SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ २२ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ ન્યૂ ઝીલેન્ડમાં જંગલો ઘણાં છે. તેમાં જે જંગલોમાં આપણા સાગનાં વૃક્ષો જેવાં “કાઓરી' નામનાં જાડાં મોટાં ઊંચાં વૃક્ષો થાય છે. તેને કાઓરી – જંગલ કહે છે. કાઓરીનું લાકડું બહુ મજબૂત હોય છે. વહાણ બાંધવામાં તે બહુ ઉપયોગી છે. ઘરના બાંધકામમાં પણ તેનો ઉપયોગ થાય છે. ઓગણીસમી સદીમાં યુરોપિયન લોકો આ લાકડાના વેપારમાં ઘણું કમાયા પરંતુ એંથી કાઓરીનાં જંગલો સાફ થવા લાગ્યાં. પછી એવો વખત આવ્યો કે કારીનાં જંગલોને સુરક્ષિત જાહેર કરાયાં અને સરકારી પરવાનગી વગર તેને કાપવા પર પ્રતિબંધ આવ્યો. કીવી તથા બીજાં પક્ષીઓ કીવી એ ન્યૂ ઝીલેન્ડનું વિલક્ષણ પક્ષી છે. કૂકડા જેવડું કદ ધરાવતું આ પક્ષી ફક્ત ન્યૂ ઝીલેન્ડમાં જ જોવા મળે છે. તે નિશાચર છે, એટલે કે તે રાતે જ બહાર નીકળે છે. તેની આંખો નબળી છે. એટલે દિવસે તે જોઈ શકતું નથી. એટલું જ નહીં, રાત્રે પણ તેને ઓછું દેખાય છે. પરંતુ તેની ઘ્રાણેન્દ્રિય બહુ તીવ્ર છે. તે ઊડી શકતું નથી, કારણ કે તેની પાંખો સાવ નાની છે. તેના પગ પણ ટૂંકા છે અને તેને પૂંછડી નથી. પરંતુ તેની ચાંચ છ ઇંચ જેટલી લાંબી અને અણીદાર છે. એને ચાંચને છેડે નસકોરાં છે. પાંદડાં અને નરમ ફળો, જીવડાં, અળસિયાં એ તેનો ખોરાક છે. તેનાં પીંછાં શાહુડીને વાળ જેવાં લાંબાં અને બરછટ હોય છે. ફક્ત ન્યૂ ઝીલેન્ડમાં જ આ પક્ષી હોવાથી ન્યૂ ઝીલેન્ડને તેને માટે ગૌરવ છે. ન્યૂ ઝીલેન્ડનું એ રાષ્ટ્રીય પક્ષી છે. એના રાષ્ટ્રીય પ્રતીકમાં, ટપાલની ટિકિટમાં, ચલણી સિક્કાઓમાં કીવીની આકૃતિને સ્થાન આપવામાં આવ્યું છે. ન્યૂ ઝીલૅન્ડની ક્રિકેટ ટીમ પણ ‘કીવી' ટીમ તરીકે ઓળખાય છે. કીવી એકસાથે એક અથવા બે સફેદ ઈંડાં મૂકે છે. તે જમીન ખોદીને ખાડો બનાવે છે અને તેમાં પોતાનો માળો બાંધે છે. માદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002043
Book TitleNewzeland Parichaya Pustika
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherParichay Trust Mumbai
Publication Year2000
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy