ્ટિ વગરને બની જાય છે. માણસે તપમાં ક્રોધ ન કરો. જોઈએ અને ક્રોધના આવેશમાં આવીને તપ ન કરવો જોઈએ. કેમકે બન્ને નિષ્ફળ જાય છે આખરે ક્રોધાદિ કષા દ્વારા જે કર્મો બાંધ્યા છે તેના ક્ષય માટે તે તપ કરાય છે અને પછી જે તપ કરીને પણ ક્રોધ જ કરીએ તે બીજા નવા કર્મોને બંધ થાય છે. જેવી રીતે દૂધને ઉકાળવાથી પાણી બળી જાય છે અને દૂધ જાડું થાય છે અને ફરી પાછું પાણી નાંખીએ તે દૂધ પાતળું થઈ જાય છે અને ફરી ઉકાળવું પડે છે એમ ફરી પાછું ફરી દૂધ, એ રીતે વારંવાર ક્રમ ચાલ્યા જ કરે તે શું ફાયદો? આ તે મૂર્ખતાનું પ્રદર્શન કહેવાય એવી રીતે ક્રોધ કરીને નાખુશ થઈને નારાજ બનીને ગુસ્સાના આવેગમાં તપ કરે અને ફરી પાછો તપમાં ક્રોધ કરે એ રીતે ફરી તપ ફરી ક્રોધ અને તે અંત જ કયાં આવે? તપસ્વી પણ ક્રોધ કરીને બધું ઈ નાંખે છે. તપ કરીને વરનું નિયાણુ
“ોધો રહ્ય શરમ” કેઈક વાર જે ક્રોધને શાંત કરવામાં ન આવે તે ક્રોધ વેરની પરંપરાને વધારે છે. આ વેરની પરંપરાનું જે કઈ કારણ હોય તો તે ક્રોધ જ છે. અગ્નિશમા તાપસ માસક્ષમણના પારણે માસક્ષમણ કરતા હતાં પરંતુ ત્રણ વાર સંજોગવશાત પારણું
Page #30
--------------------------------------------------------------------------
________________
૪૩
ન થવાના કારણે ભયંકર ગુસે આવ્યું, અને તે ગુસ્સે વધતે જ રહ્યો, ક્ષમાભાવ જાગ્રત ન થયે અને ગુણસેન માટે એવી શ્રેષની ગાંઠ. બાંધે છે કે જજન્મતેને નાશ કરવાવાળો હું જ થાઉં એવું ઘર નિયાણું કરીને તપને ધોઈ નાખે છે, વેચી નાંખે છે અને જન્મ પણ બગાડે છે, પછીના ભામાં ગુણસેનના આત્માને વારંવાર મારવાનું ઘેર પાપ કરીને ઘણીવાર નરકમાં જાય છે અને સંસાર બગાડે છે.
તેવી રીતે કમઠે પિતાના જ સગા નાના ભાઈ મરૂભૂતિ પર ભયંકર ક્રોધ કરીને પથ્થર ઉપાડીને માથા પર ફેક અને માથું ફેડી નાખ્યું. અને ઘેર નિયાણું કર્યું કે- જન્મ....જન્મઆને મારનાર હું જ બનું! તેમ જ થયું દસ-દસ મે સુધી વેરની પરંપરા ચાલી અને બધા ભવમાં કમઠ મરૂભૂતિના આત્માને મારતે જ રહ્યો અને મારીને મહાપાપ ઉપાર્જન કરી ને વારંવાર નરકમાં ગયે અંતમાં મરૂભૂતિ દસમા ભવમાં પાર્શ્વનાથ બનીને મેક્ષમાં ગયા અને કમઠ આજે પણ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે.
