________________
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ પોતાની સત્તા જતી કરી અને ત્યાર પછી એ સત્તા ન્યૂ ઝીલેન્ડને આપવામાં આવી હતી. અલબત્ત, હજુ તે બ્રિટિશ દોરવણી પ્રમાણે જ રાજ્ય કરતું રહ્યું હતું. ૧૯૮૦ પછી ન્યૂ ઝીલેન્ડે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વિશ્વના રાજકારણમાં ભાગ લેવો ચાલુ કર્યો હતો.
માઓરી, ન્યૂ ઝીલેન્ડમાં પ્રાચીન સમયથી રહેતી આદિવાસી પ્રજા તે માઓરી લોકો છે. જ્યારે અંગ્રેજોએ ન્યૂ ઝીલેન્ડમાં વસવાટ કર્યો નહોતો અને ન્યૂ ઝીલેન્ડની શોધ થઈ નહોતી તે પૂર્વે ન્યૂ ઝીલેન્ડમાં રહેનારા લોકો તે માઓરી આદિવાસીઓ છે. મારીઓમાં જુદી જુદી જાતિઓ છે તે બધી સંપીને રહે છે. ન્યૂઝીલેન્ડની જમીન જુદી જુદી જાતિના માઓરી લોકોમાં વહેંચી આપવામાં આવેલી છે. જૂના જમાનામાં કોઈને પોતાની જમીન બીજાને વેચવાનો ત્યાં હક નહોતો. પોતાની જમીનના રક્ષણ માટે માઓરીઓએ અંગ્રેજોને ભારે લડત આપી હતી.
માઓરી લોકો જે ભાષા બોલે છે તે “માઓરી' તરીકે ઓળખાય છે. ‘માઓરી'નો અર્થ થાય છે ‘સ્થાનિક દેશવાસી'. એક મત પ્રમાણે, છેલ્લાં ૬૦૦ વર્ષથી મારી લોકો આ ટાપુઓ પર આવીને વસેલા છે. બીજા મત પ્રમાણે તો છેલ્લાં એક હજાર વર્ષથી ન્યૂઝીલેન્ડની ધરતી પર તેમનો વસવાટ થયેલો છે. ખોદકામ કરતાં મળેલાં સાંસ્કૃતિક અવશેષો પરથી એમ મનાય છે કે લગભગ ચૌદસો વર્ષ પહેલાં આ ટાપુઓ પર માનવવસવાટ હતો. માઓરીઓની પોતાની દંતકથા પ્રમાણે તેમના પૂર્વજો ન્યૂ ઝીલેન્ડની ઈશાન (પૂર્વોત્તર) દિશામાંથી હવાઈકી ટાપુ પરથી આવ્યા છે.
દક્ષિણ પ્રશાંત મહાસાગરના આ વિસ્તારમાં સૈકાઓ પૂર્વે આદિવાસી ટોળીઓ ખેતી, શિકાર, માછલી, ઘેટાંનો ઉછેર વગેરે
આ ટાપુઓ
ન્યૂ ઝીલેન્ડની ધરા મત પ્રમાણે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org