Book Title: Mantri Vimalshah Mahamantri Udayan
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/005457/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી - ૨ | ૧૦. મંત્રી વિમળશાહ ઉદયન lllllll VVV WVAVAVA YTYY IIIIIII જયભિખુ Jain Education international For Personal & Private Use Only wwwatne brary orga Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૧ [કુલ પુસ્તક ૧૦]. ૧. તીર્થકર શ્રી ઋષભદેવ, ભરત – બાહુબલી ૨. તીર્થકર શ્રી મહાવીર, તીર્થકર શ્રી પાર્શ્વનાથ ૩. આચાર્ય શ્રી જંબુસ્વામી, આર્દ્રકુમાર ૪. મહાસતી અંજના, સતી ચંદનબાળા ૫. કાન કઠિયારો, અક્ષયતૃતીયા, સત્યનો જય ૬. રાજા શ્રીપાળ, શેઠ જગડુશાહ ૭. મુનિશ્રી હરિકેશ, આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર ૮. રાણી ચેલ્લણા, અમરકુમાર ૯. અર્જુન માળી, ચંદનમલયાગિરિ ૧૦. મહારાજા કુમારપાળ, વસ્તુપાળ-તેજપાળ, મહાત્મા દઢપ્રહારી For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ જૈન બાલગ્રંથાવલિ : શ્રેણી ૨ - પુ.૧૦ મહામંત્રી ઉદયન ધન્ય અહિંસા સંપાદક જયભિખ્ખ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Jain Balgranthavali Shreni-2 Ed. by Jaybhikhkhu Published by Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380 007 આવૃત્તિ : જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ, ૨૦૦૮ ISBN : 978-81-89160-95-1 કિંમત : રૂ. ૧૫ ૧૦ પુસ્તિકાના સેટની કિંમત રૂ. ૧૫૦ પ્રકાશક કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ -૩૮૦ ૦૦૭ | મુખ્ય વિક્તા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ | ગૂર્જર એજન્સીઝ ૫૧-૨, રમેશપાર્ક સોસાયટી, રતનપોળ નાગ સામે, ઉસ્માનપુરા, ગાંધી માર્ગ, અમદાવાદ -૩૮૦ ૦૧૩ અમદાવાદ -૩૮૦ ૦૦૧ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ ફોન : ૨૨૧૪ ૯૬૬૦ મુદ્રક ક્રિષ્ના ગ્રાફિક્સ, નારણપુરા ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી ઉદયન રેતીના ભયંકર વાવંટોળ ઊડે છે. જળ વિનાની ધોમધખ પૃથ્વી તપે છે. નાનાં છાપરાં છાયેલાં ગામ છે. સૂરજ આખો દિવસ આગ વરસાવે છે. મધરાતે રેતી ઉડાડતો પવન ફૂંકાયા કરે છે. સમી સાંજે કે પાછલા પહોરે પ્રવાસીઓ પ્રવાસ ખેડી શકે છે. ચારેતરફની ઉજ્જડ ભોમ પર કેર, બોર ને બાવળિયાનાં વન પથરાયેલ છે. આવા મરુધર (મારવાડ) દેશમાં ઉદા નામનો જુવાનિયો વસે. ઉનાળે આંબા ફળે એમ મુશ્કેલીમાં એની મર્દાનગી ખીલેલી. કોઈનું પીઠબળ મળે તો કાંઈનું કાંઈ કરી નાખવાના એને કોડ. પણ હામ, દામ ને ઠામ ત્રણેનો એને તોટો. આખો દિવસ ફર્યા કરે, અને વિચાર્યા કરે કે મારી ભાગ્યદેવી ક્યારે જાગશે.! મૂળે એના બાપદાદા ક્ષત્રિય : કેડે કટારી ને ઢાલતરવાર For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૨- ૧૦ બાંધનારા. એના પૂર્વજો વીરદેવ, યક્ષનાગ ને અશ્વેસર કોઈ જૈન સાધુના ઉપદેશથી શ્રાવક બનેલા. તીર-કમાનનો-હિંસાનો ધંધો છોડી, ત્રાજવા-કાટલાંનો ધંધો લીધો, પણ ક્ષત્રિયોને એમ કંઈ ઝટ ધંધો આવડે ? રાજકાજ એવાં થયાં કે ધીરે ધીરે શ્રીકરણ (દાણ લેનારા)માંથી પણ ગયા, સામાન્ય વેપારી બની ગયા. આ પૂર્વજોનો વારસદાર દીનહીન ઉદો! પગમાં પહેરવા જોડા નહિ તો ચઢવા ઊંટ કયાંથી હોય ! ટૂંકી પોતડી, જૂનું અંગરખું ને લઘરવઘર પાઘડી : આ એનો પોશાક. ઉદો ઘીનો વેપાર કરતો. બળ ને બુદ્ધિમાં એ ઓછો ન હતો, પણ જમા-ઉધારનાં બે પાસાં સરખાં કરી ન શકતો. જેમ જેમ એની ગરીબાઈ વધતી ગઈ, એમ એમ ઉદાની મહત્ત્વાકાંક્ષા વધતી ગઈ. એ મુસીબતો જોઈ હાર્યો નહિ; બેવડી હિંમતથી મુશ્કેલીઓ સામે લડવા લાગ્યો. ભારે ભડ પુરુષ ! એ જવાન ઉદો મારવાડી એક વાર ઘી ઉઘરાવવા નીકળ્યો. માથે ઘીનો ગાડવો હતો. ખભા પર ધનુષ્યબાણ હતાં. રાત અંધારી હતી. ખેતરને શેઢે થઈને એ જતો હતો. અચાનક એની નજર કોઈના ખેતરમાં પાણી વાળતા માણસો ઉપર ગઈ. ઉદાને લાગ્યું કે આટલી રાતે કોણ પાણી વાળે ? નક્કી આ કોઈ હેરુ હશે. એણે બાણ ચઢાવી પડકાર કર્યો. