________________
૩૯૪
ચંડકૌશિક
વિહાર કરતા સાધુ મહારાજના પગની નીચે દેડકે દબાઈ ગયે અને મરી ગયે. શિષ્ય ગુરૂનું ધ્યાન પણ ખેંચ્યું પરંતુ ગુરૂને અપમાન જેવું લાગ્યું. ક્રોધ ભયંકર આવી ગયે. ક્રોધવૃત્તિમાં શિષ્યને મારવા દેડયા પરંતુ વચમાં જ થાંભલા સાથે ટકરાયા અને માથું ફૂટી ગયું. લોહી વહેવાથી મૃત્યુ થઈ ગયું. કોધમાં મરીને આશ્રમના તાપસ બન્યા. તેનું નેત્ર કૌશિક હતું. લોકે ગોત્રના નામથી તેને બોલાવતા હતા. પૂર્વ જન્મના કોધન સંસ્કાર આ જન્મમાં ડબલ થઈ ગયા, ભયંકર કોધ કરતે હતે. આથી લોકેએ ચંડ શબ્દ તેના ગોત્રના નામની આગળ જોડીને ચંડકૌશિક-ચંડ કૌશિક કહીને બોલાવવા લાગ્યા. - એક બગીચામાં આંબાની રક્ષા માટે કરાઓની ટોળીઓને મારવા માટે તે ચંડકૌશિક પાછળ દોડ. એટલામાં ખાડામાં પડી ગયે. હાથમાં રહેલા દાતરડાં પર માથું ટકરાયું પ્રચંડ ક્રોધમાં મરીને તિર્યંચ ગતિમાં સાપ થયે કેટલે ભયંકર ક્રોધ? તે સાપે પ્રભુ મહાવીરને ચરણમાં આવીને ડંખ દીધે. કરૂણ સાગર કૃપાળુ દેવે શાંત મુદ્રામાં સાપને સંબોધન કરીને તેના પૂર્વ જન્મનું નામ લઈને કહ્યું “બુઝ બુઝચંડ કૌશિક !” હે ચંડકૌશિક ! શાંત થા! શાંત થા! આ સાંભળતાં જ સાપને આત્મા જાગૃત થઈ ગયે જાતિ મરણ જ્ઞાન પ્રગટ થઈ ગયું તેણે પિતાની જાતને સંભાળી લીધી તે સજાગ થયે ઓહ! ભયંકર પ્રચંડ ક્રોધ કરવાવાળે ચંડકૌશિક હું જ છું અરે રે...! એક ક્રોધથી મેં ત્રણ ત્રણ જન્મ બગાડ્યા? તેણે સૂતેલા આત્માને જગા અને સ્વસ્થ શાંત ચિત્તથી ત્રણ જન્મના ક્રોધની ક્ષમા માંગી, ક્રોધના પાપને પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત કર્યો. ગતિ સુધરી ગઈ, જન્મ સફળ થઈ ગયે અરે! સ્વર્ગમાં ગયો.
પ્રસ્તુત દષ્ટાંતથી એ સ્પષ્ટ સમજાય છે કે જે ક્રોધાદિકવાનું ઉદવીકરણ, શમન કરવામાં ન આવે તે તેને વ્યાપ વધતું જ જાય છે. ચંડકૌશિકના જીવે સૌ પ્રથમ શિષ્ય ઉપર ક્રોધ કર્યો ત્યારે તેના જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ હતા તે ઉત્તરોત્તર વધતા જાય છે. સૌ પ્રથમ માત્ર શિષ્ય ઉપર કરેલ કોધ, બીજા ભવમાં છોકરાઓની ટોળી ઉપર થયો ત્યાંથી વધતાં વધતાં જંગલના તમામ જીવે ઉપર ક્રોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org