________________
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ વેલિંગ્ટન ન્યૂ ઝીલેન્ડના ઉત્તર ટાપુનું એક મહત્ત્વનું બંદર છે. અહીંથી ઊન, માંસ વગેરેની નિકાસ મોટા પ્રમાણમાં થાય છે. વેલિંગ્ટન સમુદ્રકિનારે અને આસપાસની ટેકરીઓ પર વસેલું નગર છે. એના રસ્તાઓ વળાંકવાળા, સાંકડા હોવાથી અને કેટલાક રસ્તા ઊંચાનીચા હોવાથી તથા શહેરમાં કેબલનાર હોવાથી આ સુંદર શહેરને ન્યૂઝીલેન્ડના સાન ફ્રાન્સિસ્કો તરીકે ઓળખવામાં આવે છે. પાટનગર હોવાને લીધે બ્રિટિશ સામ્રાજ્યના વખતમાં જ વૈલિંગ્ટનમાં પાર્લામેન્ટનું મકાન બાંધવાનું કામ પહેલા વિશ્વયુદ્ધ પછી ચાલુ થયું હતું. પરંતુ બાંધકામ અંગેના મતભેદો, નાણાંની ખેંચ વગેરેને કારણે ૧૯૨૦માં એનું બાંધકામ અધૂરું છોડી દેવામાં આવ્યું હતું. આ અપૂર્ણ મકાનમાં છે દાયકા સુધી પાર્લમેન્ટનું કામકાજ ચાલ્યા કર્યું. પછી છેક ૧૯૮૧માં ન્યૂઝીલેન્ડે પાર્લમેન્ટનું મકાન નવેસરથી પૂરું કરવાનું નક્કી કર્યું. એક અંગ્રેજ સ્થપતિ પાસે એનો નકશો બનાવવામાં આવ્યો. જૂનું અને અધૂરું મકાન એમનું એમ રાખીને બાકીની જગ્યામાં પંદર માળ જેટલું ઊંચું નવું મકાન બાંધવામાં આવ્યું. પરંતુ બહારની બાજુ નજીક નજીક કરવામાં આવેલી દીવાલોને કારણે એની આકૃતિ વિશાળ મધપૂડા જેવી લાગે છે. બન્યું પણ એવું કે મકાન તૈયાર થતાં લોકો એને “પાર્લમેન્ટ' કહેવાને બદલે “મધપૂડો' તરીકે જ ઓળખવા લાગ્યા છે. વેલિંગ્ટન શહેરના વિકાસ માટે સમુદ્ર પૂરીને જમીન મેળવાઈ રહી છે. એના પર નવાં નવાં મકાનો બંધાઈ રહ્યાં છે. અહીં લેબ્રટન ફવે, વેઇટફીલ્ડ માર્કેટ વગેરે વિસ્તારમાં બજારો છે. બોટનિકલ ગાર્ડન, મેરિટાઈમ મ્યુઝિયમ, નેશનલ મ્યુઝિયમ ઇત્યાદિ જોવા જેવાં સ્થળો છે.
કવીન્સ ટાઉન છેલ્લાં થોડાં વર્ષોથી ન્યૂઝીલેન્ડનું કવીનસ ટાઉન શહેર જાણીતું થવા લાગ્યું છે. ડુંગરાળ પ્રદેશમાં આવેલું આ નાનકડું શહેર ઉત્તરોત્તર વૃદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org