Book Title: Newzeland Parichaya Pustika
Author(s): Ramanlal C Shah
Publisher: Parichay Trust Mumbai
Catalog link: https://jainqq.org/explore/002043/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ – ૯૯૪ ન્યૂ ઝીલૅન્ડ રમણલાલ ચી. શાહ ૨. ૬.૦૦ Page #2 -------------------------------------------------------------------------- ________________ સર્વસામાન્ય જ્ઞાનની સરવાણી પરિચય ટ્રસ્ટ એક એવી સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિ કરી રહ્યું છે જે પ્રકારની પ્રવૃત્તિ ગુજરાતી ભાષામાં બીજા કોઈએ કરી નથી. પરિચય પુસ્તિકા પ્રવૃત્તિના આદ્ય સ્થાપકો વાડીલાલ ડગલી અને યશવંત દોશીએ દર મહિને વિવિધ વિષય પર પાયાની માહિતી આપતી બે પુસ્તિકાઓ પ્રગટ કરવાનો ૧૯૫૮માં આરંભ કર્યો. ૧૯૯૯ના અંત સુધીમાં ૧૮૪ પુસ્તિકાઓ પ્રગટ થઈ અને ૨૦૦૦ની સાલમાં પ્રગટ થયેલી પુસ્તિકાઓની સંખ્યા ૧૦૦૦નું સીમાચિહ્ન વટાવી જશે. એકસરખી સંપાદકીય ભાતવાળી, આશ્ચર્યકારક વૈવિધ્યવાળી, વ્યાપક ઉપયોગિતા ધરાવતી, વિવિધ વિષયોના ઊંડા અભ્યાસીઓ પાસે તૈયાર કરાવેલી, સરળ પણ પ્રાસાદિક શૈલી ધરાવતી પરિચય પુસ્તિકાઓએ આપણા વિદ્યાજગત તેમ જ આપણા સંસ્કાર જીવનમાં મોટા ગજાનું પ્રદાન કર્યું છે. - વિજ્ઞાનથી માંડીને તત્ત્વજ્ઞાન સુધીના અને સાહિત્યથી લઈને વેપારઉદ્યોગ, રમતગમત, આરોગ્ય, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજકારણ, ઈતિહાસ જેવા અનેક વિષયોને આવરતી પરિચય પુસ્તિકાઓ પ્રગટ થતી આવી છે. સીમિત ક્ષેત્રમાં ઊંડા ને ઊંડા ઊતરતા જતા વિશેષજ્ઞોના આ યુગમાં પણ સર્વસામાન્ય જ્ઞાનનો – જનરલ નૉલેજનો – મહિમા ઓછો નથી થયો. સાહિત્યના વિશેષજ્ઞને અવકાશવિજ્ઞાનમાં કે અર્થશાસ્ત્રના નિષ્ણાતને સંગીત કે ચિત્રકલામાં દિલચસ્પી હોય તેની નવાઈ નથી. આવા જિજ્ઞાસુઓ તેમ જ વિદ્યાર્થીઓ, વ્યવસાયી માણસો, ગૃહિણીઓ જ નહીં, બલ્ક દેશ- વિદેશમાં બની રહેલી ઘટનાઓમાં કે ઝડપથી વિકસતા જતા જગત સાથે તાલ મેળવવા ઉત્સુક હરકોઈ નાગરિકને રસ પડે તેવી માહિતી પરિચય પુસ્તિકા આપે છે. દર મહિને બળે નવા નવા વિષયની પાયાની આધારભૂત માહિતી આપતી આ પુસ્તિકાઓ એક નાના પણ નક્કર માહિતીકોશની ગરજ સારે છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ આદ્ય સંપાદકો વાડીલાલ ડગલી યશવંત દોશી ન્યૂ ઝીલેન્ડ રમણલાલ ચી. શાહ સંપાદક : ચન્દ્રકાન્ત શાહ પરિચય ટ્રસ્ટ, મુંબઈ Page #4 -------------------------------------------------------------------------- ________________ Shah, Ramanlal C. New Zealand : Nations Parichay Trust, Mumbai 2000 પ્રથમ આવૃત્તિ : ૨૦૦૦ મુદ્રક : જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-૩૮૦ ૦૧૪ પ્રકાશક : પરિચય ટ્રસ્ટ મહાત્મા ગાંધી મેમોરિયલ બિલ્ડિંગ, નેતાજી સુભાષ રોડ, ચર્ની રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૨ ટેલિફોન : ૨૮૧૪૦૫૯ મુખ્ય વિક્રતા : નવજીવન ટ્રસ્ટ પો. નવજીવન, અમદાવાદ-૩૮૦ ૦૧૪ ટેલિફોન : ૭૫૪૦૬૩૫ શાખા : ૧૩૦, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૦૨ ટેલિફોન : ૨૦૧૯૭૫૬ રૂ. ૬. ૦ Page #5 -------------------------------------------------------------------------- ________________ ન્યૂ ઝીલૅન્ડ ઈ. સ. ૧૯૭૮માં અને ઈ. સ. ૧૯૯૯માં એમ બે વાર ન્યૂ ઝીલૅન્ડનો પ્રવાસ કરવાની તક મને સાંપડી હતી. બે દાયકા પછીના બીજા પ્રવાસમાં મને નજરે જોવા મળ્યું કે ન્યૂ ઝીલેન્ડની કાયાપલટ કેટલી સરસ થઈ ગઈ છે ! એક નાનોસરખો દેશ પણ ધારે તો કેટલી બધી પ્રગતિ કરી શકે છે તેની પ્રતીતિ થઈ. દુનિયાનાં અત્યંત રમણીય, શાંતિપ્રિય, આંતરિક સંઘર્ષરહિત અને અન્ય દેશો સાથે વેરવિરોધ વિનાના સુખી દેશોમાં ન્યૂઝીલેન્ડને ગણાવી શકાય. ભૌગોલિક વિસ્તાર ન્યૂ ઝીલેન્ડ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં સાવ છેડે આવેલો દેશ છે. ઓસ્ટ્રેલિયાની અગ્નિ દિશામાં ટાસ્માન સમુદ્રમાં ૧, ૨૦૦ માઈલ દૂર તે આવેલો છે. તેને ભૌગોલિક વિસ્તાર ૧,૦૩,૭૩૬ ચોરસ માઈલ એટલે કે ૨,૬૮,૬૭૬ ચોરસ કિલોમિટર છે. ન્યૂ ઝીલેન્ડમાં ઉત્તરમાં આવેલી રેઈન્ગાની ભૂશિરથી દક્ષિણમાં આવેલા ટુઅર્ટ ટાપુ સુધીનું અંતર ૧,૬૮૦ માઈલ જેટલું છે. ન્યૂઝીલેન્ડ પહોળો નહીં પણ સાંકડો અને લાંબો દેશ છે. એની આકૃતિ આકાશમાંથી કોઈ માણસ દરિયામાં ડૂબકી મારવા પડતો હોય એવી લાગે છે. ભૌગોલિક વિસ્તારમાં ઇંગ્લેન્ડ કે જાપાન સાથે તેને સરખાવી શકાય. પરંતુ એટલા જ વિસ્તારમાં ઇંગ્લેન્ડની વસતિ પાંચ કરોડ કરતાં વધુ છે. અને જાપાનની વસતિ સાડા દસ કરોડ કરતાં વધુ છે. જ્યારે ન્યૂ ઝીલેન્ડની વસતિ માત્ર પાંત્રીસ લાખ જેટલી છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ ભારતના કોઈ એક મોટા શહેર કરતાં પણ આ વસતિ ઓછી છે. આના પરથી સમજાશે કે વસતિની દષ્ટિએ ન્યૂ ઝીલૅન્ડ કેટલો નાનો અને પાંખો દેશ છે. ન્યૂ ઝીલેન્ડ મુખ્ય બે મોટા દ્વીપમાં વહેંચાયેલો દેશ છે. ઉત્તર દ્વીપ અને દક્ષિણ દ્વિપ વચ્ચે કૂકની સામુદ્રધુની છે. બંને દ્વીપમાં ઘણોબધો તફાવત છે. ન્યૂ ઝીલેન્ડ મુખ્યત્વે પર્વતો અને જ્વાળામુખીઓનો દેશ છે. એનો પોણા ભાગનો પ્રદેશ સમુદ્રની સપાટીથી સરેરાશ આઠસોથી હજાર ફૂટ કરતાં વધુ ઊંચો છે. આ બે મુખ્ય દ્વીપની આસપાસ ન્યૂ ઝીલેન્ડમાં બીજા અનેક નાનામોટા ટાપુઓ આવેલા છે. એકદમ નીચે દક્ષિણ છેડે ટુઅર્ટ ટાપુ છે. ન્યૂ ઝીલૅન્ડ બે મુખ્ય ટાપુઓમાં વહેંચાયેલો દેશ હોવાથી તેનો સમુદ્રકિનારો ઘણો લાંબો છે. એમાં સ્વચ્છ, વિશાળ રેતાળ સમુદ્રતટ પણ ઘણા છે. પરંતુ આટલો લાંબો સમુદ્રકિનારો હોવા છતાં તે એકંદરે છીછરો હોવાથી ન્યૂ ઝીલેન્ડમાં મોટાં બંદરો બહુ નથી. અલબત્ત, બંદરે વિકસાવવાની એને હજુ સુધી બહુ જરૂર પણ પડી નથી. ન્યૂ ઝીલેન્ડના ઉત્તર દ્વિપમાં આશરે ૧૮ ટકા જેટલા પ્રદેશમાં પર્વતો છે. જ્યારે દક્ષિણ દ્વીપમાં આશરે ૭૦ ટકા પર્વતીય પ્રદેશ છે. ઉત્તર દ્વીપમાં કેટલાક ઠરી ગયેલા જવાળામુખીઓ છે એટલે ત્યાં દ્રણ બની ગયેલા, એટલે કે તૂટી ગયેલાં શિખરોવાળા, પવાલાના આકારનો ખાડો ધરાવતા પર્વતો વધુ છે. દક્ષિણ દ્વિીપના મધ્ય ભાગમાં ઉત્તુંગ શિખરોવાળા પર્વતોની લાંબી હારમાળા છે. એમાંના કેટલાક પર્વતો હિમાચ્છાદિત છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ન્યૂ ઝીલેન્ડ ઈતિહાસ ન્યૂ ઝીલેન્ડની સૌથી પહેલી શોધ યુરોપથી વહાણમાં નીકળેલા ડચ શોધસફરી આબેલ ટાસ્માને ઈ. સ. ૧૬૪રમાં કરી હતી. એણે દક્ષિણ પ્રશાંત મહાસાગરની પોતાની સફર દરમિયાન ટાસ્માન ટાપુ ન્યૂ ઝીલેન્ડ, ટોંગા અને ફિજીના ટાપુઓની શોધ કરી હતી. ટાસ્માને ન્યૂ ઝીલૅન્ડના ‘ગોલ્ડન બે'માં પોતાનું વહાણ લાંગર્યું હતું. પરંતુ તે ન્યૂ ઝીલેન્ડના કિનારે પગ મૂકી શક્યો નહોતો. તેનું વહાણ જોઈને સ્થાનિક માઓરી લોકોએ એના પર હુમલા ચાલુ કરી દીધા. અથડામણમાં ટાસ્માનના કેટલાક ખલાસીઓ માર્યા ગયા. પરિણામે ટાસ્માનને પોતાનું વહાણ ઉપાડી ત્યાંથી તરત ભાગવું પડ્યું હતું. ટાસ્માને પહેલવહેલી આ જગ્યાની નોંધ પોતાના નકશામાં કરી હતી. એની યાદગીરીરૂપે ન્યૂ ઝીલૅન્ડના આ સ્થળે પછીથી એનું સ્મારક કરવામાં આવ્યું છે. ટાસ્માને દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ન્યૂઝીલેન્ડ આવતાં પહેલાં જે એક ટાપુ શોધ્યો તેને નામ અપાયું ટાસ્માનિયા. આ ટાપુ ત્યાર પછી ઑસ્ટ્રેલિયાના એક ભાગ તરીકે જોડાઈ ગયો હતો. નવાઈની વાત તો એ છે કે દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ટાસ્માનિયા, ફિજી, ન્યૂઝીલૅન્ડ, ટોંગા વગેરે ટાપુઓ શોધનાર શોધસફરી ટાસ્માનને, પોતે ઑસ્ટ્રેલિયાની આસપાસ દરિયામાં ઘૂમતો હોવા છતાં, આ મહાસાગરમાં એક મોટો ખંડ છે એ હકીકતની ખબર નહોતી, કારણ કે એ બાજુ જવાનું એને થયું નહોતું. એ ખંડ તે ઑસ્ટ્રેલિયા, જેની શોધ પછીથી થઈ હતી. આબેલ તાસ્માન પછી સવાસો વર્ષ બાદ, ઈ. સ. ૧૭૬૯'૭૦માં બ્રિટિશ નૌકાદળનો એક કેપ્ટન જેમ્સ ફૂક દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં શોધસફર માટે આવ્યો. એણે ઑસ્ટ્રેલિયાની શોધ કરી Page #8 -------------------------------------------------------------------------- ________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ અને તેના દક્ષિણ કિનારાના પ્રદેશને ઈંગ્લેન્ડના એક પ્રદેશના નામ ઉપરથી ‘ન્યૂ સાઉથ વેલ્સ' એવું નામ આપ્યું. એ જ સફર દરમિયાન ઈ. સ. ૧૭૭૦માં કેપ્ટન કૂક માઓરીના આ દેશમાં આવી પહોચ્યો. તે વખતે શોધસરીઓમાં પોતે શોધેલા પ્રદશોને યુરોપનાં નામો આપવાની પ્રથા હતી. એ પ્રણાલિકા મુજબ, જેમ્સ કૂકે યુરોપમાં બાલ્કન સમુદ્રમાં આવેલા ડેન્માર્કના “ઝીલૅન્ડ' નામના ટાપુ જેવા લાગતા. આ ટાપુને ન્યૂ ઝીલૅન્ડ' એવું નામ આપ્યું. જેમ્સ કૂક સૌ પ્રથમ ન્યૂ ઝીલેન્ડની ઉત્તરે બે ઑફ આઈલેન્ડના સમુદ્રકિનારે ઊતર્યો હતો. ત્યાર બાદ એની યાદગીરી તરીકે ત્યાં એક સ્મારક કરવામાં આવ્યું છે. ટાસ્માનને ન્યૂઝીલેન્ડના આ પ્રદેશના સ્થાનિક માઓરી લોકો સાથે લડાઈ થઈ, પરંતુ જેમ્સ કૂક વ્યવહારદક્ષ હતો. એણે જ્યાં જ્યાં પોતાનું વહાણ લાંગર્યું ત્યાં ત્યાં સ્થાનિક માઓરી લોકો સાથે શાંતિમય, સુલેહભર્યો વર્તાવ કર્યો. આ રીતે એણે વહાણમાં સમગ્ર ન્યૂ ઝીલેન્ડની કિનારે કિનારે પ્રદક્ષિણા કરી. એણે બે કપ વચ્ચેની સામુદ્રધુની પણ શોધી અને ત્યાર પછી ત્યાંથી તે પાછો ફર્યો. ઝીલૅન્ડનું માઓરી લોકોએ આપેલું મૂળ નામ “આઓટે-- આરોઆ' છે. એનો અર્થ થાય છે “શ્વેત વાદળાંઓનો પ્રદેશ'. આ નામ યથાર્થ છે. ન્યૂ ઝીલેન્ડમાં કાળા ઘનઘોર વાદળાં જવલ્લે જ જોવા મળે છે. પરંતુ શ્વેત વાદળાં અને નાની નાની વેત વાદળીઓ આકાશમાં લગભગ સતત જોવા મળે છે. દક્ષિણ ટાપુમાં તો શિયાળામાં બરફ પડે છે એટલે પણ તે શ્વેત લાગે છે. જેમ્સ કે ન્યૂ ઝીલૅન્ડનો પ્રદેશ શોધી આપ્યો તે પછી અંગ્રેજોએ એના પર પોતાનું આધિપત્ય જમાવવા વખતોવખત પ્રયાસો કર્યા અને છેવટે એમાં અંગ્રેજ ફાવ્યા. Page #9 -------------------------------------------------------------------------- ________________ ન્યૂ ઝીલેન્ડ બે ઑફ આઈલેન્ડના કિનારે અંગ્રેજોએ પોતાનું થાણું સ્થાપ્યું અને ત્યાં વાઈતાંગી નામના સ્થળે પોતાનાં મકાનો બાંધ્યાં. હોન્સન નામના એક ચતુર, બાહોશ અંગ્રેજની ન્યૂ ઝીલૅન્ડના પ્રથમ ગવર્નર તરીકે નિમણૂક થઈ. ગોરી ચામડીવાળા વિદેશીઓના આગમન સામે સ્થાનિક માઓરી લોકોનો ઘણો વિરોધ હતો. પરંતુ બંદૂક જેવાં આધુનિક ઘાતક શસ્ત્રોના પ્રભાવે અંગ્રેજોએ વર્ચસ્વ જમાવ્યું. વળી, માઓરી લોકોમાં ફાટફૂટ પડાવી આધિપત્ય જમાવવામાં પણ અંગ્રેજો ફાવ્યા. ન્યૂ ઝીલેન્ડનો સમગ્ર પ્રદેશ માઓરી લોકોની માલિકીનો હતો અને તેઓની જુદી જુદી ટોળીઓમાં, કબીલાઓમાં જમીનની ફાળવણી થયેલી હતી. અંગ્રેજોને પોતાનાં થાણાં સ્થાપવા અને વધારવા માટે વધુ જમીન જોઈતી હતી. તે વખતે વાઈતાંગીમાં ૬ઠી ફેબ્રુઆરી, ૧૮૪૦ના રોજ માઓરી લોકો અને ગવર્નર હોમ્સન વચ્ચે સંધિકાર અને સહીસિક્કા થયા. પરંતુ ત્યાર પછી એક અથવા બીજા બહાના હેઠળ અંગ્રેજો સંધિકરારનો થોડો થોડો ભંગ કરતા ગયા અને પોતાનો પ્રદેશ વધારતા ગયા. ઈ. સ. ૧૮૫રમાં ન્યૂઝીલેન્ડને થોડી સ્વતંત્ર સત્તા સાંપડી. તેને પોતાની સામાન્ય વિધાનસભા ચૂંટવાનો અધિકાર મળ્યો. ઈ. સ. ૧૮૯૩માં વિધાનસભાની આવી ચૂંટણીમાં મત આપવાનો અને ઉમેદવાર તરીકે ઊભા રહેવાનો અધિકાર મહિલાઓને પણ આપવામાં આવ્યો. એટલે એમ મનાય છે કે લોકશાહીમાં ચૂંટણીમાં ભાગ લેવાનો મહિલાઓને અધિકાર દુનિયામાં સર્વ પ્રથમ ન્યૂ ઝીલેન્ડમાં ૧૮૯૩માં અપાયો હતો. ઈ. સ. ૧૮૯૭માં ન્યૂ ઝીલેન્ડને બ્રિટિશ સંસ્થાનમાંથી ડોમિનિયન’નું પદ આપવામાં આવ્યું હતું. પહેલા વિશ્વયુદ્ધ પછી ન્યૂ ઝીલેન્ડને વધુ સત્તા આપવમાં આવી હતી અને બીજા વિશ્વયુદ્ધ પછી, ૧૯૪૧માં બ્રિટિશ પાર્લામેન્ટ ન્યૂ ઝીલૅન્ડ માટે કાયદા ઘડવાની Page #10 -------------------------------------------------------------------------- ________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ પોતાની સત્તા જતી કરી અને ત્યાર પછી એ સત્તા ન્યૂ ઝીલેન્ડને આપવામાં આવી હતી. અલબત્ત, હજુ તે બ્રિટિશ દોરવણી પ્રમાણે જ રાજ્ય કરતું રહ્યું હતું. ૧૯૮૦ પછી ન્યૂ ઝીલેન્ડે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વિશ્વના રાજકારણમાં ભાગ લેવો ચાલુ કર્યો હતો. માઓરી, ન્યૂ ઝીલેન્ડમાં પ્રાચીન સમયથી રહેતી આદિવાસી પ્રજા તે માઓરી લોકો છે. જ્યારે અંગ્રેજોએ ન્યૂ ઝીલેન્ડમાં વસવાટ કર્યો નહોતો અને ન્યૂ ઝીલેન્ડની શોધ થઈ નહોતી તે પૂર્વે ન્યૂ ઝીલેન્ડમાં રહેનારા લોકો તે માઓરી આદિવાસીઓ છે. મારીઓમાં જુદી જુદી જાતિઓ છે તે બધી સંપીને રહે છે. ન્યૂઝીલેન્ડની જમીન જુદી જુદી જાતિના માઓરી લોકોમાં વહેંચી આપવામાં આવેલી છે. જૂના જમાનામાં કોઈને પોતાની જમીન બીજાને વેચવાનો ત્યાં હક નહોતો. પોતાની જમીનના રક્ષણ માટે માઓરીઓએ અંગ્રેજોને ભારે લડત આપી હતી. માઓરી લોકો જે ભાષા બોલે છે તે “માઓરી' તરીકે ઓળખાય છે. ‘માઓરી'નો અર્થ થાય છે ‘સ્થાનિક દેશવાસી'. એક મત પ્રમાણે, છેલ્લાં ૬૦૦ વર્ષથી મારી લોકો આ ટાપુઓ પર આવીને વસેલા છે. બીજા મત પ્રમાણે તો છેલ્લાં એક હજાર વર્ષથી ન્યૂઝીલેન્ડની ધરતી પર તેમનો વસવાટ થયેલો છે. ખોદકામ કરતાં મળેલાં સાંસ્કૃતિક અવશેષો પરથી એમ મનાય છે કે લગભગ ચૌદસો વર્ષ પહેલાં આ ટાપુઓ પર માનવવસવાટ હતો. માઓરીઓની પોતાની દંતકથા પ્રમાણે તેમના પૂર્વજો ન્યૂ ઝીલેન્ડની ઈશાન (પૂર્વોત્તર) દિશામાંથી હવાઈકી ટાપુ પરથી આવ્યા છે. દક્ષિણ પ્રશાંત મહાસાગરના આ વિસ્તારમાં સૈકાઓ પૂર્વે આદિવાસી ટોળીઓ ખેતી, શિકાર, માછલી, ઘેટાંનો ઉછેર વગેરે આ ટાપુઓ ન્યૂ ઝીલેન્ડની ધરા મત પ્રમાણે તો Page #11 -------------------------------------------------------------------------- ________________ ન્યૂ ઝીલેન્ડ જરૂરિયાત સંતોષવા માટે એક ટાપુ ઉપરથી બીજા ટાપુ ઉપર પોતાનાં હોડકાંઓમાં સ્થળાંતર કરતી રહેતી હતી. એ રીતે હવાઈકી, ટોગા, સમોઆ, ફિજી, પપુઆ વગેરે ટાપુઓની ટોળીઓ પોતાની આજીવિકા મેળવવા અને અસ્તિત્વ ટકાવી રાખવા એક ટાપુ પરથી બીજા ટાપુ પર જતી. તેઓમાં માંહોમાંહે લગ્નસંબંધો પણ સ્થપાતા. એવી પ્રજા વર્તમાન સમયમાં પૉલિનેશિયન (બહુદેશીય) તરીકે ઓળખાય છે. એવા જે પૉલિનેશિયન લોકો ન્યૂ ઝીલૅન્ડના ટાપુઓમાં આવીને વસ્યા તે માઓરી તરીકે ઓળખાયા. ૯ માઓરી લોકો ગોરી અથવા ઘઉંવર્ણી ચામડીના છે. એમનો ચહેરો ગોળ અથવા લંબગોળ છે. તેમના વાળ ટૂંકા અને