________________
न्यू
ઝીલેન્ડ
૧૩
જ્યારે બપોરના સાડા બાર વાગ્ય હોય ત્યારે ન્યૂ ઝીલૅન્ડમાં સાંજના છ વાગ્યા હોય છે. શિયાળા અને ઉનાળા દરમિયાન ન્યૂ ઝીલૅન્ડમાં સમયમાં એક કલાકનો ફરક કરવામાં આવે છે.
ન્યૂ ઝીલૅન્ડનું ચલણ ડૉલર અને સેટનું છે. અમેરિકા ઉપરાંત જેમ કૅનેડા, ઑસ્ટ્રેલિયા, સિંગાપુર વગેરે કેટલાંક રાષ્ટ્રોમાં પોતપોતાના ડૉલરનું ચલણ છે, તેમ ન્યૂ ઝીલૅન્ડનો ડૉલર પણ બહારની દુનિયામાં ‘ન્યૂ ઝીલૅન્ડ ડૉલર’ તરીકે ઓળખાય છે. (હાલ ન્યૂ ઝીલૅન્ડના એક ડૉલર બરાબર આપણા ૨૪ રૂપિયા થાય છે. )
ન્યૂ ઝીલૅન્ડમાં મુખ્યત્વે અંગ્રેજોની વસતિ હોવાથી તથા વર્ષો સુધી ન્યૂ ઝીલૅન્ડ બ્રિટિશ સામ્રાજ્યનું એક સંસ્થાન રહ્યું હોવાથી એના રાષ્ટ્રધ્વજમાં ડાબી બાજુ ઉપરના ખૂણે યુનિયન જૅક છે. ઑસ્ટ્રેલિયાની જેમ ન્યૂ ઝીલૅન્ડ પણ દક્ષિણ ગોળાર્ધમાં આવેલું હોવાથી એટલે કે તે દક્ષિણ દિશાના આકાશના તારાનો (સધર્ન ક્રૉસનો) દેશ હોવાથી એના રાષ્ટ્રધ્વજમાં જમણી બાજુ સધર્ન ક્રૉસના ચાર તારાઓ રાખવામાં આવ્યા છે.
આખોહવા
ન્યૂ ઝીલૅન્ડ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલો દેશ હોવાથી તેનો ઉત્તર છેડો વિષુવવૃત્તની નીચે છે અને દક્ષિણ છેડો દક્ષિણ ધ્રુવની ઉપર છે. એટલે ન્યૂ ઝીલૅન્ડની આબોહવા સમશીતોષ્ણ જેવી છે. ઉત્તર ટાપુમાં સાધારણ ગરમ અને દક્ષિણ ટાપુમાં ઠંડું હવામાન છે. આમ છતાં ન્યૂ ઝીલૅન્ડમાં અતિશય ગરમી કે અતિશય ઠંડી પડતી નથી. વળી, તે દક્ષિણ ગોળાર્ધમાં હોવાથી ત્યાં ઋતુચક્ર પણ ઊંધું ચાલે છે. એટલે કે ડિસેમ્બર – જાન્યુઆરીમાં ત્યાં ઉનાળો હોય છે. અને જુલાઈઑગસ્ટમાં ત્યાં શિયાળો હોય છે.
ન્યૂ ઝીલૅન્ડમાં બારે માસ છૂટોછવાયો વરસાદ પડતો રહે છે. એમાંય
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International