________________
૪૦૨
જયારે ક્રોધ કરે છે ત્યારે મહાઅનર્થોનું સર્જન કરે છે. દ્વૈપાયન વષિનું દ્રષ્ટાન્ત આ વાતની સાક્ષી પૂરે છે. દ્વૈપાયન ત્રાષિ પર્વતની ગુફામાં તપશ્ચર્યા કરતાં દયાનમાં મગ્ન હતા. આવી સાધનામાં શાંબન પ્રદ્યુને દારૂના નશામાં તેમની મજાક મશ્કરી કરી, તેમને સતાવ્યા. આથી ઋષિ ક્રોધે ભરાયા. ગુસ્સે ભરાયા અને ક્રોધનું પરિણામ એ આવ્યું કે દ્વૈપાયન ઋષિ સ્વયં ક્રોધાગ્નિમાં પોતાની જાતને બાળતાં છતાં સમગ્ર દ્વારિકા નગરીને બાળી નાંખી. પ્રજા સહિત સંપૂર્ણ દ્વારિકા નગરી બળી અને ભસ્મ થઈ ગઈ. એટલું જ નહીં, પણ સમસ્ત યાદવકુળને આત્યંતિક નાશ કર્યો. જગતમાં ક્રોધની કેઈસીમા જ નથી. જગતમાં ઘણા પ્રકારના ક્રોધાબ્ધ છે. કે જન્માધ, ધનાલ્વ, મદાન્ત, કામાન્ય વગેરે, તેમાં ક્રોધાધુની જગતમાં પણ એક પ્રકારના અંધ તરીકેની ગણતરી કરવામાં આવી છે. કેમ કે કોધી માણસ પણ આંધળાની જેમ આગળ-પાછળનું કંઈ જોઈ નથી શકતે અને તે વિચાર, વિનય, વિવેક અને દ્રષ્ટિ વગરને બની જાય છે. માણસે તપમાં ક્રોધ ન કરો. જોઈએ અને ક્રોધના આવેશમાં આવીને તપ ન કરવો જોઈએ. કેમકે બન્ને નિષ્ફળ જાય છે આખરે ક્રોધાદિ કષા દ્વારા જે કર્મો બાંધ્યા છે તેના ક્ષય માટે તે તપ કરાય છે અને પછી જે તપ કરીને પણ ક્રોધ જ કરીએ તે બીજા નવા કર્મોને બંધ થાય છે. જેવી રીતે દૂધને ઉકાળવાથી પાણી બળી જાય છે અને દૂધ જાડું થાય છે અને ફરી પાછું પાણી નાંખીએ તે દૂધ પાતળું થઈ જાય છે અને ફરી ઉકાળવું પડે છે એમ ફરી પાછું ફરી દૂધ, એ રીતે વારંવાર ક્રમ ચાલ્યા જ કરે તે શું ફાયદો? આ તે મૂર્ખતાનું પ્રદર્શન કહેવાય એવી રીતે ક્રોધ કરીને નાખુશ થઈને નારાજ બનીને ગુસ્સાના આવેગમાં તપ કરે અને ફરી પાછો તપમાં ક્રોધ કરે એ રીતે ફરી તપ ફરી ક્રોધ અને તે અંત જ કયાં આવે? તપસ્વી પણ ક્રોધ કરીને બધું ઈ નાંખે છે. તપ કરીને વરનું નિયાણુ
“ોધો રહ્ય શરમ” કેઈક વાર જે ક્રોધને શાંત કરવામાં ન આવે તે ક્રોધ વેરની પરંપરાને વધારે છે. આ વેરની પરંપરાનું જે કઈ કારણ હોય તો તે ક્રોધ જ છે. અગ્નિશમા તાપસ માસક્ષમણના પારણે માસક્ષમણ કરતા હતાં પરંતુ ત્રણ વાર સંજોગવશાત પારણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org