વિશ્વભૂતિ રાજકુમાર જે કે ભગવાન મહાવીરને જ જીવ છે.. તે ૧૬ માં ભવમાં...માસક્ષમણની તપશ્ચર્યા કરીને વિશાખાનંદી પર કોધ કરે છે અને નિયાણું કરે છે કે હવે પછીના જન્મમાં પણ તેને મારનાર હું બનું. છેવટે તેમ જ બન્યું અને ૧૮ માં જન્મમાં ત્રિપુષ્ઠ વાસુદેવ બનીને અંતે સિંહને ફાડી નાંખ્યો, કેટલાક કર્મો બાંધીને–૧૯ મા જન્મમાં તે સાતમી નરકમાં ગયા. ક્રોધ એક મિનિટને, એક ક્ષણને.... અને સજા કેટલા વર્ષોની! કેટલા જન્મની ? વિચારે! આવા ક્રોધથી ફાયદો શું? તપશ્ચર્યામાં ક્રોધનું પરિણામ અને સમતાનું ફળ* કુરગડુ મુનિ શારીરિક અશક્તિના કારણે તપ કરી શક્તાં ન હતા. અને શેડો પણ આહાર મળી જાય તે તેટલામાં તે સંતેષ માનીને ચલાવી લેતા હતા. જો કે તેમને આહારની લેલુપતા ન હતી પરંતુ સુધાવેદનીય કર્મના તીવ્ર ઉદયે તેમને અવશ્ય આહાર લે જ પડત. કુર અને ગડુ શેખ અને કઈ એવા વિશેષ ખાદ્ય પદાર્થના. કારણે કુરગડુ એવું નામ પડયું હતું. સાથે રહેવાવાળા બીજા મુનિએ
Page #31
--------------------------------------------------------------------------
________________
४०४
-માસક્ષમણની તપશ્ચર્યા કરતા હતા. પરંતુ સાથે કષાયની માત્રા પણ ઘણી હતી. આ કુરગડુ મુનિ હંમેશા ગોચરીએ જતા હતા અને આવીને તપસ્વી મુનિઓને બતાવતા હતા. આહાર જતાં જ તપસ્વી મુનિઓને ઘણે ગુસ્સો આવતું હતું અને ધમકાવતા હતા–અરે! રોજ...રોજ શું ખા ...ખા ...કરો છો ? અનાજના કીડા! ખાવામાં જ રહી જશે આટલા શબ્દો સાંભળવા છતાં પણ ખૂબ સમતાપૂર્વક રહેતા કુરગડુ મુનિ કઠેર તપસ્વી મુનિઓને વંદના કરતાં અનુમોદના કરતા હતાં. અને પિતામાં તપનું સાસ્થય ન હોવાના કારણે પશ્ચાતાપ સાથે બેર– બાર જેટલાં આંસુ પાડતાં હતાં.
એકવાર તે તેઓ તપસ્વી મુનિઓને ગોચરી (આહાર-પાણી) બતાવવા ગયા– તે તેઓને એટલે કોલ આવ્યો કે તેઓ તેના પાત્રમાં ઘૂંકયા તે પણ સમતાના સાધક મુનિ તે આહારને લઈને અંદર એકાંતમાં ગયા અને આત્માને સમજાવતા વાપરવા બેઠા. હે જીવ! તું આજે ધન્ય બની ગયે છે. કૃતાર્થ-કૃતપુણ્ય બની ગયેલ છે. તપસ્વી મુનિઓની લબ્ધિ તને આજે પ્રાપ્ત થઈ ગઈ છે. હે પ્રભુ! મારે પણ તપને અંતરાય કર્મ તૂટે આ ભાવનાથી તપસ્વી મુનિઓને થૂકેલે. કફને પહેલ કેળીયે મોઢામાં મૂક્યો કે ક્ષપકશ્રેણીમાં પશ્ચાતાપની ધારામાં ચડેલા કુરગડુ મુનિએ ઘાતી કર્મોનો ક્ષય કર્યો... અને અનંત કેવલજ્ઞાન પ્રગટ થયું. સર્વજ્ઞ કેવલી બન્યા. દેવ- દેવીઓ આવ્યા આવા સમયે દેવ-દેવીઓને અંદર કુરગડુ મુનિ પાસે જતાં જોઈને આશ્ચર્ય થયું ! આક્રોશ પણ થયે, અરે ! માસક્ષમણના તપસ્વી તો અમે છીએ અને આ દેવ-દેવીઓ તે જ ખાવાવાળાની પાસે કેમ જાય છે? અંતે દેવ-દેવીઓએ કહ્યું-કેવલી મહારાજની આશાતના ન કરે ! સમતા રાખે છે. આ શબ્દોએ માસક્ષમણના તપસ્વીઓના આત્માને જાગૃત કરી દીધું અને તે તપસ્વી મુનિઓ કેવલી મુનિ પાસે ક્ષમા માંગવા લાગ્યા પોતે કરેલા ક્રોધના અપરાધને ખમાવવા લાગ્યા. તેઓ પણ પશ્ચાતાપની ધારામાં ચઢયા અને અંતે તેઓને પણ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું કેવલી બન્યા. છેવટે ક્ષમા-સમતા વગર તે આત્માના ઉદ્ધારને કેાઈ વિકલ્પ જ નથી. તે જ દિશા પકડવી પડે છે ઘણા સમય પછી જીવન બગાડીને પણ છેવટે ક્ષમા સમતાને અપનાવવા
Page #32
--------------------------------------------------------------------------
________________
૪૦૫
પડે છે. તે પછી શા માટે આજે જ ન અપનાવીએ? કીચડમાં પગ ખરાબ કર્યા પછી પગ ધાવા તેની અપેક્ષાએ તે પહેલેથી જ પગ,
ઈએ તે છેડા પાણીથી જ કામ થઈ જાય. આમ કરવાથી પગ દેવામાં થોડો સમય જાય છે જ્યારે કાદવમાં બગાડયા પછી છેવાથી તે વધારે તકલીફ પડે છે.