વાંકડિયા છે. તેઓ શરીરે ભરાવદાર, ઊંચા અને સશક્ત છે. તેઓ બુદ્ધિશાળી, કલાનિપુણ અને પ્રેમાળ છે. માઓરી લોકો પોતાના પૂર્વજોને માટે બહુ લાગણી અને શ્રદ્ધા ધરાવે છે. તેઓ એમ માને છે કે પોતાને અત્યારે જે કંઈ શક્તિ અને સુખ પ્રાપ્ત થાય છે તે પોતાના વડવાઓની પ્રેરણાથી, આશીર્વાદથી પ્રાપ્ત થયા, એટલા માટે માઓરીઓમાં વડીલો પ્રત્યે પૂજ્ય ભાવ હોય છે. શહેરોમાં રહેતા માઓરીઓ દૂરના ટાપુઓમાં કે જંગલોમાં રહેતાં પોતાનાં માતાપિતાને મળવા વખતોવખત જાય છે. વડવાઓ માટેના આવા ઊંડા પ્રેમને કારણે માઓરીમાં પોતાની વંશાવલિ મોઢ રાખવાની પ્રથા છે. કેટલાક માઓરીઓ તો લાકડાની કલાકૃતિમાં પોતાની વંશાવલિ પણ કોતરે છે. મૃત્યુ પછી તેમનો આત્મા વડવાઓ સાથે ભળી જાય છે એમ તેઓ માને છે. મહેમાનોનું સ્વાગત કરવા માટે જીભ બહાર કાઢવાનો માઓરીમાં રિવાજ છે. એટલે ઘણીબધી કલાકૃતિઓમાં જીભ બહાર કાઢેલી મનુષ્યાકૃતિ જોવા મળશે. માઓરી નૃત્યમાં પણ જીભ Page #12 -------------------------------------------------------------------------- ________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ બહાર કાઢવાની પ્રથા છે. શ્વેત યુરોપિયનોને માઓરીઓ પોતાની ભાષામાં “પાકેહા' કહે છે. માઓરી લોકો દેવદેવીઓમાં ઘણી શ્રદ્ધા ધરાવે છે. સમુદ્ર, જંગલ, વાયુ, ધરતીકંપ, વરસાદ, આકાશ, પૃથ્વી – એ દરેકના જુદા જુદા દેવ છે. આકાશને તેઓ પિતા તરીકે અને ધરતીને માતા તરીકે ઓળખાવે છે. આકાશ માટે માઓરી શબ્દ છે “રાંગી' અને ધરતી માટે શબ્દ છે “પાપા તુ આનુકુ'. આકાશ અને ધરતીના મિલનથી આ સંસાર ઉભવ્યો છે તેમ તે માને છે. માઓરી લોકોને “મોસા-શિકારી' તરીકે ઓળખાવવામાં આવે છે. આ ટાપુ પર મોસા નામનાં શાહમૃગ જેવાં, મનુષ્ય કરતાં પણ ઊંચાં એવાં ઘણાં પક્ષીઓ હતાં. તે ઊડી શકતાં નહોતાં. માઓરી લોકો એનો પોતાના ખોરાક માટે અને એનાં હાડકાંમાંથી ઓજારો અને ઘરેણાં બનાવવા માટે એટલા મોટા પાયા ઉપર શિકાર કરતા રહ્યા હતા કે છેવટે મોસા પક્ષીનું નિકંદન નીકળી ગયું. પરિણામે, હવે એનું અસ્તિત્વ પૃથ્વી પર રહ્યું નથી. વર્તમાન સમયમાં માઓરી લોકો આધુનિક થતા જાય છે. અંગ્રેજી માધ્યમવાળી શાળાઓમાં તેઓ અભ્યાસ કરે છે. નોકરીધંધામાં તથા પહેરવેશમાં તેઓ અંગ્રેજો જેવા જ થવા લાગ્યા છે. તેઓ પાર્લમેન્ટમાં ચૂંટાય છે અને પ્રધાન પણ બને છે. ધર્મની દષ્ટિએ કેટલાયે માઓરી હવે પોતાનો જૂનો ધર્મ છોડી ખ્રિસ્તી થઈ ગયા છે. જોકે, દૂર દૂરના નાના નાના ટાપુઓમાં જૂના માઓરી રીતરિવાજે હજુ સચવાઈ રહ્યા છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ બૉલૅન્ડ માઉન્ટ કૂક મિલાર્ડ સાઉન્ડ • વાતોમો પ્રેમાઉથ ન્યૂ ઝીલૅન્ડ ન્યૂ ઝીલૅન્ડ કેમિલ્ટન નેલ્સન ટાઉપો કૂકની સામુદ્રધુની દ્રાસ્માન બે ટિખાનો ક્વીન્સ ટાઉન રોટોઆ વૅલિંગ્ટન ક્રાઇસ્ટચર્ચ ડનેહિન સ્ટુઅર્ટ ટાપુ ૧૧ ઉત્તર દ્વીપ દક્ષિણ દ્વીપ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ વસતિ ન્યૂ ઝીલૅન્ડની અત્યારની આશરે પાંત્રીસ લાખની વસતિમાં છઠ્ઠા ભાગની વસતિ માઓરી લોકોની છે. ઈ. સ. ૧૮૪૦માં બ્રિટિશ સંસ્થાન તરીકે ન્યૂ ઝીલૅન્ડની વિધિવત્ સ્થાપના થયા પછી અંગ્રેજોનો વસવાટ ત્યાં થયો અને ત્યાંની ખીણોમાં સોનું નીકળતાં તેની સંખ્યા વધી હતી. વિદેશીઓના વસવાટ પછી, ચેપી રોગો, મારામારી, કત્લેઆમ વગેરેને લીધે માઓરી લોકોની વસતિ ત્યાં ઘટવા લાગી હતી. પરંતુ હવે તે પાછી વધી છે. ન્યૂ ઝીલૅન્ડની કુલ વસતિમાંથી न्यू ઉત્તર દ્વીપમાં પોણા ભાગની વસતિ વસે છે, અને ચોથા ભાગની વસતિ દક્ષિણ દ્વીપમાં છે. ઑકલૅન્ડ, હેમિલ્ટન, રોટોરુઆ, વૅલિંગ્ટન, ક્રાઇસ્ટચર્ચ, ક્વીન્સ ટાઉન, ડનેડિન જેવાં મોટાં શહેરોમાં જ દેશની લગભગ એંસી ટકા જેટલી વસતિ વસે છે એટલે કે સમુદ્રકિનારે કે સમુદ્રથી થોડા માઈલના અંતરે ઘણોખરો વસવાટ થયો છે. બાકીના પ્રદેશોમાં વસતિ છૂટીછવાઈ છે. દક્ષિણ દ્વીપમાં જેમ જેમ નીચે જઈએ તેમ તેમ વસતિ ઓછી થતી જાય છે. એ બાજુ પ્રવાસ કરતા હોઈએ તો ક્યારેક માઈલો સુધી રસ્તામાં ન ઘર જોવા મળે કે ન કોઈ માણસ . ન્યૂ ઝીલૅન્ડમાં કાયમી વસવાટ માટે અંગ્રેજો ઉપરાંત જે પ્રજાઓ કાળક્રમે આવતી ગઈ તેમાં ડેન્માર્ક, હોલેન્ડ, જર્મની, ગ્રીસ, ક્રોએશિયા, હંગેરી, ચીન, ઇન્ડોચાઇના, ભારત વગેરે દેશના લોકો છે. આવા વસાહતીઓની કુલ વસતિ સમગ્ર દેશની વસતિના ચાર ટકા જેટલી છે. તેમાંના કેટલાકની તો અત્યારે બીજી, ત્રીજી કે ચોથી પેઢી ચાલી રહી છે. કેટલાક ભારતીય લોકો નોકરી કે મજૂરી કરવા ફિજી ગયેલા અને પછી ત્યાંથી સ્થળાંતર કરીને ન્યૂ ઝીલૅન્ડ ગયેલા છે. ગયા સૈકામાં ગુજરાતના નવસારી અને એની આસપાસના વિસ્તારના કેટલાક ગુજરાતીઓને ખેતી કરવા માટે અંગ્રેજો દ્વારા ન્યૂ ઝીલૅન્ડ લઈ જવાયા હતા. તેમના વંશજો આજે પણ ત્યાં વસેલા છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ન્યૂ ઝીલૅન્ડ ૧૩ ન્યૂ ઝીલૅન્ડની પ્રજા એકંદરે સુખી, તંદુરસ્ત અને મળતાવડી છે. આ દેશમાં જમીનની તંગી નથી. એટલે લોકો સારાં બાંધેલાં, બાગબગીચાવાળાં ઘરોમાં રહે છે. બેકારીનું ત્યાં નામ નથી, સિવાય કે સ્વેચ્છાએ કોઈ બેકાર રહેવા ઇચ્છતું હોય. લોકો પોતાનો ફાજલ સમય હવામાનની અનુકૂળતાને લીધે ઇતર, બહારની પ્રવૃત્તિમાં વધારે ગાળે છે. સમુદ્રતટે કરવામાં, ગૉલ્ડ રમવામાં, નૌકાવિહારમાં, ક્રિકેટ, ટેનિસ વગેરે રમતો રમવામાં, પગપાળા પ્રવાસમાં - વગેરેમાં પસાર કરે છે. ન્યૂ ઝીલૅન્ડમાં તબીબી સુવિધા ઘણી સારી છે. લોકોનું આરોગ્ય સારું અને સરેરાશ આયુષ્ય ૭૦ વર્ષ કરતાં વધુ છે. ભાષા અને ધર્મ ન્યૂ ઝીલૅન્ડમાં સ્થાનિક વંશજો તે માઓરી લોકો છે. તેઓ આજે પણ પોતાની માઓરી ભાષા બોલે છે. અંગ્રેજોના આગમન પછી ન્યૂ ઝીલૅન્ડની મુખ્ય ભાષા અંગ્રેજી રહી છે. બ્રિટિશ સામ્રાજ્યના એક દેશ તરીકે પણ ત્યાં અંગ્રેજી ભાષાને અધિકૃત ભાષા તરીકે સ્થાન મળ્યું છે. એટલે ન્યૂ ઝીલૅન્ડની રાષ્ટ્રભાષા અંગ્રેજી રહી છે. અંગ્રેજો ઉપરાંત બીજી જે જે પ્રજાઓ વસવાટ માટે ન્યૂ ઝીલૅન્ડમાં આવી તેમણે પણ અંગ્રેજી ભાષા અપનાવી લીધી છે. ત્યાં શિક્ષણમાં અને સરકારી કામકાજમાં અંગ્રેજી ભાષા બોલાતી અને લખાતી હોવાથી લોકજીવનની ભાષા પણ અંગ્રેજી રહી છે. આમ છતાં, ત્યાં માઓરી પ્રજા મૂળથી વસેલી હોવાથી અને તેમનો પ્રભાવ હોવાથી માઓરી ભાષાને ઈ. સ. ૧૯૮૭થી સરકારી કચેરીઓમાં અને અદાલતમાં સત્તાવાર સ્થાન આપવામાં આવ્યું છે. ન્યૂ ઝીલૅન્ડમાં આવીને વસેલા લોકો મુખ્યત્વે ઇંગ્લૅન્ડ અને યુરોપના અન્ય દેશોના છે. તેઓ ખ્રિસ્તી ધર્મપ્રચારકોને પોતાની સાથે લાવેલ હતા. એટલે તેમનો ખ્રિસ્તી ધર્મ એ ન્યુ ઝીલૅન્ડમાં મુખ્યત્વે પળાતો Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ ધર્મ રહ્યો છે. માઓરી લોકોનો પોતાનો આનુવંશિક ધર્મ છે. ' તદુપરાંત, ભારતમાંથી હિંદુઓ અને ચીનથી બૌદ્ધ ધર્મીઓ ત્યાં જઈને વસેલા હોવાથી તેઓએ પોતાનાં ધર્મસ્થાનકો બનાવ્યાં છે. ખ્રિસ્તી ધર્મમાં પણ ભિન્ન ભિન્ન શાખાઓ હોવાથી તે . એંગ્લિકન, પ્રેમ્બિટેરિયન, રોમન કેથલિક વગેરે સંપ્રદાયોનાં પોતપોતાનાં ભિન્ન ભિન્ન દેવળે છે. અલબત્ત, ધર્મની બાબતમાં હવે ત્યાં પહેલાંના જેવી રૂઢિચુસ્તતા કે સંકુચિતતા રહી નથી. ધર્મને કારણે ત્યાં કોઈ સંઘર્ષો થતા નથી. ન્યૂ ઝીલેન્ડની એક ખાસિયત એ છે કે યુરોપીય પ્રજાનો અને તેમાં મુખ્યત્વે અંગ્રેજોનો ત્યાં બે સૈકા કરતાં અધિક સમયથી વસવાટ હોઈ સમુદ્રકિનારાનાં મોટાં શહેરો, નદી, પર્વત ઇત્યાદિને પાશ્ચાત્ય નામો અપાયાં છે. બાકીના ઘણાખરા પ્રદેશોમાં ગામો, નદીઓ, સરોવર, પર્વતો વગેરેનાં નામો જે મૂળ માઓરી લોકોનાં હતાં તેનાં તે જ રહ્યાં છે. રાજ્યવ્યવસ્થા અને શિક્ષણવ્યવસ્થા ન્યૂ ઝીલૅન્ડમાં વસતિ એટલી ઓછી અને સુખી છે કે ત્યાં પ્રજાના... કોઈ સૈળગતા ગંભીર પ્રશ્નો નથી કે નથી વિદેશીઓનાં આક્રમણનો કોઈ ભય. એથી ત્યાં રાજદ્વારી રસાકસી નથી કે રાજદ્વારી ચળવળ નથી. રાજદ્વારી દષ્ટિએ જુદા જુદા પ્રદેશોનું વ્યવસ્થિત વિભાજન થયેલું છે. અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકશાહી પદ્ધતિએ શાસન ચલાવે છે. સરકારી વહીવટી તંત્ર સક્ષમ અને એકંદરે ભ્રષ્ટાચાર વિનાનું સ્વચ્છ છે. માઓરી લોકો પણ પાર્લમેન્ટના સભ્ય થઈ શકે છે અને પ્રધાન બની શકે છે. હકીકતમાં પાર્લમેન્ટની બેઠકો માઓરી ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. ન્યૂ ઝીલેન્ડમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન આધુનિક કેળવણીની Page #17 -------------------------------------------------------------------------- ________________ ન્યૂઝીલેન્ડ ૧૫, પ્રથા દાખલ કરવામાં આવી હતી. હાલ ત્યાં છથી સોળ વર્ષનાં બાળકો – કિશોરો માટે પ્રાથમિક ને માધ્યમિક કેળવણી મફત અને ફરજિયાત છે. દૂરના પ્રદેશોનાં બાળકો માટે પત્રવ્યવહાર દ્વારા શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જે વિદ્યાર્થીઓ પોતાના ખર્ચે ભણવા ઈચ્છતા હોય તેમને માટે ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે ન્યૂ ઝીલેન્ડમાં ઓકલેન્ડમાં ઓકલેન્ડ યુનિવર્સિટી, વેલિંગ્ટનમાં વિક્ટોરિયા યુનિવર્સિટી, ક્રાઈસ્ટચર્ચમાં કેન્ટરબરી યુનિવર્સિટી, ડેનેડિનમાં ઓટા યુનિવર્સિટી તથા બીજી યુનિવર્સિટીઓ મળીને હાલ કુલ સાત યુનિવર્સિટીઓ છે. આશરે એક લાખ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરે છે. યુનિવર્સિટીઓમાં જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય કરવામાં આવે છે. - માઓરી વિદ્યાર્થીઓને માઓરી બોર્ડ દ્વારા અભ્યાસ માટે વિશેષ ઉત્તેજન અપાય છે. - વેપાર-ઉદ્યોગો . ગાય, ઘેટાં જેવાં પાળેલાં પશુઓનો ઉછેર એ સૈકાઓથી ન્યૂઝીલેન્ડના લોકોનો મુખ્ય વ્યવસાય રહ્યો છે. વસતિના પ્રમાણમાં દૂધનું ઉત્પાદન ઘણું વધુ હોવાથી ડેરી ઉદ્યોગ ત્યાં ઘણો વિકાસ પામ્યો છે. દૂધનો પાઉડર, ચીઝ તથા દૂધની વિવિધ ચીજોનું ઉત્પાદન અને નિકાસનો વેપાર ન્યૂ ઝીલેન્ડ મોટા પાયે કરે છે. સારો વરસાદ અને ફળદ્રુપ જમીન એ બંનેને કારણે ઘેટાં ચરાવવા માટે ન્યૂઝીલેન્ડમાં ઘણી અનુકૂળતા છે. ત્યાં જમીન જરૂરિયાત કરતાં વધુ છે. એટલે ઓસ્ટ્રેલિયાની જેમ ન્યૂઝીલેન્ડમાં પણ મેરિનો વગેરે પ્રકારનાં સારી જાતિનાં ઘેટાંનો ઉછેર ગયા સૈકાથી ચાલુ છે. ઘેટું ન્યૂ ઝીલેન્ડના અર્થતંત્રનું એક મુખ્ય અંગ છે. ઘેટાના ઊનનો અને એમાંથી બનતાં ગરમ કપડાં, ધાબળા વગેરેનો વેપાર ન્યૂ ઝીલેન્ડમાં ઘણી સારી રીતે Page #18 -------------------------------------------------------------------------- ________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ ચાલતો આવ્યો છે. ઉત્તર દ્વિીપ કરતાં દક્ષિણ દ્વીપમાં વિશાળ મેદાનોમાં ચરતાં ઘેટાંનો ઉછેર સવિશેષ થાય છે. ત્યાં ઘેટાંઓ અને પાળેલા કૂતરાઓને કેટલાક ઈશારા-નિશાનીઓ સમજવાની તાલીમ આપવામાં આવે છે. ઘેટાંનું ઊન કેવી રીતે મૂંડવામાં આવે છે તેનું અને એના ઇશારાઓના ખેલપ્રયોગો વિદેશી સહેલાણીઓને ન્યૂ ઝીલેન્ડમાં બતાવવામાં આવે છે. ઝીલેન્ડ જેવા નાના દેશને મોટા પાયાના ઉદ્યોગોની બહુ જરૂર ન રહે. ઘેટાંનો ઉછેર અને માછલીનો શિકાર ઉપરાંત ઘરવપરાશની ચીજવસ્તુઓના ઉત્પાદન માટે ત્યાં પારંપારિક નાના ઉદ્યોગો છે. એની આવકમાંથી જ પ્રજાનું જીવનધોરણ સારું રહી શકે એમ છે. આમ છતાં આધુનિક જીવનશૈલીની દષ્ટિએ આંતરરાષ્ટ્રીય કક્ષાના વેપાર માટે ઉદ્યોગોના વિકાસની ત્યાં આવશ્યકતા છે. એટલે ન્યૂ ઝીલેન્ડમાં હવે લોખંડ, એલ્યુમિનિયમ વગેરેનાં કારખાનાંઓ ચાલુ થયાં છે. મોટરઉદ્યોગ વિકાસ પામ્યો છે. અને તેલની રિફાઈનરી પણ ચાલુ થઈ છે. છેલ્લાં કેટલાંક વર્ષથી વિદેશી સહેલાણીઓનો પ્રવાસ ઘણોબધો વધી જવાને પરિણામે ત્યાં પર્યટન-ઉદ્યોગ પણ ઠીક ઠીક વિકાસ પામ્યો છે. સમય, ચલણ અને રાષ્ટ્રધ્વજ ઝીલેન્ડનો સમય ઇંગ્લેન્ડના ગ્રિનિશ સમયથી બાર કલાક વહેલો છે. એટલે ઇંગ્લેન્ડમાં જ્યારે સવારના છ વાગ્યા હોય ત્યારે ન્યૂઝીલેન્ડમાં સાંજના છ વાગી ગયા હોય. આંતરરાષ્ટ્રીય તારીખરેખાની નજીક ન્યૂ ઝીલૅન્ડ હોવાથી રોજ પૃથ્વીનો પહેલો સૂર્યોદય ન્યૂ ઝીલેન્ડ અને તેની આસપાસના પ્રદેશોમાં થાય છે. ભારત કરતાં ન્યૂઝીલેન્ડનો સમય સાડા છ કલાક વહેલો છે એટલે આપણે ત્યાં Page #19 -------------------------------------------------------------------------- ________________ न्यू ઝીલેન્ડ ૧૩ જ્યારે બપોરના સાડા બાર વાગ્ય હોય ત્યારે ન્યૂ ઝીલૅન્ડમાં સાંજના છ વાગ્યા હોય છે. શિયાળા અને ઉનાળા દરમિયાન ન્યૂ ઝીલૅન્ડમાં સમયમાં એક કલાકનો ફરક કરવામાં આવે છે. ન્યૂ ઝીલૅન્ડનું ચલણ ડૉલર અને સેટનું છે. અમેરિકા ઉપરાંત જેમ કૅનેડા, ઑસ્ટ્રેલિયા, સિંગાપુર વગેરે કેટલાંક રાષ્ટ્રોમાં પોતપોતાના ડૉલરનું ચલણ છે, તેમ ન્યૂ ઝીલૅન્ડનો ડૉલર પણ બહારની દુનિયામાં ‘ન્યૂ ઝીલૅન્ડ ડૉલર’ તરીકે ઓળખાય છે. (હાલ ન્યૂ ઝીલૅન્ડના એક ડૉલર બરાબર આપણા ૨૪ રૂપિયા થાય છે. ) ન્યૂ ઝીલૅન્ડમાં મુખ્યત્વે અંગ્રેજોની વસતિ હોવાથી તથા વર્ષો સુધી ન્યૂ ઝીલૅન્ડ બ્રિટિશ સામ્રાજ્યનું એક સંસ્થાન રહ્યું હોવાથી એના રાષ્ટ્રધ્વજમાં ડાબી બાજુ ઉપરના ખૂણે યુનિયન જૅક છે. ઑસ્ટ્રેલિયાની જેમ ન્યૂ ઝીલૅન્ડ પણ દક્ષિણ ગોળાર્ધમાં આવેલું હોવાથી એટલે કે તે દક્ષિણ દિશાના આકાશના તારાનો (સધર્ન ક્રૉસનો) દેશ હોવાથી એના રાષ્ટ્રધ્વજમાં જમણી બાજુ સધર્ન ક્રૉસના ચાર તારાઓ રાખવામાં આવ્યા છે. આખોહવા ન્યૂ ઝીલૅન્ડ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલો દેશ હોવાથી તેનો ઉત્તર છેડો વિષુવવૃત્તની નીચે છે અને દક્ષિણ છેડો દક્ષિણ ધ્રુવની ઉપર છે. એટલે ન્યૂ ઝીલૅન્ડની આબોહવા સમશીતોષ્ણ જેવી છે. ઉત્તર ટાપુમાં સાધારણ ગરમ અને દક્ષિણ ટાપુમાં ઠંડું હવામાન છે. આમ છતાં ન્યૂ ઝીલૅન્ડમાં અતિશય ગરમી કે અતિશય ઠંડી પડતી નથી. વળી, તે દક્ષિણ ગોળાર્ધમાં હોવાથી ત્યાં ઋતુચક્ર પણ ઊંધું ચાલે છે. એટલે કે ડિસેમ્બર – જાન્યુઆરીમાં ત્યાં ઉનાળો હોય છે. અને જુલાઈઑગસ્ટમાં ત્યાં શિયાળો હોય છે. ન્યૂ ઝીલૅન્ડમાં બારે માસ છૂટોછવાયો વરસાદ પડતો રહે છે. એમાંય Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ પશ્ચિમ કાંઠે વરસાદ વધુ રહે છે. સમગ્ર દેશમાં સરેરાશ વરસાદ એશી ઇંચ જેટલો પડે છે. પરંતુ વસતિવાળા પ્રદેશમાં તે ૩૦થી ૬૦ ઇંચ જેટલો રહે છે. શિયાળામાં દક્ષિણ દ્વીપમાં અને વિશેષત: પહાડી પ્રદેશમાં બરફ પડે છે. ન્યૂ ઝીલૅન્ડની ચારે બાજુ મહાસાગર હોવાથી એનું હવામાન થોડું ભેજવાળું રહે છે. પશ્ચિમ દિશાનો