________________
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ બહાર કાઢવાની પ્રથા છે. શ્વેત યુરોપિયનોને માઓરીઓ પોતાની ભાષામાં “પાકેહા' કહે છે.
માઓરી લોકો દેવદેવીઓમાં ઘણી શ્રદ્ધા ધરાવે છે. સમુદ્ર, જંગલ, વાયુ, ધરતીકંપ, વરસાદ, આકાશ, પૃથ્વી – એ દરેકના જુદા જુદા દેવ છે. આકાશને તેઓ પિતા તરીકે અને ધરતીને માતા તરીકે ઓળખાવે છે. આકાશ માટે માઓરી શબ્દ છે “રાંગી' અને ધરતી માટે શબ્દ છે “પાપા તુ આનુકુ'. આકાશ અને ધરતીના મિલનથી આ સંસાર ઉભવ્યો છે તેમ તે માને છે.
માઓરી લોકોને “મોસા-શિકારી' તરીકે ઓળખાવવામાં આવે છે. આ ટાપુ પર મોસા નામનાં શાહમૃગ જેવાં, મનુષ્ય કરતાં પણ ઊંચાં એવાં ઘણાં પક્ષીઓ હતાં. તે ઊડી શકતાં નહોતાં. માઓરી લોકો એનો પોતાના ખોરાક માટે અને એનાં હાડકાંમાંથી ઓજારો અને ઘરેણાં બનાવવા માટે એટલા મોટા પાયા ઉપર શિકાર કરતા રહ્યા હતા કે છેવટે મોસા પક્ષીનું નિકંદન નીકળી ગયું. પરિણામે, હવે એનું અસ્તિત્વ પૃથ્વી પર રહ્યું નથી.
વર્તમાન સમયમાં માઓરી લોકો આધુનિક થતા જાય છે. અંગ્રેજી માધ્યમવાળી શાળાઓમાં તેઓ અભ્યાસ કરે છે. નોકરીધંધામાં તથા પહેરવેશમાં તેઓ અંગ્રેજો જેવા જ થવા લાગ્યા છે. તેઓ પાર્લમેન્ટમાં ચૂંટાય છે અને પ્રધાન પણ બને છે. ધર્મની દષ્ટિએ કેટલાયે માઓરી હવે પોતાનો જૂનો ધર્મ છોડી ખ્રિસ્તી થઈ ગયા છે. જોકે, દૂર દૂરના નાના નાના ટાપુઓમાં જૂના માઓરી રીતરિવાજે હજુ સચવાઈ રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org