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી ઉદયન ** * * * ‘કોણ છો અલ્યા ? સાચું કહેજો, નહિ તો આ તીર તમારું સગું નહિ થાય !” અમે નસીબવંત લોકોના વગર પગારના ચાકર છીએ.' ઉદાએ પ્રશ્ન કર્યો: ‘ભાઈ, આ ખેતરવાળો તો એક જણને પણ નોકર રાખી શકે તેમ નથી. તો તેના ખેતરમાં પાણી વાળનારા આટલા બધા તમે કોણ ? | ‘અમે એના હિતચિંતક છીએ!” પેલા લોકોએ જવાબ વાળ્યો. ઉદાને લાગ્યું કે ભાગ્યશાળીને ભૂત રળે, જેવું કાંઈક લાગે છે. નિર્ભય ઉદાએ પ્રશ્ન કર્યો : ‘મારા પણ હિતચિંતક ક્યાંય હશે ખરા ? જરૂર ગુજરાતના કર્ણાવતી નગરમાં.' ઉદાએ વિગતથી પૂછવા માંડ્યું: ‘આપણા ભિન્નમાળ (શ્રીમાળનું બીજું નામ) પ્રદેશના સામંત રાજિના પુત્ર મૂળરાજનું નસીબ જ્યાં ખીલ્યું, જૈન ધર્મ પાળનારી કર્ણાટકના રાજા જયકેશીની કુંવરી મીનળદેવી જ્યાંના રાજાને વરી, એ જ નગરી કર્ણાવતીમાં જાઉં? શું ત્યાં ભાગ્યદેવી મારા પર રીઝશે” ‘જરૂર રીઝશે. જવાબ મળ્યો. ઉદો મારવાડી તો ચાલી નીકળ્યો. એણે ખભે ખડિયો For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨. ૧૦ نت . ت . .ت . .ن.ت નાખ્યો છે. પાછળ બેરી ને બે બાળકો છે. એક બાળકને ચલાવતાં, એકને તેડતાં, સાથેની ઘરવખરીનો ભારબોજ વહેતાં એ પંથ કાપી રહ્યાં છે. વતનનાં ભૂંડ ભૂખ ઝાંડવાંમાંય માણસનું મન ભરાઈ રહે, પણ મોટા મનના ઉદાના દિલમાં તો સિંહસરખો જુસ્સો જાગ્યો છે. જ્યાં ચાકરી ને ભાખરી મળે ત્યાં રહી જવું છે. આખરે કર્ણાવતી આવી પહોંચ્યું. સુંદર સરિતાઓ, હરિયાળાં ઉપવનો, ફળફૂલથી લચેલાં ઉદ્યાનો ને મણિમુક્તાથી શોભતી હવેલીઓ! ભવ્ય રાજમહેલો ને ગગનચુંબી મિનારાઓ ! છેલ્લા ત્રણ દિવસથી કડાકા કરતો જુવાન ઉદો કર્ણાવતીને નિહાળી ખુશ ખુશ થઈ ગયો. એને લાગ્યું કે જો સ્વર્ગ ક્યાંય હોય તો અહીં છે ! ધર્મશાળામાં સામાન મૂકી ઉદયન શહેરમાં ફરવા નીકળ્યો. આવી ફક્કડ નગરીમાં ફરતાં કડકાબાલૂસ ઉદાને શરમ આવી રહી છે ! એ પોતે જૈન ધર્મનો અનુરાગી હતો. સુંદર દેરાસર દેખી દર્શન કરવા ગયો. દર્શન કરનારા તો અનેક હતા, પણ આ ઉદયનની લગની અજબ હતી. સ્થિતિનું તો દુઃખ માથે હતું જ, સાથે સાથે કર્મની વિચારણા કરતો એ સ્તવન ગાતો હતો. એટલે એ શબ્દો ભાવથી ભરપૂર હતા. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી ઉદયન *અને* * લાછી નામની એક શ્રાવિકા દર્શન કરવા આવી હતી. એ વિધવા હતી. એને બાળક નહોતું. એણે આ જુવાનને જોયો, એના ભાવને પિછાણ્યો. અરે, આ તો મારો સમાન ધર્મી જૈન ! દુઃખિયારો પરદેશી લાગે છે. અરે, એક પણ સહધર્માનું દુઃખ ન ફેડું તો ધર્મ મળ્યો તોય શું ને ન મળ્યો તોય શું? લાછી શ્રાવિકાએ દર્શન કરીને બહાર ઓટલા પર બેઠેલા ઉદયનને પૂછ્યું: ‘પરદેશી લાગો છો !' જી હા, મારવાડનો શ્રીમાળ છું, જૈન છું.” ઉદાની વાતની છટા ઔર હતી. ‘તમારું નામ ?” ‘ઉદયન.” ‘અહીં શા માટે આવ્યા છો?’ ભાગ્ય અજમાવવા ને ધન પેદા કરવા. ‘કોના અતિથિ છો?” કોઈ નો નહિ. અહીંનો સાવ અજાણ્યો છું; ધર્મબંધુને હિસાબે ગણો તો આપનો અતિથિ છું” લાછી આ જવાબથી ખુશ થઈ, ને ઉદયનને પોતાનો મહેમાન બનાવ્યો. રહેવા માટે પોતાનો મેડો કાઢી આપ્યો. વેપાર કરવા થોડી મૂડી પણ આપી. વેલાને વાડ જોઈતી હતી For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ S : Al : HIS : , ' S I : siા IBUTH જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૨-૧૦ - s કિજજ I m /lives - - - - - A SI For Personal & Private Use Only ઉદ અને લાછી :: ? ' . ક fl/ | : •l. 'T :://: J " | | કા, ' ' Page #11 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી ઉદયન - આજે મળી ગઈ. થોડા સમયમાં એણે ભારે નામના જમાવી. થોડી મૂડીએ બહોળો વેપાર ખેડવા માંડયો ! વાહ રે લાછી શ્રાવિકાના ધર્મપુત્ર ઉદયન! કાને શેલકડી, હાથે કડાં ને પગે તોડા. કપાળમાં બદામ આકારનું તિલક. માથે મારવાડી પાઘ. દુકાન ધમધોકાર ચાલે છે. ધૂળમાંથી પણ ધન પેદા કરવાની આવડત છે. ધન, ધન ને ધનના ઢગલા ! - ભાગ્યનું ચક્ર ફરી ગયું : જ્યાં હાથ નાખે ત્યાં ધન જ હાથ આવે છે. અરે ! ભોરિંગના દરમાં હાથ નાખું તોય ધન મળે છે–એમ ઉદયન મશ્કરીમાં કહે છે. ઉદાને વિચાર થાય છે, કે પાસે બે પૈસા થયા છે, તો રહેવા ઇંટોનું પાકું મકાન ચણાવું. એણે લાછી શ્રાવિકાને વાત કરી. લાછીને તો કંડ સુધી પથારો હતો. એણે એક મકાન ઉદાને વેચાણ આપી દીધું. ઉદાએ તો ઘરના પાયા ખોદવા માંડ્યા. ખોદતાં ખોદતાં પાયામાંથીય ધન નીકળ્યું. ઉદાશેઠે વિચાર કર્યો : “ભલે જમીન મારી હોય, પણ ધન મારું ન કહેવાય.' એણે લાછી શ્રાવિકાને બોલાવી, તેની આગળ ધન રજૂ કરતાં કહ્યું: “માતા, આ ધન તમારું છે. તમે લઈ જાઓ !” For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૧૦ e 2 - '! XW.S, S ji • :", ઈ '. . કwદ AAA ? with 1 . કે જ -: // IYA Iટ :: * મા 'Sexy ' : - '. - My : . - - - • * :: ': - સિદ્ધરાજ શિકારે For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી ઉદયન ૧૧ લાછી શ્રાવિકા કહે: ‘જેની જમીન એનું ધન; મારે કાંઈ લેવાદેવા નહિ.” ખૂબ રકઝક ચાલી. આ વાત કર્ણાવતીમાં ફેલાતી ફેલાતી રાજદરબારમાં પહોંચી, પણ ઉદયન તો એક જ વાતને વળગ્યો હતો : “એ ધન લાછી શ્રાવિકાનું !' આખરે એ ધનથી જિનમંદિર બાંધ્યું. લોકો એ મંદિરને ઉદયનવિહારને નામે ઓળખવા લાગ્યા. પ્રજાને લાગ્યું કે ઉદો શેઠ પ્રામાણિક છે. એટલે એમનો ધંધો ખૂબ વધી ગયો. બુદ્ધિ અમાપ હતી, ધન અમાપ મળી રહ્યું. ઉદયનની શક્તિના ચમકારા બધે ફેલાવા લાગ્યા. સહુને થાય તેવી ઇચ્છા એ વેળા ઉદયનને થઈ. રાજકાજમાં પડું ને નામ કાઢું ! જે ધર્મે પોતાને તાર્યો એ સ્વધર્મ કાજે કાંઈ કરી છૂટું ! આ માટે પાટણ શહેર યોગ્ય હતું. ગુજરાતની એ રાજધાની હતી. એણે ધંધોધાપો સમેટી લીધો ને ગુજરાતના પાટનગર પાટણ ભણી રવાના થયો. પાટણ તો અલબેલું નગર. લાખોપતિના આવાસે લાખના હિસાબે દીવા બળે. કોટિધ્વજોની ધજાઓ ફરકે. રાણી મીનળદેવી ભારે ચતુર, ન્યાયી ને નરરત્નની પરીક્ષા કરનારી સ્ત્રી હતી. એણે આ નવા રત્નને પારખી લીધું. ઉદયનની For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૧૦ . . . .. . રાજકાજમાં સલાહો લેવાવા લાગી. લોકોએ તેમને મંત્રીનું બિરુદ આપ્યું. પાટણના મહાજનના અગ્રેસરોમાં પણ ઉદયન શેઠ આગળ પડતા થયા. એવામાં રાજા કર્ણ અચાનક ગુજરી ગયા. એમના વારસદાર કુંવર જયસિંહ બાળક હતા. રાજા બાળક હોય ત્યારે સ્વાભાવિક રીતે રાજખટપટની ભૂતાવળો જાગે. આમાં ઉદયન મહેતાએ મહારાણીને સાથ આપ્યો. ઉદયનની બુદ્ધિએ ઘણો માર્ગ સરળ કરી દીધો. ઉદયન મંત્રીનાં માન વધ્યાં. પાટણના રાજાને સોરઠના ધણી રા'ખેંગાર સાથે લડાઈ થઈ. લડાઈ તે કેવી ! વરસો વીતી ગયાં, પણ ગઢની કાંકરી ન ખરે ! બળિયા રાજા સધરા જેસંગની તો આબરૂ જવા બેઠી. એ વેળા મહામંત્રી ઉદયને બીડું ઝડપ્યું. ભયંકર લડાઈ થઈ. મહામંત્રી ઉદયનની બહાદુરી અને બાહોશીથી સોરઠ સર થયું. મહારાજ જયસિંહદેવના ચાર હાથ એમના ઉપર થયા. ખંભાત જેવા બંદરની સરનશીની એમને મળી. ખંભાત એટલે ચોરાશી બંદરનો વાવટો! મહામંત્રી ઉદયન ખંભાતના બેતાજ બાદશાહ બન્યા. એ વેળા આચાર્ય દેવચંદ્રસૂરિ ત્યાં વિહરે. તેમની સાથે એક મોઢ બાળક. બાળકને એની મા પાસેથી ધંધૂકાથી માગી લાવેલા. ગુરુદેવ કહેતા હતા કે આ બાળક ક્ષત્રિય કુળમાં પેદા થયો હોત તો ચક્રવર્તી થાત; વણિક કુળમાં પેદા થયો છે, For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી ઉદયન . . . . . . એટલે સંસારમાં રહે તો મંત્રી થાય; ને જો કોઈ મતનો સ્વીકાર કરે તો યુગપ્રધાન થાય; કળિયુગમાં સત્યયુગ લાવે.” એ બાળકની સાચવણીનો ભાર ગુરુજીએ ઉદયન ઉપર નાખ્યો. થોડે દિવસે ચાંગનો પિતા ધસમસતો આવી પહોંચ્યો. એણે આચાર્ય પાસે પોતાનો પુત્ર માગ્યો. આચાર્ય શાંતિથી કહ્યું: ‘તમારો બાળક મંત્રી રાજના ઘેર સલામત છે. તમારી જ વાટ હતી.” ચાંગનો પિતા પારકા છોકરાને જતિ કરનાર ઉદયન મંત્રી ઉપર ક્રોધ વરસાવી રહ્યો. ઉદયન મંત્રી ચાંગના પિતાને ઘેર લઈ ગયો. રમતા પુત્રને લાવીને પિતાના ખોળામાં બેસાડ્યો, સાથે પંચાંગ પુરસ્કાર સાથે ત્રણ કીમતી પોશાક અને ત્રણ લાખ રૂપિયા ભેટ કર્યા અને કહ્યું : “મન માને તો પુત્રની દેશને ખાતર ભેટ ચઢાવો ! ઘેર રાખશો તો ઘર અજવાળશે; બહાર કાઢશો તો દુનિયા અજવાળશે. માત્ર પોતાનો સ્વાર્થ ન જોશો.' ચાંગનો પિતા ખુશ થઈ ભેટી પડ્યો. એ બોલ્યોઃ મંત્રીરાજ, મારો પુત્ર તમને અર્પણ છે. મારો પુત્રપ્રેમ ઉત્કટ છે, પણ એથીય તમારો ધર્મ-પ્રેમ વધુ ઉત્કટ છે. મારે એક કોડી પણ ન ખપે!” એ વેળા ઉદયન મંત્રીએ કહ્યું : “ભાઈ ! આ બાળક મને અર્પણ કરવાથી તો એ મદારીના માંકડાની જેમ નબળાને For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨- ૧૦ ૧૪ . . .