________________
ન્યૂ ઝીલૅન્ડ
૧૩
ન્યૂ ઝીલૅન્ડની પ્રજા એકંદરે સુખી, તંદુરસ્ત અને મળતાવડી છે. આ દેશમાં જમીનની તંગી નથી. એટલે લોકો સારાં બાંધેલાં, બાગબગીચાવાળાં ઘરોમાં રહે છે. બેકારીનું ત્યાં નામ નથી, સિવાય કે સ્વેચ્છાએ કોઈ બેકાર રહેવા ઇચ્છતું હોય. લોકો પોતાનો ફાજલ સમય હવામાનની અનુકૂળતાને લીધે ઇતર, બહારની પ્રવૃત્તિમાં વધારે ગાળે છે. સમુદ્રતટે કરવામાં, ગૉલ્ડ રમવામાં, નૌકાવિહારમાં, ક્રિકેટ, ટેનિસ વગેરે રમતો રમવામાં, પગપાળા પ્રવાસમાં - વગેરેમાં પસાર કરે છે. ન્યૂ ઝીલૅન્ડમાં તબીબી સુવિધા ઘણી સારી છે. લોકોનું આરોગ્ય સારું અને સરેરાશ આયુષ્ય ૭૦ વર્ષ કરતાં વધુ છે.
ભાષા અને ધર્મ
ન્યૂ ઝીલૅન્ડમાં સ્થાનિક વંશજો તે માઓરી લોકો છે. તેઓ આજે પણ પોતાની માઓરી ભાષા બોલે છે. અંગ્રેજોના આગમન પછી ન્યૂ ઝીલૅન્ડની મુખ્ય ભાષા અંગ્રેજી રહી છે. બ્રિટિશ સામ્રાજ્યના એક દેશ તરીકે પણ ત્યાં અંગ્રેજી ભાષાને અધિકૃત ભાષા તરીકે સ્થાન મળ્યું છે. એટલે ન્યૂ ઝીલૅન્ડની રાષ્ટ્રભાષા અંગ્રેજી રહી છે.
અંગ્રેજો ઉપરાંત બીજી જે જે પ્રજાઓ વસવાટ માટે ન્યૂ ઝીલૅન્ડમાં આવી તેમણે પણ અંગ્રેજી ભાષા અપનાવી લીધી છે. ત્યાં શિક્ષણમાં અને સરકારી કામકાજમાં અંગ્રેજી ભાષા બોલાતી અને લખાતી હોવાથી લોકજીવનની ભાષા પણ અંગ્રેજી રહી છે. આમ છતાં, ત્યાં માઓરી પ્રજા મૂળથી વસેલી હોવાથી અને તેમનો પ્રભાવ હોવાથી માઓરી ભાષાને ઈ. સ. ૧૯૮૭થી સરકારી કચેરીઓમાં અને અદાલતમાં સત્તાવાર સ્થાન આપવામાં આવ્યું છે.
ન્યૂ ઝીલૅન્ડમાં આવીને વસેલા લોકો મુખ્યત્વે ઇંગ્લૅન્ડ અને યુરોપના અન્ય દેશોના છે. તેઓ ખ્રિસ્તી ધર્મપ્રચારકોને પોતાની સાથે લાવેલ હતા. એટલે તેમનો ખ્રિસ્તી ધર્મ એ ન્યુ ઝીલૅન્ડમાં મુખ્યત્વે પળાતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org