________________
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ ભારતના કોઈ એક મોટા શહેર કરતાં પણ આ વસતિ ઓછી છે. આના પરથી સમજાશે કે વસતિની દષ્ટિએ ન્યૂ ઝીલૅન્ડ કેટલો નાનો અને પાંખો દેશ છે.
ન્યૂ ઝીલેન્ડ મુખ્ય બે મોટા દ્વીપમાં વહેંચાયેલો દેશ છે. ઉત્તર દ્વીપ અને દક્ષિણ દ્વિપ વચ્ચે કૂકની સામુદ્રધુની છે. બંને દ્વીપમાં ઘણોબધો તફાવત છે. ન્યૂ ઝીલેન્ડ મુખ્યત્વે પર્વતો અને જ્વાળામુખીઓનો દેશ છે. એનો પોણા ભાગનો પ્રદેશ સમુદ્રની સપાટીથી સરેરાશ આઠસોથી હજાર ફૂટ કરતાં વધુ ઊંચો છે.
આ બે મુખ્ય દ્વીપની આસપાસ ન્યૂ ઝીલેન્ડમાં બીજા અનેક નાનામોટા ટાપુઓ આવેલા છે. એકદમ નીચે દક્ષિણ છેડે ટુઅર્ટ ટાપુ છે.
ન્યૂ ઝીલૅન્ડ બે મુખ્ય ટાપુઓમાં વહેંચાયેલો દેશ હોવાથી તેનો સમુદ્રકિનારો ઘણો લાંબો છે. એમાં સ્વચ્છ, વિશાળ રેતાળ સમુદ્રતટ પણ ઘણા છે. પરંતુ આટલો લાંબો સમુદ્રકિનારો હોવા છતાં તે એકંદરે છીછરો હોવાથી ન્યૂ ઝીલેન્ડમાં મોટાં બંદરો બહુ નથી. અલબત્ત, બંદરે વિકસાવવાની એને હજુ સુધી બહુ જરૂર પણ પડી નથી.
ન્યૂ ઝીલેન્ડના ઉત્તર દ્વિપમાં આશરે ૧૮ ટકા જેટલા પ્રદેશમાં પર્વતો છે. જ્યારે દક્ષિણ દ્વીપમાં આશરે ૭૦ ટકા પર્વતીય પ્રદેશ છે.
ઉત્તર દ્વીપમાં કેટલાક ઠરી ગયેલા જવાળામુખીઓ છે એટલે ત્યાં દ્રણ બની ગયેલા, એટલે કે તૂટી ગયેલાં શિખરોવાળા, પવાલાના આકારનો ખાડો ધરાવતા પર્વતો વધુ છે. દક્ષિણ દ્વિીપના મધ્ય ભાગમાં ઉત્તુંગ શિખરોવાળા પર્વતોની લાંબી હારમાળા છે. એમાંના કેટલાક પર્વતો હિમાચ્છાદિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org