ت. .ت. નચાવતો રહેશે ને સબળ પાસે નાચતો રહેશે, પરંતુ ગુરુદેવને અર્પણ કરવાથી બીજના ચંદ્રની જેમ ત્રણ લોકને નમવા યોગ્ય થશે !' એ બાળક ચાંગો તે જ ગુરુદેવ હેમચંદ્ર પ્રભુ! ધન ને સત્તા પામીને કોને મદ નથી થયો? છતાંય ઉદયને દેવ, ગુરુ, ધર્મ ને સ્વામીની ભક્તિમાં લેશ પણ કચાશ રાખી નહિ. મહારાજ જયસિંહદેવનો ક્રોધ કુમારપાળ પર ઊતર્યો. કુમારપાળને ઉપર આભ ને નીચે ધરતી રહ્યાં. એ વેળા કુમારપાળનો મિત્ર મંત્રીરાજ પાસે મદદ માગવા ગયો. મંત્રીરાજ ઉદયને ચોખ્ખું કહ્યું: મને લૂણહરામ ન બનાવા. કોઈ રાજસેવક ન જુએ તે પહેલાં અહીંથી ચાલ્યા જાઓ !” અને એ જ કુમારપાળ માટે જ્યારે ગુરુદેવ હેમચંદ્રાચાર્યે કહ્યું: ‘કુમારપાળને આશ્રય આપવામાં સ્વામીદ્રોહ નથી, પણ રાષ્ટ્રસેવા છે. મારું જ્ઞાન ભાખે છે, કે કુમારપાળ ગુજરાતનો ચક્રવર્તી રાજા થશે.' ત્યારે પોતે એને આશ્રય આપ્યો. પણ વાહ રે કુદરત ! જેને એક વાર પોતે હડધૂત કર્યા હતા, એ જ કુમારપાળ રાજગાદી પર આવ્યા, પણ આશ્ચર્ય એ થયું કે ખુદ રાજા કુમારપાળે જ તેમને મંત્રી થવા માટે કહેણ મોકલ્યું. સાથે કહેવરાવ્યું, “મંત્રીરાજ, તમે રાજના શત્રુના For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી ઉદયન ૧૫ * لنليننننننننننننيلليد : : : : ::::: છc 0 .y) Mિ H w i છ RKS * S ((NG 'કથક ( For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૧૦ શત્રુ છો, પણ રાજના હિતસ્વીના તો પરમ મિત્ર છો. મેં તમને પારખી લીધા છે. હું રાજનો મિત્ર છું, મારા તમે મિત્ર બનો !' ૧૬ મહારાજ કુમારપાળને જેટલા વાળ તેટલા દુશ્મન હતા. મંત્રીરાજ સાથે રહ્યા, સાથે ઝૂઝ્યા, ને તેમની સત્તા સ્થાપી. ગુજરાતની નવ ખંડમાં નામના કરી. * સિત્તેર વર્ષની અવસ્થા થઈ છે. ઉદયન મંત્રી નિવૃત્ત થયા છે. પત્ની ગુજરી ગઈ છે. દીકરા ને વહુ, દીકરાને ઘેર દીકરા, એમ લીલી કુટુંબવાડી જામી છે. હવે પોતે કામકાજનો સંજે૨ો કર્યો. પ્રવૃત્તિનું ધામ પાટણ અને ખંભાત છોડી કર્ણાવતીમાં આવી વસ્યા, પણ નિરાંત તો નસીબમાં હોય તો લેવાય ને ! સોરઠમાં બંડખોરોનો જુલમ ખૂબ વધી ગયેલો. કેમે કર્યા એ કબજે થાય જ નહિ. એ વેળા સહુને ઉદયન મંત્રી યાદ આવ્યો. એંશીથી ઉ૫૨ની ઉંમરના મંત્રીરાજ ઉદયને બીડું ઝડપ્યું; જુવાનીને શરમાવે એવી છટાથી લશ્કર દોર્યું; રણકુશળ સેનાપતિની જેમ વ્યૂહ રચ્યા. પોતાના નિયમ મુજબ લડાઈ પહેલાં મંત્રીશ્વર શત્રુંજયની યાત્રા કરવા ગયા. યાત્રા કરીને કાલે જ પાછા ફર્યા છે, ને આજે તો એમણે તરવાર પકડી રણમેદાનમાં ઝુકાવી દીધું છે. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી ઉદયન If yrT/ ' Tue S :: Hy S SS --- For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૨- ૧૦ મેલગપુરના મેદાનમાં સાંગણડોડીઆનું એ યુદ્ધ ભયંકર હતું. ધાર્યા કરતાં દુશ્મનો વધુ નીકળ્યા. એ બળ કરતાંય કળ વધુ વાપરતા. પીઠ પાછળ ઘા કરવામાં કુશળ હતા. ગુજરાતનાં લશ્કરો પીછેહઠ કરવા માંડયાં. તરત જ મંત્રીરાજ ઉદયને રણમેદાનમાં પોતાના ઘોડાને મોખરે દોર્યો. રણનો રંગ બરાબર જામ્યો. ધીરે ધીરે સેના ઓછી થતી ગઈ. શત્રુઓએ એકસામટો મંત્રીરાજ પર ધસારો બોલી દીધો, પણ પાછા હઠે એ બીજા. મંત્રીરાજે એંસી વર્ષની વયે નવજુવાન જોદ્ધાને પણ શરમાવે તેવા રણરંગ દાખવવા માંડ્યા. મંત્રીરાજનું આખું અંગ વેતરાઈ ગયું, મસ્તક ડોલવા લાગ્યું, છતાંય એમના હાથમાં સમશેર ચમકી રહી છે. માગીને ખાતો, જયણા પાળતો જીવનને ધર્મથી જીવતો. લોકો હસી પડતા ને કહેતા : “અલ્યા, રાઈના ભાવ રાતે ગયા, હવે તો વેશ ઉતાર !” પેલો વેશધારી ગંભીર થઈને કહેતો : ‘હવે એ નહિ ઊતરે; લોઢાને પારસમણિનો સ્પર્શ થયો; જે વેશને લીધે મંત્રીશ્વર જેવાએ મને વંદન કર્યું, મારું આટલું માન કર્યું, એ વેશને હું કેમ છોડું? ભલા, એવો તે કોણ મૂર્ખ હોય કે હાથ આવેલો ચિંતામણિ ફેંકી દ!” લોકો કહેતાં : “પાકો વેશધારી !” લોકોની આ ટીકા તરફ એ વેશધારી મુનિએ રોષ ન For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી ઉદયન કર્યો. સમતાથી એણે એ ટીકા સહી લીધી, મનમાં જરા પણ દ્વેષ ન આપ્યો. લોકોએ એને માન્યો ન માન્યો, પણ એ વેશધારી પોતાનો બેડો પાર કરી ગયો. ૧૯ મંત્રીરાજનું મૃત્યુ આમ મંગલરૂપ બન્યું. લોકોએ કહ્યું: હાથી જીવતો લાખનો, મર્યે સવા લાખનો તે આનું નામ !’ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ધન્ય અહિંસા એ જ નદીનો ધરો, એ જ જાળ ને હરિબળ માછી. શિયાળાની સખત ઠંડીમાં જુઓ, ઉનાળાના અંગારા જેવા તાપમાં જુઓ કે ચોમાસાની વરસાદની ઝડીમાં જુઓ, પણ એવું કોઈ વખત ન બને કે હરિબળ પોતાની જાળ લઈ નદીના કિનારે આવ્યો ન હોય. ઘરની તદ્દન ગરીબ હાલત અને કુળપરંપરાનો એ જ ધંધો. એટલે એને એ સિવાય બીજું કંઈ સૂઝતું નહિ-ગમતું નહિ. એ ઉપરાંત આ સ્થળ પસંદ પડવાનું એક બીજું પણ કારણ હતું. માણસ જ્યારે ઘરથી કંટાળે ત્યારે જ્યાં વિસામો મળે ત્યાં જઈને બેસે. હરિબળને સ્ત્રી તરફનું સુખ નહોતું. ઘરમાં નિરંતર સ્ત્રી કલેશ મચાવતી એટલે પણ હરિબળ ઘેર બહુ નહીં બેસતાં અહીં આવીને બેસતો. એક વખત નદીના એ જ ધરા પાસેથી એક મુનિરાજ નીકળ્યા. તેમણે હરિબળને જાળ લઈને ઊભેલો જોયો. એટલે કહ્યું: ‘ભાઈ ! તું કંઈ ધર્મ જાણે છે?' For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ધન્ય અહિંસા હરિબળ કહે, હું તો કુળાચા૨ એ ધર્મ જાણું છું. મારા બાપ માછલાં મારતા ને ગુજરાન ચલાવતા. હું પણ માછલાં મારીને ગુજરાન ચલાવું છુ. ૨૧ મુનિરાજ કહે, એવો કુળધર્મ શા કામનો ? શું પિતા દુરાચાર કરતો હોય, ખરાબ હોય, તો પુત્રે પણ એવું જ કરવું જોઈએ? ધર્મ તો તે જ કહેવાય કે જેમાં જીવદયા હોય. બધાં પ્રાણીને સરખાં ગણવાં, કોઈને મારવું નહિ, તેનું નામ જીવદયા. ધર્મનું મૂળ જ દયા છે. જીવદયા પાળનારને ઘણું સુખ મળે છે. માટે ભાઈ ! તું કંઈક જીવદયા પાળ. હરિબળને વાત સાચી લાગી, પણ માછલાં ન મારું તો શું કરું એ સૂઝ્યું નહિ. તેણે કહ્યું: “મુનિરાજ ! મારાથી શી રીતે જીવદયા પળાય ? હું જો આ કામ ન કરું તો મારાં બાયડીછોકરાં ભૂખે મરે.’ મુનિ કહે, આ ધંધો તદ્દન છોડી ન શકે તો પણ થોડા નિયમ તો લે. એમ કર કે જાળમાં પહેલું માછલું આવે તેને છોડી દેવું. આટલો પણ નિયમ પાળીશ તો ભવિષ્યમાં ઘણો લાભ થશે. હરિબળે એ નિયમ આનંદથી ગ્રહણ કર્યો. નિયમ તો નાનો હતો, પણ પહેલા જ સપાટે એક મોટું માછલું પકડાયું. હરિબળે પોતાના નિયમ પ્રમાણે તેને જીવતદાન આપીને પાણીમાં મૂકી દીધું. ફરીથી જાળ નાખીને બહાર કાઢી તો એનું એ જ માછલું પકડાયું. તેણે વિચાર કર્યોઃ આ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૧૦ તો તે જ માછલું છે, જેને મેં જીવતદાન દીધું છે તો એને કેમ મરાય? પછી એને ઓળખવા માટે ગળે કોડી બાંધીને પાણીમાં મૂકી દીધું અને ત્યાંથી દૂર જઈ જાળ નાખી, પણ બન્યું એવું કે તેનું તે જ માછલું પકડાયું એટલે હરિબળ એથી પણ દૂર ગયો. એમ ઠેકાણાં બદલતાં બદલતાં સાંજ પડી. ‘હજી સુધી કંઈ મળ્યું નહિ. આજે સ્ત્રી નક્કી બૂરી વલે ક૨શે, માટે કાલે કંઈક લઈને જ ઘેર જઈશ.' એમ વિચારી ઘેર જવાનું માંડી વાળ્યું. અને ગામથી થોડે દૂર જંગલમાં એક મંદિર હતું તેની અંદર જઈને સૂતો. ૨૨ * દુનિયામાં કેટલાક અકસ્માત એવા બને છે કે સાદી બુદ્ધિથી એનો ઉકેલ ન સૂઝે. વસંતશ્રી નામે એક રાજકુંવરી એક શ્રીમંત પુત્ર પર મોહિત થયેલી. એનું નામ પણ શેઠ હરિબળ. બંને જણાંએ એક રાતે નાસી છૂટવાનો સંકેત ગોઠવ્યો. જઝવેરાત અને પોતાના માટે તથા પોતાના પ્રેમી માટે બે સારા ઘોડા લીધા. ઠરાવેલ સમયે એ બહાર પડી. હરિબળ માછી જે મંદિરમાં સૂતો હતો, તે જ એમનું સંકેત-સ્થળ હતું, પણ પેલો વાણિયો હરિબળ ગણતરીબાજ નીકળ્યો. એણે વિચાર્યું કે રાજકુંવરીને લઈને નાસી જવામાં ભારે જોખમ છેઃ વળી પછી બાપ પણ ક્યાંથી સંઘરે. એ ઘરમાં જ બેસી રહ્યો. