________________
૩૯૦
તિર્યંચ ગતિમાં પશુ-પક્ષીઓને પણ આપણે લડતા-ઝગડતા જોયા છે. કબુતરેને પણ એક ઘરની છત પર લડતા-ઝગડતા જોયા છે. તેમાં પણ કષાયની માત્રા છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે જ્યારે કોઈએ નથી શીખડાવ્યું ત્યારે ક્રોધાદિ કષાયો આવ્યા કયાંથી? અમે શીખ્ય કયાંથી? નથી તે માતા-પિતાએ શીખડાવ્યું કે નથી તે સ્કૂલમાં કેદ શિક્ષકે શીખડાવ્યું! શાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે આ કષાય-પૂર્વ જમના સંસ્કારથી પ્રાપ્ત થયેલા છે. જન્મ-જન્માક્તરના સંસ્કાર પડેલા છે. તમે કહેશો કે પૂર્વ જન્મમાં કયાંથી આવ્યા? અરે! એની પહેલાના જન્મમાંથી! આ રીતે અનંત જન્મોની પરંપરા છે, તેવી રીતે દેવ–મનુષ્ય-નાક-તિય"ચ એ ચારે ગતિમાં કલાનું અખંડએક છત્રી સામ્રાજ્ય છે. દેવલોકના દેવતાઓમાં પણ કષાયવૃત્તિ ભરેલી પડી છે. નરક ગતિના નારકી માં તે ક્રોધાદિ કષાયેની માત્રા આપણાથી હજાર ગણી છે. કયાં નથી? સર્વત્ર છે. મૃત્યુની પછી શરીર તે અહીં બળીને ભસ્મીભૂત થઈ જાય છે. એક માત્ર આત્મા જ એક ગતિમાંથી બીજી ગતિમાં, એક જમમાંથી બીજા જન્મમાં જાય છે. આત્માં એકલે જ આવ્યો છે અને એક જ જવાનો છે. આમાં તેની સાથે કંઈપણ લાવે છે અને લઈ જાય છે તે તે માત્ર પોતે કરેલા સારા-ખરાબ, શુભાશુભ કર્મ. એથી વધારે કઈ જ નહીં. આથી જન્મ-જન્માક્તરના કષાયાના સંસ્કાર આત્મા સાથે લાવે છે અને સાથે લઈ જાય છે. જીવ અભ્યાસ દ્વારા પિત પિતાના સ્વભાવમાં પરિવર્તન સારું પણ થઈ શકે છે અને ખરાબ પણ થઈ શકે છે. બન્ને પ્રકારે પરિવર્તન થાય છે. જીવ કયારેક સ્વભાવ બગાડી નાંખે છે, અને કયારેક પોતાની જાતને સમજાવીને બૂઝવીને સ્વભાવ સુધારી પણ લે છે. કેને કેવું વાતાવરણ પ્રાપ્ત થાય છે? તેના ઉપર આધાર છે, ઘરમાં જે વાતાવરણ જ કલાદિ કષાયેડનું હશે તે સ્વાભાવિક બાળક પર પણ તે જ સંસ્કાર પડશે. કદાચ આજે તે બાળક નહીં બેલે પરંતુ તે બાળકના મન રૂપી કેમેરામાં બે આંખે રૂપી લેન્સ દ્વારા ઘરના વાતાવરણને આખે ફોટો તેની બુદ્ધિની ફિલ્મ ઉપર તે અવશ્ય ઉતરે જ છે. એમાં કોઈ શંકા નથી. આજની ખેંચાયેલી ફેટે ફિલ્મ કેટલાંક દિવસ પછી ધોવાઈને આવશે. તેવી રીતે કેટલાક દિવસો પછી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org