________________
ન્યૂ ઝીલેન્ડ
ઈતિહાસ ન્યૂ ઝીલેન્ડની સૌથી પહેલી શોધ યુરોપથી વહાણમાં નીકળેલા ડચ શોધસફરી આબેલ ટાસ્માને ઈ. સ. ૧૬૪રમાં કરી હતી. એણે દક્ષિણ પ્રશાંત મહાસાગરની પોતાની સફર દરમિયાન ટાસ્માન ટાપુ ન્યૂ ઝીલેન્ડ, ટોંગા અને ફિજીના ટાપુઓની શોધ કરી હતી. ટાસ્માને ન્યૂ ઝીલૅન્ડના ‘ગોલ્ડન બે'માં પોતાનું વહાણ લાંગર્યું હતું. પરંતુ તે ન્યૂ ઝીલેન્ડના કિનારે પગ મૂકી શક્યો નહોતો. તેનું વહાણ જોઈને સ્થાનિક માઓરી લોકોએ એના પર હુમલા ચાલુ કરી દીધા. અથડામણમાં ટાસ્માનના કેટલાક ખલાસીઓ માર્યા ગયા. પરિણામે ટાસ્માનને પોતાનું વહાણ ઉપાડી ત્યાંથી તરત ભાગવું પડ્યું હતું. ટાસ્માને પહેલવહેલી આ જગ્યાની નોંધ પોતાના નકશામાં કરી હતી. એની યાદગીરીરૂપે ન્યૂ ઝીલૅન્ડના આ સ્થળે પછીથી એનું સ્મારક કરવામાં આવ્યું છે.
ટાસ્માને દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ન્યૂઝીલેન્ડ આવતાં પહેલાં જે એક ટાપુ શોધ્યો તેને નામ અપાયું ટાસ્માનિયા. આ ટાપુ ત્યાર પછી ઑસ્ટ્રેલિયાના એક ભાગ તરીકે જોડાઈ ગયો હતો. નવાઈની વાત તો એ છે કે દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ટાસ્માનિયા, ફિજી, ન્યૂઝીલૅન્ડ, ટોંગા વગેરે ટાપુઓ શોધનાર શોધસફરી ટાસ્માનને, પોતે ઑસ્ટ્રેલિયાની આસપાસ દરિયામાં ઘૂમતો હોવા છતાં, આ મહાસાગરમાં એક મોટો ખંડ છે એ હકીકતની ખબર નહોતી, કારણ કે એ બાજુ જવાનું એને થયું નહોતું. એ ખંડ તે ઑસ્ટ્રેલિયા, જેની શોધ પછીથી થઈ હતી.
આબેલ તાસ્માન પછી સવાસો વર્ષ બાદ, ઈ. સ. ૧૭૬૯'૭૦માં બ્રિટિશ નૌકાદળનો એક કેપ્ટન જેમ્સ ફૂક દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં શોધસફર માટે આવ્યો. એણે ઑસ્ટ્રેલિયાની શોધ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org