________________
ન્યૂ ઝીલેન્ડ
જરૂરિયાત સંતોષવા માટે એક ટાપુ ઉપરથી બીજા ટાપુ ઉપર પોતાનાં હોડકાંઓમાં સ્થળાંતર કરતી રહેતી હતી. એ રીતે હવાઈકી, ટોગા, સમોઆ, ફિજી, પપુઆ વગેરે ટાપુઓની ટોળીઓ પોતાની આજીવિકા મેળવવા અને અસ્તિત્વ ટકાવી રાખવા એક ટાપુ પરથી બીજા ટાપુ પર જતી. તેઓમાં માંહોમાંહે લગ્નસંબંધો પણ સ્થપાતા. એવી પ્રજા વર્તમાન સમયમાં પૉલિનેશિયન (બહુદેશીય) તરીકે ઓળખાય છે. એવા જે પૉલિનેશિયન લોકો ન્યૂ ઝીલૅન્ડના ટાપુઓમાં આવીને વસ્યા તે માઓરી તરીકે ઓળખાયા.
૯
માઓરી લોકો ગોરી અથવા ઘઉંવર્ણી ચામડીના છે. એમનો ચહેરો ગોળ અથવા લંબગોળ છે. તેમના વાળ ટૂંકા અને વાંકડિયા છે. તેઓ શરીરે ભરાવદાર, ઊંચા અને સશક્ત છે. તેઓ બુદ્ધિશાળી, કલાનિપુણ અને પ્રેમાળ છે.
માઓરી લોકો પોતાના પૂર્વજોને માટે બહુ લાગણી અને શ્રદ્ધા ધરાવે છે. તેઓ એમ માને છે કે પોતાને અત્યારે જે કંઈ શક્તિ અને સુખ પ્રાપ્ત થાય છે તે પોતાના વડવાઓની પ્રેરણાથી, આશીર્વાદથી પ્રાપ્ત થયા, એટલા માટે માઓરીઓમાં વડીલો પ્રત્યે પૂજ્ય ભાવ હોય છે. શહેરોમાં રહેતા માઓરીઓ દૂરના ટાપુઓમાં કે જંગલોમાં રહેતાં પોતાનાં માતાપિતાને મળવા વખતોવખત જાય છે. વડવાઓ માટેના આવા ઊંડા પ્રેમને કારણે માઓરીમાં પોતાની વંશાવલિ મોઢ રાખવાની પ્રથા છે.
કેટલાક માઓરીઓ તો લાકડાની કલાકૃતિમાં પોતાની વંશાવલિ પણ કોતરે છે. મૃત્યુ પછી તેમનો આત્મા વડવાઓ સાથે ભળી જાય છે એમ તેઓ માને છે. મહેમાનોનું સ્વાગત કરવા માટે જીભ બહાર કાઢવાનો માઓરીમાં રિવાજ છે. એટલે ઘણીબધી કલાકૃતિઓમાં જીભ બહાર કાઢેલી મનુષ્યાકૃતિ જોવા મળશે. માઓરી નૃત્યમાં પણ જીભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org