પવન ત્યાં સતત ફૂંકાય છે. એથી આકાશમાં વાદળાંઓ ચડી આવે છે, પણ તે વધુ વખત રહેતાં નથી. આકાશ થોડી વારમાં સ્વચ્છ થઈ જાય છે અને સૌમ્ય તડકો નીકળતાં હવામાન ખુશનુમા બની જાય છે. ન્યૂ ઝીલૅન્ડમાં પર્યાવરણનું થોડુંક પ્રદૂષણ મોટાં શહેરોમાં છે પણ નહીં જેવું છે. એકંદરે એની આબોહવા આરોગ્ય માટે ઘણી જ સારી છે. પ્રદેશો ન્યૂ ઝીલૅન્ડનું ભૌગોલિક અને વહીવટી દષ્ટિએ જુદા જુદા પ્રદેશમાં કે ઇલાકામાં વિભાજન થયું છે. ઉત્તર દ્વીપ અને દક્ષિણ દ્વીપ એના બે મુખ્ય વિભાગો છે. ઉત્તર દ્વીપમાં વાઇકાતો, પૂર્વ પ્રદેશ અને વાંગાનુઈ એ ત્રણ મુખ્ય ઇલાકા છે. દક્ષિણ દ્વીપમાં નેલસન- માલંબરો, પશ્ચિમ કાંઠો, કેન્ટરબરી અને દક્ષિણ પ્રદેશ એવા ચાર મુખ્ય ઇલાકા છે. છેલ્લે દક્ષિણમાં અલગ સ્ટુઅર્ટ ટાપુ છે. આ ઇલાકાના પેટાવિભાગો પણ છે. દરેક વિભાગની પોતાની કેટલીક ભૌગોલિક, ઐતિહાસિક કે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ છે. ઉત્તરમાં ઑકલૅન્ડની આસપાસના પ્રદેશમાં નેવું માઈલ કરતાં વધુ લાંબો સળંગ રેતાળ સમુદ્રકિનારો છે. ઑકલૅન્ડની દક્ષિણે વાઇકાતો નદી અને ટાઉપો સરોવરનો પ્રદેશ છે. ઉત્તર દ્વીપનો મધ્ય ભાગ ઠરી ગયેલા જ્વાળામુખીઓનો છે. પશ્ચિમ બાજુ માઉન્ટ એગ્મૉન્ટના (તારાનાકીના) પ્રદેશમાં નૅશનલ પાર્ક છે. પૂર્વ બાજુ ઘેટાંઓના Page #21 -------------------------------------------------------------------------- ________________ ન્યૂ ઝીલેન્ડ ચરણનો પ્રદેશ અને દૂધની ડેરીઓ છે. ઉત્તર અને દક્ષિણ કપની વચ્ચે કૂકની સામુદ્રધુની છે. દક્ષિણ દ્વીપના ઉત્તર પ્રદેશમાં નેલસન અને માર્કબરો વિસ્તારમાં ગીચ ઝાડી હોવાથી ત્યાં નેશનલ પાર્ક કરવામાં આવ્યો છે. પશ્ચિમના પ્રદેશમાં તથા કેન્ટરબરી અને ઓટાગો વિસ્તારમાં જંગલો છે. ત્યાં પણ નેશનલ પાકે છે. તથા હિમાચ્છાદિત શિખરો છે. સર્વોચ્ચ પર્વત માઉન્ટ કૂક આ વિસ્તારમાં છે. તદુપરાંત મિલફર્ડ સાઉન્ડ વગેરે પ્રવાસીઓ માટેનાં આકર્ષક સ્થળો પણ આ વિસ્તારમાં છે. છેક દક્ષિણે ટુઅર્ટ ટાપુમાં વસતિ નહીં જેવી છે. પર્વતો ન્યૂ ઝીલેન્ડ સુષુપ્ત - ઠરી ગયેલા જ્વાળામુખી પર્વતો અને હિમાચ્છાદિત શિખરોનો પ્રદેશ છે. કોઈ કોઈ જ્વાળામુખી ક્યારેક સક્રિય થઈ જાય છે. જ્વાળામુખીઓ હોવાને કારણે ત્યાં હળવા પ્રકારના ધરતીકંપ પણ વરસમાં સોએક જેટલા થાય છે. - દક્ષિણ દ્વિીપનાં હિમાચ્છાદિત શિખરોને સધર્ન આગ્સ કહેવામાં - આવે છે. - “આ૫” શબ્દનો સાદો અર્થ થાય છે ઉત્તુંગ હિમાચ્છાદિત પર્વત. યુરોપમાં સ્વિટઝર્લેન્ડમાં આસ છે. એટલે યુરોપીય શોધસફરીઓએ દક્ષિણ ગોળાર્ધમાં આવેલાં આ હિમશિખરો માટે “સધર્ન આગ્સ' એવું નામ આપ્યું છે. ન્યૂ ઝીલેન્ડમાં દસ હજાર ફૂટથી વધુ ઊંચા એવા સત્તા પર્વતો છે. એમાં સૌથી ઊંચો પર્વત માઉન્ટ લૂક છે. એની ઊંચાઈ હાલ ૧૨,૩૧૫ ફૂટ છે. (પહેલાં એની ઊંચાઈ ૧૨, ૩૪૯ ફૂટની હતી, પરંતુ હિમશિખરનો ઉપરનો ભાગ તૂટી પડતાં ઊંચાઈ ઘટી છે.) માઉન્ટ કના હિમાચ્છાદિત શિખર પર પ્રવાસીઓને ઊતરવા માટે હેલિકૉપ્ટરની સુવિધા છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ હિમાચ્છાદિત શિખરો હોય ત્યાં હિમનદીઓ-પ્લેશિયર પણ હોય. ન્યૂ ઝીલૅન્ડમાં ફોક્સ શ્લેશિયર, ફ્રાન્ડ જોસેફ ગ્લેશિયર, ટાસ્માન ગ્લેશિયર વગેરે હિમનદીઓ જાણીતી છે. સાહસિકો પગે ચાલીને આ ગ્લેશિયર પર જાય છે. પગપાળું જવું શક્ય ન હોય એવા કેટલાક પ્રવાસીઓ હેલિકોપ્ટરમાં પણ ત્યાં જઈ શકે છે. નદીઓ અને સરોવરો ન્યૂ ઝીલેન્ડ લાંબો પણ સાંકડો દેશ છે. એના મધ્ય ભાગમાં પર્વતો અને સરોવરો આવેલાં છે. એટલે ત્યાં નદીઓ લંબાઈમાં નાની અને સાંકડી છે. પર્વતવિસ્તારમાંથી નીકળી ત્વરિત ગતિએ ધસમસતી તે સમુદ્રને મળે છે. ન્યૂ ઝીલેન્ડની નદીઓ બહુ ઊંડી ન હોવાથી એનો જલમાર્ગ તરીકે ખાસ વિકાસ થયો નથી. પરંતુ વીજળીના ઉત્પાદન માટે એનો ઉપયોગ થાય છે. ઉત્તર દ્વીપમાં આવેલી વાઈકાતો નદી ન્યૂઝીલેન્ડની મોટામાં મોટી – ર૭૦ માઈલ – લાંબી નદી છે. તે ટાઉપો નામના સરોવરમાંથી નીકળી ઑકલૅન્ડ પાસે સમુદ્રને મળે છે. કલુથા, વાંગાનુઈ વગેરે બીજી મોટી નદીઓ છે. ન્યૂ ઝીલેન્ડ સરોવરોનો દેશ છે એનાં સરોવરો પર્વતીય વિસ્તારમાં આવ્યાં છે. એમાં મોટામાં મોટું સરોવર ટાઉપો છે. ઉત્તર દ્વીપની વચ્ચે તે આવેલું છે. એમ મનાય છે કે આશરે બે હજાર વર્ષ પહેલાં અહીં જવાળામુખી ફાટ્યા પછી જે વિશાળ દ્રોણ થયો તેમાં આસપાસના વિસ્તારોમાંથી પાણી ભરાતાં આ સરોવર બન્યું છે. ટાઉપો હવાખાવાના, સહેલગાહના, જલરમતો માટેના અને મત્સ્ય-શિકારના એક સ્થળ તરીકે મશહૂર છે. એની પાસે તાઉહાસ પર્વત આવેલો છે. ત્યાંથી આસપાસનું રમણીય દશ્ય નિહાળવાનું ગમે એવું છે. વળી, પાસે આવેલી વાઈકાતો નદીનો પ્રવાહ એક સ્થળે ધોધની જેમ વહે છે, જે હુકા ધોધ તરીકે Page #23 -------------------------------------------------------------------------- ________________ ન્યૂ ઝીલૅન્ડ ૨૧ ઓળખાય છે. પ્રવાસીઓ માટેનું એ એક અનેરું આકર્ષણ છે. દક્ષિણ દ્વિપમાં ટેકાપો, પુકાકી, વનાકા, વાકારિપુ, ટિઆને વગેરે સરોવરો છે. તેમાં ટિઆનો નામનું સરોવર સુપ્રસિદ્ધ છે. એના પાણીનો આછા મોર છ જેવો રંગ મનમોહક છે. જવલ્લે જ એવા રંગનો વિશાળ જલરાશિ બીજે ક્યાંય જોવા મળે. સરોવરોની જેમ ન્યૂ ઝીલેન્ડ ખીણ -ખાડીઓનો દેશ છે. હજારો કે લાખો વર્ષ પૂર્વે ધરતીકંપને કારણે પર્વતોની વચ્ચેના ખીણ પ્રદેશમાં સમુદ્રનાં પાણી ભરાયાં હોય તેવા જલવિસ્તારો ન્યૂ ઝીલેન્ડમાં ઘણા છે. એમાં રેતાળ કિનારો નથી હોતો, પણ બેય બાજુ થોડા ડૂબેલા ડુંગરો હોય છે. આવા જલવિસ્તારો અત્યંત રમણીય છે. નૌકામાં એનો પ્રવાસ બહુ આનંદદાયક બને છે. દક્ષિણ દ્વિીપમાં માલબરો સાઉન્ડનો અથવા ટિઆનો પાસે મિલફર્ડ સાઉન્ડનો કે ડાઉટફુલ સાઉન્ડનો પ્રવાસ એક વિશિષ્ટ યાદગાર અનુભવ બની રહે છે. કેટલાક સાહસિકો રાત્રિરોકાણ તંબૂમાં કરીને ડુંગરની કેડીએ કેડીએ મિલફર્ડ સાઉન્ડ સુધી પહોચે છે અને આસપાસના વિસ્તારોમાં ઘૂમે છે. નેશનલ પાર્ક – (રાષ્ટ્રીય અભયારણ્ય) સમગ્ર વિશ્વમાં છેલ્લા એક સૈકાથી એવી જાગૃતિ આવી છે કે પશુપક્ષીઓ અને વનસ્પતિથી કુદરતી રીતે રમ્ય એવા વિશાળ પ્રદેશોને પર્યાવરણ સહિત એના મૂળ પ્રાકૃતિક સ્વરૂપમાં સાચવી રાખવા જોઈએ. એમાં ઓછામાં ઓછાં બાંધકામો થવાં જોઈ. રસ્તા પણ કાચા રાખવા જોઈએ. ન્યૂ ઝીલેન્ડનો પ્રાકૃતિક દૃષ્ટિએ વિચાર કરીએ તો સમગ્ર દેશ એક વિશાળ નેશનલ પાર્ક જેવો છે. પર્યાવરણને સાચવી રાખવા માટે ત્યાં બારથી વધુ પાર્ક છે. જેમાં ટોંગારીરો, ચરેવેરા, એગ્મોન્ટ, નેલસન, ટાસ્માન, ઓરાન્ય પાર્ક વિશેષ જાણીતા છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ २२ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ ન્યૂ ઝીલેન્ડમાં જંગલો ઘણાં છે. તેમાં જે જંગલોમાં આપણા સાગનાં વૃક્ષો જેવાં “કાઓરી' નામનાં જાડાં મોટાં ઊંચાં વૃક્ષો થાય છે. તેને કાઓરી – જંગલ કહે છે. કાઓરીનું લાકડું બહુ મજબૂત હોય છે. વહાણ બાંધવામાં તે બહુ ઉપયોગી છે. ઘરના બાંધકામમાં પણ તેનો ઉપયોગ થાય છે. ઓગણીસમી સદીમાં યુરોપિયન લોકો આ લાકડાના વેપારમાં ઘણું કમાયા પરંતુ એંથી કાઓરીનાં જંગલો સાફ થવા લાગ્યાં. પછી એવો વખત આવ્યો કે કારીનાં જંગલોને સુરક્ષિત જાહેર કરાયાં