________________
૪૧૨
ફરે તે પણ કંઈ વાંધે નહિ. તેવી રીતે મનુષ્યના શરીરમાં ઝેર છે? ના, કેઈ ઝેરની થેલી છે? ના, તે પણ તમે સાંભળ્યું હશે કે આફ્રિકામાં એક છોકરા સાપને કરડે છે અને સા૫–મરી જાય છે. ઘણું આશ્ચર્યની વાત છે! સાપ કરડે અને છેક મરી જાય છે તેમાં આશ્ચર્ય નથી પરંતુ છેકરો કરડે અને સાપ મરી જાય એ તે કેટલું મોટું આશ્ચર્ય ? મનુષ્યના શરીરમાં કીધ એ જ ઝેર છે. સાપ કરડે તે મનુષ્ય મરી જાય. પરંતુ મનુષ્ય માત્ર બે શબ્દ બોલે તે પણ સામે રહેલે મનુષ્ય મરી જાય. આવા અનેક પ્રસંગે સંસારમાં બને છે. ક્રોધ વિષ રૂપ છે. ક્રોધના આવેશમાં નીકળતા શબ્દ વિષની જેમ અસર પહોંચાડે છે. તીવ્ર ક્રોધ કષાયની ગતિના કારણે નરકમાં ન પણ જાવ તે પણ પશુ, પક્ષી, સાપ, સિંહ વગેરેના જન્મ થાય છે.
ક્રોધ કષાયની ઉત્પત્તિના નિમિત્તે કારણે
આ સંસાર સેંકડે નિમિત્તોથી ભરેલો પડયો છે. ડગલે-પગલે કંધ થઈ શકે એવા નિમિતે પડેલા છે. કેઈને પણ જ્યારે ક્રોધ આવે છે ત્યારે કઈને કઈ નિમિત્ત કારણ બને છે. અને વગર નિમિત્તે તે માનસિક ક્રોધ, વૈચારિક ક્રોધ સ્વપ્ન ક્રોધ વગેરે રહે છે. કેટલાકને મોટાઈમાં માન-સત્તાના ક્ષેત્રમાં અપમાન થવાથી ક્રોધ આવે છે. કેઈને કામ વાસનાની અતૃપ્ત ઈચ્છાના કારણે ક્રોધ આવે છે, કેઈને પોતાની ધારણાનુસાર ઈચ્છાનુસાર, કાય ન થાય ત્યારે ક્રોધ આવે છે. ગાળો આપવી વગેરેના કારણે પણ ક્રોધ જાગૃત થાય છે. અનિષ્ટ અનિચ્છનીય અપ્રિય. સંયોગ વિયેગના નિમિત્તે ક્રોધ જાગૃત થાય છે. માનસિક અવસ્થાના કારણે ક્રોધ ભડકે છે. શારીરિક અશક્તિ અને માનસિક અવસ્થાતામાં મનુષ્યોને જલદી ક્રોધ આવે છે. વારંવાર વાતવાતમાં ક્રોધ આવી જાય છે. પછી સ્વભાવ ચીડિયું થઈ જાય છે. આવા ચીડિયાપણાને સ્વભાવ પણ વારંવાર ક્રોધને ઉત્પન્ન કરે છે. માનસિક ખેંચાણની વ્યગ્ર સ્થિતિમાં પણ ક્રોધની સંભાવના જલદી વધે છે. મહાભારતમાં કહ્યું છે. "क्रोधात् भवति संमोहः समाहात् स्मृतिभ्रमः । स्मृति विश्रमात् દિનાશઃ સુનિરિત્ કળસરિ” કોધથી સંમોહ, સંમેહથી રસ્મૃતિને શ્રમ અને એનાથી બુદ્ધિને નાશ પણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org