________________
૩૮૮
ઉપશમ ભાવ દ્વારા શાંતીથી કોધને જીતીએ, મૃદુતા નમ્રતા (વિનય) ગુણથી માનને જીતીએ, આવભાવ અર્થાત્ સરલતા જૂતાના સહારે માયાને જીતીએ અને સંતોષવૃત્તિથી લાભ કષાયને છતીએ. આ રીતે ચારે કષાયોને ઉપશમ વગેરે ચારે ભાવેની સહાયથી સારી રીતે સરળતાથી જીતી શકાય છે.
ચારે કષાયમાં કયા વધારે ખરાબ છે.? આ કષાય તે બધા ખરાબ જ છે. કોઈ સારા નથી તે પણ જો પરિ– ણામોના આધાર પર તુલના કરાય અથવા લેક વ્યવહારમાંથી જેવા જઈએ તો ખબર પડે કે કયે કષાય વધારે ખરાબ કર્યો એ છે ખરાબ છે? અહીં કંઈક તરતમતા દેખાય છે. તેવી રીતે ચારે કષાયની ક્રમ વ્યવસ્થા પણ જે જોઈએ તે કોની પછી માન, માનની પછી માયા, માયાની પછી લોભ આ ક્રમ વ્યવસ્થા છે. આ
તે ખરાબની અપેક્ષાએ પણ આ કમથી જોઈએ તે ક્રોધથી ખરાબ માન છે, માનથી વધારે ખરાબ માયા છે અને લેભને તે બધા પાપને બાપ કહ્યો છે. એ તે સૌથી વધારે ખરાબ છે. આથી લાભને સર્વ વિનાશક કહ્યો છે.
કોનામાં કેટલા કષાય છે?
સંસારમાં અનંત જીવે છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીની -જાતિઓમાં અને દેવ–મનુષ્ય નરક તિર્યંચ વગેરે ચારે ગતિમાં ૮૪ લાખ જીવનિના પરિભ્રમણમાં અનંત જીવ ભટકી રહ્યા છે. સર્વે જ કષાયથી પીડિત છે. જે સંસારી હોય અને કષાય રહિત હોય એ શકય જ નથી. સર્વ જીવેમાં બધા પ્રકારના કષાય છે. હા, પણ એટલું જરૂર છે કે કેઈનામાં ક્રોધ વધારે છે તે કેઈનામાં લેભ. આ રીતે પ્રત્યેક જીવમાં કષાની ઓછી વસ્તી માત્રા તે રહેલી જ છે. કેઈમાં કાધ વધારે છે તે બીજા ત્રણ કષાય ૧૦-૧૦ ટકા હશે અને ક્રોધ ૭૦ ટકા રહેશે. આવી રીતે ૭૦ ટકા કાધની માત્રા રહેવાથી ક્રોધની પ્રાધાન્યતાથી એને કોપી કહેવામાં આવશે. પરંતુ બીજ કષાયે નથી એવી કઈ વાત પણ નથી, બીજા બધા કષાય અવશ્ય છે જ. માત્ર પ્રમાણુ હીનાધિક છે. તેવી રીતે કોઈનામાં માનની અધિકતા છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org