ક્રોધી નિર્દય-ક્રૂર બનતું જાય છે -
જેવી રીતે એક વ્યસની મનુષ્ય એક દિવસ દારૂ પીએ છે અને પછી દરરોજ થોડે થોડે પીવાથી ટેવ પડી જાય છે તેવી રીતે ક્રોધાદિ કષાય પણ વારંવાર કરવાથી ટેવ પડી જાય છે. પછી મનુષ્ય ક્રોધને વ્યસની બની જાય છે. સ્વાભાવમાં એવું ચીડિયાપણુ આવી જાય છે – કે સીધી-સાદી વાત પણ કોધની અદાથી કરે છે. સામાન્ય વાત પણ ક્રોધના ચહેરાથી કરે છે. કેમ કે માનસિક વૃર્તિમાં તામસિપણનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તે અત્યંત તેજ મરચા, કડક ચા અને અત્યંત જલદ ઉષ્ણ પદાર્થોનું જ સેવન કરતે હોય છે. એનાથી પણ તેની માનસિક વૃત્તિ તામસિ બની જાય છે, એના શબ્દોમાં વેધક્તા આવે છે. તલવાર જેવી ધારદાર ભાષા બોલવા લાગે છે જે સાંભળતાં જ સાંભળવાવાળાના કલેજાના ટુકડા થઈ જાય, જેવી રીતે વારંવાર દારૂ પીનાર શરબી નશામાં જ રહે છે, નશામાં જ બેસે છે. અને ચાલે તે પણ લથડીયા ખાતે–ખાતે નશામાં જ ચાલે છે. તેવી રીતે તીવ્ર કોધીક્રોધના આવેશમાં જ લાંબા સમય સુધી રહે છે. જે કે કોધ કરતાં બંધ પણ થઈ ગયા હોઈએ—જેના પર ક્રોધ કરતા હતા તે મનુષ્ય પણ જતો રહ્યો છે તે પણ મન વિચારના પ્રવાહમાં ફોધની માત્રાને વધારતે જ રહે છે. જ્યારે આવી અવસ્થામાં ક્રોધની વેશ્યા અત્યંત કુર બની જાય છે ત્યારે તે દૂર કૃણ લેશ્યા મરવું–મારવું ના વિચાર પર પહોંચી જાય છે. ક્રોધની અંધદશામાં કંઈપણ ખબર પડતી નથી. વિચાર શક્તિ અને બુદ્ધિ, તથા વિવેકશક્તિ કુંઠીત થઈ જાય છે. તેના પરિણામસ્વરૂપ હાથમાં જે કંઈ શસ્ત્ર વગેરે આવે તેનાથી પ્રહાર કરીને, આક્રમણ કરીને સામે રહેલાને મારી પણ નાખે છે, ખૂન કરી નાંખે છે. આ ક્રોધની અંતિમ અવસ્થા છે. દારૂડીયાને નશે ઉતર્યા પછી તેને કંઈક સારા-ખરાબને વિચાર આવે છે. તેવી રીતે કોધીને
Page #33
--------------------------------------------------------------------------
________________
४०६
આવેશ શાંત થયા પછી પોતે કરેલા ખરાબ કાર્યો પર અને અશુભ શબ્દો પર વિચાર આવે છે. પછી અફસોસ થતો હોય છે કે અરે... રે...! આ શું કર્યું? અરેરે! આ શું થઈ ગયું! કેટલીક વાર ક્રોધી માણસો ક્રોધમાં બેટાને (પુત્રને) ઉપરથી ફેકી દે છે. ગુસ્સાની. અંદર તે પત્નીને સળગાવી દે છે. કોઈનું ખૂન પણ કરી નાંખે છે. કયારેક-કયારેક સગા-સંબંધી સાથે વ્યાપારમાં પણ પોતાના ગ્રાહક વગેરેને પણ ક્યાંય પણ–એવું ખરાબ કામ કરી બેસે અને તેના પરિણામ રૂપે જિંદગી સુધી તેને દુઃખી થવું પડે છે. ક્રોધ તે એકાદ -બે મિનિટ એકાદ-બે કલાક અથવા એકાદ-બે દિવસ સુધી હોય છે.
ક્રોધના આવેશમાં વગર વિચાર્યું કંઈક કરી બેસે અને જ્યારે પકડાઈ જાય છે અથવા ખૂનના આરોપસર પકડાઈ જાય અથવા એવા કઈ ગુનાના કારણે પકડાઈ જવાથી વર્ષોની સજા, જિંદગી સુધીની કાળા પાણીની સજા થાય છે ત્યારે માથું પછાડી પછાડીને રહેવું પડે. છે. આથી પહેલેથી સમજીને ચાલે તે લાભ જ છે. ક્રોધ વધારતા રહેવાની ટેવ સર્વથા હિતાવહ નથી. એકાંતે નુકશાનકારક છે. ક્રોધ કરતા રહેવાથી સ્વભાવમાં નિર્દયતા-ક્રૂરતા આવે છે. માનવીનું મન નિર્દય-કુર બનતું જાય છે. પછી તે બીજાને ઘાત કરનાર હિંસક બનતો જાય છે.