અને સરકારી પરવાનગી વગર તેને કાપવા પર પ્રતિબંધ આવ્યો. કીવી તથા બીજાં પક્ષીઓ કીવી એ ન્યૂ ઝીલેન્ડનું વિલક્ષણ પક્ષી છે. કૂકડા જેવડું કદ ધરાવતું આ પક્ષી ફક્ત ન્યૂ ઝીલેન્ડમાં જ જોવા મળે છે. તે નિશાચર છે, એટલે કે તે રાતે જ બહાર નીકળે છે. તેની આંખો નબળી છે. એટલે દિવસે તે જોઈ શકતું નથી. એટલું જ નહીં, રાત્રે પણ તેને ઓછું દેખાય છે. પરંતુ તેની ઘ્રાણેન્દ્રિય બહુ તીવ્ર છે. તે ઊડી શકતું નથી, કારણ કે તેની પાંખો સાવ નાની છે. તેના પગ પણ ટૂંકા છે અને તેને પૂંછડી નથી. પરંતુ તેની ચાંચ છ ઇંચ જેટલી લાંબી અને અણીદાર છે. એને ચાંચને છેડે નસકોરાં છે. પાંદડાં અને નરમ ફળો, જીવડાં, અળસિયાં એ તેનો ખોરાક છે. તેનાં પીંછાં શાહુડીને વાળ જેવાં લાંબાં અને બરછટ હોય છે. ફક્ત ન્યૂ ઝીલેન્ડમાં જ આ પક્ષી હોવાથી ન્યૂ ઝીલેન્ડને તેને માટે ગૌરવ છે. ન્યૂ ઝીલેન્ડનું એ રાષ્ટ્રીય પક્ષી છે. એના રાષ્ટ્રીય પ્રતીકમાં, ટપાલની ટિકિટમાં, ચલણી સિક્કાઓમાં કીવીની આકૃતિને સ્થાન આપવામાં આવ્યું છે. ન્યૂ ઝીલૅન્ડની ક્રિકેટ ટીમ પણ ‘કીવી' ટીમ તરીકે ઓળખાય છે. કીવી એકસાથે એક અથવા બે સફેદ ઈંડાં મૂકે છે. તે જમીન ખોદીને ખાડો બનાવે છે અને તેમાં પોતાનો માળો બાંધે છે. માદા Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ન્યૂ ઝીલેન્ડ છેડાં મૂકે છે અને નર તે સેવે છે. | ઝીલૅન્ડનું બીજું એક પક્ષી તે “કાકાપો' છે. એ પોપટની એક જાત છે. દુનિયામાં મોટામાં મોટો પોપટ “કાકાપો' છે. તેનો અવાજ લાક્ષણિક છે. ડુંગરોમાં થતા પોપટમાં કીઆ નામના ભૂખરા અને નાની ચાંચવાળા પોપટ જોવા મળે છે. અન્ય પક્ષીઓમાં સમુદ્ર કિનારે જોવા મળતું પેગ્વિન પક્ષી પણ મહત્ત્વનું છે. આ ઉપરાંત, બીજાં ઘણી જાતનાં પક્ષીઓ ન્યૂ ઝીલેન્ડમાં છે. હવે ન્યૂ ઝીલેન્ડમાનાં કેટલાંક મોટાં શહેરો અને અન્ય સ્થળોનો પરિચય કરીશું. ઓકલેન્ડ ઓકલેન્ડ ન્યૂઝીલેન્ડમાં ઉત્તર દ્વીપમાં સમુદ્ર કિનારે આવેલું મોટામાં મોટું પચરંગી શહેર છે. એની વસતિ હાલ દસેક લાખની છે. બહારની દુનિયા માટે દરિયાઈ કે હવાઈ માર્ગે ન્યૂ ઝીલેન્ડ પહોંચવા માટેનું પ્રથમ શહેર તે ઓકલેન્ડ છે. ૧૮૬૫ સુધી તે ન્યૂઝીલેન્ડનું પાટનગર હતું. ઓકલેન્ડના વાઈતેમાતા નામના બંદર વિસ્તારના સમુદ્રકિનારે સેંકડો રંગબેરંગી સઢવાળી અને યાંત્રિક હોડીઓ લાંગરેલી હોય છે. ન્યૂ ઝીલેન્ડના લોકોના દરિયાઈ સહેલગાહના શોખની એ પ્રતીતિ કરાવે છે. એટલે જ ઑકલૅન્ડને “નૌકાનગરીનું નામ મળેલું છે. સમુદ્રકિનારે, બીજી બાજુ રાંગીટોટો નામનો ટાપુ આવેલો છે. એમાં ઠરી ગયેલા જ્વાળામુખી પર્વતને કારણે ઓકલેન્ડનું દશ્ય મનોહર લાગે છે. ઓકલેન્ડ વેપારી મથક છે. વિકટોરિયા માર્કેટમાં અને આસપાસનાં પરાંઓમાં થયેલાં નવાં બજારોમાં ઊનની, ચામડાની, લાકડાના કોતરકામની એમ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ મળે છે. ઓકલેન્ડમાં તાજેતરમાં બનાવાયેલી અદ્ભુત રચના “અંડર વૉટર વર્લ્ડ' છે. નીચે ભોંયરામાં જઈ ઉપર અને આસપાસ પારદર્શક કાચની કેબિનોમાં પાણીમાં તરતી શાર્ક માછલીઓ તથા વિવિધ પ્રકારની Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ નાનીમોટી અન્ય માછલીઓ નજરે નિહાળવાનો અનુભવ અદ્ભુત છે. આ રચના કૈલી ટાર્લેટન નામના એન્જિનિયરે પોતાની કલ્પનાથી બનાવી છે. ઑકલૅન્ડનું ટ્રાન્સ્પૉર્ટ મ્યુઝિયમ પણ જોવા જેવું છે. ત્યાં મોટર, વિમાનો વગેરેના જૂના નમૂનાઓ વાહનવ્યવહારના વિકાસની સાક્ષીરૂપે રાખવામાં આવ્યા છે. ઑકલૅન્ડમાં ‘સ્કાયટાવર' છે. અનેક પ્રવાસીઓને ચારે બાજુથી ઑકલૅન્ડનું વિહંગદર્શન કરાવવા માટે વિશાળ પાયા પર કરાયેલી આ રચના જોવા જેવી છે. ટાવરમાં પગ પાસે સીધું નીચે જોવા માટે પણ ૩૫ ઇંચ જાડા પારદર્શક કાચની ફરસના મોટા લંબચોરસ ટુકડાઓ જડવામાં આવ્યા છે. વાઈતોમો ગુફા न्यू ન્યૂ ઝીલૅન્ડ એટલે આગિયાનો દેશ. પરંતુ જેમ જેમ રસ્તાઓ અને મકાનો ત્યાં વધતાં જાય છે તેમ તેમ આગિયાઓ ઓછા થતા જાય છે. ગ્રામવિસ્તારની કેટલીક હોટેલોમાં રાતને વખતે આગિયા જોવા માટે બહાર વનરાજિમાં લઈ જવામાં આવે છે. ન્યૂ ઝીલૅન્ડમાં આગિયાની न्यू વસતિ ધરાવતી કેટલીક ગુફાઓ પણ છે. જેમાં ઑકલૅન્ડની નજીક ઓવેલી વાઈતોમોની ઊંડી વિશાળ કુદરતી ગુફા સુપ્રસિદ્ધ છે. એમાં જવા માટે હવે આધુનિક સગવડ કરવામાં આવી છે. ગુફાના છેડે પાણી હોવાથી હલેસાંવાળી હોડીમાં ત્યાં લઈ જવામાં આવે છે. ત્યાં અંધારી ગુફાની છતમાં હજારો આગિયા જોવા મળે છે. રોટોરુઆ ન્યૂ ઝીલૅન્ડનું એક જ્વાળામુખી નગર એટલે રોટોરુઆ. ઠરી ગયેલા જ્વાળામુખી પર તે વસેલું છે. હજુ પણ ત્યાં ધરતીમાંથી ગરમ Page #27 -------------------------------------------------------------------------- ________________ ન્યૂ ઝીલેન્ડ ૨૫ પાણીના કુવારા ઊડે છે. નગરમાં દાખલ થતાં કેટલેક સ્થળે ધુમાડાના ગોટેગોટા દેખાય છે. ચોવીસ કલાક તે ચાલુ હોય છે. ત્યાં કોઈક કોઈક સ્થળે ગરમીથી ખદબદતી માટીનાં ખાબોચિયાં પણ છે. કેટલાક પ્રવાસીઓ ગંધકવાળા ગરમ પાણી દ્વારા સારવાર મેળવવા માટે રોટોશુઆ આવે છે. કેટલીક હોટલોમાં અને મોટેલોમાં પણ એની સગવડ હોય છે. થોડા માઈલ દૂર એક “પૉલિનેશિયન’ કેન્દ્ર છે. ત્યાં ગંધકવાળા પાણીની વિવિધ પ્રકારની સારવાર આપવાની વ્યવસ્થા છે. રોટોશુઆ નગર પાસે રોટોશુઆ સરોવર પણ છે. તેની નજીક આવેલી ટેકરી પર રોપ-વેમાં બેસીને જઈ શકાય છે. ત્યાં વિવિધ પ્રકારની રમતો રમવાની વ્યવસ્થા છે. ત્યાંથી દેખાતું આસપાસનું રમણીય દશ્ય જોવા જેવું છે. પ્રાચીન કાળથી રોટોશુઆમાં અને એની આસપાસના પ્રદેશોમાં માઓરી લોકો વસેલા છે. એટલે રોટરુઆમાં માઓરી લોકોના સાંસ્કૃતિક કાર્યક્રમો અવારનવાર યોજાતા હોય છે. તેમની લાકડાનાં કોતરકામવાળી લાક્ષણિક કલાકૃતિઓ પણ ત્યાં વેચાય છે. મારી લોકો જમીનમાં જ્યાં ગરમ ધુમાડા નીકળતા હોય ત્યાં મોટા વાસણમાં ભાત વગેરે પકાવે છે. એને “હાંગી' કહેવામાં આવે છે. ન્યૂ ઝીલેન્ડના પ્રવાસે જનારે રોટોશુઆ અવશ્ય જવું જોઈએ તેવું વૈવિધ્ય ધરાવે છે. વેલિંગ્ટન ન્યૂ ઝીલેન્ડનું મોટામાં મોટું શહેર ઑકલૅન્ડ છે, પરંતુ એનું પાટનગર વૈલિંગ્ટન છે. વૈલિંગ્ટનની વસતિ લગભગ અઢી લાખની છે. કૂકની સામુદ્રધુનીના કિનારે આવેલું આ વેલિંગ્ટન બંદર દક્ષિણ દ્વીપના દ્વાર તરીકે ઓળખાય છે. ન્યૂ ઝીલેન્ડની રાજધાની પહેલાં ઓકલેન્ડમાં હતી, પરંતુ ૧૮૬૫માં ત્યાંથી તે ખસેડીને વેલિંગ્ટનમાં લાવવામાં આવી છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ વેલિંગ્ટન ન્યૂ ઝીલેન્ડના ઉત્તર ટાપુનું એક મહત્ત્વનું બંદર છે. અહીંથી ઊન, માંસ વગેરેની નિકાસ મોટા પ્રમાણમાં થાય છે. વેલિંગ્ટન સમુદ્રકિનારે અને આસપાસની ટેકરીઓ પર વસેલું નગર છે. એના રસ્તાઓ વળાંકવાળા, સાંકડા હોવાથી અને કેટલાક રસ્તા ઊંચાનીચા હોવાથી તથા શહેરમાં કેબલનાર હોવાથી આ સુંદર શહેરને ન્યૂઝીલેન્ડના સાન ફ્રાન્સિસ્કો તરીકે ઓળખવામાં આવે છે. પાટનગર હોવાને લીધે બ્રિટિશ સામ્રાજ્યના વખતમાં જ વૈલિંગ્ટનમાં પાર્લામેન્ટનું મકાન બાંધવાનું કામ પહેલા વિશ્વયુદ્ધ પછી ચાલુ થયું હતું. પરંતુ બાંધકામ અંગેના મતભેદો, નાણાંની ખેંચ વગેરેને કારણે ૧૯૨૦માં એનું બાંધકામ અધૂરું છોડી દેવામાં આવ્યું હતું. આ અપૂર્ણ મકાનમાં છે દાયકા સુધી