________________
૩૦
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ મજબૂત પથ્થરનો તેઓએ શાળા, યુનિવર્સિટી, રેલવે સ્ટેશન, સરકારી કચેરીઓ, દેવળો વગેરેના બાંધકામમાં સારો ઉપયોગ કર્યો હતો. આ મકાનોમાં તેમના વિકટોરિયન યુગના સ્થાપત્યની ભાત જોવા મળે છે. આવાં ઘણાં જૂનાં મકાનો હજુ પણ ડેનેડિનના વિસ્તારમાં સચવાયાં છે.
વીસમી સદીના આરંભમાં ન્યૂ ઝીલૅન્ડમાં સોનાની ખાણોમાંથી સોનું ખલાસ થઈ ગયું એટલે કેટલાયે લોકો સ્થળાંતર કરી ગયા. વહેલનો શિકાર પણ ધીમો પડી ગયો. એટલે ડનેડિનની પહેલાં જેવી ચડતી હવે ન રહી. ઑકલૅન્ડ, વેલિંગ્ટન તથા બીજાં શહેરો વિકાસ પામ્યાં. અને તેની વસતિ પણ વધી ગઈ. એટલે હવે ડનેડિન એક શાન્ત, રમણીય હરવાફરવાનું સ્થળ જ રહ્યું છે.
ટુઅર્ટ ટાપુ ન્યૂ ઝીલેન્ડના સાવ દક્ષિણ દ્વિીપના છેડે ઈન્વરકારગિલ બંદર છે. ત્યાર પછી ફ્લેકસની સામુદ્રધુની છે. ત્યાર પછી સામે કિનારે ટુઅર્ટ ટાપુ છે. તે વૃક્ષોની ઝાડીવાળો અને સુંદર સમુદ્રકિનારાવાળો ટાપુ છે. ડેનેડિનની જેમ આ દક્ષિણ પ્રદેશમાં પણ સ્કૉટલૅન્ડના લોકો આવ્યા હતા. દોઢસો વર્ષ પહેલાં ડનેડિનના કેટલાક કૉટિશ લોકો પણ અહીં આવીને વસેલા છે. તેઓના રીતરિવાજ અને ઉચ્ચારોમાં સ્કૉટલૅન્ડની છાંટ હજુ પણ વરતાય છે.
ટુઅર્ટ ટાપુના છે. દક્ષિણ ધ્રુવ સમુદ્ર શરૂ થાય છે. આ ટાપુની વસતિ પાંખી છે. માંડ પાંચસો માણસની વસતિ હશે. અહીંના હવામાનમાં વાદળાં, વરસાદ, હિમવર્ષા, જોરદાર પવન વગેરે બારે માસ રહેતાં હોવાને કારણે કાયમી વસવાટ માટે બધાંને ગમે એવું આ સ્થળ નથી. જ્યારે આકાશ સ્વચ્છ હોય ત્યારે સૂર્યાસ્તન વખતે આકાશના સોનેરી પ્રકાશને કારણે અહીંનું વાતાવરણ અભુત લાગે છે. માઓરી લોકો એ પ્રકાશને “રાકીઉરા' કહે છે. એટલે આ ટાપુને તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org