કોધ પર જમાનાની અસર :\ આજથી સે વર્ષ પહેલા, કેઈક તે પચાસ વર્ષ પહેલાંની વાત કરતા કહે છે કે અમારા બાપ-દાદાના સમયમાં લોકે એટલા સરળ અને શાંત પ્રકૃતિના હતાં કેથેડી-નાની વાતમાં પણ ક્ષમા માંગતા હતા. તેમના પગ પકડીને-હાથ જોડીને માફી માંગતા હતા. અરે! ભાઈ મારી ભૂલ થઈ ગઈ. મારે પણ તમને લાગી ગયા. આ રીતે ઘણે સભ્યતાને સમય હતે, ઘણું સમતા શાંતિને સમય હતો કે પાપભીરૂ અને ઘણું ધર્મશ્રદ્ધાળુ હતા. પાપને ડર હતો. આહાર વગેરે પણ એટલે વધારે તામસિ ન હતું. સાત્વિકતા ઘણી હતી. આથી સત્વશાળી મનુષ્ય ખાવા-પીવામાં પણ સાત્વિક્તાને ખ્યાલ રાખતા હતા. હવે જમાનો બદલાઈ ગયું છે જીવનમાંથી ખાવા-પીવામાંથી સાત્વિકતા નાશ પામી રહી છે. સિનેમા, નાટક, ટી. વી. વગેરેએ
Page #34
--------------------------------------------------------------------------
________________
४०७
તમારા મગજ ઉપ૨ કામુકતા અને તામસિપણાની પકડ જમાવી દીધી છે. તેના પરિણામ સ્વરૂપ ઉપરથી દેખા તે એ વધારી દીધો છે કે જાણે આજને રાજા આ જ છે! પરંતુ ભભકાદાર કપડાં અને કૃત્રિમ સૌંદર્યના સાધને વગેરેથી શું મનુષ્યમાં સમતા વગેરે ગુણે થોડા આવશે? ભૂતકાળને જ તે જમાને વ્યતીત થઈ ગયો કે જ્યારે ગુણેને પ્રધાનતા આપવામાં આવતી હતી, ગુણેજ જેવાતા હતા અને આજે ગુણે નથી જોવાતા પરંતુ ચામડાનું રૂપ, પૈસા, ભભક અને ઠાઠમાઠ જોવાય છે. બધું જ પૈસાની માપદંડ માપવામાં આવે છે. આથી આજના આ સમયમાં ભલે તમે કહે કે મનુષ્ય ઘણે સુખી બન્યો છે, પૈસા ઘણા વધી ગયા છે, વિજ્ઞાનયુગની સાધન-સામગ્રીઓ ઘણી વધી છે, સુખના સાધને આજે ઘણા વધ્યા છે. પરંતુ માફ કરજો! બધુ વધવા છતાં પણ હું કહું છું કે...સહનશીલતાનું પ્રમાણ ઘટી ગયું છે. ગુણનું પ્રમાણ ઘટયું છે, સાત્વિકતા તે પૂર્ણતાને કિનારે પહોંચી ગઈ છે. ક્ષમા, નમ્રતા, સરળતા વગેરે ભાવ ઓછા થઈ ગયા છે. પાપભીરતા ધર્મશ્રદ્ધાનું ધોરણ ઘણું નીચે આવી ગયું છે. અપરાધ વધતા ગયા છે, તામસિપણુ વધી ગયું છે. આ રીતે અનેક દૂષણે વધ્યાં છે. કે સમય આવ્યું છે? કે આજે સામાન્ય વાતમાં લોકે ખૂન કરી નાંખે છે. દસ પૈસા માટે ખૂન! બે શબ્દો સહન ન થયા કે આત્મહત્યા! આ રીતે ચારેબાજુથી વિચાર કરવા છતાં પણ આ જમાનામાં ગુણેની અપેક્ષાએ દ જ વધારે દેખાય છે. આજે ક્રોધાદિ કષા પણ લેકમાં વધારે જોવા મળે છે. સમતા-ક્ષમા તે નામ માત્ર જ રહી છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
ક્રોધાદિ ચારે કષાના ચાર ભેદ અને તેનું ફળ સ્વરૂપ -
સંજવલન
સમય મર્યાદા
અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય
આજીવન | ૧ વર્ષ | ૪ માસ ! નરક ગતિ બંધક | તિર્યંચ ગતિ બંધક ! મનુષ્ય ગતિ બંધક
૧૫ દિવસ
- ગતિ બધી
દેવગતિ બંધક
ગુણ ઘાતસમ્યકત્વ ગુણનાશક દેશવિરતિ ગુણધક | સર્વવિરતિ ગુણરોધક, વીતરાગના ગુણોધક
પ્રતિક્રમણ
સંવત્સરી પ્રતિક્રમણ ચાતુર્માસિક પ્રતિક્રમણ પાક્ષિક પ્રતિક્રમણ પર્વતની રેખા | ધરતીમાં પડેલી તડી રેતીમાં પડેલી રેખા પાણીમાં પડેલી રેખા.
