________________
ન્યૂ ઝીલેન્ડ ચરણનો પ્રદેશ અને દૂધની ડેરીઓ છે.
ઉત્તર અને દક્ષિણ કપની વચ્ચે કૂકની સામુદ્રધુની છે. દક્ષિણ દ્વીપના ઉત્તર પ્રદેશમાં નેલસન અને માર્કબરો વિસ્તારમાં ગીચ ઝાડી હોવાથી ત્યાં નેશનલ પાર્ક કરવામાં આવ્યો છે. પશ્ચિમના પ્રદેશમાં તથા કેન્ટરબરી અને ઓટાગો વિસ્તારમાં જંગલો છે. ત્યાં પણ નેશનલ પાકે છે. તથા હિમાચ્છાદિત શિખરો છે. સર્વોચ્ચ પર્વત માઉન્ટ કૂક આ વિસ્તારમાં છે. તદુપરાંત મિલફર્ડ સાઉન્ડ વગેરે પ્રવાસીઓ માટેનાં આકર્ષક સ્થળો પણ આ વિસ્તારમાં છે. છેક દક્ષિણે ટુઅર્ટ ટાપુમાં વસતિ નહીં જેવી છે.
પર્વતો ન્યૂ ઝીલેન્ડ સુષુપ્ત - ઠરી ગયેલા જ્વાળામુખી પર્વતો અને હિમાચ્છાદિત શિખરોનો પ્રદેશ છે. કોઈ કોઈ જ્વાળામુખી ક્યારેક સક્રિય થઈ જાય છે. જ્વાળામુખીઓ હોવાને કારણે ત્યાં હળવા પ્રકારના ધરતીકંપ પણ વરસમાં સોએક જેટલા થાય છે. - દક્ષિણ દ્વિીપનાં હિમાચ્છાદિત શિખરોને સધર્ન આગ્સ કહેવામાં - આવે છે. - “આ૫” શબ્દનો સાદો અર્થ થાય છે ઉત્તુંગ હિમાચ્છાદિત પર્વત. યુરોપમાં સ્વિટઝર્લેન્ડમાં આસ છે. એટલે યુરોપીય શોધસફરીઓએ દક્ષિણ ગોળાર્ધમાં આવેલાં આ હિમશિખરો માટે “સધર્ન આગ્સ' એવું નામ આપ્યું છે.
ન્યૂ ઝીલેન્ડમાં દસ હજાર ફૂટથી વધુ ઊંચા એવા સત્તા પર્વતો છે. એમાં સૌથી ઊંચો પર્વત માઉન્ટ લૂક છે. એની ઊંચાઈ હાલ ૧૨,૩૧૫ ફૂટ છે. (પહેલાં એની ઊંચાઈ ૧૨, ૩૪૯ ફૂટની હતી, પરંતુ હિમશિખરનો ઉપરનો ભાગ તૂટી પડતાં ઊંચાઈ ઘટી છે.) માઉન્ટ કના હિમાચ્છાદિત શિખર પર પ્રવાસીઓને ઊતરવા માટે હેલિકૉપ્ટરની સુવિધા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org