પાર્લમેન્ટનું કામકાજ ચાલ્યા કર્યું. પછી છેક ૧૯૮૧માં ન્યૂઝીલેન્ડે પાર્લમેન્ટનું મકાન નવેસરથી પૂરું કરવાનું નક્કી કર્યું. એક અંગ્રેજ સ્થપતિ પાસે એનો નકશો બનાવવામાં આવ્યો. જૂનું અને અધૂરું મકાન એમનું એમ રાખીને બાકીની જગ્યામાં પંદર માળ જેટલું ઊંચું નવું મકાન બાંધવામાં આવ્યું. પરંતુ બહારની બાજુ નજીક નજીક કરવામાં આવેલી દીવાલોને કારણે એની આકૃતિ વિશાળ મધપૂડા જેવી લાગે છે. બન્યું પણ એવું કે મકાન તૈયાર થતાં લોકો એને “પાર્લમેન્ટ' કહેવાને બદલે “મધપૂડો' તરીકે જ ઓળખવા લાગ્યા છે. વેલિંગ્ટન શહેરના વિકાસ માટે સમુદ્ર પૂરીને જમીન મેળવાઈ રહી છે. એના પર નવાં નવાં મકાનો બંધાઈ રહ્યાં છે. અહીં લેબ્રટન ફવે, વેઇટફીલ્ડ માર્કેટ વગેરે વિસ્તારમાં બજારો છે. બોટનિકલ ગાર્ડન, મેરિટાઈમ મ્યુઝિયમ, નેશનલ મ્યુઝિયમ ઇત્યાદિ જોવા જેવાં સ્થળો છે. કવીન્સ ટાઉન છેલ્લાં થોડાં વર્ષોથી ન્યૂઝીલેન્ડનું કવીનસ ટાઉન શહેર જાણીતું થવા લાગ્યું છે. ડુંગરાળ પ્રદેશમાં આવેલું આ નાનકડું શહેર ઉત્તરોત્તર વૃદ્ધિ Page #29 -------------------------------------------------------------------------- ________________ ન્યૂ ઝીલૅન્ડ ૨૭ પામતું જાય છે. હાકોટીપુ સરોવરની પાસે આવેલા આ સ્થળનું નૈસર્ગિક સૌન્દર્ય રમ્ય અને આહલાદક છે. ઇંગ્લેંડની મહારાણીને રહેવાલાયક આ સ્થળ છે એ અર્થમાં અંગ્રેજોએ એને “કવીન્સ ટાઉન' એવું નામ આપ્યું છે. અહીં હવે ખાસ તો યુવાન સહેલાણીઓ “બજી જંપિંગ' કરવા અને જેટ બોટમાં ફરવા આવે છે. બજી જંપિંગ એટલે બે પગે દોરડું બાંધીને ઊંચે પુલ ઉપરથી એવી રીતે નીચે પડતું મૂકવાનું કે જેથી પાણીથી થોડા અધ્ધર રહેવાય અને માથું ભટકાય નહીં. નીચે પડ્યા પછી કૂદનારને લેવા માટે બોટ તરત આવી પહોંચે છે. દિલ ધડકાવનારો આ એક રોમાંચક અનુભવ છે. સાહસિક યુવષુવતીઓએ કરવા જેવો છે. આપણે ત્યાં ભારતમાં કેટલીક આદિવાસી જાતિઓમાં આવી રમત જોવા મળે છે. પણ તેમાં પંદરવીસ ફૂટથી વધારે ઊંચેથી કૂદવાનું નથી હોતું. વાંસડા ઊભા કરીને તેના પર ચઢી, બંને પગે દોરડું બાંધી પાટિયા પરથી કૂદકો મારવાની રમત જૂના વખતથી ચાલે છે. હવે આ રમતને આધુનિક સાધનો વડે વિકસાવવામાં આવી છે. દોરડું સ્થિતિસ્થાપક (elastic) રાખવામાં આવે છે કે જેથી આંચકો કે ઝટકો બહુ લાગે નહીં અને નીચે પાણી હોય તો ડર ઓછો લાગે. કવીન્સ ટાઉનમાં બજી જંપિંગ ઉપરાંત જેટ બોટ, પેરેશૂટ, ભૂજ વગેરે રમતો છે. જૂના વખતમાં કવીન્સ ટાઉનની આસપાસના ડુંગરોની ખાણમાંથી સોનું નીકળ્યું હતું. ત્યારે સોના માટે હજારો લોકોનો ધસારો કવીન્સ ટાઉનના વિસ્તારમાં થયો હતો. પરંતુ સોનું નીકળવું બંધ થતાં પાછો આ વિસ્તાર ઉજ્જડ બનવા લાગ્યો. હવે ફરી પાછો ત્યાં બરફ અને પાણીની વિવિધ રમતો અને સાહસો માટે લોકોનો ધસારો વધતો ચાલ્યો છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ વચ્ચે વહે છે. વેલા આ શહેરમાં મા જ જૂના પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ ક્રાઈસ્ટચર્ચ દક્ષિણ દ્વીપનું સૌથી મોટું અને ન્યૂઝીલેન્ડનું બીજા નંબરનું શહેર તે ક્રાઈસ્ટચર્ચ છે. અનેક ઉદ્યાનો ધરાવતું આ શહેર યોગ્ય રીતે જ ઉદ્યાનનગરી તરીકે જાણીતું છે. નાનકડી એવન નદી આ શહેરની બરાબર વચ્ચે વહે છે. વસ્તુતઃ આ નદીની બંને બાજુ શહેરનો વિકાસ થયો છે. અંગ્રેજોએ વસાવેલા આ શહેરમાં હજુ પણ અંગ્રેજ વાતાવરણ જોવા મળે છે. એક હોટલની તો રચના જ જૂના જમાનાની બ્રિટિશ હોટલ જેવી, લાકડાનાં બારીબારણાં, ફરસ, કઠેડા વગેરે વડે કરવામાં આવી છે. ક્રાઈસ્ટચર્યમાં મુખ્ય દેવળ અને એની આસપાસનો વિશાળ ખુલ્લો વિસ્તાર કેથેડ્રલ સ્કવેર કહેવાય છે. ત્યાં ઘણા લોકો ભેગા થાય છે અને આરામથી બેસે છે. સ્કવેરની આસપાસ બજાર છે. હેલેપાર્ક, કેન્ટરબરી યુનિવર્સિટી, બોટનિકલ ગાર્ડન, કેન્ટરબરી મ્યુઝિયમ, મેકડુગલ ગેલરી, વિકટોરિયા સ્કવેર, ટાઉનહોલ, સિવિક સેંટર વગેરે ક્રાઈસ્ટચર્ચનાં જોવાલાયક સ્થળો છે. ક્રાઈસ્ટચર્ચથી પ્રેમાઉથના હિમાચ્છાદિત શિખર સુધી ડુંગરમાં નાની ટ્રેનનો પ્રવાસ અનેક રોમાંચક અનુભવ છે. ક્રાઈસ્ટચર્ચથી કેન્ટરબરીનાં મેદાનો, ટેકાપો સરોવર, લઈસ ઘાટ વગેરે સ્થળે પ્રવાસીઓને ફરવા માટે સુવિધા ઊભી કરવામાં આવેલી છે. ક્રાઈસ્ટચર્ચથી થોડા માઈલ દૂર આકારોઆ બંદર છે. ફ્રેંચ લોકો અઢારમી સદીમાં જ્યારે ન્યૂ ઝીલેન્ડ આવ્યા ત્યારે તેઓ આ બંદરે ઊતર્યા હતા અને ત્યાં પોતાની વસાહત સ્થાપી હતી. આ નાના શહેરમાં હજુ પણ ફ્રેન્ચ વાતાવરણ જાળવી રાખવામાં આવ્યું છે. ત્યાં રસ્તાઓ અને શેરીઓનાં નામ પણ ફ્રેન્ચ ભાષામાં છે. - ક્રાઇસ્ટચર્ચની દક્ષિણ આમારુની પાસે મોએરાકીના દરિયાકિનારે Page #31 -------------------------------------------------------------------------- ________________ ન્યૂ ઝીલેન્ડ ૨૯ રેતીમાં છૂટાછવાયા પડેલા ખાસ્સા મોટા ગોળ પથ્થરો જાણે કે કોઈએ ઘડીને મૂકયા હોય એવા અજાયબી ભરેલા લાગે છે. માઓરીઓની દંતકથા મુજબ સૈકાઓ પૂર્વે એમના વડવાઓ હોડકાંઓમાં ખાવાનું ભરીને જે ગોળ ડબ્બાઓ લાવ્યા હતા તે પછીથી નક્કર ગોળ પથ્થર જેવા થઈ ગયા છે. નાડિન ન્યૂ ઝીલૅન્ડના દક્ષિણ દ્વીપનો ઓટાગો ઇલાકો ઓગણીસમી સદીના આરંભમાં ઘણો સમૃદ્ધ હતો. ઇંગ્લૅન્ડથી એક પછી એક એમ ચાર સ્ટીમરોમાં વસાહતીઓ અહીં આવી પહોંચ્યા હતા. મુખ્યત્વે તો તેઓ સોનું ખોદીને લઈ જવા માટે આવ્યા હતા. પરંતુ તેમાંના કેટલાક વહેલના શિકાર માટે પણ આવ્યા હતા. દક્ષિણ ધ્રુવ સમુદ્રની નજીક આવેલા આ સમુદ્રમાં વહેલ મોટી સંખ્યામાં હોય છે. આ પ્રદેશમાં આવનારા મોટા ભાગના લોકો સ્કૉટલૅન્ડના વતનીઓ સ્કૉટિશ હતા. તેઓ ખ્રિસ્તી ધર્મની પ્રેસ્બિટેરિયન શાખાના હતા. તેઓ ધર્મિષ્ઠ હતા. તેમણે આવીને આ પ્રદેશમાં ઘણાં દેવળો બાંધ્યાં હતાં. વળી, સ્કૉટલૅન્ડના વતની હોવાથી તેઓ ઘેટાં ચરાવવાના અને ઊન ઉતારવાના વ્યવસાયના અનુભવી હતા. એટલે અહીં આવીને તેમણે એ વ્યવસાય પણ ચાલુ કર્યો અને એમાં તેઓ સારું ધન કમાવા લાગ્યા હતા. ઑટેગાના પ્રદેશમાં ડનેડિન બંદરનો પ્રદેશ તેમને બહુ ગમી ગયો હતો. એટલે તેઓનો મુખ્ય વસવાટ ડનેડિનમાં રહ્યો હતો. ઓગણીસમા સૈકાના અંત સુધીમાં ન્યૂ ઝીલૅન્ડના મોટામાં મોટા શહેર તરીકે ડનેડિનની ગણના થતી હતી. સ્કૉટલૅન્ડના લોકો તેને ન્યૂ ઝીલૅન્ડના એડિનબર્ગ તરકે ઓળખાવતા. અહીંથી નીકળતા ભૂખરા Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ મજબૂત પથ્થરનો તેઓએ શાળા, યુનિવર્સિટી, રેલવે સ્ટેશન, સરકારી કચેરીઓ, દેવળો વગેરેના બાંધકામમાં સારો ઉપયોગ કર્યો હતો. આ મકાનોમાં તેમના વિકટોરિયન યુગના સ્થાપત્યની ભાત જોવા મળે છે. આવાં ઘણાં જૂનાં મકાનો હજુ પણ ડેનેડિનના વિસ્તારમાં સચવાયાં છે. વીસમી સદીના આરંભમાં ન્યૂ ઝીલૅન્ડમાં સોનાની ખાણોમાંથી સોનું ખલાસ થઈ ગયું એટલે કેટલાયે લોકો સ્થળાંતર કરી ગયા. વહેલનો શિકાર પણ ધીમો પડી ગયો. એટલે ડનેડિનની પહેલાં જેવી ચડતી હવે ન રહી. ઑકલૅન્ડ, વેલિંગ્ટન તથા બીજાં શહેરો વિકાસ પામ્યાં. અને તેની વસતિ પણ વધી ગઈ. એટલે હવે ડનેડિન એક શાન્ત, રમણીય હરવાફરવાનું સ્થળ જ રહ્યું છે. ટુઅર્ટ ટાપુ ન્યૂ ઝીલેન્ડના સાવ દક્ષિણ દ્વિીપના છેડે ઈન્વરકારગિલ બંદર છે. ત્યાર પછી ફ્લેકસની સામુદ્રધુની છે. ત્યાર પછી સામે