'હ૦૮
ક્રોધની ઉપમા...
યોગશાસ્ત્રના પ્લેકમાં અને આ કેઠામાં ક્રોધાદિ કષાયના મુખ્ય ચાર ભેદનું સ્વરૂપ બતાવ્યું છે. ક્રોધ-માન-માયા-લોભ એ ચારે કષાના ચાર-ચાર ભેદ એ સતે ૧૬ ભેદ થાય છે. (૧) અનંતાનુબ ધી, (૨) અપ્રત્યાખ્યાનીય, (૩) પ્રત્યાખ્યાનીય, (૪) સંજવલન અહીં ક્રોધને વિષય ચાલી રહ્યો છે. આથી મુખ્યરૂપે ક્રોધના વિષયમાં વિચાર કરીએ.
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૦૯
ક્રોધના ચાર ભેદનું સ્વરૂપ :
स्युः कषायाः क्रोध-मान-माया-लोभाः शरीरीणाम् । चतुर्विधास्ते प्रत्येकं, भेदैः संज्वलनादिभिः ॥ पक्षं संज्वलनः प्रत्याख्यानो मासचतुष्टयम् ।। अप्रत्याख्यानको वर्ष जन्मानन्तानुबन्धकः ॥ સિરા-ચરિ-શ્રાદ્ધ- ષ્ટિત્ર ઘાતજાઃ |
ते देवत्व-मनुष्यत्व-तिर्यक्त्व-नरकप्रदाः॥ અનંતાનુબંધી ક્રોધઃ
જેને જદી અંત નથી એ ક્રોધ તે અનંતાનુબંધી ક્રોધ કહેવાય છે. તે આજીવન રહે છે અને પછી જન્મ-જન્માક્તરામાં પણ રહે છે. અનંતાનુબંધી કર્મ બાંધવાવાળો કષાય મિથ્યાત્વ સાથે હેવાના કારણે અનંત ભ સુધી પરંપરા ચાલે છે. કેઈપણ નિમિત્તથી એકવાર ક્રોધ કષાય ઉત્પન્ન થયો અને પછી અટકો જ નહી તે જન્મ સુધી રહેઅને વૈરની પરંપરા ઊભી કરીને પછીના જન્મમાં પણ સાથે આવે તે તે અનંતાનુબંધી ક્રોધ કષાય કહેવાય છે. તેના ફળરૂપે નરકગતિ મળે. છે. આ સમ્યકત્વ ગુણને ઘાત કરનાર છે. અવરોધક છે. જ્યાં સુધી આ અનંતાનુબંધી ક્રોધ આત્મામાં સત્તામાં પડયે હોય ત્યાં સુધી દેવગુરૂ-ધર્મ-તત્વ પર શ્રદ્ધા નથી થતી, સમ્યકત્વની પ્રાપ્તિ ન થાય. આવા કષાયને માટે કે જે પ્રતિક્રમણ નથી. આવા કષાયવાળો માણસ કયારેય ક્ષમા નથી માંગત. દ્રષ્ટાન્ત ચિત્રમાં તેની ઉપમા બતાવી છે કે પર્વતની વચ્ચે તડ પડી જાય તેવું છે. કેઈ ભૂકંપના કારણે પર્વતમાં પડેલી તડ-રેખા, કયારેય, હજારો વર્ષો પછી પણ પુરાતી નથી. એ આ અનંતાનુબંધી ક્રોધ કષાય છે, જે જિંદગી સુધી ક્ષમા નથી માંગતા. એકરૂપે નથી થતું અને પછીના જન્મમાં પણ વેરની પરંપરા ચાલે છે. જેમ કે કમઠ, અગ્નિશમને ક્રોધ આ પ્રકારને હતે. (૨) અપ્રત્યાખ્યાનય :
એક વર્ષ સુધી રહેવાવાળા ક્રોધને અપ્રત્યાખ્યાનીય ક્રોધ કહેવાય છે. આ પણ સારે નથી. છતાં પણ તેની એક વર્ષની મર્યાદા.