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ધન્ય અહિંસા રાજકુંવરી મંદિરે પહોંચી. ચોરદીવાના ઝાંખા અંધારામાં અંદર કોઈને સૂતેલો જોયો. એ જ વાણિયો હરિબળ હશે, એમ ધારી કુંવરીએ બૂમ મારી. હરિબળ માછી તો એની કભારજા સ્ત્રીની બીકમાં હતો. ત્યાં એણે આ દેવકન્યા જેવી સ્ત્રીને જોઈ. પળ વાર એ ચૂપ રહ્યો. કુંવરીએ બીજી વાર બૂમ મારી તોય હરિબળ ચૂપ રહ્યો. ત્રીજી વાર કુંવરીએ બૂમ મારી. હરિબળે વિચાર્યું, કોઈ ડેણ ડાકણ હશે, તોય શું કરશે? એક વાર તો મરવું છે જ. રે જીવડા, ચાલ ! જીવ્યા કરતાં જોયું ભલું ! હરિબળ તો કૂદીને ઘોડા ઉપર સવાર થઈ ગયો. થોડી વારમાં બંને ક્યાંયનાં ક્યાંય નીકળી ગયાં. સવારે સૂરજ ઊગ્યો, ને કુંવરીને લાગ્યું કે ભયંકર ભૂલ થઈ ગઈ. હવે શું થાય ? વાત કરતાં હરિબળ સંસ્કારી માણસ લાગ્યો. બંને જણાં વિશાળાપુરમાં સાથે રહ્યાં. અરે, આપણે જો અન્ય જીવો ઉપર દયા રાખીએ, તો કુદરત આપણા ઉપર દયા રાખે ! ક્યાં કાલનો માછી હું ? એક જ દિવસમાં મુનિનો મેળાપ, વ્રતનું લેવું ને રાજકન્યા સાથે લગ્નથી જોડાવું. એણે હરિબળના છુપાઈ રહેલા સંસ્કારોને જાગ્રત કર્યા. તેણે વિચાર કર્યો કે નાના સરખા નિયમના For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૧૦ પાલનથી મને આ સર્વ કંઈ મળ્યું છે. માટે આ લક્ષ્મીનો અને આ તકનો બરાબર લાભ લેવો. તેણે ઉદાર થઈ ગરીબગરબાં તથા દીનદુઃખીને દાન દેવા માંડ્યું. થોડા વખતમાં તો નગર આખામાં વાત ફેલાઈ કે, ‘કોઈ ધનવાન રાજપુત્ર આવ્યો છે. તે ઘણું દાન આપે છે. તે મહાગુણવંત ને દયાળુ છે.’ નગરના રાજાએ આ વાત સાંભળી. તેને બહુ માનપૂવર્ક તેડાવ્યો ને સભામાં બેસાડ્યો. હવે તો હરિબળ વસંતશ્રીના સમાગમથી બધો વિવેક ને શિષ્ટાચાર શીખ્યો હતો. રાજાએ તેની સાથે અનેક પ્રકારની વાતો કરી અને કહ્યું કે આપ આ કે નગરમાં જ રહો ને મારી સભાને શોભાવો. ૨૪ હરિબળ અને રાજા વચ્ચે પ્રીત બંધાઈ. મોટાની મિત્રતાથી શો લાભ ન થાય ? હરિબળને બધી રીતે લાભ થવા માંડ્યો. એક વખત હરિબળે વિચાર કર્યો કે રાજા સાથે આટઆટલો સ્નેહ બંધાયો છે તો તેને એક વખત મારે ઘેર જમાડવો જોઈએ. તેથી તેણે રાજાને નોતરું આપ્યું. તેને પ્રસન્ન કરવા ભાતભાતનાં મિષ્ટાન્ન તૈયાર કરાવ્યાં. વખત થયો ને રાજા જમવા પધાર્યા. વસંતશ્રી સોળે શણગાર સજી રૂમઝૂમ કરતી વાનીઓ પીરસવા લાગી. રાજાને લાગ્યું કે વીજળી ઝબૂકે છે કે શું? એના મુખ ઉપર જોવાય નહિ એટલું તેજ હતું. રસોઈ રસોઈના ઠેકાણે રહી. રાજા ભાન ભૂલી ગયો. જમતાં જમતાં વસંતશ્રીના જ વિચા૨ો ક૨વા For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ધન્ય અહિંસા લાગ્યો. કોઈ પણ ઉપાયે જો આ હરિબળને મારી નાખું તો આ સ્ત્રી મારા હાથમાં આવે. રાજા કામાતુર થઈ પાછો ફર્યો. પ્રધાને વાત જાણી. સારી શિખામણ દેવાને બદલે તે દુષ્ટ ઊલટો રાજાને ચડાવ્યો કે જરૂર કોઈ પણ રીતે વસંતશ્રીને મેળવીશું. એણે એક યુક્તિ શોધી કાઢીને રાજાને કહી. રાજદરબાર ભરાયો છે. બધા સામંત ને શેઠશાહુકાર આવ્યા છે. તેમાં રાજપુત્ર ગણાતો હરિબળ પણ આવ્યો છે. તે વખતે રાજાએ વાત ઉપાડી. મારે મોટો વિવાહ-ઉત્સવ કરવો છે, પણ એમાં લંકાના રાજા વિભીષણ ઠાઠ સહિત પધારે તો જ ઉત્સવ શોભે. માટે મારી સભામાં એવો કોઈ પુરુષ છે કે જે એને તેડી લાવે ? સભા તો આ સાંભળી સૂનકાર થઈ ગઈ. કેવું અજબ કામ ! કોઈ ન બોલે કે ન ચાલે. સહુ નીચાં મોં રાખીને વિચારમાં પડ્યા. ક્યાં લંકાના રાજા વિભીષણ અને ક્યાં આપણા રાજા મદનબેગ ! ઠેઠ લંકાથી એને પરિવાર સાથે તેડી આવવાની અશક્ય વાત રાજા કેમ કરતા હશે? જ્યારે કોઈ બોલ્યું નહિ, ત્યારે પ્રધાન બોલ્યોઃ મહારાજ ! અહીં બીજા તો કોઈ બહાદુર દેખાતા નથી. એક રાજકુમાર હરિબળ છે તે પરાક્રમી છે. તે તમારું કામ જલદી કરશે. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨- ૧૦ રાજાએ હરિબળ સામે જોયું. એટલે હરિબળે શરમના માર્યા હા પાડી. હરિબળ ઘેર આવ્યો. વસંતશ્રીને વાત કરી. વસંતશ્રી તો વાતનો ભેદ પારખી ગઈ. નક્કી રાજાની બુદ્ધિ બગડી છે. રાજાને ઘેર જમવા નોતર્યા તેનું આ ફળ ! સ્વામીનાથ ! રાજા તો મહાકપટી છે; તમે પણ ભોળાભાવે રાજાને એકદમ કેમ હા પાડી દીધી? હરિબળ કહે જે બનવાનું હતું તે બની ગયું, પણ હવે આપેલું વચન પાળવું જોઈએ. જે વચન આપીને પાળે નહિ તે માણસ નહિ. હું ગમે તેવી મુશ્કેલીઓથી ડરતો નથી, પણ એક તારી ચિંતા થાય છે, કે રાજા શું કરશે ? વસંતશ્રી કહે, “નાથ ! હું ક્ષત્રિયાણીનું દૂધ ધાવી છું. જાન જશે, પણ શિયળ સાચવીશ, માટે મારી ચિંતા કરશો નહિ. તમને તો હું શું કહું? પણ અવિચારી કામ કરી એકદમ પતંગિયાની પેઠે આગમાં કૂદી પડશો નહીં. હરિબળ ને વસંતશ્રી દર્દભર્યા દિલે જુદાં પડ્યાં. હરિબળ અનેક અજાણ્યા પ્રદેશોને ખેડતો દરિયાકિનારે પહોંચ્યો. લંકા અહીંથી થોડે દૂર હતી, પણ જેવું કેવી રીતે ? તેણે