કિનારે ટુઅર્ટ ટાપુ છે. તે વૃક્ષોની ઝાડીવાળો અને સુંદર સમુદ્રકિનારાવાળો ટાપુ છે. ડેનેડિનની જેમ આ દક્ષિણ પ્રદેશમાં પણ સ્કૉટલૅન્ડના લોકો આવ્યા હતા. દોઢસો વર્ષ પહેલાં ડનેડિનના કેટલાક કૉટિશ લોકો પણ અહીં આવીને વસેલા છે. તેઓના રીતરિવાજ અને ઉચ્ચારોમાં સ્કૉટલૅન્ડની છાંટ હજુ પણ વરતાય છે. ટુઅર્ટ ટાપુના છે. દક્ષિણ ધ્રુવ સમુદ્ર શરૂ થાય છે. આ ટાપુની વસતિ પાંખી છે. માંડ પાંચસો માણસની વસતિ હશે. અહીંના હવામાનમાં વાદળાં, વરસાદ, હિમવર્ષા, જોરદાર પવન વગેરે બારે માસ રહેતાં હોવાને કારણે કાયમી વસવાટ માટે બધાંને ગમે એવું આ સ્થળ નથી. જ્યારે આકાશ સ્વચ્છ હોય ત્યારે સૂર્યાસ્તન વખતે આકાશના સોનેરી પ્રકાશને કારણે અહીંનું વાતાવરણ અભુત લાગે છે. માઓરી લોકો એ પ્રકાશને “રાકીઉરા' કહે છે. એટલે આ ટાપુને તેઓ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ન્યૂ ઝીલેન્ડ “રાકીઉરા' (ચળકતા આકાશવાળા ટાપુ) તરીકે ઓળખે છે. અહીંનું વાતાવરણ અત્યંત શાન્તિમય છે. એટલે જેઓને પ્રકૃતિના રમણીય ખોળે શાન્તિ અનુભવવી હોય તેઓને માટે આ પ્રદેશ સ્વર્ગ જેવો છે. ભારત સાથે સંબંધ ન્યૂ ઝીલૅન્ડ ભારતથી દસેક હજાર માઈલ દૂર આવેલો દેશ છે. છતાં, ભારત સાથેનો એનો સંબંધ ઘનિષ્ઠ રહેલો છે. બ્રિટિશ સામ્રાજ્યના એક સંસ્થાન તરીકે ભારતની જેમ ન્યૂ ઝીલૅન્ડ પણ હતું. એટલે ગઈ સદીમાં કેટલાયે બ્રિટિશ અમલદારો ભારતમાંથી નિવૃત્ત થઈ ઈંગ્લેંડને બદલે ન્યૂ ઝીલેન્ડમાં વસવાટ માટે જતા. મુંબઈના એક અમલદારે તો ત્યાં પોતાની વસાહતને બૉમ્બે (હેમિલ્ટન પાસે) નામ આપ્યું છે. ભારતમાં ગરમીમાં રહ્યા પછી ન્યૂ ઝીલેન્ડની આબોહવા તેમને માફક આવતી. વળી, ભારતમાંથી કેટલાયે મજૂરોને અંગ્રેજો નોકરી માટે ન્યૂ ઝીલેન્ડ લઈ ગયા હતા, જેઓ પછી ત્યાં જ રહી ગયા. તેમની હાલ ત્રીજી-ચોથી પેઢી ત્યાં છે. ખેતમજૂરો અને કારકુનો તરીકે ગયેલા ભારતીયોમાં કેટલાયે ગુજરાતીઓ પણ છે. તેમાંના કેટલાકે તો ન્યૂ ઝીલેન્ડના ગોરાઓ સાથે લગ્નસંબંધ પણ બાંધેલા છે. ન્યૂ ઝીલેન્ડમાં હિમાચ્છદિત ઉત્તુંગ શિખરો હોવાથી પર્વતારોહણની કલાને પણ ત્યાં વિકાસ થયેલો છે. એથી ન્યૂ ઝીલેન્ડના સાહસિક પર્વતારોહકો ભારતના હિમાલયનાં હિમાચ્છાદિત શિખરો પર આરોહણ કરવા આવતા રહ્યા છે. એવરેસ્ટ પર પ્રથમ સફળ આરોહણ કરનારા બે પર્વતારોહકો તે ભારતના તેનસિંગ અને ન્યૂઝીલેન્ડના એડમંડ હિલરી છે. અંગ્રેજોની રમત ક્રિકેટ સમગ્ર બ્રિટિશ સામ્રાજ્યની પણ રમત બની Page #34 -------------------------------------------------------------------------- ________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ ગઈ અને ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે ક્રિકેટ સ્પર્ધાઓ વર્ષોથી યોજાતી આવી છે. આમ, ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે મોટું ભૌગોલિક અંતર હોવા છતાં સાંસ્કૃતિક દષ્ટિએ બંને દેશો વચ્ચે સંબંધ સુમેળભર્યો ગાઢ રહ્યો છે. આમ, ન્યૂ ઝીલેન્ડ ગમી જાય એવો એક નિસર્ગરમ્ય દેશ છે. તક મળે તો પ્રવાસ કરવા જેવો દેશ છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૯૮૫ ભારતીય સિનેમામાં નવો જુવાળ ૯૮૬ પશ્ચિમનું તત્ત્વજ્ઞાન ૯૮૭ અર્વાચીન અર્થશાસ્ત્રીઓ ૯૮૮ પત્રકારત્વનું શિક્ષણ ૯૮૯ આવકવેરાની સાદી સમજણ ૯૯૦ પ્રમુખશાહી શાસન પદ્ધતિ ૯૯૧ મનુભાઈ પંચોળી – ‘દર્શક’ ૯૯૨ અજાયબ આકાશ ૯૯૩ દ્વિનોધી નામાપદ્ધતિ ૯૯૪ ન્યૂ ઝીલૅન્ડ ભારતમાં મિશ્ર સરકારો મુદ્રણક્ષેત્રે કમ્પ્યુટર માનસશાસ્ત્રમાં માનવીય દૃષ્ટિ માથાનો દુખાવો થેલેસેમિયા વર્ષ ૪૨ : ૨૦૦૦ તારાસૃષ્ટિ : સર્જન અને વિલય ઈ-કૉમર્સ કિડની ટ્રાન્સ્લાન્ટ ભારતની વિદેશ નીતિ ઉર્દૂ ગઝલના રંગ થાઇરૉઇડની ગ્રંથિ માનવ અધિકારો ગુલાબદાસ બ્રોકર બૅન્ક થાપણદારોના અધિકારો અમૃત ગંગર પૂર્ણિમા દવે સુકુમાર એમ. ત્રિવેદી યાસીન દલાલ નટવરલાલ એસ. શાહ જશવંત બી. મહેતા કાન્તિ પટેલ જે. જે. રાવળ એચ. જે. રાણા રમણલાલ ચી. શાહ નગીનદાસ સંઘવી જિતેન્દ્ર દેસાઈ હર્ષિદા રામુ પંડિત ડૉ. પ્રવીણા શાહ ડૉ. એમ. બી. અગરવાલ પંકજ જોશી અભિજિત દોશી ડૉ. ભાનુ ર. શાહ ઉષા ઠક્કર રમેશ પુરોહિત ડૉ. નલિની શાહ યોગેશ કામદાર દીપક મહેતા સુધાકર શાહ છૂટક નકલ : રૂ. ૬ વાર્ષિક લવાજમ : રૂ. ૧૨૦ : આજીવન લવાજમ : રૂ. ૧,૫૦૦ પરિચય ટ્રસ્ટ મહાત્મા ગાંધી મેમૉરિયલ બિલ્ડિંગ, નેતાજી સુભાષ રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૨ ફોન : ૨૮૧૪૦૫૯ Page #36 -------------------------------------------------------------------------- ________________ રમણલાલ ચી. શાહ રમણલાલ ચીમનલાલ શાહનો જન્મ પાદરા(જિ. વડોદરા)માં ૧૯૨૬ના ડિસેમ્બરની ત્રીજીએ થયો હતો. પાદરા અને મુંબઈની શાળામાં અભ્યાસ કર્યા પછી તેમણે મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી ૧૯૪૮માં બી. એ.ની તથા ૧૯૫૦માં એમ. એ.ની ડિગ્રી મેળવી હતી. એમ. એ. માં તેમણે બ.ક. ઠાકોર સુવર્ણચંદ્રક, કેશવલાલ ધ્રુવ પારિતોષિક તથા સેંટ ઝેવિયર્સ રીપ્યચન્દ્રક મેળવ્યાં હતાં. ‘નળ અને દમયંતીની કથાનો વિકાસ' એ વિષય ઉપર મહાનિબંધ લખીને તેમણે ૧૯૬૧માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. તે પછી તેમના માર્ગદર્શન હેઠળ અઢાર વિદ્યાર્થીઓએ પીએચ.ડી. ની ઉપાધિ પ્રાપ્ત કરી છે. તેમણે ૧૯૫૧થી 1970 સુધી મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે અને ૧૯૭૦થી 1986 સુધી મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું. | શ્રી શાહે લશ્કરી તાલીમ લઈને કૉલેજમાં એન.સી.સી.ના ઑફિસર તરીકે વીસ વર્ષ કામ કર્યું હતું અને મેજરનો હોદ્દો મેળવ્યો હતો. આ ઉપરાંત તેઓ જુદી જુદી સાહિત્યિક, સાંસ્કારિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓમાં હોદ્દેદાર અથવા સમિતિના સભ્ય તરીકે સેવા આપતા રહ્યા છે. તેમણે જૈન ધર્મ વિશે વ્યાખ્યાનો આપવા યુરોપ, અમેરિકા, કૅનેડા, આફ્રિકાનો ઘણી વાર પ્રવાસ કર્યો છે. ૧૯૭૭માં સિડનીમાં અને ૧૯૭૯માં રિઓ દિ જાનેરોમાં યોજાયેલ પી. ઈ. એન.ની આંતરરાષ્ટ્રીય કોંગ્રેસમાં તથા ૧૯૮૭માં ટોરાન્ટોમાં આંતરરાષ્ટ્રીય વેજિટેરિયન કોંગ્રેસમાં ભારતના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. ૧૯૭૨થી તેઓ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન ધરાવે છે. ‘પ્રબુદ્ધ જીવન’ના તેઓ તંત્રી છે. જૈન સાહિત્યની સેવા માટે ૧૯૮૪માં તેમને યશોવિજયજી સુવર્ણચન્દ્રક અપાયો છે. શ્રી શાહે નેવુથી વધુ પુસ્તકોનું લેખન તથા સંપાદન-સંશોધન કર્યું છે, જેમાં ‘પાસપૉર્ટની પાંખે', ‘પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન', 'ગૂર્જર ફાગુસાહિત્ય', ‘પ્રદેશે જયવિજયના’, ‘ઉત્તર ધ્રુવની શોધસફર', ‘જંબૂસ્વામી રાસ', ‘ધન્નાશાલિભદ્ર ચોપાઈ' , ‘પડિલેહા', 'Buddhism - An Introduction' વગેરેનો સમાવેશ થાય છે. તેમણે ‘જૈન ધર્મ', ‘બૌદ્ધ ધર્મ', ‘હેમચંદ્રાચાર્ય' વગેરે કેટલીક પરિચય પુસ્તિકાઓ લખી છે. ( ૧૯૫૩માં તેમણે પ્રા. તારાબહેન શાહ સાથે લગ્ન કર્યું છે. તેમને બે સંતાનો છે : શૈલજા અને અમિતાભ . સરનામું : ‘રેખા' બિલ્ડિંગ નં. 1, ફલૅટ નં. 21- 22, ચોથે માળે, 46, રિજ રોડ, મલબાર હિલ, મુંબઈ - 400 006