Page #37
--------------------------------------------------------------------------
________________
૪૧૦
છે. તેના નાશને માટે–એક વર્ષને અંતે સાંવત્સરિક પ્રતિકમણું રાખ્યું છે. સંવત્સર–અર્થાત વર્ષ. વર્ષના અંતે સાંવત્સરિક પ્રતિક્રમણ કરીને પરસ્પર ક્ષમાપના (મિચ્છામિ દુક્કડ) આપીને આ કષાયને અંત લાવી શકાય છે, પૂર્ણાહૂતિ થાય છે અને જે વર્ષને અંતે પણ ક્ષમાપના ના કરે તે આ કષાય તિર્યંચ એટલે પશુ-પક્ષીની ગતિમાં લઈ જાય છે. આ ક્રોધ દેશવિરતિ શ્રાવકપણુ આવવા દેતા નથી. તેને આવતા રોકે છે. આ ક્રોધને જમીનમાં પડેલી તડની ઉપમા આપવામાં આવી છે. હળ ચલાવવાથી જમીન જે ફાટી જાય છે. તે કયારે એક થાય? વર્ષમાં એકવાર જ્યારે વરસાદ આવશે ત્યારે પાણીથી એક થઈ જશે. અર્થાત્ આ કષાય વર્ષમાં એકવાર તે શાંત થઈ જ જાય છે...
(૩) પ્રત્યાખ્યાનીય
ચાર મહિના સુધી રહેવાના સ્વભાવવાળે ક્રોધ કષાય પ્રત્યાખ્યાનીય કહેવાય છે. જેવી રીતે છોકરાઓ સમુદ્રના કિનારે અથવા કયાંક સ્તીમાં આંગળીથી રેખા પાડીને કંઈક ચિત્ર વગેરે બનાવીને રમે છે. તે રેખા પછી ભલેને ગમે તેટલી ઊંડી કેમ ન હોય? તે પણ સમુદ્રની એક લહેર આવતાં જ તે પૂરાઈ જાય છે. પવનનું એક જ ઝાપટું રેખાને મીટાવી દેશે. ધૂળની ભેદ રેખા પૂરાઈ જશે તે જ આ ક્રોધ છે. આ ચાર મહિનાના સમયની મર્યાદાવાળે છે. તેને નાશ કરવા માટે ચોમાસી (ચાતુર્માસિક) પ્રતિક્રમણની વ્યવસ્થા છે. અને જે તે પણ ન કરીએ તે આ કોધ અપ્રત્યાખ્યાનીયમાં ફેરવાઈ જાય છે. અહીં સુધી મનુષ્ય ગતિ સુલભ છે. આ કષાય ચારિત્ર ગુણને ઘાત કરે છે. સર્વવિરતિ–સાધુપણાને પ્રાપ્ત નથી કરવા દેતે તેને રોકે છે. આત્મા છઠ્ઠા ગુણાસ્થાનકે નથી જઈ શકતે. (૪) સંજવલન કોધ કષાય
સૌથી ઓછા સમયની મર્યાદાવાળે આ છેલ્લો ચોથે ભેદ છે. આ કષાયની ઉત્કૃષ્ટ સમય મર્યાદા માત્ર પંદર દિવસની છે અને ઓછામાં ઓછી ક્ષણ માત્રની છે. જેવી રીતે કઈ માણસ લાકડીથી પાણીમાં રેખા પાડે છે. એવું ચિત્ર બનાવીએ તે તે કેવી રીતે બને? એક બાજુથી રેખા પાડતા જાવ અને બીજી બાજુથી પાણી ફરી મળતું જ
Page #38
--------------------------------------------------------------------------
________________
૪૧૧ - જાય તેના જેવા સંજવલન કષાય છે. એક ક્ષણમાં ક્રોધ આવ્યો ખરો... પરંતુ એકાદ બે મિનિટમાં ક્ષમા માંગીને પશ્ચાતાપથી શુદ્ધિ પણ કરી • લીધી. પ્રસન્નચંદ્ર રાજપને કેાધ આવ્યો ખરો પણ એક ક્ષણમાં જ મનના વિચારો બદલાઈ ગયાતેથી નરકમાં જતાં બચી ગયા અને કર્મો ખપાવીને કેવલજ્ઞાન સુધી પહોંચી ગયા છે પણ લાંબા સમયની મર્યાદા ૧૫ દિવસની રાખી છે, પાક્ષિક (પંદર) દિવસને અંતે પણ પ્રતિક્રમણ કરવાથી ક્ષમાપનાથી આ કષાય દૂર થઈ જાય છે. અહીં સુધી દેવગતિ પ્રાપ્ત થાય છે. આ કષાય વીતરાગતા યથાખ્યાત ચારિત્ર પ્રાપ્તિમાં બાધક બને છે. પણ આ છે–પાતળો ક્રોધને સાપની ઉપમા
--
:
ingerOs.:-
an
10,
15
-
છે.