વહાણની ખૂબ રાહ જોઈ, તપાસ કરી, પણ વહાણ દેખાયું નહિ. થોડા વખતમાં તો કામ પતાવીને પાછું વળવું છે, એટલે તે મૂંઝાવા લાગ્યો. તે વખતે એક મહાન મત્સ્ય તેની નજરે For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ધન્ય અહિંસા પડ્યો. સાહસિક હરિબળે ઇષ્ટદેવનું નામ લઈ એની પીઠ ૫૨ ઝુકાવ્યું. મત્સ્ય એકદમ ચાલવા લાગ્યો ને લંકાના કિનારે નીકળ્યો. હરિબળ કાંઠો આવતાં કૂદી પડ્યો ને લંકાના બેટમાં દાખલ થયો. લંકાનો ગઢ તો સોને મઢ્યો છે. એટલે તે સોનાની લંકા કહેવાય છે. હરિબળ આ બધું જોતો નગ૨માં દાખલ થયો. ત્યાંની રોનકદાર બજારોને જોતો અને શેરીઓ પસાર કરતો એક શેરીમાં આવ્યો. ત્યાં એક ભવ્ય મકાન તેની નજરે પડ્યું. તે અંદર ગયો તો કોઈ મહાન ધનાઢ્યનું ઘર લાગ્યું, પણ માણસ કોઈ મળે નહિ ! આથી તેને વધારે કુતૂહલ લાગ્યું. તે બીજે માળે ગયો. પછી ત્રીજે માળે ગયો. ત્યાં મરવાની તૈયારી કરતી એક યુવાન બાળા દીઠી. હરિબળે હાં હાં કહી તેનો હાથ પકડ્યો ને બોલ્યોઃ જુવાનીની આ અવસ્થામાં તને એવડું શું દુઃખ છે કે તું આમ આપઘાત કરવા તૈયાર થઈ છે?” ૨૭ હરિબળનો આ પ્રેમભર્યો પ્રશ્ન સાંભળી બાળા બોલીઃ ‘મારાં દુ:ખનો પાર નથી. મારો પિતા જ મારી સાથે લગ્ન કરવા ચાહે છે. હમણાં તે ઘર-બહાર ગયો છે. એના જુલમોમાંથી છૂટવા હું આપઘાત કરું છું, પણ આપ ક્યાંથી આવ્યા ?’ હરિબળે કહ્યું : ‘જીવદયા એ મારો ધર્મ છે. તું નચિંત રહે. કોઈને બચાવવા મારો પ્રાણ આપવા તૈયાર છું. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણી ૨-૧૦ . . . . . . વિશાળાપુર નગરથી હું રાજાના કામ પ્રસંગે આવ્યો છું, પણ હવે આ ગળેથી ફાંસો છોડી નાખ પેલી યુવાન બાળાએ કહ્યું: ‘જો મારા દેહનું દાન આપ સ્વીકારી શકતા હો તો જ હું આ વિચાર માંડી વાળું.” હરિબળે જીવ બચાવવાના હેતુથી તે સ્વીકાર્યું. બને તરત ગાંધર્વ વિવાહથી જોડાયાં. પેલી બાળા કહે, હવે ઘડી પણ આ ઘરમાં રહેવું યોગ્ય નથી. મારો પિતા આવશે તો કોણ જાણે શું કરશે? એટલે બને ત્યાંથી નીકળી ગયાં. આ બાળાનું નામ કુસુમશ્રી. કુસુમશ્રીએ વિભીષણને બોલાવી જવાની વાત જાણી એટલે કહ્યું કે વિભીષણ કોઈ દિવસ પોતાનું સ્થાન છોડીને જતા જ નથી. માટે સ્વામીનાથ ! હવે વખત ગુમાવશો નહિ. તેમની એક તલવાર મારી પાસે આવેલી છે તેને જ નિશાની તરીકે લઈ લ્યો. હરિબળે કબૂલ કર્યું ને કોઈ મછવા દ્વારા લંકાનો બેટ છોડી હિંદુસ્તાનમાં દાખલ થઈ ગયાં. પછી મારતે ઘોડે વિશાળાપુર તરફ આવવા લાગ્યાં. હરિબળની ગેરહાજરી દરમ્યાન વસંતશ્રી ખૂબ સાવચેતીથી રહે છે. રાજાએ બીજે દિવસથી તેને ઘેર ભેટો મોકલવા માંડી છે. અહીં વસંતશ્રી બધું સમજે છે ને તેનો મૂંગા મોઢે સ્વીકાર કરે છે. છતાં તેણે એક વખત દાસીને પૂછ્યું કે “રાજાજી મારે ત્યાં આ બધી વસ્તુઓ કેમ મોકલે છે?” For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ધન્ય અહિંસા દાસી કહે, ‘હરિબળ રાજાના મિત્ર રહ્યા. તેમની ગેરહાજરીમાં ખાસ ઘરની સંભાળ રાજા ન રાખે તો કોણ રાખે?” “હં' કહી વસંતશ્રીએ તે સાંભળી લીધું. થોડા દિવસ પછી રાજાએ એક દાસી સાથે સંદેશો કહેવરાવ્યો કે તારો સ્વામી લંકાએ ગયો છે તે પાછો આવનાર નથી, માટે મારી સાથે પ્રેમ બાંધ. વસંતશ્રી રાજાનાં આવાં વચનો સાંભળી મૂંગી રહી. એક રાત્રિએ રાજા હરિબળના મકાન પર આવ્યો. વસંતશ્રીએ તેને જણાવ્યું. એક માસના વાયદે મારા સ્વામી ગયા છે તે મહિનો પૂરો થવા દો. પછી હું તમારી જ છું. રાજાએ જાણ્યું કે મહિનો પૂરો થયે એ ક્યાંથી આવવાનો છે? એટલે તે વાત સ્વીકારી. આજે સ્વામીનાથને ગયે મહિનો બરાબર પૂરો થયો. તે નહિ આવે તો શું કરીશ? દુષ્ટ રાજા નક્કી મારું શિયળ લૂંટવા પ્રયત્ન કરશે. સખીને એનો ઉપાય પૂછતી વસંતશ્રી બોલી. સખી કહેઃ “જીવદયાનો ધર્મ પાળો. કોઈ સાચા સંતના આશીર્વાદથી તમારું દર્દ ટળશે. બાઈએ તો ભારે દયા કરવા માંડી છે. તે જ ક્ષણે કોઈ પુરુષ ત્યાં દાખલ થયો. એ જ વસંતશ્રીનો પ્રિયતમ હરિબળ હતો. વસંતશ્રી એને જોતાં જ ઘેલી થઈ ગઈ. હરિબળ પણ ખૂબ આનંદ પામ્યો ને બનેલી બધી વાત કહી. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨- ૧૦ ‘ત્યારે કુસુમશ્રી છે ક્યાં?’ વસંતશ્રીએ અધીરાઈથી પૂછયું. હરિબળ કહેઃ “નગર બહારના ઉદ્યાનમાં.” બિચારી અજાણીને ત્યાં એકલી મૂકીને કેમ આવ્યા?” વસંતશ્રીએ પ્રશ્ન કર્યો. હરિબળે જરા વિનોદથી જવાબ આપ્યો: ગૃહદેવીની રજા સિવાય ગૃહમાં કંઈ કોઈ નવીનને દાખલ કરાય ! વસંતશ્રી કહે, ‘ઝટ તેને લઈ આવો.” એમ કહી બને જણ કુસુમશ્રી હતી ત્યાં આવ્યાં. પછી હરિબળે રાજાને આવી પહોંચ્યાના સમાચાર કહેવડાવ્યા. રાજા એ સાંભળી ખેદ પામ્યો, છતાં બહારથી ડોળ કરી તેનું સામૈયું કર્યું ને બધી વાત પૂછી. હરિબળે પણ ચાલાકીથી બધી વાત ગોઠવીને કહી કે રાજા વિભીષણે મારા સાહસથી રાજી થઈ આ પોતાની પુત્રી પરણાવી છે. અને પોતે કહેવરાવ્યું છે કે લગ્નનો દિવસ હશે તે જ વખતે હું આવીશ.' તમારો સંદેશો મળ્યો છે એની નિશાનીમાં આ તલવાર મોકલી છે. રાજાએ તલવાર જોઈ એ વાત સાચી માની ને તેને કેટલીક ભેટો આપી. હજી રાજાનું મન વસંતશ્રી પર એવું ને એવું લાગ્યું છે એટલે હરિબળને યમધામમાં પહોંચાડવાના વિચારથી કંઈક કામે બહાર મોકલ્યો ને રાત્રે તેના ઘેર ગયો. વસંતશ્રીએ તેને ખૂબ ખૂબ સમજાવ્યો છતાં તે જુલમ કરવા તૈયાર થયો ત્યારે વસંતશ્રીએ લટ્ટુ બનેલા રાજાના મોં પર જોરથી એક મુક્કી For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ધન્ય અહિંસા ............ મારી દાંતની બત્રીસી પાડી દીધી ને તેની સાન ઠેકાણે આણી. રાજાને એ પછી પોતાના કામનો પસ્તાવો થયો ને પ્રધાનને સાચો રસ્તો નહિ બતાવવા માટે સખત શિક્ષા કરી. તેનું મન વિલાસમાંથી એકદમ પાછું પડ્યું. - હરિબળ જેવા મિત્રને આપેલા કષ્ટનો વિચાર કરતાં તેને કમકમાટી આવી ને તેનો બદલો વાળવા પુત્રી, રત્ન તથા રાજ્ય તેનાં ચરણે ધર્યા. પોતે નિવૃત્તિનો રસ્તો લઈ આત્મકલ્યાણ કર્યું. વસંતશ્રીના નાસી જવાથી તેનાં માતપિતાને ખૂબ ખેદ થયો હતો. તે દેશપરદેશ પોતાની પુત્રીની તપાસ કરાવતાં હતાં. કેટલાક વખતે તેમણે વસંતશ્રી તથા હરિબળની વાત સાંભળી. તેમણે બહુ માનપૂર્વક હરિબળને તેડાવ્યો. હરિબળનું પરાક્રમ, સાહસ ને બીજા ગુણો જોઈ પોતાના પુત્રસમ ગણ્યો ને છેવટે રાજ આપ્યું. અહીં હરિબળે પોતાની કભારજા સ્ત્રીને સંભારીને ખૂબ શિખામણ આપી તથા સારી રીતે રહેતાં શીખવ્યું. હરિબળ પોતાના જીવનની બધી ચડતીનું મૂળ એક નાનું સરખું વ્રત છે એ કદી ભૂલ્યો ન હતો. તે હંમેશાં મનમાં બોલતો ધન્ય અહિંસા ! તારા સહેજ પાલનથી મને આટઆટલું મળ્યું તો જે મહાત્માઓ પૂરેપરી અહિંસા પાળે For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ઉર જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨- ૧૦ . . ت . ن . છે તેમને કેટલો લાભ થતો હશે. અહીં તેને સંત-સમાગમ પણ વધતો ગયો. ધીમે ધીમે તે ધર્મનું સ્વરૂપ પૂરેપૂરું પાલન કરવા ઇચ્છતો હતો તે ક્ષણો આવી પહોંચી. તે વખતે પોતાના વડીલ પુત્રને રાજ્ય આપી ત્રણે રાણીઓ સાથે પાંચ મહાવ્રત અંગીકાર કર્યા. પછી તપ ને સંયમનું આરાધન કરતાં તે નિર્વાણ પામ્યો. આજે પણ એ હરિબળ માછીનું નામ જૈન શાસ્ત્રોમાં અહિંસાના પાલન માટે ગવાઈ રહ્યું છે. અહિંસાનો જય હો, અહિંસકનો જય હો. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨ કુલ પુસ્તક ૧૦] ૧. તીર્થકર શ્રી શાંતિનાથ, તીર્થકર શ્રી મલ્લિનાથ ૨. શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સિદ્ધસેન દિવાકર ૩. રાજર્ષિ પ્રસન્નચંદ્ર, મહામંત્રી અભયકુમાર ૪. મહાસતી સીતા, સતી મૃગાવતી ૫. શ્રેણિક બિંબિસાર, જ્ઞાનપંચમી ૬. ખેમો દેદરાણી, વીર ભામાશા ૭. શ્રી નંદિષેણ, જૈન સાહિત્યની ડાયરી ૮, મયણરેખા, ઈલાચીકુમાર, ધન્ય અહિંસા ૯. ચક્રવર્તી સનતકુમાર, વીર ધનો ૧૦. મંત્રી વિમળશાહ, મહામંત્રી ઉદયન For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ पामो सिद्ध Cણી, णमोशायरिया //WWU णमो उवज સત્ય, અહિંસા, વીરતા અને મૂલ્યનિષ્ઠા જેવા ગુણોને ખીલવતી જૈન બાલગ્રંથાવલિ એ ઊગતી પેઢીમાં ચરિત્રો દ્વારા સંસ્કારનું સંવર્ધન કરનારી છે. તીર્થકરોનાં ચરિત્રો, મહાન સાધુ-મહાત્માઓની કથાઓ, દૃષ્ટાંતરૂપ જીવન ગાળનાર સતીઓની ધર્મપરાયણતા દર્શાવતાં આ ચરિત્રો બાળકોના સંસ્કારઘડતરમાં અત્યંત ઉપયોગી બને તેવાં છે. એમાંથી મળતો નીતિ, સદાચાર : - બાળકોના જીવનમ |IIIIIIIIIIIIII Serving Jin Shasan For Personal Private Use Only www.ainelibrary org