________________
વચ્ચે વહે છે.
વેલા આ શહેરમાં
મા જ જૂના
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ
ક્રાઈસ્ટચર્ચ દક્ષિણ દ્વીપનું સૌથી મોટું અને ન્યૂઝીલેન્ડનું બીજા નંબરનું શહેર તે ક્રાઈસ્ટચર્ચ છે. અનેક ઉદ્યાનો ધરાવતું આ શહેર યોગ્ય રીતે જ ઉદ્યાનનગરી તરીકે જાણીતું છે. નાનકડી એવન નદી આ શહેરની બરાબર વચ્ચે વહે છે. વસ્તુતઃ આ નદીની બંને બાજુ શહેરનો વિકાસ થયો છે. અંગ્રેજોએ વસાવેલા આ શહેરમાં હજુ પણ અંગ્રેજ વાતાવરણ જોવા મળે છે. એક હોટલની તો રચના જ જૂના જમાનાની બ્રિટિશ હોટલ જેવી, લાકડાનાં બારીબારણાં, ફરસ, કઠેડા વગેરે વડે કરવામાં આવી છે.
ક્રાઈસ્ટચર્યમાં મુખ્ય દેવળ અને એની આસપાસનો વિશાળ ખુલ્લો વિસ્તાર કેથેડ્રલ સ્કવેર કહેવાય છે. ત્યાં ઘણા લોકો ભેગા થાય છે અને આરામથી બેસે છે. સ્કવેરની આસપાસ બજાર છે. હેલેપાર્ક, કેન્ટરબરી યુનિવર્સિટી, બોટનિકલ ગાર્ડન, કેન્ટરબરી મ્યુઝિયમ, મેકડુગલ ગેલરી, વિકટોરિયા સ્કવેર, ટાઉનહોલ, સિવિક સેંટર વગેરે ક્રાઈસ્ટચર્ચનાં જોવાલાયક સ્થળો છે.
ક્રાઈસ્ટચર્ચથી પ્રેમાઉથના હિમાચ્છાદિત શિખર સુધી ડુંગરમાં નાની ટ્રેનનો પ્રવાસ અનેક રોમાંચક અનુભવ છે. ક્રાઈસ્ટચર્ચથી કેન્ટરબરીનાં મેદાનો, ટેકાપો સરોવર, લઈસ ઘાટ વગેરે સ્થળે પ્રવાસીઓને ફરવા માટે સુવિધા ઊભી કરવામાં આવેલી છે.
ક્રાઈસ્ટચર્ચથી થોડા માઈલ દૂર આકારોઆ બંદર છે. ફ્રેંચ લોકો અઢારમી સદીમાં જ્યારે ન્યૂ ઝીલેન્ડ આવ્યા ત્યારે તેઓ આ બંદરે ઊતર્યા હતા અને ત્યાં પોતાની વસાહત સ્થાપી હતી. આ નાના શહેરમાં હજુ પણ ફ્રેન્ચ વાતાવરણ જાળવી રાખવામાં આવ્યું છે.
ત્યાં રસ્તાઓ અને શેરીઓનાં નામ પણ ફ્રેન્ચ ભાષામાં છે. - ક્રાઇસ્ટચર્ચની દક્ષિણ આમારુની પાસે મોએરાકીના દરિયાકિનારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org