(
=
=
h"
:
: - S
આપી છે. ચિત્રમાં ઉપર સાપનું ચિત્ર બતાવ્યું છે. ક્રોધને સાપની -ઉપમા આપી છે. સાપ પોતાની ફણા ચઢાવીને ગુસ્સાથી ડંખે છે. તેમાં ઝેર છે. ઝેરની અસરથી મનુષ્ય મરી જાય છે. વિચારો! સાપના શરીરમાં તે માત્ર દાંતની દાઢાની નીચે જ ઝેરની થેલી છે. આ જાણીને મદારી ઝેરની થેલી કાઢીને ફેંકી દે છે. પછી ભલે તમે સાપને ગળામાં લઈને
Page #39
--------------------------------------------------------------------------
________________
૪૧૨
ફરે તે પણ કંઈ વાંધે નહિ. તેવી રીતે મનુષ્યના શરીરમાં ઝેર છે? ના, કેઈ ઝેરની થેલી છે? ના, તે પણ તમે સાંભળ્યું હશે કે આફ્રિકામાં એક છોકરા સાપને કરડે છે અને સા૫–મરી જાય છે. ઘણું આશ્ચર્યની વાત છે! સાપ કરડે અને છેક મરી જાય છે તેમાં આશ્ચર્ય નથી પરંતુ છેકરો કરડે અને સાપ મરી જાય એ તે કેટલું મોટું આશ્ચર્ય ? મનુષ્યના શરીરમાં કીધ એ જ ઝેર છે. સાપ કરડે તે મનુષ્ય મરી જાય. પરંતુ મનુષ્ય માત્ર બે શબ્દ બોલે તે પણ સામે રહેલે મનુષ્ય મરી જાય. આવા અનેક પ્રસંગે સંસારમાં બને છે. ક્રોધ વિષ રૂપ છે. ક્રોધના આવેશમાં નીકળતા શબ્દ વિષની જેમ અસર પહોંચાડે છે. તીવ્ર ક્રોધ કષાયની ગતિના કારણે નરકમાં ન પણ જાવ તે પણ પશુ, પક્ષી, સાપ, સિંહ વગેરેના જન્મ થાય છે.
ક્રોધ કષાયની ઉત્પત્તિના નિમિત્તે કારણે
આ સંસાર સેંકડે નિમિત્તોથી ભરેલો પડયો છે. ડગલે-પગલે કંધ થઈ શકે એવા નિમિતે પડેલા છે. કેઈને પણ જ્યારે ક્રોધ આવે છે ત્યારે કઈને કઈ નિમિત્ત કારણ બને છે. અને વગર નિમિત્તે તે માનસિક ક્રોધ, વૈચારિક ક્રોધ સ્વપ્ન ક્રોધ વગેરે રહે છે. કેટલાકને મોટાઈમાં માન-સત્તાના ક્ષેત્રમાં અપમાન થવાથી ક્રોધ આવે છે. કેઈને કામ વાસનાની અતૃપ્ત ઈચ્છાના કારણે ક્રોધ આવે છે, કેઈને પોતાની ધારણાનુસાર ઈચ્છાનુસાર, કાય ન થાય ત્યારે ક્રોધ આવે છે. ગાળો આપવી વગેરેના કારણે પણ ક્રોધ જાગૃત થાય છે. અનિષ્ટ અનિચ્છનીય અપ્રિય. સંયોગ વિયેગના નિમિત્તે ક્રોધ જાગૃત થાય છે. માનસિક અવસ્થાના કારણે ક્રોધ ભડકે છે. શારીરિક અશક્તિ અને માનસિક અવસ્થાતામાં મનુષ્યોને જલદી ક્રોધ આવે છે. વારંવાર વાતવાતમાં ક્રોધ આવી જાય છે. પછી સ્વભાવ ચીડિયું થઈ જાય છે. આવા ચીડિયાપણાને સ્વભાવ પણ વારંવાર ક્રોધને ઉત્પન્ન કરે છે. માનસિક ખેંચાણની વ્યગ્ર સ્થિતિમાં પણ ક્રોધની સંભાવના જલદી વધે છે. મહાભારતમાં કહ્યું છે. "क्रोधात् भवति संमोहः समाहात् स्मृतिभ्रमः । स्मृति विश्रमात् દિનાશઃ સુનિરિત્ કળસરિ” કોધથી સંમોહ, સંમેહથી રસ્મૃતિને શ્રમ અને એનાથી બુદ્ધિને નાશ પણ થાય છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
૪૧૩
કોષ કષાયને કેવી રીતે જીતીએ ?
