________________
૩૮૧
આ રીતે જે દ્રવ્ય પાપ અને ભાવ પાપના ભેદથી વિવેચન કરીએ. . અથવા વ્યવહાર પાપ અને નિશ્ચય પાપના ભેદથી વિચાર કરીએ, બાહ્ય પાપ અને અત્યંતર પાપના ભેદની દ્રષ્ટિથી કેઈપણ રીતે વિવેચન કરીએ તે ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, માયા મૃષાવાદ મિથ્યા વશલ્ય એ તો અવશ્ય જ આંતરિક પાપ છે. ભાવ પાપના સ્વરૂપમાં તેની ગણત્રી કરાય છે અને તે રીતે તે નિશ્ચય પાપ ગણાય છે. કેમ કે કર્મબંધના કારણોમાં પણ કષાયેનું મુખ્ય કાર્ય છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ પ્રકારના કર્મબંધના હેતુઓમાં કષાય દ્વારા જ મુખ્ય રસબંધ થાય છે અને રસબંધના આધાર પર જ કર્મોની સ્થિતિ બંધાય છે. કર્મગ્રંથમાં સ્પષ્ટ કહ્યું છે. કે IT પપપ કિરૂ વધુમાં જણાવા” પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધને મુખ્ય આધાર “ગ” મન વચન કાયાના યોગ પર છે,
જ્યારે કમને સ્થિતિ બંધ અને રસબંધને મુખ્ય આધાર કષા. ઉપર છે. તમારા અધ્યવસાયે વિચારે) માં કષાયને માત્રા કેટલી છે? તમારા માનસિક પરિણામ જે ઓછા-વત્તા કષાય વૃતિથી યુકત હોય તે તેના આધાર પર સ્થિતિ અને રસ બંધ હોય છે. જે કષાની માત્રા ઓછી હોય તે કર્મબંધની સ્થિતિ (Time Limit-સમય મર્યાદા) ઓછી હશે અને જે કોઈપણ પ્રકારની કમ પ્રવૃત્તિમાં જે કષાયે ની માત્રા વધારે પ્રમાણમાં હશે, લેશ્યાઓ વધારે અશુભ હશે તે. કર્મબંધની સ્થિતિ તેટલા પ્રમાણમાં વધુ લાંબી હશે. અર્થાત તેટલા લાંબા સમય સુધી આત્માને તે કમની સજા ભોગવવી પડશે. જેવી રીતે ભગવાન મહાવીરે ત્રીજા મરીચિના જન્મમાં બાંધેલી નીચગાત્ર કર્મની સ્થિતિ કેટલી લાંબી રહી હતી કે અંતિમ સત્તાવીશમાં ભવે પણ મહાવીર પ્રભુને દેવાનંદા માતાની કુક્ષીમાં ૮૨ દિવસને માટે જવું પડ્યું એક કર્મ જે બાંધ્યું હતું તેમાં ૨૪ જન્મને કેટલે માટે લાંબા સમય નીકળી ગયો? તેવી રીતે ૧૮માં ત્રિપૃષ્ઠ વાસુદેવના જન્મમાં શય્યા પાલકોના કાનમાં ગરમ-ગરમ તપેલું સાચું નાખવાનાં પાપનું પરિણામ એ આવ્યું કે બે વાર નરકમાં ગયા તે પણ ૨૭ માં જન્મમાં તેમને કાનમાં ખીલા ઠોકાયા! અર્થાત એક કમ કેટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org