________________
૩૮૯
કેઈનામાં માયા પ્રબળ છે, કે ઈનામાં લેભ વધારે અને બીજા કષાયો ઓછા છે. એક માતાને ચાર છોકરા છે તે આપણને જોવા મળશે કે કે ચારેય એક સરખા ક્રોધી નથી, એક છોકરામાં ક્રોધ વધારે છે. તે બીજામાં માન અને ત્રીજામાં લોભ. આ રીતે કષાય બધામાં સર્વત્ર પડેલા જ છે. વિશેષ બહુલતાએ એમ કહેવાય છે કે પુરૂમાં કોલ અને માનનું પ્રમાણ વધારે રહે છે અને સ્ત્રીઓમાં માયા અને લેભનું પ્રમાણ વધારે રહે છે. આને અર્થ એ નથી કે પુરૂષમાં માયા અને લેભ નથી રહેતાં અથવા સ્ત્રીઓમાં ક્રોધ અને માન નથી રહેતું. આવી વાત નથી. બધામાં ચારેય કષાય છે. બધા તારા ટમટમે છે, પ્રકાશમાન વરૂપમાં ચમકે છે. તે પણ પ્રવને તારો વિશેષ ચમકે છે. શુકને તારો કંઈક પિતાની આગવી વિશેષતા રાખે છે. મરઘી પણ ઊડી શકે છે. પરંતુ તેની ઉડવાની શક્તિ ઓછી છે અને જમીન પર ચાલવાની શક્તિ વધારે છે. તે કાગડા-કેયલ અને પોપટની જેમ આકાશમાં દૂર સુધે ઊડી નથી શકતી. પાંખ યુક્ત પક્ષી હોવા છતાં પણ ઉડવાની શક્તિ ઓછી અને જમીન પર ચાલવાની વૃત્તિ વધારે છે. તેવી રીતે સ્ત્રી-પુરૂષામાં પણ આ દશા છે. જે સ્થૂલ રૂપમાં વધારે પ્રમાણમાં દેખાય છે તેમાં પુરૂષમાં ક્રોધ અને માન વધારે પ્રમાણમાં છે. જ્યારે સ્ત્રીઓમાં સ્વાભાવિક જ માયા અને તેમની પ્રધાનતા હોય છે.
કવાય પણું પૂર્વ જન્મના સંસ્કારાધીન છે
સંસારમાં કોઈપણ જગ્યાએ કોધ-માન કેવી રીતે કરવા ? એ શીખડાવવાની કઈ સ્કૂલે નથી. તે પણ બધા બાળકને નાનપણથી જ આ બધું આવડતું હોય છે. જ્યારે બાળક ૧૦-૧૨ મહિનાનું હોય અને બોલતાં પણ શીખે નથી એવા સમયે તે ગુસ્સે કરે છે, હાથમાં જે વસ્તુ આવે તેને ફેકે છે, તેડ-ફેડ કરે છે. એટલું જ નહીં, જે કંઈ હાથમાં આવે તેનાથી તે બીજાને મારવા માટે પણ દડે છે. ધીરેથી એકાદ થપ્પડ માને પણ મારી દે છે. પરંતુ માને તે સારી લાગે છે, મીઠી પણ લાગે છે. પરંતુ બાળકે પિતાની શારીરિક શક્તિ અનુસાર જ ગુસ્સે કર્યો છે, ક્રોધ કર્યો છે. સૌ સૌના પ્રમાણમાં ક્રોધ-ગુસ્સ વગેરે કરતા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org