સમતાની એક માત્ર સાધના જ ક્રોધને જીતવામાં સમથ છે. " उवसमेण દળે હોર' ક્ષમાથી (ઉપશાન્ત) સમભાવથી ક્રોધ જીતી શકાય છે. દમદત મુનિજ’ગલમાં કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા હતા.... કૌરવાએ આવીને ગાળા આપી-પથ્થર-ઢેફાં માર્યા-પ્રહારો કર્યાં અને પાંડવાએ સ્તુતિ કરી તા પણ મુનિ શાંત રહ્યા. આત્માને સમજાવી લીધે હું જીવ ! આ ગાળાથી તારુ કંઈપણ બગડવાનુ' નથી, આપે છે. આવા દે અમારે તે એવું જ વિચારવુ જોઈએ ઇસ્તુવન્તુ પાછીિિહમો મવન્તા, વચ– मिह तदभावाद् गालिदानेऽसर्थाः जगति विदितमेतदीयते विद्यमानं न तु शशक विषाणं कोऽपि कस्मै ददाति ।
તમારે જેટલી ગાળા આપવી હાય તેટલી આપે- આપે ! કેમ કે તમે ગાળવાળા છે. ગાળેા આપવામાં સમથ છે. હુ તા ગાળા આપવામાં અસમર્થ છું. હા ખરાબર કહ્યુ છે જેની પાસે જે હોય છે તેઓ તે આપે છે. ન હાય ! કયાંથી આપે? સસલાની પાસે શિ’ગડા નથી તેા કયાંથી આપે ? એવી રીતે ગાળા સાંભળીને મનને સમજાવી લેવુ જોઈએ. સહુન શીલતા વધારવી ઓઈએ. જગતમાં સર્વ જીવા કાંધીન છે, કમ ગ્રસ્ત છે. તેણે ગાળ આપી છે તે તેને જ કખ ધ થશે હું તે! ગધેડા નથી ખની શકતા અરે! કેાઈ શ્રાપ પણ આપે તે પણ સમતા રાખવી!
* 1
અમે બધા કષાયાથી મુક્ત થઈ એ એવી શુભેચ્છા
1
H ॥ દ્રષાય સુદ્ધિઃ જિજી મુર્િષ ॥ 5
닭
Page #41
--------------------------------------------------------------------------
________________
૪૧૪
(૧) મૃષાવાદ પાપસ્થાનકની સજ્ઝાય.
બીજુ પાપનું સ્થાન, મૃષાવાદ દુધર્યાન, આજ હેા છડે રે વિ, મંડે! ધર્માંશુ' પ્રીતડીજી.
વેરે ખેદ અવિશ્વાસ, એહુથી દોષ અભ્યાસ. આાજ હા થાયે રૈ નવિ નાચે વ્યાધિ અપથ્યથીજી.
રહેવુ કાલિક સૂરી, પરિજન વચન તે ભૂરી. આજ હી, સહેવુ' રે નવિ કહેવુ' જૂડ ભયાક્રિકેજી.
આસન ધરત આકાશ, વસુનુપડું સુપ્રકાશ. આજ હા, જૂઠે રે સૂર રૂઠે ઘાલ્યા રસાતલેજી.
જે સત્ય વ્રત ધરે ચિત્ત, હાય જગમાંદ્ધિ પવિત્ત. આજ હૈા તેહને રે નહિ ભય સૂર બ્યંતર યક્ષથીજી.
જે નવિ ભાંખે રે અલિક, ખાલે ઠાવુ ઠીક, આજ હૈા, ટેક મૈં સુવિવેકે સુજસ તે સુખ વરેજી.
(૧)
(૨)
(૩)
(૪)
(૫)
(૬)
Page #42
--------------------------------------------------------------------------
________________ - શ્રી ધર્મનાથસ્વામિને નમઃ | પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયસુબોધસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણુવિજયજી મહારાજ (રાષ્ટ્રભાષા રત્ન-વર્ધા, સાહિત્યરત્ન-પ્રયાગ, ન્યાય દર્શ નાચાર્ય –મુંબઈ ), આદિ મુનિ મડળના વિ.સં. 20 ૪પના જૈન નગરશ્રી સંઘમાં ચાતુર્માસ દરમ્યાન શ્રી ધમ નાથ પે. હે, જૈનનગર શ્વે.મૂ જન સંઘ-અમદાવાદ - તરફથી ચોજાયેલ 16 રવિવારીય - # ચાતુર્માસિક રવિવારીય ધાર્મિક શિક્ષણ શિબિર * 1 ની અ‘તર્ગત ચાલતી પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજના ‘‘પા.પ6ી. અજા ભારે” @ - વિષયક રવિવારીય સચિત્ર જાહેર પ્રવચન શ્રેણિ –ની પ્રસ્તુત નવમી પુસ્તિકા સ્વ. કસ્તુરભાઈ મહિનલાલના સ્મરણાર્થે સંજીવની હોસ્પીટલ પાસે નવા શારદામંદિર રોડ, અમદાવાદ-૭ તરથી..... પ્રસ્તુત પ્રવચન પુસ્તિકો છપાવી પ્ર૯િદ્ધ કરવામાં આવી છે. ન કરી For private & Personal use only in Education perhehona મિતક : સાગર પ્રિન્ટસ