________________
૧૮
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ
પશ્ચિમ કાંઠે વરસાદ વધુ રહે છે. સમગ્ર દેશમાં સરેરાશ વરસાદ એશી ઇંચ જેટલો પડે છે. પરંતુ વસતિવાળા પ્રદેશમાં તે ૩૦થી ૬૦ ઇંચ જેટલો રહે છે. શિયાળામાં દક્ષિણ દ્વીપમાં અને વિશેષત: પહાડી પ્રદેશમાં બરફ પડે છે.
ન્યૂ ઝીલૅન્ડની ચારે બાજુ મહાસાગર હોવાથી એનું હવામાન થોડું ભેજવાળું રહે છે. પશ્ચિમ દિશાનો પવન ત્યાં સતત ફૂંકાય છે. એથી આકાશમાં વાદળાંઓ ચડી આવે છે, પણ તે વધુ વખત રહેતાં નથી. આકાશ થોડી વારમાં સ્વચ્છ થઈ જાય છે અને સૌમ્ય તડકો નીકળતાં હવામાન ખુશનુમા બની જાય છે. ન્યૂ ઝીલૅન્ડમાં પર્યાવરણનું થોડુંક પ્રદૂષણ મોટાં શહેરોમાં છે પણ નહીં જેવું છે. એકંદરે એની આબોહવા આરોગ્ય માટે ઘણી જ સારી છે.
પ્રદેશો
ન્યૂ ઝીલૅન્ડનું ભૌગોલિક અને વહીવટી દષ્ટિએ જુદા જુદા પ્રદેશમાં કે ઇલાકામાં વિભાજન થયું છે. ઉત્તર દ્વીપ અને દક્ષિણ દ્વીપ એના બે મુખ્ય વિભાગો છે. ઉત્તર દ્વીપમાં વાઇકાતો, પૂર્વ પ્રદેશ અને વાંગાનુઈ
એ ત્રણ મુખ્ય ઇલાકા છે. દક્ષિણ દ્વીપમાં નેલસન- માલંબરો, પશ્ચિમ કાંઠો, કેન્ટરબરી અને દક્ષિણ પ્રદેશ એવા ચાર મુખ્ય ઇલાકા છે. છેલ્લે દક્ષિણમાં અલગ સ્ટુઅર્ટ ટાપુ છે. આ ઇલાકાના પેટાવિભાગો પણ છે. દરેક વિભાગની પોતાની કેટલીક ભૌગોલિક, ઐતિહાસિક કે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ છે.
ઉત્તરમાં ઑકલૅન્ડની આસપાસના પ્રદેશમાં નેવું માઈલ કરતાં વધુ લાંબો સળંગ રેતાળ સમુદ્રકિનારો છે. ઑકલૅન્ડની દક્ષિણે વાઇકાતો નદી અને ટાઉપો સરોવરનો પ્રદેશ છે. ઉત્તર દ્વીપનો મધ્ય ભાગ ઠરી ગયેલા જ્વાળામુખીઓનો છે. પશ્ચિમ બાજુ માઉન્ટ એગ્મૉન્ટના (તારાનાકીના) પ્રદેશમાં નૅશનલ પાર્ક છે. પૂર્વ બાજુ ઘેટાંઓના
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only