________________
૩૭૬
અવસ્થાથી જ રાગ-દ્વેષ ગ્રસ્ત કર્મમલથી મલિન જ છે. અનંત ચારિત્ર ગુણ ઉપર કમળનું આવરણ આવવાથી ગુણની પ્રકૃતિઓ દબાઈ ગઈ છે અને વિકૃતિઓ સામે આવી ગઈ છે. જેવી રીતે દૂધની પ્રકૃતિ શું હતી? અને એમાં ખટાશ મળવાના કારણે ફાટી જવાથી વિકૃતિનું નિર્માણ થાય છે. હવે ફાટી ગયેલા દૂધના ગુણધર્મ બદલાઈ ગયા. એવી રીતે આત્મારૂપી શુદ્ધ-સ્વચ્છ દૂધમાં રાગ-દ્વેષની ખટાશ મળવાથી આત્મારૂપી દૂધ ફાટી ગયું, મલિન થયું કર્મમળસંયુક્ત આત્મા અનાદિ કાળથી કર્મથી બંધાયેલે આજે પણ અશુદ્ધ દ્રવ્ય છે. - ત્રીજા અનંત ચારિત્ર-યથાખ્યાત સ્વરૂપના ગુણ પર આવેલા કર્મના આવરણનું નામ છે “મેહનીય કર્મ” જે મોહ-મમત્વ ઉત્પન કરે છે, એ જ મેહ રાગ ભાવ છે. જેવી રીતે દારૂ–શરાબ પીધેલે મનુષ્ય સાચું જ્ઞાન, વિવેક ભૂલે છે અને નશામાં કંઈનું કઈ કરી બેસે છે તેવી રીતે મોહનીય કર્મથી મહ ગ્રસ્ત જીવ સાર–અસારનું જ્ઞાન ભૂકે છે. વિવેક ભૂલે છે. પિતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલીને બાહ્ય જડ પદાર્થોમાં આસક્ત થાય છે. જે પોતાના ગુણ છે તેને ભૂલીને..પ્રકૃતિને છોડીને જે પિતાના નથી, જે પિતાની પ્રકૃતિ નથી તેને અપનાવે છે, સ્વીકારે છે. મારી-મારી કહીને..મારાપણાની વિકૃતિ–મોહ-મમત્વ નિર્માણ કરે છે, જેવી રીતે કાલ સુધી જે કન્યાની પાછળ કોઈ રાગ ન હતા, મેહ ન હતો અને આજે પ્રેમ થઈ ગયું છે તે હવે તેની પાછળપાછળ પ્રેમમાં આસક્ત– પાગલ બનીને ફૂલ પરના ભમરાની જેમ ફરતે રહે છે. બસ, તેને ખાતા-પીતા, દિવસે-રાત્રે પ્રેમિકા જ દેખાય છે. તેવી રીતે પોતાની પ્રકૃતિ, પોતાના મૂળભૂત સ્વભાવને ભૂલી ગયેલા જીવને હવે વિકૃતિ જન્ય મેહ દશામાં દિવસે-રાત્રે, ખાતા–પીતા.. મારુ મારું આ બધું દેખાય છે. આ જ જીવની મેહ દશા છે. મોહનીય કર્મ છે. આઠે કર્મોમાં સૌથી પ્રબલ કેઈ કામ હોય તો તે મેહનીય કર્મ છે. મોહનીય કર્મના અનેક ભેદ છે. એનું કાર્ય અનેક ક્ષેત્ર સંબંધો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org