________________
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ ચાલતો આવ્યો છે. ઉત્તર દ્વિીપ કરતાં દક્ષિણ દ્વીપમાં વિશાળ મેદાનોમાં ચરતાં ઘેટાંનો ઉછેર સવિશેષ થાય છે. ત્યાં ઘેટાંઓ અને પાળેલા કૂતરાઓને કેટલાક ઈશારા-નિશાનીઓ સમજવાની તાલીમ આપવામાં આવે છે. ઘેટાંનું ઊન કેવી રીતે મૂંડવામાં આવે છે તેનું અને એના ઇશારાઓના ખેલપ્રયોગો વિદેશી સહેલાણીઓને ન્યૂ ઝીલેન્ડમાં બતાવવામાં આવે છે.
ઝીલેન્ડ જેવા નાના દેશને મોટા પાયાના ઉદ્યોગોની બહુ જરૂર ન રહે. ઘેટાંનો ઉછેર અને માછલીનો શિકાર ઉપરાંત ઘરવપરાશની ચીજવસ્તુઓના ઉત્પાદન માટે ત્યાં પારંપારિક નાના ઉદ્યોગો છે. એની આવકમાંથી જ પ્રજાનું જીવનધોરણ સારું રહી શકે એમ છે. આમ છતાં આધુનિક જીવનશૈલીની દષ્ટિએ આંતરરાષ્ટ્રીય કક્ષાના વેપાર માટે ઉદ્યોગોના વિકાસની ત્યાં આવશ્યકતા છે. એટલે ન્યૂ ઝીલેન્ડમાં હવે લોખંડ, એલ્યુમિનિયમ વગેરેનાં કારખાનાંઓ ચાલુ થયાં છે. મોટરઉદ્યોગ વિકાસ પામ્યો છે. અને તેલની રિફાઈનરી પણ ચાલુ થઈ છે.
છેલ્લાં કેટલાંક વર્ષથી વિદેશી સહેલાણીઓનો પ્રવાસ ઘણોબધો વધી જવાને પરિણામે ત્યાં પર્યટન-ઉદ્યોગ પણ ઠીક ઠીક વિકાસ પામ્યો છે.
સમય, ચલણ અને રાષ્ટ્રધ્વજ ઝીલેન્ડનો સમય ઇંગ્લેન્ડના ગ્રિનિશ સમયથી બાર કલાક વહેલો છે. એટલે ઇંગ્લેન્ડમાં જ્યારે સવારના છ વાગ્યા હોય ત્યારે ન્યૂઝીલેન્ડમાં સાંજના છ વાગી ગયા હોય. આંતરરાષ્ટ્રીય તારીખરેખાની નજીક ન્યૂ ઝીલૅન્ડ હોવાથી રોજ પૃથ્વીનો પહેલો સૂર્યોદય ન્યૂ ઝીલેન્ડ અને તેની આસપાસના પ્રદેશોમાં થાય છે. ભારત કરતાં ન્યૂઝીલેન્ડનો સમય સાડા છ કલાક વહેલો છે એટલે આપણે ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org