________________
ન્યૂ ઝીલેન્ડ
૨૫ પાણીના કુવારા ઊડે છે. નગરમાં દાખલ થતાં કેટલેક સ્થળે ધુમાડાના ગોટેગોટા દેખાય છે. ચોવીસ કલાક તે ચાલુ હોય છે. ત્યાં કોઈક કોઈક સ્થળે ગરમીથી ખદબદતી માટીનાં ખાબોચિયાં પણ છે. કેટલાક પ્રવાસીઓ ગંધકવાળા ગરમ પાણી દ્વારા સારવાર મેળવવા માટે રોટોશુઆ આવે છે. કેટલીક હોટલોમાં અને મોટેલોમાં પણ એની સગવડ હોય છે. થોડા માઈલ દૂર એક “પૉલિનેશિયન’ કેન્દ્ર છે. ત્યાં ગંધકવાળા પાણીની વિવિધ પ્રકારની સારવાર આપવાની વ્યવસ્થા છે.
રોટોશુઆ નગર પાસે રોટોશુઆ સરોવર પણ છે. તેની નજીક આવેલી ટેકરી પર રોપ-વેમાં બેસીને જઈ શકાય છે. ત્યાં વિવિધ પ્રકારની રમતો રમવાની વ્યવસ્થા છે. ત્યાંથી દેખાતું આસપાસનું રમણીય દશ્ય જોવા જેવું છે.
પ્રાચીન કાળથી રોટોશુઆમાં અને એની આસપાસના પ્રદેશોમાં માઓરી લોકો વસેલા છે. એટલે રોટરુઆમાં માઓરી લોકોના સાંસ્કૃતિક કાર્યક્રમો અવારનવાર યોજાતા હોય છે. તેમની લાકડાનાં કોતરકામવાળી લાક્ષણિક કલાકૃતિઓ પણ ત્યાં વેચાય છે. મારી લોકો જમીનમાં જ્યાં ગરમ ધુમાડા નીકળતા હોય ત્યાં મોટા વાસણમાં ભાત વગેરે પકાવે છે. એને “હાંગી' કહેવામાં આવે છે.
ન્યૂ ઝીલેન્ડના પ્રવાસે જનારે રોટોશુઆ અવશ્ય જવું જોઈએ તેવું વૈવિધ્ય ધરાવે છે.
વેલિંગ્ટન ન્યૂ ઝીલેન્ડનું મોટામાં મોટું શહેર ઑકલૅન્ડ છે, પરંતુ એનું પાટનગર વૈલિંગ્ટન છે. વૈલિંગ્ટનની વસતિ લગભગ અઢી લાખની છે. કૂકની સામુદ્રધુનીના કિનારે આવેલું આ વેલિંગ્ટન બંદર દક્ષિણ દ્વીપના દ્વાર તરીકે ઓળખાય છે. ન્યૂ ઝીલેન્ડની રાજધાની પહેલાં ઓકલેન્ડમાં હતી, પરંતુ ૧૮૬૫માં ત્યાંથી તે ખસેડીને વેલિંગ્ટનમાં લાવવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org