________________
સર્વસામાન્ય જ્ઞાનની સરવાણી પરિચય ટ્રસ્ટ એક એવી સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિ કરી રહ્યું છે જે પ્રકારની પ્રવૃત્તિ ગુજરાતી ભાષામાં બીજા કોઈએ કરી નથી. પરિચય પુસ્તિકા પ્રવૃત્તિના આદ્ય સ્થાપકો વાડીલાલ ડગલી અને યશવંત દોશીએ દર મહિને વિવિધ વિષય પર પાયાની માહિતી આપતી બે પુસ્તિકાઓ પ્રગટ કરવાનો ૧૯૫૮માં આરંભ કર્યો. ૧૯૯૯ના અંત સુધીમાં ૧૮૪ પુસ્તિકાઓ પ્રગટ થઈ અને ૨૦૦૦ની સાલમાં પ્રગટ થયેલી પુસ્તિકાઓની સંખ્યા ૧૦૦૦નું સીમાચિહ્ન વટાવી જશે. એકસરખી સંપાદકીય ભાતવાળી, આશ્ચર્યકારક વૈવિધ્યવાળી, વ્યાપક ઉપયોગિતા ધરાવતી, વિવિધ વિષયોના ઊંડા અભ્યાસીઓ પાસે તૈયાર કરાવેલી, સરળ પણ પ્રાસાદિક શૈલી ધરાવતી પરિચય પુસ્તિકાઓએ આપણા વિદ્યાજગત તેમ જ આપણા સંસ્કાર જીવનમાં મોટા ગજાનું પ્રદાન કર્યું છે. - વિજ્ઞાનથી માંડીને તત્ત્વજ્ઞાન સુધીના અને સાહિત્યથી લઈને વેપારઉદ્યોગ, રમતગમત, આરોગ્ય, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજકારણ, ઈતિહાસ જેવા અનેક વિષયોને આવરતી પરિચય પુસ્તિકાઓ પ્રગટ થતી આવી છે. સીમિત ક્ષેત્રમાં ઊંડા ને ઊંડા ઊતરતા જતા વિશેષજ્ઞોના આ યુગમાં પણ સર્વસામાન્ય જ્ઞાનનો – જનરલ નૉલેજનો – મહિમા ઓછો નથી થયો. સાહિત્યના વિશેષજ્ઞને અવકાશવિજ્ઞાનમાં કે અર્થશાસ્ત્રના નિષ્ણાતને સંગીત કે ચિત્રકલામાં દિલચસ્પી હોય તેની નવાઈ નથી. આવા જિજ્ઞાસુઓ તેમ જ વિદ્યાર્થીઓ, વ્યવસાયી માણસો, ગૃહિણીઓ જ નહીં, બલ્ક દેશ- વિદેશમાં બની રહેલી ઘટનાઓમાં કે ઝડપથી વિકસતા જતા જગત સાથે તાલ મેળવવા ઉત્સુક હરકોઈ નાગરિકને રસ પડે તેવી માહિતી પરિચય પુસ્તિકા આપે છે. દર મહિને બળે નવા નવા વિષયની પાયાની આધારભૂત માહિતી આપતી આ પુસ્તિકાઓ એક નાના પણ નક્કર માહિતીકોશની ગરજ સારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org