________________
૧૨
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ વસતિ
ન્યૂ ઝીલૅન્ડની અત્યારની આશરે પાંત્રીસ લાખની વસતિમાં છઠ્ઠા ભાગની વસતિ માઓરી લોકોની છે. ઈ. સ. ૧૮૪૦માં બ્રિટિશ સંસ્થાન તરીકે ન્યૂ ઝીલૅન્ડની વિધિવત્ સ્થાપના થયા પછી અંગ્રેજોનો વસવાટ ત્યાં થયો અને ત્યાંની ખીણોમાં સોનું નીકળતાં તેની સંખ્યા વધી હતી. વિદેશીઓના વસવાટ પછી, ચેપી રોગો, મારામારી, કત્લેઆમ વગેરેને લીધે માઓરી લોકોની વસતિ ત્યાં ઘટવા લાગી હતી. પરંતુ હવે તે પાછી વધી છે. ન્યૂ ઝીલૅન્ડની કુલ વસતિમાંથી न्यू ઉત્તર દ્વીપમાં પોણા ભાગની વસતિ વસે છે, અને ચોથા ભાગની વસતિ દક્ષિણ દ્વીપમાં છે. ઑકલૅન્ડ, હેમિલ્ટન, રોટોરુઆ, વૅલિંગ્ટન, ક્રાઇસ્ટચર્ચ, ક્વીન્સ ટાઉન, ડનેડિન જેવાં મોટાં શહેરોમાં જ દેશની લગભગ એંસી ટકા જેટલી વસતિ વસે છે એટલે કે સમુદ્રકિનારે કે સમુદ્રથી થોડા માઈલના અંતરે ઘણોખરો વસવાટ થયો છે. બાકીના પ્રદેશોમાં વસતિ છૂટીછવાઈ છે. દક્ષિણ દ્વીપમાં જેમ જેમ નીચે જઈએ તેમ તેમ વસતિ ઓછી થતી જાય છે. એ બાજુ પ્રવાસ કરતા હોઈએ તો ક્યારેક માઈલો સુધી રસ્તામાં ન ઘર જોવા મળે કે ન કોઈ માણસ . ન્યૂ ઝીલૅન્ડમાં કાયમી વસવાટ માટે અંગ્રેજો ઉપરાંત જે પ્રજાઓ કાળક્રમે આવતી ગઈ તેમાં ડેન્માર્ક, હોલેન્ડ, જર્મની, ગ્રીસ, ક્રોએશિયા, હંગેરી, ચીન, ઇન્ડોચાઇના, ભારત વગેરે દેશના લોકો છે. આવા વસાહતીઓની કુલ વસતિ સમગ્ર દેશની વસતિના ચાર ટકા જેટલી છે. તેમાંના કેટલાકની તો અત્યારે બીજી, ત્રીજી કે ચોથી પેઢી ચાલી રહી છે. કેટલાક ભારતીય લોકો નોકરી કે મજૂરી કરવા ફિજી ગયેલા અને પછી ત્યાંથી સ્થળાંતર કરીને ન્યૂ ઝીલૅન્ડ ગયેલા છે. ગયા સૈકામાં ગુજરાતના નવસારી અને એની આસપાસના વિસ્તારના કેટલાક ગુજરાતીઓને ખેતી કરવા માટે અંગ્રેજો દ્વારા ન્યૂ ઝીલૅન્ડ લઈ જવાયા હતા. તેમના વંશજો આજે પણ ત્યાં વસેલા છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org